બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઓમપુરીનું શુક્રવારે સવારે હાર્ટ એટેકથી નિધન થઈ ગયું હતું. તે 66 વર્ષના હતા. એમના આકસ્મિક નિધનથી બૉલિવુડ આઘાતમાં છે. પદ્મશ્રી ઓમપુરીએ 'અર્ધ્ય સત્ય', 'ધારાવી'. 'મંડી' જેવી ઘણી ફિલ્મોમાં ઉત્કૃષ્ઠ અભિનય કર્યો હતો.ઓમપુરીએ પોતાની ફિલ્મ સફરની શરૂઆત મરાઠી નાટક પર આધારિત ફિલ્મ 'ઘાસીરામ કોતવાલ'થી કરી હતી. વર્ષ 1980માં રિલીઝ 'આક્રોશ' ઓમપુરીના સિનેમા કરિયરની પહેલી હિટ ફિલ્મ સાબિત થઈ. ઓમપુરીએ પોતાની હિન્દી સિનેમા કરિયરમાં કેટલીક સારી ફિલ્મોમાં પોતાના સારા અભિનયનું પરિચય આપ્યું છે. ફિલ્મી બેગ્રાઉન્ડ ન હોવાના કારણે એમણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે ઘણું સંઘર્ષ કર્યો હ્તો. હિન્દી સિનેમામાં સારા અભિનય બદલ ઓમ પુરીને અનેક પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા હતાં. 

 

બોલિવૂડના દિગ્ગજ અભિનેતાનાઓચિંતા નિધનથી બોલિવૂડ જગતમાં સન્નાટો મચી જવા પામ્યો હતો. અનેક બોલિ સેલેબ્સે અભિનેતાની વિદાયનો આઘાત વ્યક્ત કર્યો હતો. જાણીતા ફિલ્મ ડિરેક્ટર અશોક પંડિતે ટ્વિટ પર આ ખબર સાભળીને શોક વ્યક્ત કર્યો છે.

ઓમપુરીનું અચાનક આવી રીતે જતું રહેવું હિન્દી સિનેમાને મોટું નુકસાન છે. બહુ ઘણા એક્ટરો એવા છે જેમણે પોતાના ચહેરાના બદલે પોતાના અભિનય ક્ષમતાથી ઓળખ બનાવી, ઓમપુરી આ બધા માટે સૌથી મોટી મિસાલ છે.

ઉત્તરાખંડના હૃષીકેશ નજીકના નરેન્દ્રનગરમાં હૉલિડે માણી રહેલાં વિરાટ તથા અનુષ્કાની પહેલી જાન્યુઆરીએ સગાઈ થવાની હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા. અમિતાભ બચ્ચન, તેમનાં પત્ની જયા અને અનિલ અંબાણી પણ નરેન્દ્રનગરમાં આવી પહોંચતાં એ અફવાને વેગ મળ્યો હતો. 

જોકે વિરાટ કોહલીએ ટ્વિટર પર ચોખવટ કરીને બધાં અનુમાનો પર પૂર્ણવિરામ મૂક્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ જ્યારે સગાઈનો નિર્ણય લેશે ત્યારે એને છુપાવશે નહીં. 

વિરાટે ટ્વિટર પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘અમારી સગાઈ નથી થવાની અને થવાની હશે ત્યારે અમે છુપાવીશું નહીં. ન્યુઝ-ચૅનલો અફવાઓ વેચવાની અને તમને ગૂંચવાયેલા રાખવાની લાલચને રોકી શકતી નથી એટલે અમે અહીં ચોખવટ કરીએ છીએ.’

એ પછી અનુષ્કાએ પણ વિરાટની પોસ્ટને રીટ્વીટ કરી હતી. 

૨૮ વર્ષનાં વિરાટ અને અનુષ્કા નવા વર્ષની ઊજવણી માટે નરેન્દ્રનગરની હોટેલ આનંદામાં ગયા શનિવારે આવી પહોંચ્યાં હતાં. ત્યારથી તેઓ તેમના વેકેશનના ફોટોગ્રાફ્સ પોતપોતાના સોશ્યલ મીડિયાનાં અકાઉન્ટ્સ પર શૅર કરી રહ્યાં છે.

શાહરુખ ખાનને હજુ સુધી નૅશનલ અવૉર્ડ નથી મળ્યો, પરંતુ તેને એવું નથી લાગતું કે તેણે આજ સુધી એવો કોઈ પર્ફોર્મન્સ આપ્યો હોય જેના માટે તેને અવૉર્ડ મળે. શાહરુખ ખાને બુધવારે રાતે મુંબઈમાં ઇન્ડિયન ઍકૅડેમી અવૉર્ડ્સની જાહેરાત કરતા કહ્યું હતું કે ‘દર્શકો, જ્યુરી મેમ્બર્સ અને ફિલ્મમેકર્સના કારણે મને ઘણાં બધા અવૉર્ડ્સ મળ્યાં છે. હું બેસીને વિચારું કે મને મારી આ ફિલ્મ માટે અવૉર્ડ મળવો જોઈએ તો એ અવૉર્ડનું અપમાન કહેવાશે. જો મને કોઈ અવૉર્ડ ન મળ્યો તો હું સમજું છું કે એ અવૉર્ડ મેળવવા માટે હું લાયક નહોતો.’

‘ચક દે ઇન્ડિયા’ અથવા ‘સ્વદેશ’ માટે નૅશનલ અવૉર્ડ ન મળવા વિશે શાહરુખે કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે આજ સુધીમાં મેં કોઈ એવો પર્ફોર્મન્સ આપ્યો છે કે જેના માટે મને નૅશનલ અવૉર્ડ મળવો જોઈએ. હું અવૉર્ડ જીતવાના આધારે પર્ફોર્મ નથી કરતો.’

કરીના અને સૈફ અલી ખાને તેમના બાળકને તૈમુર અલી ખાન પટૌડી નામ આપ્યું છે. તૈમુર નામ તુર્ક-મૉન્ગોલ જનરલ તૈમુરના

નામ પરથી પાડવામાં આવ્યું છે. તૈમુર મુસ્લિમ નામ છે અને એનો મતલબ આયર્ન પણ થાય છે. જોકે આ નામને લઈને ટ્વિટર

પર કરીના અને સૈફની ખૂબ જ મજાક ઉડાડવામાં આવી રહી છે. કરીનાને ગઈ કાલે વહેલી સવારે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ

કરવામાં આવી હતી જ્યાં તેણે સવારે સાડાસાત વાગ્યે દીકરાને જન્મ આપ્યો હતો. અન્ય સેલિબ્રિટીઓ બાળકને નૅચરલી જન્મ

આપવાની રીતને પસંદ નથી કરતી, પરંતુ કરીનાએ નૅચરલ પ્રોસેસ પસંદ કરી હતી. રણબીર કપૂર, કરીના અને કરિશ્મા કપૂરના

જન્મ વખતે ઉપસ્થિત રહેલા ડૉક્ટર રુસ્તમ પુનાવાલા અને તેના દીકરા ડૉક્ટર ફિરોઝની દેખરેખ હેઠળ કરીનાએ ડિલિવરી કરી હતી.

કરીના અને સૈફે એક સ્ટેટમેન્ટ જાહેર કરતાં કહ્યું હતું કે ‘અમારા દીકરા તૈમુર અલી ખાન પટૌડીના જન્મના સમાચાર તમારી સાથે શૅર

કરવાની અમને ખૂબ જ ખુશી છે. છેલ્લા નવ મહિનાથી અમને સપોર્ટ કરનાર અને અમારી પ્રાઇવસીનું ધ્યાન રાખનાર મીડિયાનો

અમે આભાર માનીએ છીએ. તેમ જ અમારા ચાહકો અને શુભચિંતકો દ્વારા મળેલા પ્રેમ માટે અમે તેમનો આભાર માનીએ છીએ. 

કોલ્હાપુરમાં કુસ્તીનો જંગ ખેલવા ઉપરાંત દૂધ પીવાની હરીફાઈમાં ભાગ લેવાનું પણ આમિરને નોતરું  આમિર ખાનને મિસ્ટર પર્ફેક્શનિસ્ટ અમસ્તો જ નથી કહેવામાં આવતો. પોતાની આગામી ફિલ્મ ‘દંગલ’માં અદ્દલ હરિયાણવી કુસ્તીબાજ જેવો દેખાવા માટે આમિર ખાને બહુ મહેનત કરી હતી. એ માટે તેણે વજન વધાર્યું હતું અને ફરી પાછું ઘટાડીને શેપમાં પણ આવી ગયો હતો. 


આમિરની આ પ્રતિબદ્ધતા પર તેના પ્રશંસકો જ નહીં, કુસ્તીબાજો પણ આફરીન પોકારી ગયા છે. દેશના સૌથી જૂના અખાડાઓ પૈકીના એક કોલ્હાપુરના મોતીબાગ અખાડાના વડા રુસ્તમ-એ-હિન્દ દાદુ ચૌગુલે આ સોમવારે આમિરના યજમાન બનવાના છે. આમિરને મોકલવામાં આવેલા આમંત્રણમાં જણાવવામાં આવ્યું છે કે ‘મૂવી મારફત કુસ્તીને મુખ્ય ધારામાં લાવવાનો અને યુવા પેઢીને આ રમતમાં રસ લેતા કરવાનો તમારો વિચાર અમારા હૃદયને સ્પર્શી ગયો છે. અમે આમિરને આદર આપીએ છીએ અને તેનું સન્માન કરવા માગીએ છીએ.’

દાદુનો પુત્ર વિનોદ ચૌગુલે પણ પહેલવાન છે. તેણે કહ્યું હતું કે ‘ખરેખર ‘દંગલ’નું ટ્રેલર પ્રભાવશાળી છે. મહાવીર સિંહ ફોગટને મારા પપ્પા ઓળખે છે. મહાવીર સિંહના કામથી અમને હંમેશાં પ્રેરણા મળી છે અને અમે તેમનો આદર કરીએ છીએ. આમિર ખાને બહુ મહેનત કરી છે અને ફિલ્મમાં તે ખરેખર પહેલવાન જેવો દેખાય છે.’

આમિરના સન્માનની જોરદાર તૈયારી ચાલતી હોવાનું જણાવતાં વિનોદ ચૌગુલેએ કહ્યું હતું કે ‘અમારું આમંત્રણ સ્વીકારીને આમિરે કૃપા કરી છે. અમારા પહેલવાનો તેમનું કૌશલ આમિરને દેખાડશે અને કુસ્તીના ફન-રાઉન્ડમાં આમિર ખાન અમારી સાથે જોડાશે તો અમને ઘણો આનંદ થશે. અમારો પ્લાન આમિર ખાનને દૂધ પીવાની સ્પર્ધામાં પડકારવાનો પણ છે. આમિર ખાન એ પડકારનો સામનો કરવા તૈયાર હશે એવી અમને આશા છે.’

આ બાબતે આમિરના પ્રવક્તાએ કહ્યું હતું કે દેશના સૌથી પ્રતિષ્ઠિત અને પરંપરાગત અખાડાઓ પૈકીના એકમાં પોતાનું સન્માન થાય એ આમિર માટે ગૌરવની વાત છે.

અમિતાભ બચ્ચન કહે છે કે ઘણી ઑફરો મળી છે, પરંતુ એમાંની થોડી પણ પસંદ કરું તો એમાં મારી આખી જિંદગી નીકળી જશેઅમિતાભ બચ્ચનને ફિલ્મ માટે હાલમાં ઘણીબધી ઑફર મળી છે અને એનાથી તેઓ ખૂબ જ ખુશ છે, પરંતુ તેમનું માનવું છે કે તેમની પાસે દરેક ફિલ્મમાં કામ કરવા માટે સમય નથી. આ વિશે તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે ‘હું હાલમાં સ્ટોરીઝ અને આઇડિયાને સાંભળવાના મોડમાં છું. એમાંના કેટલાક આઇડિયામાંથી ભવિષ્યમાં ફિલ્મ બનાવવામાં આવશે. આ તમામ ઑફરથી હું ખૂબ જ ખુશ છું, પરંતુ એમાંથી હું થોડી ફિલ્મને પસંદ કરું તો પણ એ ફિલ્મોમાં મારી આખી જિંદગી નીકળી જશે. વ્યક્તિઓની ઇચ્છાઓ પર કન્ટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ છે. આ સમય એવો છે કે જેમાં મારે દરેક ઑફરને સ્વીકારવી છે, પરંતુ સમય મારો સાથ નથી આપી રહ્યો. મને ઘણીબધી સ્ટોરીઓ કહેવામાં આવી છે અને સંભળાવવામાં આવી છે, પરંતુ સમય ક્યાંથી લાવું?’

હૃતિકની ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ સાંજે રિલીઝ થવાની હતી, પરંતુ હવે શાહરુખની ફિલ્મ એ જ દિવસે સવારે રિલીઝ થશે શાહરુખ ખાનની ‘રઈસ’ અને હૃતિક રોશનની ‘કાબિલ’ બન્ને ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ હૃતિકની ‘કાબિલ’ને ૨૫ જાન્યુઆરીએ સાંજે ૬ વાગ્યે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે ‘રઈસ’ પણ પચીસમીએ જ રિલીઝ થશે અને એ પણ પહેલા શોથી જ. આ વિશે શાહરુખે ગઈ કાલે મુંબઈમાં ‘રઈસ’નું ટ્રેલર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘અમે આ ફિલ્મને ૨૫ તારીખે રિલીઝ કરવાનો નિર્ણય ખૂબ પહેલાં લીધો હતો. પહેલાં બન્ને ફિલ્મો ૨૬મીએ રિલીઝ થવાની હતી એથી અમે અમારા ડિસ્ટિÿબ્યુટર્સ સાથે મળીને આ ફિલ્મને ૨૫ તારીખે રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. 

શ્રદ્ધા કપૂર તેના વજનમાં હજી પણ ઘટાડો કરવા માગે છે અને આ કામ માટે તે એક સેલિબ્રિટી ટ્રેઇનર તથા ન્યુટ્રિશનિસ્ટની સેવા લઈ રહી હોવાની અફવા છે.આ નાજુક-નમણી ઍક્ટ્રેસે તેના ઘરમાં બનાવવામાં આવતા મહારાષ્ટ્રીયન અને પંજાબી ફૂડનો ત્યાગ કરી દીધો છે. એને બદલે શ્રદ્ધાએ હવે દિવસમાં છ વખત ઓછો પણ સપ્રમાણ ખોરાક લેવાનું શેડ્યુલ અપનાવ્યું છે. વધારે પ્રોટીનવાળા એ ખોરાકમાં પ્રોટીન, નટ્સ, બીન્સ અને સૅલડ્સનો સમાવેશ થાય છે. શ્રદ્ધાના આવા ટિફિનનો માસિક ખર્ચ દોઢ લાખ રૂપિયા થાય છે.

ફિલ્મી અવૉર્ડ્સની સીઝન શરૂ, રવિવારે રાત્રે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં યોજાયો સ્ટાર સ્ક્રીન અવૉર્ડ્સનો સમારંભ : અમિતાભ બચ્ચન (પિંક) બેસ્ટ ઍક્ટર, આલિયા ભટ્ટ (ઉડતા પંજાબ) બેસ્ટ  ઍક્ટ્રેસ અને પિંક બેસ્ટ ફિલ્મ 

‘કૉફી વિથ કરણ’ ની સીઝન ૫ માં અત્યાર સુધી ઘણા મોટા સ્ટાર્સ પહોચી ચૂક્યા છે. પોતાના સેન્ચ્યુરી એપિસોડમાં કરણ બોલિવુડના ખાન બ્રધર્સને એકસાથે લઈને આવી રહ્યા છે. સલમાન અને કરણ બંને ટ્વીટર હેન્ડલ પર આવનારા એપિસોડનો ફોટો શેર કર્યો છે. તેની પહેલાના એપિસોડમાં બોલિવુડના સૌથી હોટ એક્ટર્સ રણબીર કપૂર અને રણવીર સિંહ એક સાથે નજર આવ્યા હતા.આ શોની ચોથી સીઝનમાં સલમાન ખાન તેમના પિતા સલીમ ખાન સાથે પહોચ્યા હતા. સલમાને શો ના હોસ્ટ કરણ જોહર, ભાઈ સોહેલ ખાન અને અરબાઝ ખાનની સાથે ફોટો શેર કરતા લખ્યું કે, ‘કૉફી વિથ કરણ’ ના શૂટ પર