મલઇકા અરોરા ખાન અને અરબાઝ ખાને ગઈ કાલે બાંદરામાં આવેલી ફૅમિલી કોર્ટમાં બીજી વાર હાજરી આપી હતી. તેમણે દિવાળી બાદ ડિવૉર્સ માટે ફૅમિલી કોર્ટમાં અરજી કરી હતી. મલઇકા અને અરબાઝ સવારે ૧૧:૩૦ વાગ્યે તેમના વકીલો ક્રાન્તિ સાઠે અને અમૃતા સાઠેની સાથે જોવા મળ્યાં હતાં. તેઓ કોર્ટમાં વેરિફિકેશન માટે દાખલ થયાં હતાં અને જજ દ્વારા તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કાઉન્સેલિંગ ખૂબ જ લાંબા સમય સુધી ચાલ્યું હતું, જેમાં મલઇકા અને અરબાઝની સાથે ફક્ત જજ ઉપસ્થિત હતા. ત્યાર બાદ તેઓ બન્ને મૅરેજ-કાઉન્સેલર પાસે ગયાં હતાં. ફૅમિલી કોર્ટના વેકેશન બાદ મલઇકા અને અરબાઝે બન્નેએ સાથે મળીને ડિવૉર્સ માટે અરજી કરી હતી. અરબાઝ અને મલઇકાએ ફૅમિલી કોર્ટના વકીલનો સંપર્ક કર્યો છે અને તેમણે ડિવૉર્સ પેપર પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે.

છેલ્લા કેટલાક સમયથી એક અન્ય સ્ટાર કિડ બોલિવુડમાં એન્ટ્રી કરશે તેવી ચર્ચા છે અને તે છે સુનીલ શેટ્ટીનો ૨૧ વર્ષીય પુત્ર અહાન. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા તો તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તો કરી ચૂકી છે તો હવે વારો છે તેમના પુત્ર અહાનનો. સુનીલ શેટ્ટી મોટાભાગે એક્શન ફિલ્મોમાં નજર આવે છે અને આ કારણે લાગે છે કે અહાનને પણ એક્શન ફિલ્મથી બોલિવુડમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.

સાજિદ નડિયાદવાલાએ સુનીલ શેટ્ટીના પુત્રને બોલિવુડમાં લોન્ચ કરવાની જવાબદારી ઉઠાવી છે. તે અહાનની ફિલ્મ પ્રોડ્યુસ કરશે, છેલ્લા કેટલાક સમયથી અહાન તેની બોડી બનાવવા માંગે છે. તેને જોતા જ તેની બોલિવુડમાં એન્ટ્રી કરવાની ચર્ચા શરુ થઇ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહાનના પ્રોગ્રેસથી સાજિદ એટલા ખુશ છે કે, તેમને આગળની ટ્રેનિંગ લેવા માટે લંડન મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અહાન એક એક્શન સ્પેશિયાલિસ્ટ પાસેથી ટ્રેનિંગ લઇ રહ્યા છે. તે માર્શલ આર્ટસ શીખશે અને અન્ય ફીઝીકલ ટ્રેનિંગમાંથી પસાર થશે. અહાન લંડનમાં છ મહિના સુધી રહશે. ફિલ્મ વિશે સપ્ટેમ્બરમાં ઘોષણા કરવાની સંભાવના છે. સુનીલ શેટ્ટીના ફ્રેન્સ આ ન્યુઝથી જરૂર ખુશ થશે.

બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની ‘ડિયર ઝિંદગી’એ ભારતમાં

પહેલા દિવસે 8.75 કરોડ રૂ.ની કમાણી કરી છે. આ ફિલ્મ ભારતમાં 1200 સ્ક્રિન

પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ USAમાં ભારતના બે દિવસ પહેલાં 23 નવેમ્બરે રિલીઝ થઈ છે.

કરણના શો માં અત્યાર સુધી શાહરૂખ ખાન-આલિયા ભટ્ટ, અક્ષય કુમાર-ટ્વિન્કલ ખન્ના અને વરુણ ધવન-અર્જુન કપૂર નજર આવી ચૂક્યા છે. ફેમસ કોમેડિયન કપિલ શર્મા ટીવીના ટોક શો ‘કૉફી વિથ કરણ’ માં નજર આવશે. કોમેડી કિંગ કપિલ શર્માએ મંગળવારે કરણ દ્ધારા આપવામાં આવેલ ભેટનો ફોટો પોતાના ટ્વીટર એકાઉન્ટથી શેર કર્યો છે. કપિલે ફોટો શેર કરતા લખ્યું કે, ‘આભાર કરણ સર મને તમારા શો કૉફી વિથ કરણમાં બોલાવવા માટે અને બહુ બધી સુંદર ગિફ્ટ માટે.’

મથુરાના બરસાના અને નંદગાંવમાં અક્ષયની ફિલ્મ ‘ટોયલેટ : એક પ્રેમકથા’ નું શૂટિંગ ૨૦ દિવસથી ચાલી રહ્યું છે પરંતુ હવે આ ફિલ્મના શૂટિંગ પર સંકટના વાદળ ઘેરવા લાગ્યા છે. હકીકતમાં ફિલ્મના એક સીનમાં નંદગાંવના એક યુવક અને બરસાનાની યુવતીના મેરેજનો એક શોટ શૂટ કરવાનો છે પરંતુ ત્યાંના લોકોએ તેનો વિરોધ કરવાનો શરુ કરી દીધો છે.

લોકોનું કહેવું છે કે, જો આવું થયું તો આ ગામની વર્ષો જૂની પરંપરા તૂટી જશે. ફિલ્મનો વિરોધ કરવા માટે મહાપંચાયત બોલાવવામાં આવી છે. મહાપંચાયતમાં ફૂલડોલ મહારાજે કહ્યું કે, જે વ્યક્તિ ફિલ્મ નિર્માતાની જીભ કાપીને લાવશે તેને ૧ કરોડનું ઇનામ આપવામાં આવશે.તમને જણાવી દઈએ કે, નંદગાંવનો યુવક અને બરસાનાની યુવતીના મેરેજ પરસ્પર ક્યારે થતા નથી કારણ કે, જૂની માન્યતા પ્રમાણે કૃષ્ણ ભગવાનના સમયમાં પણ નંદગાંવ અને બરસાનાનો સંબંધ ભાઈ-બહેન જેવો જ હતો. ત્યારથી અત્યાર સુધી નંદગાંવ અને બરસાનામાં પરસ્પર મેરેજ થતા નથી. આ જ કારણ છે કે, ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બરસાનાના ‘કટારા પાર્ક’ માં વૃંદાવનના સાધુ સંતોએ મહાપંચાયતનું આયોજન કર્યું, જેમાં સેંકડો લોકો અને સાધુ સંતોએ ફિલ્મનો કડક વિરોધ કર્યો. ચતુર્થ સંપ્રદાયના ફૂલડોર મહારાજે ફિલ્મ નિર્માતાની જીભ કાપીને લાવનાર પર એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

અભિનેતા અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘૨.૦’ નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર અભિનેતા રજનીકાંત પણ મેઈન રોલમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અક્ષય આ ફિલ્મમાં ક્રો મેનનો રોલ પ્લે કરે છે, જે એક ખોટા પ્રયોગનું પરિણામ છે.

આ ફિલ્મમાં અક્ષય ખલનાયકની ભૂમિકામાં નજર આવશે. અક્ષયે આ ફિલ્મનું પોસ્ટર ટ્વીટર પર શેર કર્યું છે. લાયસા પ્રોડક્શન્સ મુજબ, આ રોલ માટે અક્ષયના મેકઅપમાં છ કલાકનો સમય લાગે છે. તેમણે કહ્યું કે, દરરોજ અક્ષયને છ કલાક પહેલા આવવું પડે છે જેથી તે સમય પર તૈયાર થઇ શકે છે.

આ ફિલ્મને ૩૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. તેમાં રજનીકાંત એકવાર ફરીથી વૈજ્ઞાનિકના રોલમાં જોવા મળશે. અક્ષયના કિરદારનું નામ રિચર્ડ હશે. એસ.શંકર દ્ધારા નિર્દેશિત ફિલ્મમાં એમી જેક્સન,સુધાંશુ પાંડે અને આદિલ હુસૈન પણ મેઈન રોલમાં હશે.

મલાઈકા અરોડા અને અરબાઝ ખાને તલાકની બધી અટકળોને સત્ય સાબિત કરતા

ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી છે. મલાઈકા અને અરબાઝનું અલગ થવાના

ન્યૂઝ આ વર્ષની શરૂઆતમાં આવવા લાગ્યા હતા.

વર્ષ ૨૦૧૧ માં આવેલ એક્શન થ્રિલર ફિલ્મ ‘ફોર્સ’ પછી ૫ વર્ષ બાદ તેની સિકવલ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. લાસ્ટ ફિલ્મથી માત્ર જ્હોન અબ્રાહમના કેરેક્ટરને આગળ વધારવામાં આવ્યું છે. બાકી અન્ય ટીમ નવી છે.આ ફિલ્મની સ્ટોરી ચીનમાં અચાનક થયેલ ભારતના ‘રો એજન્ટ્સ’ ના મોતથી શરુ થાય છે. તેની પાછળનું કારણ જાણવા માટે મુંબઈથી ઇન્સ્પેકટર યશવર્ધન (જ્હોન અબ્રાહમ) અને રો એજન્ટ કમલજીત કૌર ઉર્ફે કે કે (સોનાક્ષી સિન્હા) ની ટીમ બુડાપેસ્ટ આવે છે. ત્યાં બંનેની કલેશ શંકાસ્પદ શિવ શર્મા (તાહિર રાજ ભસીન) સાથે થાય છે. ત્યારબાદ સિલસિલેવાર ઘટના થતી હોય છે અને છેલ્લે શું પરિણામ આવે છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ચીની અભિનેતા જેકી ચેનને ઓનરરી ઓસ્કર એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ એવોર્ડ તેણે ફિલ્મોમાં આપેલા અભૂતપૂર્વ યોગદાનને પગલે મળ્યો છે. પોતાની ૫૬ વર્ષની અભિનય કારકિર્દીમાં જેકી ચેને ૨૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેકીની સાથે આ એવોર્ડ બ્રિટિશ ફિલ્મ એડિટર એને વી કોટસ, કાસ્ટિંગ ડિરેકટર લિન સ્ટોલમાસ્ટર અને ડોકયુમેન્ટરી ફિલ્મ નિર્માતા ફ્રેડરિક વાઇઝમેનને પણ આપવામાં આવ્યો છે.

જેકી ચેને એવોર્ડ મળ્યા બાદ પોતાના પ્રશંસકોનો આભાર માન્યો હતો. ૬૨ વર્ષીય જેકીએ જણાવ્યું હતું કે હંમેશા મારા પિતા મને સવાલ કરતા હતા કે તારી પાસે આજે બધું છે તો ઓસ્કર કેમ નથી ? હું તેમને હંમેશા જવાબ આપતો કે હું કોમેડી અને એકશન ફિલ્મો બનાવું છું અને તેમાં અભિનય કરું છું. હવે હું મારા પિતાને કહીશ કે મોડેથી પણ મને ઓસ્કર મળ્યો ખરો. ૨૦૦ ફિલ્મોમાં અભિનય અને ૫૬ વર્ષની પ્રતિક્ષાને અંતે આખરે જેકી ચાનને ઓસ્કારથી નવાજવામાં આવ્યા છે. ઓસ્કાર પ્રાપ્ત કર્યા પછી ખુશી જાહેર કરતાં જેકી ચાને કહ્યું કે આટલા વર્ષોમાં મને ઘણું શીખવા મળ્યું છે.

500 અને 1000 રૂપિયાની નોટો બંધ થવાના નિર્ણયની જ્યાં કેટલાક લોકો વખાણ કરી રહ્યા છે, ત્યાં જ ઘણા લોકોને આ નિર્ણયથી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. બોલિવૂડમાં પણ આ નિર્ણયની સાફ અસર જોવા મળી રહી છે. અહિંયા સુધી કે 500-1000ની નોટો બંધ થતા એક ફિલ્મની રિલીઝને જ અટકાવી દેવામાં આવી છે. જે આ શુક્રવારે રિલીઝ થવાની હતી. જી હા, અમે વાત કરી રહ્યા છીએ સોનારિકા ભદોરિયા, રજનીસ દુગ્ગલ અને હિતેન તેજવાનીની ફિલ્મ ‘સાંસે’ની, જે એક રોમેન્ટિક હોરર ફિલ્મ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ ફિલ્મ ‘સાંસે’નાં પ્રોડ્યૂસરે આ ફિલ્મની રિલીઝને અટકાવી દીધી છે. તેમનુ કહેવું છે કે, “આવી પરિસ્થિતિમાં પોતાની ફિલ્મને રિલીઝ કરવી તે કોઇ સમજદારીનું કામ નથી. અમારી ફિલ્મ સામાન્ય લોકો માટે છે. અમને નથી લાગતુ કે, આજની તારીખમાં બધા લોકો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરતા હશે. સામાન્ય લોકો 500 અને 1000 રૂપિયાની નોટોથી ખરીદારી કરે છે. માટે આવા સમયમાં પોતાની ફિલ્મ રિલીઝ કરતા અમોને ભારે નુક્શાન થઇ શકે છે”.