સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’નાં પ્રમુખ પાત્ર અક્ષરાનું અવસાન થવાનું છે. જી હા, મીડિયા રિપોર્ટો અનુસાર, ખુબ જ જલ્દી અક્ષરાની ભૂમિકા ભજવનાર હિના ખાન ટીવી પર નજર આવતી બંધ થઇ જશે. તમને જણાવી દઇએ કે, તે આ શો છોડી રહી છે અને શો છોડવાનું પ્રમુખ કારણ નિર્માતાઓ સાથે થતા તેના ઝગડાને માનવામાં આવે છે.

 

તમને જણાવી દઇએ કે, હિના ઘણા સમયથી પોતાના પાત્રથી ખુશ ન્હોતી. તે નિર્માતાઓ સાથે આ અંગે અવાર નવાર વાત પણ કરી ચૂકી છે. સૂત્રો અનુસાર, હિના આ પહેલા પણ શો છોડવાની ધમકી આપી ચૂકી છે. અને નિર્માતાઓ સાથે તેના ઝઘડાનો અંત હવે તેની વિદાયથી જ થશે. હવે સીરિયલમાં હિનાના અવસાનથી તેના પાત્રનો અંત આવશે.

પ્રિયંકા ચોપડાને વેટ હેર લુક બહુ ગમી ગયો હોય એવું લાગે છે, કારણ કે ‘હેલો’ મૅગેઝિનના કવર માટે તેણે આવો જ લુક અપનાવ્યો છે.

પ્રિયંકાએ બૉસની માફક પોઝ આપ્યો છે અને રેડ કોટ તથા સેક્સી સ્ટૉકિંગ્સમાં સજ્જ પ્રિયંકા એક ચૅર પર બેઠી છે. પ્રિયંકાએ મેકઅપ માટે ન્યુડ શેડ્સ પસંદ કર્યા છે.

અજય કહે છે કે મારી શિવાય પિતા અને દીકરીની સ્ટોરી છેઅજય દેવગનની ‘શિવાય’ ૨૮ ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે અને તેને માટે ફૅમિલી-વૅલ્યુ ખૂબ મહત્વની છે. આ વિશે વધુ જણાવતાં તે કહે છે, ‘હું જ્યારે ફિલ્મ બનાઉં છું ત્યારે એ વિશે ખાસ વિચારું છું કે આ ફિલ્મમાં ઇમોશન્સ કેવાં છે. ‘શિવાય’ એ પિતા અને દીકરીની સ્ટોરી પર આધારિત છે. મારા માટે ફૅમિલી ખૂબ મહત્વની છે અને તેઓ હંમેશાં તમારી સાથે જ હોય છે. મને મારી પત્ની કાજોલ પર પણ ગર્વ છે કે તે મારી જેમ ફૅમિલી-વૅલ્યુમાં વિશ્વાસ કરે છે. અમે મારા પેરન્ટ્સ સાથે જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ. મારાં બાળકો પણ મારા પેરન્ટ્સ સાથે ખૂબ હળીમળીને રહે છે.’

અજય દેવગનની ‘શિવાય’નું બજેટ ખૂબ જ મોટું રાખવામાં આવ્યું હતું, પરંતુ એ સિવાય અજયે ફિલ્મ માટે એક પણ રૂપિયો નથી લીધો. આ ફિલ્મનું બજેટ જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ એ સો કરોડ રૂપિયાની આસપાસ છે એવી વાતો ચાલી રહી છે. આ વિશે અજય કહે છે, ‘મારી ફિલ્મનું બજેટ અજય દેવગનની ફિલ્મનું બજેટ હોવું જોઈએ એટલું જ છે, પરંતુ મેં આ ફિલ્મ માટે એક રૂપિયો નથી લીધો. મેં આ ફિલ્મમાં તમામ બાબતો પર ખૂબ જ ધ્યાન રાખ્યું છે જેથી ડિસ્ટ્રિબ્યુટર્સની માર્કેટ પર કોઈ પ્રેશર ન આવે. પ્રોડ્યુસર હોવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ પ્રેશરમાં કામ કરવું મને પસંદ છે. મારું નસીબ સારું છે કે મારી પાસે પ્રેશરને હૅન્ડલ કરવા માટે સારી ટીમ છે. મારા માટે ઍક્ટિંગ કરવી ખૂબ જ સરળ છે, પરંતુ પ્રોડ્યુસર તરીકે કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે.’

ઇન્ડિયન આર્મીની જ્યારે પણ વાત આવે છે ત્યારે અક્ષયકુમાર તેમના સપોર્ટમાં હોય છે અને તેણે હાલમાં જ ટ્વિટર પર એક વિડિયો-મેસેજ શૅર કરીને ભારતીય સૈનિકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે,આ વિડિયો-મેસેજમાં તેણે કહ્યું છે કે ‘આપણા પરિવાર સાથે તહેવારને સેલિબ્રેટ કરવાની મજા આવે છે. આપણા પરિવાર સાથે આપણે તહેવાર સેલિબ્રેટ કરી શકવાનું સૌભાગ્ય આપણને ભારતીય સૈનિકના કારણે મળે છે. તેઓ આપણને ઓળખ્યા વગર આપણને એક પરિવારની જેમ પ્રેમ કરે છે અને આપણી સુરક્ષા કરે છે. આ દિવાળી મારા ફોજી ભાઈઓને ડેડિકેટ કરું છું. મારા અને દેશના તમામ લોકો તરફથી ભારતીય સૈનિકોને દિવાળીની શુભકામનાઓ. તમે લોકો છો તો અમે છીએ અને તમે લોકો છો તો હિન્દુસ્તાન છે. મારો આ સંદેશ મારા ભારતીય સૈન્યને હતો. તમે લોકો પણ તમારો સંદેશ સરકારી વેબસાઇટ www.mygov.in પર મોકલી શકો છો. જય હિન્દ.’

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના પ્રેમસંબંધમાં ભંગાણ પડ્યું છે એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.અગાઉ તેમની વચ્ચે મતભેદ થયો હતો એવી ચર્ચા ચાલી હતી, પરંતુ તેઓ સ્પેનમાં એક અવૉર્ડ-શોમાં મળ્યાં ત્યાર બાદ તેમનું સમાધાન થઈ ગયું હતું. દીપિકા જ્યારે કૅનેડામાં તેની હૉલીવુડની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે રણવીર તેને મળવા ગયો હતો અને થોડા મહિના બાદ દીપિકા તેનું શૂટિંગ પૂરું કરીને રણવીરને મળવા પૅરિસ ગઈ હતી. જોકે હવે ફરી તેમની વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. તેમની વચ્ચે સતત અંતર વધી રહ્યું છે અને દીપિકા તેના અંગત જીવનને જાહેરમાં વ્યક્ત કરવાનું ટાળી રહી છે. દીપિકાની હૉલીવુડની ફિલ્મને રણવીર ટ્વિટર પર પ્રમોટ કરતો જોવા મળ્યો હતો, પરંતુ રણવીરની ‘બેફિકરે’ને દીપિકાએ હજી સુધી ટ્વિટર પર પ્રમોટ નથી કરી. રણવીરે એ વિશે દીપિકા સાથે વાત કરી હતી એવી પણ ચર્ચા છે. જોકે તેમની વચ્ચે ચાલી રહેલા મતભેદનું સમાધાન થશે કે પછી તેમનું બ્રેકઅપ થઈ જશે એ તો આવનારો સમય જ કહેશે.

પ્રિયંકા ચોપડાના જણાવ્યા પ્રમાણે તે દેશભક્ત છે, પરંતુ તેને સમજ નથી પડતી કે હંમશાં આર્ટિસ્ટોને જ કેમ શૂળીએ ચડાવવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના મતભેદને લઈને કરણ જોહરની ‘અય દિલ હૈ મુશ્કિલ’ને મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ગોવામાં બૅન કરવામાં આવી છે. આ વિશે પ્રિયંકા કહે છે, ‘આ ખૂબ જ દુ:ખની વાત છે કે ભારતમાં જે કોઈ પૉલિટિકલ એજન્ડા હોય એમાં ઍક્ટર્સ અને આર્ટિસ્ટને જવાબદાર ગણવામાં આવે છે. કોઈ બિઝનેસમૅન, પૉલિટિશ્યન, ડૉક્ટર અથવા તો ફિલ્મો સાથે સંકળાયેલા ન હોય એવા લોકોને કેમ ટાર્ગેટ કરવામાં નથી આવતા? હું ખૂબ જ મોટી દેશભક્ત છું, તેથી સરકાર દેશને સેફ રાખવા માટે જે પગલાં લેશે એ મને માન્ય રહેશે. જોકે બીજી તરફ હું એ પણ માનું છું કે ઍક્ટર્સના કારણે દેશને કે દેશના કોઈ પણ નાગરિકને નુકસાન કે હાનિ નથી પહોંચી. કોઈને શૂળીએ ચડાવવા માટે ફિલ્મના આર્ટિસ્ટને પકડવો એ મારા માટે યોગ્ય નથી. ઉડીના હુમલામાં જે થયું હતું એ ખૂબ જ દુ:ખની વાત છે અને આપણે આપણા દેશની રક્ષા માટે એકમત થવું જોઈએ. આપણે સદીઓથી શાંતિમાં માનતા આવ્યા છીએ. આપણે કોઈ પણ દેશ પર પહેલાં ચડાઈ કરી હોય એવું નથી બન્યું. આપણે મહાત્મા ગાંધીની જમીન પર રહેનારા લોકો છીએ, આપણે હિંસામાં માનનારા લોકો નથી. આપણા દેશમાં જુદા-જુદા લોકો રહે છે, જેમનાં મંતવ્ય જુદાં-જુદાં હોય છે. તેમ જ તેઓ અલગ-અલગ ધર્મના લોકો છે. તેમના ઉછેરમાં પણ તફાવત હોય છે. તેથી આ તમામ લોકોને સંભાળી દેશ ચલાવવો ખૂબ જ મુશ્કેલ છે.’

દુર્ગા પૂજા હિંદુઓના મહત્વપૂર્ણ તહેવારમાંથી એક છે. તે હિંદુ ધર્મના લોકો દ્ધારા દર

વર્ષે ખૂબ ધૂમધામથી સેલિબ્રેટ કરવામાં આવે છે. બોલિવુડના સ્ટાર્સ પણ આ પર્વ ખૂબ

ધૂમધામથી સેલિબ્રેટ કરે છે. બોલિવુડ સ્ટાર્સ પર પણ દુર્ગા ભક્તિનો ખૂબ રંગ ચઢ્યો છે.

પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી તેઓ સમય નીકાળી દુર્ગામાં ની ભક્તિમાં લીન નજર આવ્યા છે.

૧૩ વર્ષ પછી ગુજરાતી ફિલ્મમાં કમબેક કરતાં અરુણા ઈરાની અને ટિકુ તલસાણિયાએ ગુજરાતી ફિલ્મોના બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સારા સ્ટેજ પર આવીને ઊભી છે. ટિકુ તલસાણિયા અને અરુણા ઈરાનીને એકસાથે લીડ રોલમાં ચમકાવતી રમૂજી ગુજરાતી ફિલ્મ 'કંઈક કરને યાર' ના પ્રમોશન માટે ગઈ કાલે અમદાવાદ આવેલા ટિકુ તલસાણિયાએ કહ્યું હતું કે 'ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સારી ચાલી રહી છે. બોલીવુડને ટક્કર મારે એવી રીતે ઉપર આવી રહી છે. એના કારણે કેટલાય લોકોનાં ઘર ચાલી રહ્યાં છે.'હિન્દી–ગુજરાતી ફિલ્મો, ટીવી-સિરિયલો અને થિયેટરમાં વર્ષોથી કામ કરી રહેલા ટિકુ તલસાણિયાએ એક પ્રશ્નના જવાબમાં ભારપૂર્વક કહ્યું હતું કે થિયેટર ઇઝ માય ફર્સ્ટ લવ, એમાં જીવ્યો છું અને મરીશ એમાં જ.

મારી આ નવી ગુજરાતી ફિલ્મ 'કંઈક કરને યાર'માં મારે રોમેન્સ કરવો પડ્યો એમ કહી ટિકુભાઈ તેમની આગવી સ્ટાઇલમાં હસી પડ્યા હતા અને બધાને હસાવ્યા હતા અને ફિલ્મના ડિરેકટર કબીર જૈનને ઉદ્દેશીને રમૂજ કરતાં ટિકુ તલસાણિયાએ કહ્યું હતું કે આ ફિલ્મમાં મારી વિગ બહુ ખરાબ હતી, વિગને લીધે હું જાડો લાગતો હતો.

   અરૂણા ઈરાનીએ કહ્યું હતું કે '૧૩ વર્ષ પછી મને ગુજરાતી ફિલ્મમાં સારો રોલ મળ્યો એટલે ગુજરાતી ફિલ્મ કરી. ગુજરાતી ફિલ્મમાં એવા કેટલાય રોલ છે જે કરવાના રહી ગયા છે. કલાકારને કામ કરવાની ઇચ્છા અધૂરી રહી જાય છે એ કયારેય પૂરી નથી થતી. જોકે આ ગુજરાતી ફિલ્મમાં મને જોઈતો હતો એવો રોલ મને મળી ગયો છે. અર્બન ગુજરાતી ફિલ્મનો દોર સારો છે. ડિફરન્ટ ફિલ્મો બની રહી છે. આ દોરની ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરવાનો મને મોકો મળ્યો એ મારા માટે આનંદની વાત છે. એક સમય હતો જયારે ગુજરાતી ફિલ્મો થિયેટરોમાં ખૂબ ચાલતી હતી. પછી ખરાબ સમય આવ્યો, પણ હવે ગુજરાતી ફિલ્મો લાઇન પર આવી ગઈ છે.

 

સોનમ કપૂર હાલમાં લંડનમાં છે અને તે ત્યાં તેના કહેવાતા બૉયફ્રેન્ડ બિઝનેસમૅન આનંદ આહુજા સાથે રહે છે એવી વાતો ચાલી રહી છે.સોનમ તેના મિત્રો સાથે લંડનમાં વેકેશન માટે ગઈ છે જેમાં તેના બૉયફ્રેન્ડનો પણ સમાવેશ થાય છે. સેન્ટ્રલ લંડનમાં આનંદનો ફ્લૅટ છે અને તેઓ બન્ને સાથે રહે છે. સોનમ લંડન ફિલ્મ-ફેસ્ટિવલમાં તેના ભાઈ હર્ષવર્ધન કપૂરની ‘મિર્ઝયા’ને પણ પ્રમોટ કરતી જોવા મળશે. સોનમ છેલ્લાં બે વર્ષથી તેને ડેટ કરી રહી છે એવી ચર્ચા છે, પરંતુ અક્ષયકુમારની ‘રુસ્તમ’ની સક્સેસ પાર્ટીમાં સોનમ જ્યારે આનંદ સાથે આવી હતી ત્યારે તેઓ ચર્ચાનો વિષય બન્યાં હતાં. સોનમને ફૅશનિસ્ટા તરીકે ઓળખવામાં આવે છે અને આનંદ પણ ફૅશન-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. સોનમ છેલ્લા ઘણા સમયથી આનંદની ફૅશન બ્રૅન્ડનાં શૂઝ અને ડેનિમ પહેરતી જોવા મળી હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં આનંદની શૂઝની બ્રૅન્ડ તેની ફૅવરિટ બ્રૅન્ડમાંની એક છે એવું પણ કહ્યું હતું. સોનમનો તેના બૉયફ્રેન્ડ અને અન્ય મિત્રો સાથે લંડનમાં લીધેલો સેલ્ફી ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યો છે.

ટાઇગર શ્રોફની ફિલ્મ ‘મુન્ના માઇકલ’ની અભિનેત્રી નિધિ અગરવાલ પાસે ફિલ્મ માટે અત્યાર સુધીનો સૌથી વિચિત્ર કૉન્ટ્રૅક્ટ કરાવવામાં આવ્યો છે. નિધિ જ્યાં સુધી ‘મુન્ના માઇકલ’નું શૂટિંગ પૂરું નહીં થાય ત્યાં સુધી કોઈને પણ ડેટ નહીં કરી શકે. નિધિ બૅન્ગલોરની છે અને તે શનિવારે મુંબઈમાં ટાઇગર સાથે શૂટિંગ શરૂ કરશે. તે કહે છે, ‘આ કૉન્ટ્રૅક્ટ વાંચ્યા બાદ મને વિશ્વાસ નહોતો થતો એટલે મેં એ બે વાર વાંચ્યો હતો. જોકે મને એનાથી કોઈ પ્રૉબ્લેમ નથી. મને ખબર છે કે ફિલ્મમેકરને મારી પાસે મારા સો ટકા જોઈએ છે એટલે તેમણે મારી પાસે આવો કૉન્ટ્રૅક્ટ કરાવ્યો છે. એવું નથી કે ફિલ્મના સેટની બહાર મારી કોઈ લાઇફ જ નથી. આ કૉન્ટ્રૅક્ટ વિશે હું એવું સમજી છું કે કો-સ્ટારને ડેટ કરવું એ પબ્લિસિટી માટે પ્રોડક્શન-હાઉસ માટે ખૂબ જ સરળ રસ્તો છે. જોકે એનાથી ફિલ્મ પરથી ફોકસ જતું રહે છે. હવે હું મારા ફોનને સાઇડ પર મૂકીને મને કોણ ફોન કરશે એની ચિંતા કર્યા વગર કામ કરી શકું છું. આ પાંચ-છ મહિનાની વાત છે અને એનાથી મને કોઈ પ્રૉબ્લેમ પણ નથી.’