આ ફિલ્મના ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી કોઈ જ કસર છોડવા નથી માગતા. તેમણે પ્રભાસ પાસે એક ઍક્શન દૃશ્યના શૂટિંગ માટે એક મહિના સુધી ટ્રેઇનિંગ લેવડાવી હતી અને રાણા દગુબટ્ટી પાસે તેમણે વજન ઉતારાવ્યું હતું. આ વિશે રાણા દગુબટ્ટી કહે છે, ‘હું આ ફિલ્મમાં ભલ્લાલ દેવનું પાત્ર ભજવી રહ્યો છું. મારું વજન ૧૧૦ કિલોની આસપાસ હતું, પરંતુ ફિલ્મમાં યુવાન ભલ્લાલ દેવનું પાત્ર ભજવવા માટે મારે વજન ઉતારવું પડ્યું હતું જે હવે ૯૨ કિલોની આસપાસ છે. મારી પાસે રોજ અઢી કલાક સુધી કાર્ડિયો અને વેઇટ-ટ્રેઇનિંગ કરાવવામાં આવતી હતી. તેમ જ દર અઢી કલાક બાદ મને મારા ટ્રેઇનર દ્વારા ભોજન આપવામાં આવતું હતું અને તે મારી તમામ ગતિવિધિઓ ચેક કરતો રહેતો હતો કે અમે યોગ્ય દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં.’

શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર વરુણ ધવન સાથે બૉલીવુડમાં ડેબ્યુ કરશે એવી વાતો ચાલી રહી છે.જાહ્નવી પહેલાં કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરશે એવી ચર્ચા હતી. જોકે તે હવે વરુણ ધવનની ‘શિદ્દત’ દ્વારા ડેબ્યુ કરશે એવી શક્યતા છે. આ ફિલ્મ માટે પહેલાં અજુર્ન કપૂર અને આલિયા ભટ્ટને પસંદ કરવામાં આવ્યાં હતાં, પરંતુ હવે વરુણ અને જાહ્નવી પર પસંદગી ઉતારવામાં આવી છે.


ઉર્દુ શબ્દ શિદ્દતના અર્થ થાય છે જોશ, જોર, જુલમ, જબરદસ્તી.

નવરાત્રીમાં લોકોમાં અનેરું આકર્ષણ ઉભુ કરવા યુવાઓ કઇંક અવનવુ કરતાં જ હોય છે. યુવાઓમાં હાથ અને પીઠ પર ટેટુ દોરવવાનો ક્રેઝ વધી રહ્યો છે.છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવુડની સાથે આમ જનતામાં પણ ટેટુની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. નવરાત્રીમાં ખેલૈયાઓ ભીડમાંથી અલગ દેખાવવા માટે શરીર ઉપર ટેટુ બનાવતા હોય છે. માત્ર યુવાનો જ નહી ટેટુની ફેશન યુવતિઓમાં પણ પ્રચલિત થઈ છે. ખેલૈયાઓ ટેટુ બનાવવા પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરતા વિચારતા નથી. જો કે, વર્ષો જુની છુંદણાં છુંદાવવાની પરંપરા હવે ટેટુના રૂપમાં ફેશન બની ગઇ છે. મેળામાં છુંદણા હજુ પણ છુંદતા જોવા મળે છે, પરંતુ હવે તેનું મોર્ડન અને સ્વચ્છ સ્વરૂપ ટેટુ સ્ટુડિયોમાં જોવા મળી રહ્યું છે. નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબામાં દરેકથી અલગ દેખાવા માટે ટેટુ દોરવાની તૈયારીમાં લાગી ગયા છે. ઘણા બધા મિત્રો એ નવરાત્રી ના ટેટુ પડાવી તાપી રમઝટ માં ગરબા લેવા માટે આવવાની તૈયારી કરી લીધી છે. આજે શહેરના મોટાભાગના ટેટુ આર્ટિસ્ટ ટેટુ બનાવવામાં વ્યસ્ત બની ગયા છે. પણ નવાઇની વાત તો એ છે કે ચૂંટણીનો માહોલ હોવાથી આ નવરાત્રીમાં રાજકારણના, ફિલ્મી સ્ટાઇલના અને ઇન્ટરનેશનલ ટ્રેન્ડી ટેટુ ઇન ડિમાન્ડમાં છે. એવું નથી કે ફક્ત ગર્લ્સ જ ટેટુ ઇન કરાવે છે. પણ હવે બોયઝમાં ટેટુ ઇન કરાવવાનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને ઝરીવાળા ટેટુ અને સ્ટીકરવાળા ટેટુ લગાવવાનું પ્રમાણ વધ્યું છે. યંગ ગર્લ કે બોય ટ્રેડિશનલ ડિઝાઇન કરાવવાનું વધુ પસંદ કરે છે. ટેમ્પરરી ટેટુ બસ્સો રૃપિયાથી લઇને એક હજાર સુધીનું હોય છે. જ્યારે પરમેનન્ટ ટેટુ એક હજારથી લઇને પચ્ચીસ પચાસ હજાર સુધીનું હોય છે. અત્યારે ડિઝાઇનીંગ ટેટુ, થ્રીડી ટેટુ, પોટ્રેટ અને જૂના ટેટુ પર કવર અપ કરવાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ઇન્ડીયન ટ્રેડિશનલમાં ભગવાન, ઓમ, ક્રિષ્ના, ત્રિશૂળ વગેરેનું પ્રમાણ વધ્યું છે. આ વર્ષે ગર્લ્સમાં સ્ટીકર ટેટુ હોટફેવરિટ છે. કારણકે સ્ટીકર ટેટુ એક વીક સુધી ચાલે છે. વળી નવરાત્રી વખતે દરરોજના ડ્રેસીસ પ્રમાણે તેમાં સ્પાર્કલ કે ફેબ્રીક કલરથી ચેન્જ પણ કરી શકાય છે. જ્યારે બોયઝમાં ઝરીવાળા સ્ટીકર ટેટુ ઇનડિમાન્ડમાં છે. બોયઝ પોતાના હાથ, બાય શેપ, ટ્રાય શેપ પર ટેટુ ઇન કરાવે છે કે પછી સ્ટીકર લગાવે છે. કેટલાંક ગળા પર સ્ટીકર ટેટુ લગાવે છે. ગર્લ્સ માથામાં ટીક્કાના બદલે જરદોશી અને ડાયમંડ વર્કવાળા ટેટુ લગાવવાનું પસંદ કરે છે. સાથે સાથે મલ્ટીપલ યુઝેબલ ટેટુની પણ ડિમાન્ડ છે. પહેલાં ગર્લ્સ ફૂલવેલનું ટેટુ ચિતરાવતી હતી. જ્યારે બોયઝ કોટી પહેરે ત્યારે તેઓના હાથ ખુલ્લા રહે છે. જેથી પોતાની જાતને એક્ટ્રેક્ટ બનાવવા કલરફૂલ ટેટુ ચિતરાવે છે. હાલમાં ઇલેક્શન માહોલ હોવાથી કેટલાંક યંગસ્ટર્સ પોતાની મનપસંદ પાર્ટીના સિમ્બોલીક ટેટુ ઇન કરાવે છે. નવ-નવ દિવસ સુધી મન મૂકીને રાસોત્સવ મનાવવા શહેરના યુવા હૈયાં થનગની રહ્યા છે. ત્યારે નવરાત્રી મંડળો, અર્વાચીન ગરબા આયોજકો અને ખેલૈયાઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.શહેરમાં અનેક સ્થળોએ ચાલતા દાંડિયા કલાસીસમાં બાળકોથી માંડીને યુવાઓ નવા-નવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. જ્યારે ગરબી મંડળો દ્વારા અગાઉથી આપવામાં આવતી પરંપરાગત ગરબાની તાલિમ પણ આખરીતબકકામાં પહોંચી છે. બીજી તરફ ખેલૈયાઓનાં ટ્રેડીશનલ ડ્રેસ અને ઓર્મેન્ટના બજારમાં પણ ગરમાવો આવ્યો છે. બોલિવૂડમાં પણ નવરાત્રી ટેટુનો ક્રેઝ  જોવા મળી રહ્યો છે

આ ફિલ્મને ભારતમાં ૪૫૦૦ સ્ક્રીન અને દુનિયાના ૬૦ દેશોમાં રિલીઝ કરવામાં આવશે. ‘એમ. એસ. ધોની’ને હિન્દીની સાથે તામિલ અને તેલુગુ ભાષામાં પણ ડબ કરવામાં આવી છે. આ ફિલ્મને પંજાબી અને મરાઠીમાં પણ ડબ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ સમયના અભાવને કારણે એ શક્ય નહોતું બન્યું. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત ધોનીનું પાત્ર ભજવી રહ્યો છે અને આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.મોટા ભાગે ફિલ્મ રિલીઝ થયા બાદ એને ટૅક્સ-ફ્રી કરવામાં આવતી હોય છે, પરંતુ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘એમ. એસ. ધોની’ રિલીઝ થાય એ પહેલાં જ એને ઝારખંડમાં ટૅક્સ-ફ્રી કરી દેવામાં આવી છે. ધોનીનો જન્મ રાંચીમાં થયો હતો તેથી ઝારખંડમાં આ ફિલ્મને પહેલેથી જ ટૅક્સ-ફ્રી કરી દેવામાં આવી છે.

ભારતમાં હાલમાં ઘણી ચૅનલો પાકિસ્તાની શોને બંધ કરી રહી છે તેમ જ કેટલાક કલાકારો તેમના પાકિસ્તાનના શોને કૅન્સલ કરી રહ્યા છે. ભારતમાંથી પાકિસ્તાની ઍક્ટરોને કાઢી મૂકવાની પણ વાત ચાલી રહી છે ત્યારે કરણ જોહર કહે છે કે પાકિસ્તાની કલાકારોને ભારતમાં બૅન કરવા એ આતંકવાદ સામેનું સોલ્યુશન નથી. કાશ્મીરના ઉડીમાં આવેલા ભારતીય આર્મી કૅમ્પ પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં ભારતના ૧૮ સૈનિકો શહીદ થઈ ગયા હતા. આ હુમલા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ભારતમાં પાકિસ્તાની કલાકારોને બૅન કરવા માટેની ચળવળ ચલાવી છે. તેમ જ તેમણે જે ફિલ્મમાં પાકિસ્તાની ઍક્ટરને લેવામાં આવ્યા હોય એ ફિલ્મનું શૂટિંગ પણ અટકાવી દેવાની ધમકી આપી હતી. કરણ જોહરની ‘અય દિલ હૈ મુશ્કિલ’માં પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાન કામ કરી રહ્યો છે અને કરણ આ વિશે કહે છે, ‘લોકોના ગુસ્સાને હું સમજી શકું છું. તેઓ આ ગુસ્સાને અમારા પર કાઢી રહ્યા છે એ પણ હું સમજી શકું છું અને જે જવાનો શહીદ થયા છે તેમના માટે મને સહાનુભૂતિ પણ છે. આ ખૂબ જ દુ:ખદ ઘટના હતી, પરંતુ પાકિસ્તાની ઍક્ટરને બૅન કરવા એ આતંકવાદ સામેનું કોઈ સોલ્યુશન નથી. જો ખરેખર તેમને બૅન કરવાથી આતંકવાદ અટકી જતો હોય તો એમ કરવામાં વાંધો નથી, પરંતુ મને નથી લાગતું કે આ સોલ્યુશન છે. મને એમાં વિશ્વાસ નથી. આ માટે ઘણા દેશોએ સાથે મળીને આતંકવાદ સામે લડવું પડશે.

કરીના કપૂર ખાન પોતે એક મહિલા છે અને તેથી જ તે ઇચ્છે છે કે તે દીકરીને જન્મ આપે. તે કહે છે, ‘આજે હું કોઈ પણ જગ્યાએ જાઉં છું ત્યાં મને અને સૈફને હંમેશાં એક જ સવાલ પૂછવામાં આવે છે કે આ દીકરો છે કે દીકરી? શું તમને એની ખબર છે? મને એવું થાય છે કે દીકરો આવે કે દીકરી, એનાથી ફરક શું પડે? હું એક મહિલા છું અને તેથી મને દીકરી આવે તો એ મને વધુ ગમશે, પરંતુ એનાથી કોઈ ફરક નથી પડતો. એક દીકરો કરી શકે એનાથી વધુ મેં મારાં મમ્મી-પપ્પા માટે કર્યું છે. નવાઈની વાત તો એ છે કે આપણે હજી પણ એવા દેશમાં રહીએ છીએ જ્યાં એવા સવાલો કરવામાં આવે છે કે ઓહ તું પ્રેગ્નન્ટ છે અને હજી પણ કામ કરી રહી છે? આવા સવાલોથી મને ખૂબ જ દુ:ખ થાય છે.’

કરીના પણ ગ્લોબલ સિટિઝન ઇન્ડિયન ફેસ્ટિવલમાં ભાગ લઈ રહી છે. આ ફેસ્ટિવલ દ્વારા ગરીબી દૂર કરવા અને સોસાયટીમાં સોશ્યલ ચેન્જ લાવવા પર ભાર મૂકવામાં આવશે. આ સોશ્યલ ચેન્જમાં સારું એજ્યુકેશન, જેન્ડર ઇક્વલિટી અને સાફ પાણી તેમ જ સૅનિટેશન પર ભાર મૂકવામાં આવશે. આ વિશે કરીના કહે છે, ‘હું એક મમ્મી બનવા જઈ રહી છું અને જ્યારે મને આ કૅમ્પેન માટે પૂછવામાં આવ્યું ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. આ ખુશી ફક્ત મને મારા માટે અથવા મારા બાળક માટે નહોતી થઈ, પરંતુ ભારતનાં લાખો બાળકો માટે થઈ હતી. ઘણા લોકો એવું માને છે કે દીકરી ન હોવી જોઈએ, સ્ત્રી કોઈ દિવસ પુરુષની સરખામણીમાં ન આવી શકે. પરંતુ હું તેમને એ કહેવા માગું છું કે સ્ત્રી જ એવી વ્યક્તિ છે જે તેના શરીરમાં એક બાળકને રાખી શકે છે.’

સની લીઓનીએ હાલમાં જ ન્યુ યૉર્ક ફૅશન-વીકમાં રૅમ્પ-વૉક કર્યું હતું અને તેણે કહ્યું હતું કે તેના મૉડલિંગના શરૂઆતના દિવસમાં મૉડલ તરીકે તેને ખૂબ જાડી કહેવામાં આવી હતી. તે કહે છે, ‘ન્યુ યૉર્ક ફૅશન-વીકમાં રૅમ્પ પર ચાલવાનો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો હતો. હું જ્યારે નાની હતી ત્યારથી મારે મૉડલ બનવું હતું અને જ્યારે હું અઢાર વર્ષની થઈ ત્યારે મેં પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે મને કહ્યું હતું કે મારી હાઇટ ખૂબ જ ઓછી છે તેમ જ મૉડલ બનવા માટે હું જાડી છું. જોકે આ હાઇટમાં ઓછી અને જાડી મહિલા આજે ન્યુ યૉર્ક ફૅશન-વીકમાં રૅમ્પ-વૉક કરીને આવી છે.’

સલમાન ખાન હાલમાં મનાલીમાં ‘ટ્યુબલાઇટ’નું શૂટિંગ કરી રહ્યો છે અને તેને જોવા માટે ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. હાજર રહેલા કેટલાક લોકોએ સોશ્યલ મીડિયા પર એના ફોટો પણ શૅર કર્યા હતા. આ ફોટોમાં સલમાન ફિલ્મના શૂટિંગના લુકમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાનને કોઈ પણ બાબત શીખવામાં કે સમજવામાં સમય લાગતો હોય છે તેથી ફિલ્મનું નામ ‘ટ્યુબલાઇટ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે ચાઇનીઝ અભિનેત્રી ઝુ ઝુ પણ જોવા મળી રહી છે.

આ વર્ષે ૨૫ ફેબ્રુઆરીએ સંજય દત્ત પુણેની યેરવડા જેલમાંથી છૂટ્યો ત્યારથી બૉલીવુડ તેના કમબૅકની રાહ જોઈ રહ્યું છે, પણ એ પછીના ૬ મહિનામાં સંજય દત્તે તેની કમબૅક ફિલ્મનો એકેય શૉટ શૂટ નથી કર્યો. પોતાની પાસે અત્યારે કોઈ કામ ન હોવાથી સંજય દત્ત પોલૅન્ડ જવાનો પ્લાન કરી રહ્યો છે. 

સંજય દત્ત જેલમાંથી છૂટ્યો ત્યાર બાદ અનેક ફિલ્મસર્જકોએ તેની સાથે ફિલ્મો બનાવવા લાઇન લગાવી હોવાની અને તે કઈ ફિલ્મ પહેલાં કરશે એની વાતો સાંભળવા મળી હતી. સંજય દત્તે સિદ્ધાર્થ આનંદની ઍક્શન ફિલ્મ પસંદ કરી હતી, પણ બાદમાં એ પડતી મૂકી અને વિધુ વિનોદ ચોપડાની બહેન શેલી દિગ્દર્શિત પહેલી ફિલ્મ ‘માર્કો ભાઉ’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એ ફિલ્મ આ વર્ષના અંતે ફ્લોર પર જવાની હતી, પણ સાંભળવા મળતી વાતો સાચી હોય તો ‘માર્કો ભાઉ’નું શૂટિંગ ફેબ્રુઆરી ૨૦૧૭ પહેલાં શરૂ નથી થવાનું, કારણ કે અત્યારે ‘માર્કો ભાઉ’ની સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખવાનું કામ ચાલી રહ્યું છે.

અનુષ્કા શર્મા હાલમાં ચેક રિપબ્લિકના પાટનગર પ્રાગમાં શાહરુખ ખાન સાથે ‘ધ રિંગ’નું શૂટિંગ કરી રહી છે અને તેનો બૉયફ્રેન્ડ વિરાટ કોહલી તેને મળવા માટે પ્રાગ પહોંચી ગયો હતો. વિરાટ તેની ક્રિકેટ-મૅચ પૂરી કરીને અનુષ્કાને સરપ્રાઇઝ આપવા માટે તેની ફિલ્મના સેટ પર પહોંચી ગયો હતો. હાલમાં ‘ધ રિંગ’ના સેટના ફોટો ઇન્ટરનેટ પર ખૂબ જ વાઇરલ થઈ જતાં તેઓ મીડિયાથી બચવા માટે જાહેરમાં જોવા નથી મળતાં, પરંતુ તેઓ એકબીજાની કંપનીને ખૂબ જ એન્જૉય કરી રહ્યાં છે.