અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું ખાત મુહુર્ત 15 દિવસમાં : 5 કલાકમાં મુંબઈ પહોંચાશે Featured

Tuesday, 13 October 2015 10:02 Written by  Published in ગુજરાત Read 623 times
બૂલેટ ટ્રેન બાદ હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે એક્સપ્રેસ હાઈવે બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મુંબઈ-પુણે વચ્ચે આવેલા એક્સપ્રેસ વે જેવો જ રોડ અમદાવાદ-મુંબઈ વચ્ચે બનશે. આ અંગેની જાહેરાત કરતા કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ કહ્યું હતું કે, 'અમદાવાદ-વડોદરા વચ્ચે જે એક્સપ્રેસ હાઈવે છે તેને જ આગળ વધારીને મુંબઈ સાથે જોડી દેવાશે. જેનું કામ આગામી 6 મહિનાની અંદર જ શરૂ થઈ જશે'. એકવાર એક્સપ્રેસ હાઈવે બની જતા અમદાવાદથી મુંબઈ બાય રોડ માત્ર પાંચ કલાકમાં પહોંચી શકાશે, હાલમાં બાય રોડ અમદાવાદથી મુંબઈ પહોંચતા 12 કલાક જેટલો સમય લાગે છે.  
 
પ્રોજેક્ટને લઈને અમદાવાદ-વડોદરામાં થનારા કામનું ખાતમુર્હૂત આગામી 15 દિવસમાં જ નીતિન ગડકરી અને મુખ્યમંત્રી આંનદીબેન પટેલના હસ્તે કરાશે. પ્રોજેક્ટ પાછળ અંદાજે  6,672 કરોડનો ખર્ચ થશે અને 2018 સુધીમાં રોડ બનીને તૈયાર થઈ જશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે બૂલેટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરાઈ તે પછી આ બીજી મહત્વની જાહેરાત છે. બૂલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે બંને શરૂ થઈ જશે તો ગુજરાતીઓ માટે એક દિવસમાં બાય રોડ અને બાય ટ્રેન બંને રીતે મુંબઈ જઈને પાછા આવવું શક્ય બનશે.  
Last modified on Tuesday, 13 October 2015 10:22
Super User

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.