ગુજરાત માં નર્મદા ડેમની જળ સપાટી ૧૧૫.૦૨ મીટર પહોંચી, Featured

Tuesday, 04 July 2017 12:50 Written by  Published in ગુજરાત Read 62 times

ગુજરાત ના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો રાજ્યમાં વ્યાપક વરસાદને કારણે રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૪ જળાશયો હાઇ એલર્ટ તેમજ ૦૪ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ૨૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં ૪૯૮૬.૩૭ મિલિયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે.

જયારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૫.૦૨ મીટરની સપાટીએ પહોંચ્યો છે. વધુમાં જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતાં કચ્છ જિલ્લાના ફતેહગઢ, મોરબી જિલ્લાના ડેમી-૩, રાજકોટ જિલ્લાના ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ કુલ-૦૪ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-ર, મોરબી જિલ્લાના મચ્છ-ર અને ડેમી-ર એમ મળી કુલ ૦૪ને એલર્ટ તેમજ મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ જળાશય માટે ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાત  માં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પગલે લોકોએ રાહત અનુભી છે. જો કે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં એક સાથે ૧૨ જેટલો વરસાદ ખાબકી જતા આ વિસ્તારમાં પુરની જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં મોરબી જીલ્લાના ટંકારામાં અને ગીર સોમનાથના કોડીનારમાં ૧૩ ઇંચ વરસાદ નોંધાયો હતો.જેના લીધે કેટલાંક ગામો ટાપુમાં ફેરવાઈ ગયા છે. કેટલાંક બંધોપણ ઓવરફલો થયા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના ભાભર, થરાદ,સુઈ ગામ તથા પાટણ શહેરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

ટંકારામાં એનડીઆરએફની ટીમે ૧૫ જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. તેમજ પાંચ દિવસ સુધી વરસાદની આગાહીના પગલે સરકારે ગાંધીનગર, વડોદરા,સુરત અને રાજ્કોટના એનડીઆરએફની છ ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજયમાં અનેક સ્થળોએ વરસાદ નોંધાયો છે. જેમાં અમદાવાદ શહેરમાં ત્રણ જેટલો વરસાદ નોંધાયો હતો જેના પગલે વાસણા બેરેજના બે દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા.

Super User

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.