ગુજરાત ગ્રામપંચાયતની પેટા ચૂંટણીમાં કુલ 1828 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવામાં આવી હતી. અલગ – અલગ 5073 મતદાન કેન્દ્રો પર મતદાન થયું હતું.

જોકે બનાસકાંઠાના રૂએલ ગામમાં ગ્રામજનો મતદાનથી અળગા રહ્યાં હતા. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વખત EVM મશીનનો થયો ઉપયોગ થયો હતો.

ચૂંટણીમાં 29316 EVM મશીનોનો ઉપયોગથયો હતો. જ્યારે 34 લાખથી વધુ મતદાતાઓએ ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ચૂંટણીને લઈને કુલ 644 ચૂંટણી અધિકારી,

644 મદદનીશ અધિકારીઓ  ફરજ પર હતા. કુલ 38500 કર્મચારીઓને પોલિંગ ઓફિસરની જવાબદારી સોંપાઈ હતી. મતદાન કરવા માટે આધારકાર્ડ સહિતના પુરાવા

માન્ય ગણવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતાં 11મીએ મતગણતરી થશે. આમ ચૂંટણી શાંતિપૂર્ણ રહી હતી પણ મહેસાણા જિલ્લાના કડી તાલુકા સહિત

કેટલીક જગ્યાએ બબાલ થવાના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ગુજરાતની આગામી વિધાનસભા ચુંટણીઓને લઈને રાજ્યમાં બંને રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે સંગઠન સ્તરે ધમધમાટ વધારી દીધો છે. જેમાં ગુજરાત ભાજપે વિધાનસભા ચુંટણી માટે અગત્યની એવી ત્રણ કમિટીઓના કન્વીનર અને સભ્યોના નામની જાહેરાત કરી દીધી છે. જેના પગલે ગુજરાતમાં ચુંટણી માટેની તૈયારીઓ શરુ થઈ ચુકી છે.

ચુંટણી સંકલ્પપત્ર સમિતિ - જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ચુંટણી સંકલ્પપત્ર સમિતિની જાહેરાત કરી છે. જેના કન્વીનર તરીકે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ભરત ભાઈ ગરીવાલાને બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં કુલ ૧૩ સભ્યોના નામ મુકવામાં આવ્યા છે. આ યાદીમાં જયનારાયણ વ્યાસ, મોતિસિંહ વસાવા, અમોહ શાહ, ભરત કાનાબાર,પ્રદિપસિંહ જાડેજા, શંકરભાઈ ચૌધરી, ભાવનાબેન દવે, ભરત પંડ્યા,હર્ષદ પટેલ, ભરત ડાંગર, જગદીશ ભાવસાર, યમલ વ્યાસ અને રશ્મિભાઈ પટેલના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રદેશ શિસ્ત સમિતિની પણ રચના કરવામાં આવી છે. જેમાં પુષ્પદાન ગઢવી, ઝવેરભાઈ ચાવડા અને ભરત બારોટની નિયુક્તિ કરવામાં આવી છે.

આ ઉપરાંત ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે કૌશિક પટેલની નિમણુક કરવામાં આવી છે. જયારે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, સુરેન્દ્ર પટેલ, પુરષોત્તમ રૂપાલા, કાનાજી ઠાકોર, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી. ફળદુ, મંગુભાઈ પટેલ,ભીખુભાઈ દલસાણીયા, શંભુપ્રસાદ ટુંડિયા, ભરતસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના પોલીસ વડા પી.પી. પાંડેએ સ્વૈચ્છિક રીતે જવાબદારીમાંથી મુક્ત થવા જણાવતા રાજ્ય સરકારે તેમના આ નિર્ણયની નામદાર સુપ્રિમ કોર્ટેને જાણ કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, આગામી સમયમાં રાજ્યની વિધાનસભાના બજેટ સત્રની કામગીરી અને રાજ્યના યુવાનોને નશાબંધીમાંથી મુક્ત કરવામાં માટેનો સૌથી મહત્વનો નશાબંધી સુધારા અંગેના કાયદાને કેબીનેટ દ્વારા ઓર્ડીનન્સ મંજૂર કર્યો હતો તેને પણ કાયદાનું સ્વરૂપ આપવા વિધાનસભા ગૃહમાં લાવવાનું હતું. સાથે સાથે સેફ એન્ડ સીક્યોર ગુજરાત સીસ્ટમનું અમલીકરણ પણ તેમના નેતૃત્વ હેઠળ અંતિમ તબક્કામાં હતુ. તેમજ ૧૭ હજારથી વધુ પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં હતી આવી અનેક મહત્વની બાબતો સંદર્ભે ગુજરાત સરકારે શ્રી પાન્ડેનું છ માસનું એક્ષટેન્શન માંગ્યું હતું, જેની સામે ઓલ ઇન્ડીયા સર્વીસ રૂલ્સ (ડેથ કમ રીટાયરમેન્ટ) રૂલ્સના રૂલ – ૧૬ (૧) મુજબ કેન્દ્ર સરકારે શ્રી પાંડેને ૩ માસનું એક્ષટેન્શન આપ્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં ૩૭ વર્ષથી જેમણે નિષ્ઠાવાન અધિકારી તરીકે ફરજો બજાવી છે તેવા શ્રી પી.પી.પાંડે સામે થયેલા આક્ષેપો તથ્ય વગરના અને પાયા વિહોણા છે. તેમની સામે કોર્ટમાં જે કેસ ચાલે છે તેમાં માત્ર ચાર્જશીટ જ થઇ છે. કોઇ ચાર્જ ફેમ થયેલ નથી

ગુજરાત વિધાનસભામાં ગૌહત્યા અંગેના કડક કાયદાનું નવું સુધારા વિધેયક રજૂ થયું હતું.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૌહત્યા કરનારાઓને 10 વર્ષની સજાથી લઈને આજીવન કેદની સજા આપતો કડક કાયદો વિધાનસભામાં રજૂ કર્યો હતો.

 

ગૌહત્યા સાથેની હેરાફેરીમાં જોડાયેલા કોઈપણ વાહનો  જે ભૂતકાળમાં મહતમ છ મહિના સુધી રાખી શકાતા હતા, પરંતુ તેમાં સુધારો કરવામાં આવ્યો છે

તે મુજબ હવેથી સરકાર આવા વાહનોને કાયમ માટે જપ્ત કરી લેશે.

 

ગૌહત્યા મામલે રાજ્ય સરકારે કાયદામાં ફેરફાર કરી તેને મહતમ 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની જોગવાઈ કરી છે. આ કાયદા મુજબ વધારેમાં

 

વધારે 5 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત આ ગુનો બિનજામીન પાત્ર બનશે. જ્યારે પરમીટ હોય તો પણ રાત્રિના સમયે હેરાફેરી કરી શકાશે નહીં.

મહેસાણા પાસે સેફ્રોની રિસોર્ટમાં ગુરૂવારે પરોઢિયે 4 વાગે પૂર્વ સાંસદ અને અતિપછાત નિગમના ચેરમેન જ્યંતિ બારોટના કોટેજમાં ઘૂસી જઇ તોડફોડ કરનારા 9 લોકોએ  200 કિલોની બે તિજોરીઓ, 2 એસી સહિતનો સામાન બહાર લાવી સળગાવી દીધો હતો. સીબીઆઇના અધિકારી હોવાની ઓળખ અાપી ચોકીદાર  દંપતીને બાજુની હોટલના રૂમમાં ખસેડી 70 તોલા સોનાના દાગીના,  5 કિલો ચાંદી, રોકડ અને રાયફલ મળી રૂ 30 લાખની મત્તાની લૂંટ કરી હતી.  સુરતના પેટ્રોલપંપ માલિક સહિત 9 વ્યક્તિઓ વિરૂધ્ધ લાંઘણજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ઘટના સમયે ફાયરિંગ કરનાર શખસોએ હિસાબોની લેવડ-દેવડમા તોડફોડ બાદ લૂંટફાટ આચર્યાનુ મનાઇ રહ્યું છે.
 

સેફ્રોનીમા પૂર્વ સાંસદ જ્યતિભાઇ બારોટના 53 નંબરના બંગલાના દરવાજાનુ તાળુ તોડી ઘુસેલા સુરતના પેટ્રોલપંપ માલિક જીતેન્દ્ર ઉર્ફે બકા પટેલ સહિતના 9 શખ્શોએ વહેલી પરોઢીયે 4 વાગ્યે મકાનનો કિંમતી સામાન તોડી સળગાવ્યા બાદ પાર્ક કરેલી કારના કાચ ફોડી લોખંડની બે તિજોરીઓ, એસી, કપડા સહિતનો સામાન બહાર લઇ જઇ  સળગાવ્યો હતો. બંગલામાંથી 70 તોલા સોનાના દાગીના, 5 કિલો ચાંદી, રોકડ મળી કુલ રૂ 30.80 લાખની મત્તા લૂંટી ગયા હતા. આ શખ્શોએ ફાયરીંગ પણ કર્યાનું સેફ્રોનીના સિક્યુરીટીએ પોલીસને જણાવ્યું હતું.આ ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા માંડલિક, ડીવાયએસપી રાજેશ ગઢિયા, પીઆઇ આર.એસ.પટેલ, લાંઘણજ પીએસઆઇ કે.બી.પટેલ ઘટના સ્થળે દોડ્યા હતા. પોલીસને અહીંથી તલવાર અને દારૂ પીધેલા ગ્લાસ મળી આવ્યા હતા.આ અંગે રજનીકાંત ઉર્ફે ભીખાભાઇ બારોટે લાંઘણજ પોલીસ મથકમાં જીતેન્દ્ર ઉર્ફે બકા પટેલ,જયરામ ચેલાભાઇ રબારી,જગદીશ ભુરાભાઇ પટેલ,અમોલરબારી,બકાભાઇનો ડ્રાઇવર,રસ્મીકાન્ત બાબુભાઇ દવે અને   અન્ય ત્રણ અજાણ્યા સામે ગુનો નોંધાવ્યો હતો. 

ગુજરાત માં ૧૪ ટકા વસતી ધરાવતા આદિજાતિ સમાજના સામાજિક અને આર્થિક વિકાસ માટે કાર્યરત ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનું મૂડી ભંડોળ રૂા.પ૦ કરોડથી વધારીને રૂા.૬પ કરોડ કરાશે. આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આ અંગેનું ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન(સુધારા) વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું. જેને વિપક્ષના તમામ સભ્‍યોએ પણ આવકાર્યું હતું. વિના વિરોધે સર્વાનુમતે આ વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરાયું હતું.

આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્‍યું હતું કે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા જુદા જુદા ૮પ હેતુઓ હેઠળ વ્‍યકિગત ધિરાણ કરવામાં આવે છે. વર્ષ ર૦૧૬-૧૭માં પ૩ર આદિજાતિ નાગરિકોને સ્‍વરોજગારી માટે રૂા.પ લાખની મર્યાદામાં ૬ ટકા વ્યાજના દરે રૂા.૧૭.૮ર કરોડનું ધિરાણ આપવામાં આવ્‍યું છે. આદિજાતિ વિસ્‍તારોમાં ૧૪૯૬ સહકારી મંડળીઓને જુદા જુદા ૩૯ હેતુઓ માટે ધિરાણ આપવામાં આવ્‍યું છે. અત્‍યાર સુધીમાં ૧૮૭ આદિજાતિ વિદ્યાર્થીઓને એમ.બી.બી.એસ. કે અન્‍ય ઉચ્‍ચ અભ્‍યાસ માટે રૂા.૧પ લાખ સુધીની લોન ૪ ટકાના વ્‍યાજ દરે આપવામાં આવી છે. વિદેશમાં કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે રૂા.રપ લાખની લોન ૪ ટકાના વ્‍યાજે અપાય છે. અત્‍યાર સુધીમાં ૧૯ લાભાર્થીઓને રૂા.ર.૧૩ કરોડનું ધિરાણ આપવામાં આવ્‍યું છે. કાયદાના સ્‍નાતકોને ત્રણ વર્ષ સુધી સ્‍ટાઇપેન્‍ડ ચુકવવામાં આવે છે. અત્‍યાર સુધીમાં પ૮૧ કાયદા સ્‍નાતકોને રૂા.૧.૮૧ કરોડની સહાય આપવામાં આવી છે. આદિજાતિ ખેડૂતોને બિયારણ-ખેત ઓજારો માટે રૂા.૧૦,૦૦૦ની મર્યાદામાં ટૂંકાગાળાનું ધિરાણ આપવામાં આવે છે. અત્‍યાર સુધીમાં ૮,૬૧૮ લાભાર્થીઓને રૂા.૮ કરોડનું ધિરાણ આપવામાં આવ્‍યું છે. આ ઉપરાંત વકીલાતની પ્રેકટીસ કરવા માટે લોન-સહાય, શિક્ષિત બેરોજગારોને એજન્‍સી શરૂ કરવા માટે લોન-સહાય, ડૉકટર તરીકે વ્‍યવસાય શરૂ કરવા લોન અને નાના વ્‍યવસાય માટે લોન પણ આપવામાં આવે છે.

ભારત સરકારના વર્ષ 2022 સુધીમાં 40 ગીગાવોટ (જીડબલ્યુ) રુફટોપ સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટેના લક્ષ્યાંકને પૂર્ણ કરવાની પહેલ સ્વરૂપે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાઅમદાવાદ એરપોર્ટએ સકારાત્મક પગલું લીધું છે અને ગ્રિડ-કનેક્ટેડ 700 કેડબલ્યુપીની ક્ષમતા ધરાવતો રુફટોપ સોલર પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ અમદાવાદમાં સૌથી મોટો રુફટોપ પ્લાન્ટ છે અને તેનાથી અક્ષય ઊર્જાને મોટો વેગ મળવાની અપેક્ષા છે.

ગ્રિડ કનેક્ટેડ રુફટોપ સોલર સિસ્ટમ સબસિડી સ્વરૂપે એમએનઆરઇ પાસેથી નાણાકીય સહાય સાથે સ્થાપિત કરવામાં આવ્યો છે. સોલર પ્લાન્ટમાંથી ઉત્પાદિત વીજળીનો ઉપયોગ ટર્મિનલ-1 બિલ્ડિંગ્સની કેપ્ટિવ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે થાય છે અને જો પછી વીજ પુરવઠો વધશે તો તેને સંબંધિત વીજ વિતરણ કંપની સાથે નેટ-મીટરિંગ ગોઠવણ હેઠળ ગ્રિડમાં આપવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ આનંદ કુમાર મુખ્ય અતિથિ હતા અને ટોરેન્ટ પાવર લિમિટેડના વાઇસ પ્રેસિડન્ટ, એએઆઈ-અમદાવાદના ડિરેક્ટર તથા એએઆઈના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતાં. આ કાર્યક્રમનું આયોજન ટર્મિનલ-1 બિલ્ડિંગ્સની સોલર પાવર પ્લાન્ટ સાઇટ પર થયું હતું. રુફટોપ સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાની સાથે જીઇઆરસીના ચેરમેનએ સ્વચ્છ અને પર્યાવરણને લાભદાયક ઊર્જાને પ્રોત્સાહન આપવા એએઆઈની પહેલને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણને જાળવવા અને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા મોટા પાયે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાની તાતી જરૂર છે. આ કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણ પ્રોજેક્ટ (આયોજનના તબક્કાથી લઇને અમલીકરણના તબક્કા સુધી) પર સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પવિત્ર યાત્રાધામોનો સર્વગ્રાહી વિકાસ પ્લાન ઘડી કાઢવાનું પ્રેરક સૂચન કર્યુ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન વિકાસ માટે આ પ્લાન ઉપયુકત બનશે, તેમ તેમણે ઉમેર્યુ હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ સ્ટેટ લેવલ એકશન પ્લાન દ્વારા પવિત્ર યાત્રાધામો પૈકીના મોટા યાત્રાધામોમાં સ્થાનિક વિસ્તારના વિકાસકામો, સ્વચ્છતા સફાઇ વગેરે સમાજદાયિત્વ કાર્યોમાં યાત્રાધામ-દેવસ્થાન ટ્રસ્ટને મળતા દાન-ભંડોળનો પણ સરકારની સહાય-ગ્રાન્ટ સાથે વિનિયોગ થાય તે આવકાર્ય છે.

રાજ્યમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ગિરનાર,પાલીતાણા અને ડાકોર એમ છ મોટા યાત્રાધામોમાં યાત્રી-સુવિધા વિકાસના કાર્યો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. વિજય રૂપાણીએ હોલિસ્ટીક એપ્રોચથી સોશ્યલ અને ઇકોનોમીકલ ઇમ્પેકટ માટે આવાં વિકાસકાર્યોથી પ્રેરણા મળશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી પવિત્ર યાત્રાધામ વિકાસ અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યના ૬ મોટાં યાત્રાધામો સહિત સરકાર હસ્તકના ર૯૭ જેટલા યાત્રાધામોના વિકાસ આયોજનો તથા પ્રગતિ હેઠળના વિકાસકાર્યોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ યાત્રા-તીર્થધામોને સ્વચ્છ-સાફ ચોખ્ખાં રાખવા 24×7 સ્વચ્છતા-સફાઇ કામો સતત હાથ ધરાય અને સ્થાનિક નાગરિકો સહિત યાત્રા-પ્રવાસે આવનારા સૌ કોઇને સ્વચ્છ-રળિયામણા વાતાવરણની અનુભૂતિ થાય તે માટેની કાર્યયોજના રાજ્યભરના યાત્રાધામોમાં આગામી તા. ૧૬મી એપ્રિલથી શરૂ થઇ જાય તે માટેના સૂચનો કર્યા હતા.

આગામી એપ્રિલ મહિનામાં ગુવાહટી ખાતે 8મી નેશનલ ડ્રેગન બોટ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 36 યુવાનો ભાગ લેશે. આ ચેમ્પિયનશીપની તૈયારીઓ માટે આજે યુવાનોએ સાબરમતી નદીમાં રિહર્સલ કર્યું હતું. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાનાર આ સ્પર્ધામાં ગુજરાતમાંથી યુવતીઓ પણ જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ગુજરાતના યુવાનો ગુવાહટી અને હિમાચલપ્રદેશમાં આયોજીત નેશનલ ચેમ્પિયનશીપમાં પણ ભાગ લઇ ચૂક્યાં છે. 

બનાસકાંઠાના દાંતા તાલુકાના કાંસા નજીક આવેલા જંગલમાં પહેલી વાર  માનવભક્ષી રીંછને વન વિભાગના કર્મચારીઓએ ઠાર માર્યું હતું. આવી ઘટના ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર બની છે. દાંતા તાલુકાના કાંસા નજીકના જંગલમાં હોળી અને ધુળેટીના દિવસોમાં ત્રણ દિવસમાં એક માનવભક્ષી રીંછે ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જયારે ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે કાંસા અને ખાપરા વિસ્તારના લોકોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી હતી.
દાંતાના કાંસા જંગલમાં હોળીના દિનથી માંડી ત્રણ દિવસ દરમિયાન માનવભક્ષી રીંછે બે આદિવાસી વ્યકિત અને એક વન કર્મચારીને ફાડી ખાઇ મોતને ઘાટ ઉતારી દિધા હતા. તેમજ બે આદિવાસી યુવકો અને  બે વન કર્મચારીઓ ઉપર જીવલેણ હૂમલો કરી ગંભીર રીતે ઘાયલ કરતાં દાંતા વિસ્તારમાં ભારે દહેશતનું મોજુ ફરી વળ્યું અને ઘટનાને લઇ ચોથા દિવસે બુધવારે  વનવિભાગ અને પોલીસના સહયોગથી સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું