ગુજરાતમાં હોળી પર્વ નિમિત્તે રાજયના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા ભાવિકો માટે ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.ડાકોરમાં હોળીનું સવિશેષ મહત્વ રહેલું છે. જેના પગલે આ પર્વમાં મુસાફરોની ભીડભાડને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા પૂનમ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું જાહેર કર્યુ છે. ડાકોરમાં દર વર્ષે હોળી નિમિત્તે ભાવિકોની વિશેષ ભીડ જોવા મળે છે.તેમજ ડાકોર આવતા મોટાભાગના માર્ગો પર ટ્રાફિક જામ જ જોવા મળે છે.

ડાકોરના ઠાકોરના દર્શન માટે ગુજરાત બહારથી મુંબઈ સહિતના અન્ય સ્થળોએથી દર્શન માટે આવતા લોકોની સુવિધા માટે વડોદરા-ડાકોર પૂનમ સ્પેશ્યલ ટ્રેન તા. ૧૧ અને ૧રના રોજ દોડશે. આ ટ્રેન વડોદરાથી સવારે ૧૦.પ૦ ઉપડીને ડાકોર બપોરે ૧ર.૪૦ કલાકે પહોંચશે. જે ડાકોરથી બપોરે ૩.રપ મિનિટે ઉપડીને સાંજે ૪.પ૦ કલાકે વડોદરા પહોંચશે.જેના લીધે ભાવિકોને મુસાફરીમાં સુવિધા મળશે.

જયારે બીજી તરફ ડાકોર મંદિરના ટ્રસ્ટી મંડળે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે સમગ્ર ડાકોરમાં વિશેષ વ્યવસ્થા કરી છે હોળી પર્વે ઠાકોરજીના દર્શનાર્થ પહોંચી જવા પદયાત્રીઓના સંઘો વિવિધ સ્થળોએથી નીકળી ચૂકયા છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા પણ પર્વને અનુલક્ષીને તા. ૧૦ માર્ચથી જ શ્રી રણછોડજી મંદિરમાં પ્રભુના દર્શનના સમયમાં વધારો કર્યો છે. જેના લીધે ડાકોરમાં દર્શન માટે આવતા ભાવિકોને લાંબા સમય સુધી રાહ ના જોવી પડે.

સોમનાથ:આજે બુધવારે સોમનાથ મંદિરના ટ્રસ્ટની મીટિંગમાં મોદી સહિત 7 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જેમાં બંધ બારણે ચર્ચાઓ કરવામાં આવી હતી. એક સમયે નારાજગી વ્હોરી લેનાર કેશુભાઇ પટેલને ફરી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે. મોદીએ ખૂદ કેશુભાઇ પટેલના નામની દરખાસ્ત કરી હતી, જ્યારે અડવાણીએ કેશુબાપાના નામ પર ટેકો આપ્યો હતો. મીટિંગમાં સોમનાથના દરિયા કિનારે નવો પ્રોજેક્ટ બનાવવાની પણ ચર્ચા થઈ હતી. મંગળવારે ભરૂચમાં મોદીએ કેશુબાપાના વખાણ કર્યા હતા બાદ આજે તેમને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવા માટે જાતે દરખાસ્ત મૂકતા આ એક નવો સંકેત હોવાનું માનવામાં આવી રહ્યું છે.સોમનાથ ટ્રસ્ટની ૧૧૬મી બેઠક આજે ટ્રસ્ટનાં વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં મળી હતી. જેમાં ટ્રસ્ટી કેશુભાઇ પટેલ, નરેન્દ્ર મોદી, એલ. કે. અડવાણી, અમીત શાહ, જે. ડી. પરમાર, પી. કે. લહેરી, હર્ષવર્ધન નિવેટીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મંદિરનાં વિકાસ મુદ્દે ચર્ચાઓ થઇ હતી. ખાસ કરીને ભારતનાં દક્ષિણ, પૂર્વ અને ઉતરના રાજ્યોમાંથી આવવા ઇચ્છતા ભાવિકો માટે સગવડો ઉભી કરવા ચર્ચા થઇ હતી. પ૧ શક્તિપીઠોમાંથી વિલુપ્ત થયેલા પ્રભાસપાટણમાં ચંદ્રભાગા શક્તિપીઠનું પુન:સ્થાપન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મિટીંગમાં ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ અતિઆધુનિક સવલતોવાળું પાર્કિંગ, યાત્રીકો માટે સ્વાગત કેન્દ્રનાં પ્રોજેકટને મંજુરી અપાઈ હતી. દરીયાકાંઠે ધોવાણ અટકાવવાનાં હેતુથી રીટેઇનીંગ પ્રોટેક્શન દિવાલ અને સી ફેસીંગ વોક-વેને પણ મંજુરી આપી હતી. 

ગુજરાત માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદી સોમનાથના દર્શને ત્રણ વર્ષ બાદ આવ્યા હતા. સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન મોદીનો સોમનાથમાં અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેના વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશમાં આપણે કેસરિયા ક્રાંતિ કરવાની છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર ગુજરાત ના દરિયા કિનારાના વિકાસ માટે સાગરમાલા યોજના હેઠળ ૪૫,૦૦૦ કરોડનો ખર્ચ કરશે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્ય બાદ પ્રથમ વાર સોમનાથ મંદિરના દર્શને આવ્યા હતા. બાબા સોમનાથના દર્શન સમયે તેમની ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી કેશભાઈ પટેલ પણ હાજર હતા. મંદિરમાં પૂજા અર્ચના બાદ વડાપ્રધાન મોદી સોમથાન ટ્રસ્ટની બેઠકમાં હિસ્સો લેશે.

જયારે આજે ૮ માર્ચે સોમનાથથી પરત ફરીને “વિશ્વ મહિલા દિવસ” નિમિત્તે મહાત્મા મંદિર ખાતે યોજાયેલ મહિલા સરપંચોના સંમેલનની અધ્યક્ષતા કરશે. જેમાં સમગ્ર ભારતમાંથી આવેલ આશરે ૬ હજાર જેટલી સન્માનનીય મહિલા સરપંચ ભાગ લેનાર છે.

વિશ્વ મહિલા દિને ગાંધીનગરમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં મહિલા સરપંચનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં ગુજરાતની નહીં જ પરંતુ સમગ્ર ભારતની મહિલા સરપંચ આવશે. જેમાં શ્રેષ્ઠ મહિલા સરપંચને સન્માનિત પણ કરવામાં આવશે. આઠમી માર્ચે યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતની પાંચ હજાર સહિત સમગ્ર ભારતમાંથી કુલ ૧૧ હજાર જેટલી મહિલા સરપંચ હાજર રહેશે.

ગુજરાત માં અમદાવાદ,ભાવનગર,તાપી,આણંદ અને પંચમહાલ જીલ્લામાં સરકાર રૂપિયા ૫૯૪ લાખના ખર્ચે ૨૧૦૧ આવાસોનું નિર્માણ કરવામાં આવશે તેમ સામાજિક અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે વિધાનસભામાં જણાવ્યું હતું. Gujarat ના નાગરિકોને ઘરનું ઘર આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગરીબી રેખાથી નીચેના નાગરિકોને આવાસ પૂરા પાડવા રૂા.પ૯૪ લાખનાં ખર્ચે ર૧૦૧ આવાસો બનાવવામાં આવશે. આ આવાસો પાંચ જિલ્‍લામાં બનાવાશે તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામભાઇ પરમારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.

વિધાનસભા ગૃહમાં દીનદયાળ ઉપાધ્‍યાય આવાસ યોજના અંગેનાં પ્રશ્નોત્તરીનાં જવાબમાં સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રી આત્‍મારામભાઇ પરમારે જણાવ્‍યું હતું કે, પંચમહાલ જિલ્‍લામાં દીનદયાળ આવાસ યોજના હેઠળ પ૬૮ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત, તાપી જિલ્‍લામાં રૂ.૪૦.૪૧ લાખનાં ખર્ચે ૯૪, આણંદમાં રૂા.૧૩૦ લાખના ખર્ચે ૩૬૯, અમદાવાદમાં રૂ.૩૪૪.૭૪ લાખના ખર્ચે ૮૩પ તથા ભાવનગર જિલ્‍લામાં રૂા.૭૯.ર૪ લાખનાં ખર્ચે ૩ર૬ દીનદયાળ ઉપાધ્‍યાય આવાસનું નિર્માણ કરવામાં આવશે.

ગુજરાત માં અમુલે દૂધના ભાવમાં શનિવારથી લીટરે બે રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે. અમુલ આ ભાવ વધારો તેના તમામ બ્રાંડના દૂધ પર શનિવાર મધરાતથી અમલી કરશે. ભાવ વધારાને લીધે અમુલની ગોલ્ડ, શક્તિ અને ટોન્ડ દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો છે.જેના લીધે અમુલ ગોલ્ડનો લીટરનો ભાવ ૫૦ રૂપિયાથી વધીને ૫૨ રૂપિયા થયો છે.દૂધ ઉત્પાદનનો ખર્ચ વધતા ભાવ વધારો કરાયો.

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રબંધ નિર્દેશક આર.એસ સોઢીનું કહેવું છે કે, દૂધ ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે. અમે ખેડૂતોને પાછળના વર્ષની તુલના કરતા ૭-૮ ટકા વધારે ચુકવણી કરીએ છીએ.જેના લીધે દૂધના ભાવમાં ના છુટકે વધારો કરવાની ફરજ પડી છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રેમિલા માટે આર્ચરી-તિરંદાજીની ધનિષ્ઠ તાલીમની વ્યવસ્થા કરાઈ

થાઈલેન્ડમાં યોજાનારી એશિયા કપ આર્ચરીમાં ગુજરાતની પ્રેમિલા બારિયાની પસંદગી કરવામાં આવી છે. જેના અંતર્ગત પ્રેમીલાને સઘન તાલીમ પણ આપવામાં આવી રહી છે.

ગુજરાત ના પંચમહાલ જિલ્લાની વનબંધુ તિરંદાજ દીકરી કુ.પ્રેમિલા બારીયાની આગામી તા. ૧૯ થી રપ માર્ચ, ર૦૧૭ દરમિયાન થાઇલેન્ડના બેંગકોક ખાતે યોજાનાર એશિયા કપ આર્ચરીમાં ભારતીય ટીમમાં પસંદગી કરાઇ છે. એશિયા કપ માટે પ્રેમિલાને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા નડિયાદ ખાતે વિવિધ શ્રેષ્ઠ કોચ દ્વારા ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવી રહી છે.

ગુજરાત ના આદિજાતિ જિલ્લાના અંતરિયાળ વિસ્તારની આ ખેલાડીએ આર્ચરી રમતની તાલીમ ઘોઘંબા ખાતે રાજ્ય સરકાર દ્વારા અમલી SAG ‘શિક્ષણની સાથે રમત’ની નીતિ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત અનુસૂચિત જનજાતિ ઇન સ્કૂલ યોજનાની શ્રીજી આશ્રમ શાળામાં લીધી છે.

આ સ્કૂલમાં ઇન-સ્કૂલ ટ્રેનર ભારીયાભાઇ રાઠવા પાસેથી પ્રાથમિક તાલીમ મેળવી ‘ખેલે ગુજરાત’ અંતર્ગત યોજાયેલ સમર કેમ્પમાંથી હાલમાં નડિયાદ ખાતે ચાલતી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની આર્ચરી રમતની એકેડમીમાં પસંદગી પામી છે.

સુપ્રસિદ્ધ હાસ્ય લેખક અને પદ્મશ્રી તારક મેહતા નું અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લાંબી માંદગી બાદ નિધન થયું છે.
તારક મેહતા ના અવસાનના પગલે તેમના પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

હાસ્ય લેખક તારક મહેતાનો તા. ૨૬-૧૨-૧૯૨૯ના રોજ જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે વર્ષ ૧૯૪૫માં મૅટ્રિકની પરીક્ષા પાસ કાર્ય પછી તેઓએ મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. કર્યું હતું.

ત્યાર બાદ એમ. એ.ની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે વર્ષ ૧૯૫૮-૫૯માં તેઓ ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી પદે નિયુક્ત થયા હતા. ત્યાર બાદ તેઓ વર્ષ ૧૯૫૯-૬૦માં દરમિયાન ‘પ્રજાતંત્ર’ દૈનિકના ડેપ્યુટી એડિટર પદે રહ્યાં હતા.

વર્ષ ૧૯૬૦ થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી તરીકે તેમણે સેવા આપી હતી.

તેમની દુનિયાના ઉંધા ચશ્માં નામના કટાર લેખને ભારે સફળતા મળી હતી. જેના ઉપરથી Sony ટીવી દ્વારા ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ નામની સિરિયલ શરુ કરવામાં આવી છે. આ સિરિયલ છેલ્લા આઠ વર્ષથી સફળતાના શિખરો સર કર્યા છે.

ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની દેશભરમાં નવતર પહેલરૂપ સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ગાંધીનગરમાં લોન્ચ કરી હતી. તેમણે પ્રતિકરુપે 10 જેટલા વિદેશ જનારા યુવક-યુવતિઓને ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાયવીંગ પરમીટ અર્પણ કરી હતી. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ભારતમાંથી વિદેશમાં પ્રવાસન માટે કે ટુંકાગાળા માટે જતાં ભારતીય નાગરિકોને જે તે દેશમાં વાહન હંકારવા માટેની પરમીટ જે તે આર.ટી.ઓ. દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે.
 
 
નાગરિકોને વિદેશની ધરતી ઉપર મુશ્કેલીમાં મુકાવું પડશે નહિ
 
આ ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ઓછામાં ઓછા એક વર્ષની હોય છે. અને જો વીઝાનો સમયગાળો એક વર્ષથી ઓછો હોય તો તેટલા સમયગાળા માટે ઇસ્યુ કરવામાં આવે છે. હાલ ઇસ્યુ કરવામાં આવતું ડ્રાઇવીંગ લાયસન્સ બુક ફોર્મેટમાં અને હાથથી લખાણવાળું હોવાથી તેને સાચવવામાં ઘણી તકલીફ રહેતી હતી, તે આ નવા સ્માર્ટ કાર્ડથી દૂર થઇ જશે. એટલું જ નહિ, જ્યારે આંતરરાષ્ટ્રીય ઓથોરીટી સમક્ષ રજુ કરવામાં આવશે ત્યારે પરમીટની Authenticity અને  Credibility અંગે કોઇ શંકા ઉપસ્થિત થશે નહીં. આપણા પ્રવાસીઓને અને નાગરિકોને વિદેશની ધરતી ઉપર મુશ્કેલીમાં મુકાવું પડશે નહિ.
 
ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ઇસ્યુ કરવામાં આવશે
 
આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ પરમીટ સાચવવામાં અનુકૂળ રહેશે અને તે પણ આધાર, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ક્રેડીટકાર્ડની જેમ પર્સમાં સાચવી શકાશે. ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ માટે ફી તરીકે રૂા.500/- વસુલ કરવામાં આવે છે. આ ફીમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ઇસ્યૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ નવતર પહેલરૂપ અભિગમ માટે વાહનવ્યવહાર વિભાગને બિરદાવ્યો હતો.

ગુજરાત વિધાનસભામાં આજે રજુ કરાયેલા બજેટમાં નાંણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં જુલાઈ માસથી GST નો અમલ થશે. જેમાં પ્રવર્તમાન વેટના દરમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વર્ષના બજેટમાં કોઈપણ નવા વેરા ઝીંકવામાં આવ્યા નથી. તેમજ આર.ટી.ઓ ટેક્સમાં પણ રાહત આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા નાંણા મંત્રી નીતિન પટેલે આજે વર્ષ ૨૦૧૭-૧૮ માટે લોકપ્રિય બજેટ રજુ કર્યું હતું. જેમાં સરકારે આ બજેટમાં દરેક સેક્ટર અને દરેક વર્ગને ધ્યાનમાં રાખીને અનેક જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સરકારે યુવા વર્ગને ધ્યાનમાં રાખીને રૂપિયા ૧૦૦૦ના ટોકન ભાવે લેપટોપ આપવાનો અને મેડીકલનો અભ્યાસ કરતી યુવતીઓની ફી સરકાર ભરશે તેવી જાહેરાત કરી હતી.

આ ઉપરાંત બજેટમાં સરકારે ખેડૂતોને પણ રાજી રાખવા માટે પાક માટે ૧ ટકા દરે લોન આપવા માટે ૫૦૦ કરોડના અલાયદા ફંડની જાહેરાત કરી છે. આ ઉપરાંત બજેટમાં સરકારે પ્રાથમિક શાળામાં ચોપડા અને ગણવેશ મફત આપવાની પણ જાહેરાત કરી છે.

ગુજરાત  ના શ્રમ રોજગાર વિભાગ દ્વારા રાજ્યમાં તા. ૧૧ થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન મેગા જોબ ફેર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કુલ પ૦ હજાર યુવાનોને આ અભિયાન દરમિયાન રોજગારી આપવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધી યોજાયેલા ત્રણ તબક્કામાં જ ૬૬૭૬૭ યુવાનોને રોજગારી પ્રાપ્ત થતાં ૧૦૦ ટકાથી વધુ સિધ્ધિ હાંસલ થઇ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની યુવાઓને રોજગાર પુરો પાડવાની પ્રતિબદ્ધતા રૂપે યોજાઇ રહેલા મેગા જોબ ફેરના ત્રીજા તબક્કામાં ગઈકાલે ગુરુવારે વડોદરા, ભરૂચ અને ગાંધીધામમાં આયોજિત જોબ ફેરમાં નોંધાયેલા ૩૭,૭૪૯ ઉમેદવારોમાંથી એક જ દિવસમાં ૨૫૩૮૬ને રોજગારી આપવામાં આવી છે. અત્યાર સુધીના ત્રણેય તબક્કામાં એક જ દિવસમાં રોજગારી આપવામાં આ ત્રીજો તબક્કો અગ્રેસર રહ્યો છે. આ જોબફેરમાં ૫૭૪ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુવારે વડોદરા ખાતે યોજાયેલા મેગા જોબ ફેરમાં ૧૮૫ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જિલ્લાના ૧૬,૦૧૦ રોજગાર વાંચ્છુઓમાંથી ૧૦,૧૪૨ને રોજગારી અપાઇ છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ભરૂચ ખાતે યોજાયેલા મેગા જોબ ફેરમાં ૨૮૭ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ૧૫,૪૬૭ યુવાનોમાંથી ૧૧,૨૧૬ યુવાનોને રોજગારી અપાઇ છે. જયારે ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લાના યોજાયેલા જોબ ફેરમાં ૧૦૨ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લાના ૬૨૭૨ ઉમેદવારોમાંથી ૪૦૨૮ની પસંદગી કરવામાં આવી છે. આમ કુલ ૩૭,૭૪૯ યુવાનોમાંથી ૨૫,૩૮૬ને રોજગારી અપાઇ છે.