ગુજરાત ના અમદાવાદ,સુરત અને ગાંધીનગરમાં વીજ પુરવઠો પૂરી પાડતી ટોરેન્ટ પાવરે છેલ્લા વર્ષોમાં ખોટી રીતે લોકોના કરોડો રૂપિયા ઉધરાવી લીધા હોવાની ધારદાર રજુઆત આમ આદમી પાર્ટીએ ગુજરાત વીજ નિયમન પંચમાં સુનવણી દરમ્યાન કરી હતી.

ગુજરાત વીજ નિયમન આયોગ (GERC) દ્વારા ટોરેન્ટ પાવર કંપનીના ભાવ વધારાની અરજીની સુનવણી રાખવામા આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા GERC સમક્ષ ટોરેન્ટ પાવરના ભાવ વધારાની માંગ વિરુધ્ધ રજુઆતો કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મનોજ સોરઠીયાની અરજીની રજૂઆત ગુજરાત હાઇકોર્ટના સિનિયર વકીલ ગોપીનાથ અમીન તથા અરવિંદ ઠાકુર દ્વારા GERC સમક્ષ કરવામાં આવી હતી.

ગુજરાતમાં ચાલતી વીજ કંપનીઓની લુંટ બાબતે સમગ્ર પ્રકરણને GERC સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ  જિલ્લાના નળકાંઠા વિસ્તારના ગામોમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે આ વિસ્તારના ખેડૂતોને પડતી મુશ્કેલીઓને અનુલક્ષીને આજે એક ‘અધિકાર રેલી’નું આયોજન કરાયું હતું. જેમાં પરવાનગી વિના રેલી યોજવા બદલ પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત કરીને રેલીને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. જેના કારણે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં અમદાવાદ રૂરલ પોલીસના એસ.પી. આર.વી. અસારીને ઈજાઓ પહોંચી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના ઉપરદળ, ઝાંપ, અણીયારી, વનાળીયા, જેતપુર, થુલેટા, કીશોલ, રેથલ, વાસણા, નાનોદરા, મેટાલ, દેવ ધોલેરા ગામોનો અંગ્રેજ શાસન દરમિયાન પણ ફતેવાડી સિંચાઈ યોજનામાં સમાવેશ કરવામાં આવેલો હતો. પરંતુ, આશરે ૨૦૦ વર્ષથી અત્યાર સુધીની સરકારે આ ગામોના હિતમાં સિંચાઈ માટે પાણીની કોઈ જ વ્યવસ્થા કે આયોજન કર્યું નથી. એટલું જ નહિ આ વિસ્તારના કેટલાય ગામોમાં નર્મદાની કેનાલ યોજનાનો લાભ જ નથી મળતો.

ભારત સરકારના શ્રમ અને રોજગારી માટે રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો)ના મંત્રી બાંદારુ દત્તાત્રેય 13.02.2017ના રોજ સવારે 10.00 ગુજરાતના અંકલેશ્વરમાં 100 પથારી ધરાવતી ઇએસઆઇસી હોસ્પિટલનું ઉદ્ઘાટન . આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.વીમાધારકો અને તેમના લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવા ઇએસઆઇ કોર્પોરેશને આધુનિક સુવિધાઓ સાથે તેના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને તેને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉદ્દેશ સાથે હોસ્પિટલ કર્મચારીઓની ઇજાની કટોકટીમાં વીમાધારક વ્યક્તિઓ માટે24×7 તબીબી સેવાઓ પૂરી પાડવા ખુલ્લી રહેશે. આ 100 પથારી ધરાવતી હોસ્પિટલ 19626.28 ચોરસ મીટરમાં ફેલાયેલી છે, જેનું નિર્માણ રૂ. 90 કરોડના ખર્ચે થયું હતું. આ હોસ્પિટલ કટોકટી અને આકસ્મિક સેવાઓ, ઇન્ડોર એડમિશન સુવિધાઓ, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ વગેરે રેડિયોલોજી સર્વિસીસ, વિવિધ ઓપીડી, ઓપરેશન થિયેટર્સ અને શ્રમ સુધારા, ઇન-પેશન્ટ સેવાઓ, ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ), પૂર્ણ કક્ષાની પ્રયોગશાળા વગેરે ધરાવશે. આ ઉપરાંત આ હોસ્પિટલ સેન્ટ્રલાઇઝ એર કન્ડિશનિંગ ધરાવે છે. તે વિસ્તાર અને દેશમાં તબીબી સુવિધાઓને પ્રોત્સાહન આપશે.

ઇએસઆઇ કોર્પોરેશન કામદારોના કલ્યાણ માટે અને તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે કામ કરવા પ્રતિબદ્ધ છે તથા તેમને તમામ શક્ય સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. ઇએસઆઇ યોજના 04 ઓક્ટોબર, 1964ના રોજ ગુજરાત રાજ્યમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. આ યોજના પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેર અને તેના પરાં વિસ્તારોમાં લાગુ કરવામાં આવી હતી તથા ત્યારબાદ વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, અંકલેશ્વર વગેરે જેવા મોટા ભાગના ઔદ્યોગિક કેન્દ્રોમાં લંબાવવામાં આવી હતી. આ તારીખ સુધી યોજનાનો અમલ 43 કેન્દ્રોમાં થયો હતો. આ યોજના હેઠળ 31 માર્ચ, 2016 સુધીમાં આવરી લેવાયેલા કુલ વીમાધારકોની સંખ્યા 10,30,090 છે. યોજનાનો શ્રેષ્ઠ વહીવટી અને લાભાર્થીઓ/કંપનીઓને અનુકૂળતા પૂરી પાડવા ગુજરાત રાજ્યની કામગીરીને વર્ષ 2000માં પેટા-પ્રાદેશિક કચેરીઓ વડોદરા અને સુરતમાં વહેંચવામાં આવી હતી.

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાને માર મારનારા ગુનેગારોની ધરપકડ નહીં કરતા આક્રોશની લાગણી ઉભી થઈ છે. જેના પગલે સુરતમાં પાટીદાર અનામત આદોલન સમિતિ દ્વારા ગુનેગારોની ધરપકડની માંગ સાથે આજે પુણા પોલીસ સ્ટેશન પર સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવશે તેવા પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ સમયે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પણ હાજર રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.સુરતમાં PAAS ના કાર્યકર વિજય માંગુકિયા પર ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા હુમલો કરીને માર મરાયો હતો.જેના કારણે ઈજાગ્રસ્ત માંગુકીયાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પાસના લલિત વસોયાએ હુમલાના રિએકશન માટે 25 તારીખે તૈયાર રહેવાની ચીમકી આપી હતી.સુરત ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS-પાસ)ના કાર્યકર વિજય માંગુકિયા પર બીજેપી યુવા મોરચાના કેટલા કાર્યકરોએ હુમલો કર્યો હતો તેમજ તેને માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેણે ઈજાઓ પહોંચતા લોહી નીગળતી હાલતમાં સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે સુરતના પાટીદાર સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે.

શિવસેના અને બીજેપી વચ્ચેની તકરાર હવે એક નવા સ્તર પર પહોંચી ગઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એલાન કર્યું છે કે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ચેહરો બનશે.આ નિવેદનનો રાજનીતિક અર્થ તો એ છે કે હાર્દિક પટેલ શિવસેનાની તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં CM પદના ઉમેદવાર હશે. શિવસેનાનું ગુજરાતમાં કોઈ ખાસ રાજનીતિક કદ ભલે ન હોય, પરંતુ બીજેપીના આંખનું કણું બની ગયેલા હાર્દિકને પોતાના CM પદના ઉમેદવાર બતાવીને ઉદ્ધવે બંને પાર્ટીઓની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને વધારી દીધી છે.ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ સોમવારે મુંબઈ ગયા છે. જ્યાં બીએમસી ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર અને પોતાના મિત્ર બીરેનનો પ્રચાર કરવા ગયા છે. ત્યારે તેઓ ઉદ્દ્વને મળવા માટે તેમના નિવાસસ્થાન માતોશ્રી પણ ગયા હતા. આ અગાઉ હાર્દિક પટેલે સંકેત આપ્યા હતા કે તેઓ ‘લાઈક માઈન્ડેડ’ લોકો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.

શિવસેનાએ આ વખતે બીએમસીની ચૂંટણીમાં ૧૧ ગુજરાતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. બીજેપીના જગજાહેર સમર્થક માનવામાં આવતા ગુજરાતીઓની મતબેંકમાં ગાબડું પાડવા શિવસેના હાર્દિક પટેલનો સાથ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

ભાવનગરના જયપુર ખાતે ભાવનગરના રાજકુમાર જયવીરરાજસિંહજીના ભવ્ય રજવાડી ઠાઠ સાથે લગ્ન થયા બાદ આજે શહેરમાં સત્તાવાર રીતે વધુ યાત્રા દ્વારા યુવરાણી કૃતિરંજનદેવીનો દબદબાભેર પ્રવેશ થયો હતો. નારાયણી હેરિટેજથી નિલમબાગ પેલેસમાં પ્રવેશી હતી. જેના દ્વારા રાજવી પરિવાર પ્રત્યે નગરજનોનો પ્રેમ રતિભાર પણ ઓછો થયો ન હોવાની પ્રતિતિના દર્શન થયા હતા.
 

હિસ્ટોરીકલ વિન્ટેજ કાર, હાર્લિ ડેવિડસન, અશ્વારોહી સાથેના રજવાડી ઠાઠમાં વધુ યાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. ઉપરાંત મોટી સંખ્યામાં યુવાનોએ સાફામાં સજ્જ થઈ અનેરો રંગ જમાવ્યા હતા. જેમાં શાળાની બાળાઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું. ગોહિલવાડ રાજપૂત સમાજ, પાઈફંડ સોસાયટી, ગરાસિયા સમાજ, રાજપૂત શોર્ય ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ અને સંગઠનોના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી તા.11ને શનિવારે નિલમબાગ પેલેસ ખાતે નવ વરઘોડિયાનો સત્કાર સમારંભ યોજાશે.પોતાના રાજા અને રાજવીઓ પ્રત્યે એક સમયે ગોહિલવાડવાસીઓની રૈયતનો જે પ્રેમ અને આદર જોવા મળતો હતો, તેવા જ લાગણીભર્યા સન્માન સાથે નગરજનોએ આજે નવવધૂને આવકાર્યા હતા.
 ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના ખેડૂતોને નિસ્તેજ બનતા અટકાવવા રાજય સરકાર શકય તમામ મદદ સહાય માટે તત્પર છે. કિસાન શકિતની મહેનતમાં અખૂટ વિશ્વાસ દર્શાવતાં મુખ્યમંત્રીશ્રીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે,ગુજરાતનો ખેડૂત આવનારા વર્ષોમાં ડોલરમાં સોદો કરી આંતરરાષ્ટ્રીય બજાર સર કરશે. ઓછામાં ઓછા રોકાણ દ્વારા વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવવાના આશયથી તા.૨ જી ફેબ્રુઆરીથી તા.૬ ફેબ્રુઆરી દરમિયાન રાજકોટના જામકંડોરણા સ્થિત હંસરાજભાઇ સવજીભાઇ રાદડીયા લેઉવા પટેલ કુમાર છાત્રાલય ખાતે ઝીરો બેજેટ આધ્યાત્મિક ખેતી શિબિરનો રાજયના મુખ્યમંત્રી એ પ્રારંભ કરાવ્યો હતો.
પદ્મશ્રી એવોર્ડ વિજેતા ખેડૂત સુભાષ પાલેકરે આ શિબિરમાં ખેડૂતોને ઉપયોગી માહિતી અને માર્ગદર્શન પૂરૂં પાડયું હતું. પાંચ દિવસ ચાલનારી આ શિબિર અન્વયે જિલ્લા તથા રાજયભરના અંદાજે પાંચસોથી વધુ ખેડૂતો આ શિબિરમાં ભાગ લઇ રહયા છે. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના મનસુખભાઇ સુવાગિયા, બગસરા સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી મહારાજ, ગૌસેવા આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

સુરતમાં આજે PAAS ના કાર્યકર વિજય માંગુકિયા પર બીજેપી યુવા મોરચાના કાર્યકરો દ્વારા હુમલો કરીને માર મરાયો હતો.જેના કારણે ઈજાગ્રસ્ત માંગુકીયાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પાસના લલિત વસોયાએ હુમલાના રિએકશન માટે 25 તારીખે તૈયાર રહેવાની ચીમકી આપી હતી.
સુરત ખાતે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS-પાસ)ના કાર્યકર વિજય માંગુકિયા પર બીજેપી યુવા મોરચાના કેટલા કાર્યકરોએ હુમલો કર્યો હતો તેમજ તેને માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેણે ઈજાઓ પહોંચતા લોહી નીગળતી હાલતમાં સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે સુરતના પાટીદાર સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે.

આ ઘટનાના પગલે ગુજરાત પાસ ટીમના લલિત વસોયાએ PAAS વતી જણવ્યું હતું કે ‘પાટીદાર કેસરી’ વિજય માંગુકિયા પર ભાજપના કાર્યકરોએ હુમલો કરીને બહુ જ ખોટું કર્યું છે. આગામી તા. 25 મીના રોજ આજની ઘટનાના એકશનનું રિએકશન આવશે. જેની ભાજપ તૈયારી રાખે તેવી ચીમકી પણ લલિત વસોયાએ આપી છે.

રાજકોટના માલવિયાનગર પોલિસ સ્ટેશનમાં એક મહિલા પોતાની છેડતીની ફરિયાદ દાખલ કરાવવા ગઈ હતી. આ મહિલાની ફરિયાદ નોંધવા

માટે પોલીસે પ્રાથમિક વિગતો મહિલા પાસેથી મેળવવાની ચાલુ કરી હતી. તે સંજોગોમાં પોલીસને દાળમાં કાંઈક કાળુ લાગતા મહિલાની પૂછપરછ

કરવાની શરૂઆત કરી. પોલીસના જાણમાં આવ્યું કે આ મહિલાનું નામ ભાવના અનીલભાઈ વઈઠા છે અને તે હોમગાર્ડ તરીકે કામ કરે છે. વધુ ઉલટ

તપાસ કરતાં ખબર પડી કે તે પીએસઆઈની વર્દી પહેરી અમરેલી, સુરત અને નવસારી પંથકમાં તોડ કરવાનું કામ કરતી હતી. પોલીસને સમગ્ર

હકીકતની જાણ થતાં પોલીસે આ સંદર્ભે સુરત પોલીસ પાસેથી પણ વધુ માહિતી માગી છે. પોલીસે હાલ વધુ કાર્યવાહી આ કેસમાં હાથ ધરી છે.

૬૮માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આણંદ જિલ્લામાં કરવામાં આવશે.

રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલી આ પ્રજાસત્તાક પર્વે ધ્વજવંદન કરાવશે અને પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પણ આ રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

રાજ્ય સરકારે પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જનભાગીદારીથી વિવિધ જિલ્લાઓના તાલુકામથકોએ કરવાનો જે નવતર અભિગમ અપનાવ્યો છે તે અંતર્ગત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને સંસદીય સચિવશ્રીના વરદ્હસ્તે સંબંધિત જિલ્લાના તાલુકામથકોએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે. તદ્દઅનુસાર મંત્રીશ્રીઓને ધ્વજવંદન માટે ફાળવાયેલ જિલ્લાના તાલુકામથકો આ મુજબ છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી

ક્રમ

નામ

સ્થળ

  1.  

શ્રી નીતિનભાઇ પટેલ

ધોળકા જિ. અમદાવાદ

કેબીનેટ મંત્રીશ્રીઓ

1.     

શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ચોર્યાસી જિ. સુરત

2.    

શ્રી ગણપતભાઇ વસાવા

પાદરા જિ  વડોદરા

3.    

શ્રી ચિમનભાઇ સાપરીયા

ઘોઘા જિ. ભાવનગર

4.    

શ્રી બાબુભાઇ બોખિરીયા

વિસનગર જિ. મહેસાણા

5.    

શ્રી આત્મારામભાઇ પરમાર

વાંસદા જિ. નવસારી

6.    

શ્રી દિલીપકુમાર ઠાકોર

મેઘરજ જિ. અરવલ્લી

7.    

શ્રી જયેશકુમાર રાદડીયા

અબડાસા જિ. કચ્છ

રાજયકક્ષાના મંત્રીશ્રીઓ

1.     

શ્રી શંકરભાઇ ચૌધરી

જોડીયા જિ. જામનગર

2.    

શ્રી પ્રદિપસિંહ જાડેજા

કોટડાસાંગાણી જિ. રાજકોટ

3.    

શ્રી જયંતિભાઇ કવાડીયા

વિસાવદર જિ. જુનાગઢ

4.    

શ્રી નાનુભાઇ વાનાણી

ગીરગઢડા જિ. ગિરસોમનાથ

5.    

શ્રી જશાભાઇ બારડ

વડગામ જિ. બનાસકાંઠા

6.    

શ્રી બચુભાઇ ખાબડ

રાણપુર જિ. બોટાદ

7.    

શ્રી જયદ્રથસિંહ પરમાર

ચાણસ્મા જિ. પાટણ

8.    

શ્રી ઇશ્વરસિંહ પટેલ

હળવદ જિ. મોરબી

9.    

શ્રી વલ્લભભાઇ કાકડીયા

લખતર જિ. સુરેન્દ્રનગર

10.  

શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી

બગસરા જિ. અમરેલી

11.   

શ્રી કેશાજી ચૌહાણ

ખેડા જિ. ખેડા

12.  

શ્રી રોહિતભાઇ પટેલ

ગાંધીનગર જિ. ગાંધીનગર

13.  

શ્રી વલ્લભભાઇ વઘાસીયા

જેતપુર-પાવી જિ. છોટાઉદેપુર

14.  

શ્રીમતી નિર્મલાબેન વાધવાણી

કાલોલ જિ. પંચમહાલ

15.  

શ્રી શબ્દશરણભાઇ તડવી

વિરપુર જિ. મહિસાગર

સંસદીય સચિવશ્રીઓ

1.     

શ્રી વાસણભાઇ આહીર

સંજેલી જિ. દાહોદ

2.    

શ્રી રણછોડભાઇ દેસાઇ

ગરૂડેશ્વર જિ. નર્મદા

3.    

શ્રીમતી વિભાવરીબેન દવે

વ્યારા જિ. તાપી

4.    

શ્રી શામજીભાઇ ચૌહાણ

ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા

5.    

શ્રી જેઠાભાઇ સોલંકી

વિજયનગર જિ. સાબરકાંઠા

6.    

શ્રી બાબુભાઇ પટેલ

ઉમરગામ જિ. વલસાડ

7.    

શ્રી જયંતિભાઇ રાઠવા

વધઇ જિ. ડાંગ

8.    

શ્રી હિરાભાઇ સોલંકી

જંબુસર જિ. ભરૂચ

9.    

શ્રી પૂનમભાઇ મકવાણા

કુતિયાણા જિ. પોરબંદર