કાળાનાણાંના ધનકુબેરથી સતત ચર્ચામાં રહેલા કિશોર ભજીયાવાલાના પુત્ર જિજ્ઞેશની એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરેટ (ઇડી)એ ગઇકાલે

ધરપકડ કરી અમદાવાદ લાવ્યા હતા. ત્યારબાદ આજે જિજ્ઞેશ ભજીયાવાલાને સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરાયો હતો. અહીં ઇડીએ સ્પેશ્યલ

કોર્ટમાં ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે.

નોંધનીય છે કે જિજ્ઞેશ ભજીયાવાલાની ગઈકાલે ધરપકડ કરાયા પછી ઈડીને વધુ પુછપરછ માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

પરંતુ આજે જિજ્ઞેશ ભજીયાવાલાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા પછી કોર્ટે ઈડીને 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જીગ્નેશ ભજીયાવાલા

સામે 175 જેટલા ડમી ખાતા ખોલાવી જૂની પ્રતિબંધિત નોટો નોટબંધી બાદ એકાઉન્ટમાં જમા કરવાનો આરોપ છે. આ અંગે તેની તપાસ કરવાની છે.

ડમી એકાઉન્ટમાં તમામ સહી ખોટી કરવામાં આવી છે, જે કાયદાની જોગવાઇ મુજબ ગુનો છે, તેમ ઇડીનાં વકીલે રજૂઆત કરી હતી.

 

જિજ્ઞેશના વકીલે રજૂઆત કરી હતી કે, જિજ્ઞેશ સામે નોન કોંગનીજીબ્લ ગુનો છે. તેમણે જણાવ્યું હતું કે, PMLA એક્ટની કલમ 45 મુજબ આવા ગુનામાં

ઇડી નિવેદન લેવા માટે બોલાવી શકે, પણ ધરપકડ કરી રિમાન્ડ ન માંગી શકે. તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે, ઇડીના અધિકારી એકને એક સવાલ

ફેરવીને પૂછ્યા કરે છે. જિજ્ઞેશે 42 પેજનું સ્ટેટમેન્ટ આપ્યું છતાં ઇડીને તેમાંથી કઈ મળ્યું નથી? આટલા લાંબા સ્ટેટમેન્ટ પછી પણ ઇડી રિમાન્ડ કેમ લેવા માગે

છે તે સમજાતું નથી. આઇટીએ રેડ વખતે 10 હજારથી વધુ કાગળ સીઝ કર્યા છે.

BJPના સિનિયર નેતા, ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી તેમજ ગુજરાત ભાજપમાં એક સમયે જેમનો ભારે દબદબો હતો તેવા સંજય જોશી આજે અમદાવાદના મહેમાન બનશે. આ બંને નેતાઓ રાજ્યના પૂર્વ મંત્રી વિમલ શાહના પરિવારમાં લગ્ન પ્રસંગે હાજરી આપશે. અડવાણી અને જોશીની અમદાવાદ મુલાકાતને લઈને બીજેપીના રાજકીય વાતવરણમાં થોડો ગરમાવો આવી ગયો છે.

BJP ના સિનિયર નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન રહી ચુકેલા ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ લાલકૃષ્ણ અડવાણી આજે અમદાવાદના મહેમાન બનશે. તેઓ ગુજરાત બીજેપીના નેતા અને પૂર્વ મંત્રી વિમલ શાહની પુત્રીના લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ આપશે.
અડવાણી ઉપરાંત ગુજરાત બીજેપીમાં એક સમયે ભારે દબદબો હતો તેવા બીજેપીના સિનિયર નેતા સંજય જોશી પણ વિમલ શાહના પરિવારમાં યોજાનારા લગ્ન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ પાઠવશે.

લાલકૃષ્ણ અડવાણી અને સંજય જોશીની અમદાવાદ મુલાકાતને લઈને બીજેપીના રાજકીય વાતવરણમાં થોડો ગરમાવો આવી ગયો છે.

ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેતા ફિક્સ પગારધારકોના પગારમાં 63થી 124 ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના આ નિર્યણથી હાલ ફિક્સ પગારમાં

કામ કરી રહેલા 1.18 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. આ નિર્ણયથી સરકાર પર રૂ.1300 કરોડનો બોજો પડશે.

રાજ્ય સરકારે લીધેલા પગાર વધારાના નિર્ણયથી કુલ 1,18,738 કર્મચારીઓને સીધો લાભ થશે. ખાસ કરીને વર્ગ-2ના

કર્મચારીઓના પગારમાં 90%, વર્ગ-3ના કર્ચમારીઓના પગારમાં 73% અને વર્ગ-4ના કર્મચારીઓના પગારમાં 63%ના

વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત તમામ કર્મચારીઓનો પાંચ વર્ષનો અનુભવ ગણવામાં આવશે. 2006થી ચાલી આવતાં

પગાર ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે 10% HRA પણ કર્મચારીઓને આપવામાં આવશે.

વર્ગ 4ના કર્મચારીઓને ચૂકવાતા 10, 400માં 63 ટકાનો વધારો
વર્ગ – 4ના કર્મચારીઓનો પગાર વધીને 16, 224 કરાયો
તલાટી, કોન્સ્ટેબલ, વિદ્યાસહાયકને 73 ટકાનો વધારો
બીજી કેડરના કર્મચારીઓને 19950 ચૂકવાશે
1 લાખ 18 હજાર 738 કર્મચારીઓને મળશે આ લાભ
નિયુક્તિના પ્રથમ દિવસથી જ તમામ લાભો મળતા થઇ જશે
સરકાર પર 1 હજાર 300 કરોડનો બોજો પડશે
જે કાયમી થઇ ચુક્યા છે તેમને પણ ખુબ મોટો લાભ મળશે
1 ફેબ્રુઆરીથી તમામ કર્મચારીઓનો થશે પગાર વધારો
1.18 લાખ કર્મચારીઓને મળશે લાભ
2006થી ચાલી આવતા પગાર ધોરણોમાં કરાયો વધારો
ત્રીજી કેડરના કર્મચારીઓના પગારમાં 90 ટકાનો વધારો
ત્રીજી કેડરના કર્મચારીઓને 31, 340 ચૂકવાશે

વર્ગ 4ના કર્મચારીઓનો પગાર 63 ટકા વધારાયો, હવે થશે 16,200
વર્ગ 3ના કર્મચારીઓનો પગાર 73 ટકા કરાયો, હવે થશે 19950
વર્ગ 2ના કર્મચારીઓનો પગાર 90 ટકા વધારાયો, હવે થશે 31340
10 ટકા એચઆરએ પણ અપાશે તેમજ મેડિકલનો પણ લાભ મળશે
નિયુક્તિના પ્રથમ દિવસથી જ તમામ લાભો મળતા થઇ જશે

1300 કરોડનો આર્થિક બોજ સરકારી તિજોરી પર પડશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલી ફેબ્રુઆરીથી આ નિર્ણયનો અમલ થશે. 2006થી ભરતી થયેલા કર્મચારીઓને પણ સેવાનો સળંગ લાભ મળશે. 1300 કરોડનો આર્થિક બોજ સરકારી તિજોરી પર પડશે. આગળની સ્લાઇડમાં વાંચો કોને મળશે કેટલો પગારવધારો?

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી રાજ્યમાં ફિક્સ પગારમાં કામ કરી રહેલા લાખો યુવા સરકારી કર્મચારીઓ સરકાર દ્વારા પોતાનું શોષણ થઇ રહ્યું હોવાના આરોપ સાથે વિરોધ કરી રહ્યાં હતા. આ અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. પરંતુ સુપ્રીમમાંથી કોઇ નિર્ણય આવે તે પહેલાં રાજ્ય સરકારે વચ્ચેનો રસ્તો કાઢીને ફિક્સ પગારદારોનો પગાર વધારી દીધો છે.

પાંચ દિવસ માટે ખોડલધામ ખાતે પાંચ દિવસનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે. આજે વહેલી સવારે રાજકોટથી શોભાયાત્રા શરૂ થઇ હતી. જે બપોરે કાગવડ પહોંચશે. ત્યારે પાંચ દિવસ સુધી ચાલનારા કાર્યક્રમનો પર એક નજર કરીએ તો..

18 જાન્યુઆરી: સવારે 8 થી 12 અને બપોરે 2 થી 5 સુધી 21 કુંડનો મહા હવન થશે. બપોરે 12 થી 5 વાગ્યા સુધી લોકડાયરો યોજાશે. જેમાં ભીખુદાન ગઢવી, કિર્તિદાન ગઢવી, અલ્પા પટેલ, ઉર્વશી રાદડિયા સહિતના કલાકારો હાજર રહેશે.

19 જાન્યુઆરી: સવારે 8 થી 12 અને બપોરે 2 થી 5 સુધી 21 કુંડનો મહાહવન તેમજ સથવારો રાધે શ્યામનો કાર્યક્રમ છે.

20 જાન્યુઆરી: ભારતીય ઉત્સવો તેમજ વિવિધ ક્ષેત્રે પટેલ જ્ઞાતિએ આપેલા યોગદાનને ઉજાગર કરતો ડ્રામા અને ઓડિયો વિઝ્યૂઅલનો કાર્યક્રમ છે.

21 જાન્યુઆરી: સવારે 5.30થી 6.30 પ્રાણપ્રતિષ્ઠા વિધિ, 21 મહાઆરતી, ગરબા અને સમૂહ રાષ્ટ્રગાન બાદ મહા ધર્મસભાનું આયોજન કરેલ છે.

ખોડલધામ મંદિરે પાંચ દિવસ સુધી અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તમામ કાર્યક્રમો સાંજના 6 સુધીમાં પૂરા કરી લેવામાં આવશે. સાંજના 6 વાગ્યા બાદ કોઈપણ કાર્યક્રમ રાખવામાં આવ્યાં નથી. સુરક્ષામાં રખાયેલા સ્વયંસેવકો અને અન્ય આગેવાનો જ રાત્રિ દરમિયાન ખોડલધામ સંકુલમાં રહેશે.

અહીં પાંચ હેલિપેડ રાખવામાં આવ્યા છે. મૂર્તીની પ્રતિષ્ઠા વખતે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવા માટે કેટલાક હેલિકોપ્ટર ભાડે લઇને અહીં રાખવામાં આવ્યાં છે. 50 લાખથી વધારે શ્રદ્ધાળુઓ અહીં આવે તેવી શક્યતા છે. ત્યારે મોટી સંખ્યામાં સ્વયંમ સેવકો અહીં ખડે પગે રાત દિવસ તહેનાત રહેશે.

ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે છ મહિનાના વનવાસ બાદ પાસ કન્વિનર હાર્દિક પટેલે આજે ગુજરાતમાં ઘરવાપસી કરી છે. રાજસ્થાનથી રતનપુર બોર્ડરથી રાજ્યમાં પ્રવેશ કરતી વખતે પાટીદારોનો પાવર બતાવવા હજારોની સંખ્યામાં પાટીદારો હાજર રહ્યાં હતા. અંદાજે 1000 જેટલી ગાડીઓ હાર્દિક પટેલને આવકારવા રતનપુર બોર્ડર પાસે પહોંચ્યો હતો.

રાજ્યભરમાંથી પાટીદારો સ્વાગત માટે ઉમટી પડનાર હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. શામળાજી ખાતે 700થી વધુ પોલીસકર્મીઓનો કાફલો સવારથી જ ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. હિંમતનગર ખાતે સંબોધન કરતી વખતે હાર્દિકે હૂંકાર કર્યો કે અનામત તો લેવાની જ છે, આપશો નહીં તો ઝૂંટવીને લેવાની છે.

હિંમતનગર ખાતે હૂંકાર સભામાં હાર્દિક પટેલનું સંબોધન
રાજ્યમાં પાટીદાર આંદોલનની ચિનગારી પ્રગટાવનાર હાર્દિક પટેલ 9 માસ સુરત જેલમાં અને ત્યારબાદ 6 માસ રાજસ્થાનના ઉદેપુરમાં રહેતાં મંદ પડી ગયેલા આંદોલને મંગળવારે હાર્દિકના પુન: ગુજરાત પ્રવેશ સાથે ગરમાવો સર્જ્યો છે. હિંમતનગર ખાતે હૂંકાર સભામાં સંબોધન કરતી વખતે હાર્દિકે કહ્યું,‘અનામતની લડાઈ એ સમાજના હિત માટેની લડાઈ છે. પાટીદારોને આઝાદી બાદ પહેલીવાર કઈક માંગવું પડ્યું.’હાર્દિકે હૂંકાર કર્યો કે ‘અનામત તો લેવાની જ છે જો આપશે નહીં તો ઝૂંટવીને લેવાની છે.

હાર્દિકે એ પણ ઉલ્લેખ કર્યો કે મેં ક્યારેય અનામતના નામે ફંડની માગણી કરી નથી. અનામતની આ લડાઈએ યુવાઓમાં જાગૃતિ જગાડવાનું કામ કર્યું છે. સરકાર કહે તે પ્રકારે લડાઈ લડવા તૈયાર છું. આ લડાઈમાં તમામ લોકોના સાથ સહયોગની જરૂર છે. હું સાચો છું તે કહેવાની જરૂર નથી. સાચો છું એટલે જ બધા અહિયા ભેગા થયા છે. હું ભલે ન ગમતો હોઉ તો પણ બધા એક થઈએ. પોલીસના દમનો વીડિયો આજે પણ જોઉ છું તો મારૂ લોહી ઉકળી ઉઠે છે. જેમણે દમના આદેશ આપ્યાં તેમની પાસે વ્યાજ સાથે હિસાબ માંગીશું.’


રેશ્મા પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, રેંટિયો કાંતવાથી મહાત્મા નથી બની જવાતું. તેઓ આપણને પૂછે છે કે પાટીદાર સમાજને અનામત શા માટે મળે? તો આપણે તેમને કહેવાનું છે કે પરમ પૂજ્ય દિલ્હીવાળા સાહેબ તમારી જ્ઞાતિને તમે અનામત કેવી રીતે આપ્યું?

ભાજપ યુવા મોરચાના નવ નિયુક્ત પ્રમુખ ડૉ. ઋત્વીજ પટેલે શેર-શાયરીના આગવા અંદાજમાં યુવા શક્તિઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, આ પદ નથી પરંતુ મારી પરીક્ષાની ઘડી છે. સંગઠન દ્વારા જે જવાબદારી સોંપવામાં આવી છે, તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયાસ કરીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે યુવા કાર્યકર્તાઓને સંબોધતાં જણાવ્યું હતું કે, યુવાનો એ શક્તિનો ભંડાર છે. ઈતિહાસ બદલવાની ક્ષમતા યુવાનો ધરાવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારની યુવાલક્ષી યોજનાઓની માહિતી આપતા ડૉ. ઋત્વીજ પટેલે જણાવ્યું હતું કે, યુવા મોરચો સરકાર અને લાભાર્થી વચ્ચે સેતુ બને તથા આ યોજનાઓનો લાભ પ્રત્યેક યુવાનને મળે તેવી વ્યવસ્થા કરવા માટે યુવા મોરચાના કાર્યકરોને જણાવ્યું હતું. તેમણે સ્વામી વિવેકાનંદજીનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, ૧૦૦ જોશીલાં નવયુવાન ભારતનું ભાગ્ય બદલી શકે છે. સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવતાં યુવાનોને ટોકતા તેમણે ઉમેર્યું હતું કે, સમાજમાં નકારાત્મકતા ફેલાવીને રાજકીય લાભ ખાટવાનો તેમનો હેતુ ક્યારેય સિદ્ધ નહીં થાય. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષઓ ગોરધનભાઈ ઝડફીયા, ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, અન્ય પ્રદેશ મહામંત્રીશ્રીઓ કે. સી. પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયા, યુવા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને ધારાસભ્ય હર્ષ સંઘવી, યુવા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ મંત્રી અમિતભાઈ ઠાકર તેમજ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ વલ્લભભાઈ કાકડીયા,નિર્મલાબેન વાધવાણી, પ્રદેશ મીડીયા સેલના કન્વીનર ડૉ. હર્ષદ પટેલ, પ્રદેશ આઈ.ટી. સેલના કન્વીનર ડૉ. રાજીકાબેન કચેરીયા સહિત કર્ણાવતી મહાનગરના ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ ડૉ. ઋત્વીજ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તેમજ સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓનો નવી જવાબદારી સોંપવા બદલ આભાર માન્યો હતો. ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પૂર્વ તમામ અધ્યક્ષોની સફળ કામગીરીને બિરદાવીને ભાજપાની વિચારધારા અને વ્યાપને આગળ ધપાવવાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજીટલ સ્ક્રીન ઉપર ડિજીટલ બેલ વગાડીને ઇન્ડિયા ઇન્ટરનેશનલ એકસચેન્જને ગાંધીનગરના સ્માર્ટ સિટી એવા ગીફટ સિટી ખાતેથી પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ વૈશ્વિક કેન્દ્રથી નાણાં ક્ષેત્રે ભારત વિશ્વભરમાં નવી જ ઓળખ મેળવશે. બીએસઇની માલિકીનું દેશભરનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એવું એકસચેન્જ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એકસચેન્જ (આઇ.એન.એકસ)નું આજે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્દઘાટન કર્યું હતું.

   પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લંડન, હોંગકોંગ, સિંગાપોર અને ન્યુયોર્ક જેવા વિશ્વના શ્રેષ્ઠ નાણાંકીય કેન્દ્રો સાથે સ્પર્ધા કરી શકે તેવા વૈશ્વિક નાણાંકીય કેદ્રને સ્થાપવાનું સપનું સેવ્યું હતું તે આ ઇન્ટરનેશનલ એકસચેન્જથી સાકાર થઇ રહ્યું છે. ગીફટ સિટી ખાતેના ઇન્ટરનેશનલ ફાયનાન્સ સર્વિસ સેન્ટર દ્વારા ભારત દેશ વૈશ્વિક નાણાંકીય વ્યવહારોમાં આગવી ઓળખ ઉભી કરશે તેમ જણાવી પ્રધાન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વિશ્વભરમાં નાણા ક્ષેત્રોમાં ભારતીય મૂળના નિષ્ણાંતોનો દબદબો રહ્યો છે, આ ટેલેન્ટને ભારતમાં પાછુ લાવવાના પ્રયાસના ભાગરૂપે ગીફટ સિટી સાકાર થયું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, બેસ્ટ ફેસીલીટીને ટેલેન્ટ અને સેબિલીટી સાથે જોડીને ભારતના નાણા કૌશલ્યને વૈશ્વિક ક્ષેત્રે સ્થાપિત કરવું છે. તેમણે નાણાકીય ક્ષેત્રે અને ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ભારતના યુવાનોના શ્રેષ્ઠ કૌશલ્યની નોંધ લઇ જણાવ્યું હતું કે, ઇન્ડિયા ઇન્ટરનેશનલ એકસચેન્જ દ્વારા ગુણવત્તાલક્ષી નાણાંકીય સેવા અને ઝડપી વિનિમય માટે આ વૈશ્વિક કેન્દ્ર માઇલ સ્ટોન સાબિત થશે.

 

       પ્રધાન મંત્રીશ્રીએ ગાંધીનગર સ્થિત ગિફટ સિટીને ર૧મી સદીનું શ્રેષ્ઠ આંતરમાળખાકીય સુવિધા સંપન્ન સ્માર્ટ સિટી ગણાવી ઉમેર્યું હતું કે, ઇન્ડિયા ઇન્ટરનેશનલ એકસચેન્જ ઇકવીટી, કોમોડીટી, કરન્સી અને ડેરીવેટીવ્સ માટે વૈશ્વિક આર્થિક કેન્દ્ર બનશે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હવે ભારતની સ્થાનિક પેઢીઓ પોતાનો વૈશ્વિક કારોબાર કરવા અન્ય દેશોના કેન્દ્ર ઉપર નહીં, ગાંધીનગરની ધરતી ઉપરના ઇન્ડીયા ઇન્ટરનેશનલ એકસચેન્જ ઉપર આધાર રાખશે અને ભારત દેશ ‘‘પ્રાઇસ સેટર ઇન ધ વર્લ્ડ’’ બની રહેશે.

 

       ભારત દેશ પૂર્વ-પશ્ચિમના શ્રેષ્ઠ ટાઇમ ઝોનમાં આવ્યો છે તેની નોંધ લેતાં પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પૂર્વમાં જાપાનના સૂર્યોદયથી શરૂ થતી ભારતીય બજાર પશ્ચિમના યુએસએના બજારો બંધ થતાં સુધી એટલે કે, રર કલાક સુધી કાર્યરત રહી શકે છે. આ સ્થાન જ ભારતના વૈશ્વિક મહત્વને વધુ મજબૂત બનાવે છે. તેમણે જણાવ્યું હતું કે, આવનારા ર૦ વર્ષમાં સેવાક્ષેત્રે ૧૩ કરોડ જેટલી રોજગારીની નવી તકો ઉભી થવાની છે ત્યારે ભારતના કૌશલ્યવાન યુવાનો શ્રેષ્ઠ ભારતના નિર્માણના ધ્યેયને પોતાનું યોગદાન આપી સાકાર કરી શકશે. તેમણે આ કેન્દ્રના શુભારંભને યાદગાર ક્ષણ ગણાવી હતી.

 

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભારતના પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એકસચેન્જ (IIE)ના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, બોમ્બે સ્ટોક એકસચેન્જ (BSE)ના આનવીન આયામથી નાણાંકીય બાબતો સાથે જોડાયેલા કોમોડીટી, ઇન્ડેકસ અને સ્ટોકસ, બી.પી.ઓ., કરન્સી એકસચેન્જ, KPO જેવી પ્રવૃત્તિની વધુ વેગ મળશે. આ IIEના પ્રારંભથી આગામી સમયમાં હજારો યુવાનોને રોજગારીની નવી તકો મળશે અને ગુજરાત સાચા અર્થમાં વાયબ્રન્ટ બનશે. ગીફટસિટીના સર્જનથી બેકીંગ, શેરબજાર અને વીમા ક્ષેત્રના વિકાસમાં બળ મળશે. વડાપ્રધાનશ્રીના સ્વપ્ન થકી ભારત ડિઝીટલ ભારત અને સ્વચ્છ ભારત બન્યું. હવે ભારત સ્વચ્છ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. BSE સાથે સૌથી વધુ ગુજરાતીઓ કામ કરે છે જે આપણા માટે ગૌરવ સમાન છે.

 

       ગિફટસિટી ખાતેના આ નવીન આયામના નિર્માણમાં સહકાર બદલ મુખ્ય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી સહિત BSE, નાણા મંત્રાલય અને SEBIનો આભાર માની IIEની સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.BSEના ચેરમેન શ્રી સુધાકર રાવે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના સહયોગ અને કેન્દ્ર સરકારના માર્ગદર્શનથી માત્ર ર વર્ષમાં વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત IIEનો પ્રારંભ કરવામાં આવ્યો છે. BSE નાણાકીય સેવાઓમાં વિશ્વમાં અગ્રેસર છે. IIEના પ્રારંભથી તેમાંવધુ એક સિદ્ધિ ઉમેરાઇ છે. આ નવીન આયામથી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને વિકાસની જરૂરિયાતો માટે નવી મૂડી ઉભી કરવામાં પ્રવેશદ્વાર તરીકે કામ કરશે. ટેકનોલોજીના માધ્યમથી અત્યંત આધુનિક મંચ પર લેણ-દેણના તુલનાત્મક રીતે ઓછા ખર્ચ સાથે ઉત્તમ રોકાણની સીમા પારની તકો પૂરી પાડશે, તેમ શ્રી રાવે ઉમેર્યું હતું.

 

       ગિફટ સિટી ખાતેના આ IIEના પ્રારંભથી નાણાકીય ક્ષેત્રે આગામી પાંચ વર્ષમાં ર૦,૦૦૦ જેટલા યુવાનોને રોજગારી ઉપલબ્ધ થશે.

 

       આ પ્રસંગે BSEના MD-CEO શ્રી આશિષકુમાર ચૌહાણે આભારવિધિ કરી હતી.

   IIEના ઉદ્દઘાટન પ્રસંગે નાણા અને કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સીયલ સર્વિસ સેન્ટર ટાસ્ક ફોર્સના ચેરમેન શ્રી અર્જુનરામ મેઘવાલ, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, સેબીના ચેરમેન શ્રી યુ. કે. સિંહ, ગિફટ સિટીના ચેરમેન શ્રી સુધીર માંકડ સહિત મોટી સંખ્યામાં કોર્પોરેટ ક્ષેત્રના વિવિધ ઉદ્યોગપતિઓ-CEO ઉપસ્થિત રહ્યા હતા.

વાઈબ્રન્ટ સમિટના પગલે ગુજરાતનું પાટનગર નવા રંગરૂપ સાથે અદ્‌ભુત ભવ્ય રોશનીના ઝગમાગટથી
 
પ્રકાશમય બની ગયું છે. સમિટ સ્થળ મહાત્મા મંદિરથી લઈ સમગ્ર સેન્ટ્રલ વિસ્ટા અને મહત્ત્વના સર્કલોને રંગબેરંગી
 
લાઈટથી સજાવી દેવાયા છે. સિરિઝોની કલાત્મક ગોઠવણ ઠેર ઠેર આકર્ષણ જમાવી રહી છે. શુટીંગ માટેનો સ્વર્ગનો
 
સેટ તૈયાર કરાયો હોય એમ સેન્ટ્રલ વિસ્ટાનો માહોલ ઊભો થયો છે. તો
 
સચિવાલય-વિધાનસભાની ઇમારતોને તિરંગાની થીમ પર ઝળહળા કરી દેવામાં આવી છે... માર્ગો
 
પર નંખાયેલી નવી લેડ લાઈટની સફેદી શોભામાં વધારો કરી રહી છે. પાંચ દિવસ સમિટ દરમિયાન પાટનગર 
 
નવતર-નોખું અને આકર્ષક બની રહેવાનું એ નિઃશંક છે.

ગુજરાતમાં બેરોજગાર યુવાનોના મુદ્દે આંદોલનકારી વિવિધ જ્ઞાતીઓના યુવા આગેવાનોની બહુચરાજીથી નીકળેલી વિશાળ રેલી અમદાવાદ આવી પહોંચી છે. આ રેલીમાં પાટીદાર સમાજના વરૂણ પટેલ અને ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોરે રાજ્યના યુવાનોને સંબોધન કર્યું હતું.

સમાજના યુવાનો રોજગારી આપવાના મુદ્દે બહુચરાજીથી આ રેલી શરૂ કરાઈ હતી. ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ઓબીસી,એસ.સી અને એસ.ટી.એકતા મંચના હોદેદારો અમદાવાદના ગાંધી આશ્રમ તરફ બેરોજગાર યાત્રાનો આરંભ કરે તે પહેલા યાત્રાધામ બહુચરાજી આવ્યાં હતાં અને મા બહુચરના દર્શન કરી માતાજીના આર્શીર્વાદ મેળવ્યા હતાં. સવારના ૧૧-૦૦કલાકે પોલીસ કાફલા સાથે મા બહુચરના મંદિરે હોંચેલા અલ્પેશ ઠાકોરે માતાજીના દર્શન કરી પત્રકાર પરિષદ સંબોધી હતી. ત્યાંથી આ રેલી અમદાવાદ પહોંચી હતી. સાડા પાંચ કિલોમીટર લાંબી રેલામાં 1500 બાઈક, 200 ફોરવ્હીલર અને 8 ટ્રક જોડાઈ હતી. અમદાવાદમાં પહોંચતા સુધી 10 હજાર જેટલું ક્રાઉડ ભેગું થયું હતું.
જ્યારે આ બાબતે કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. જો કે અમદાવાદમાં રેલીના પગલે શહેરના મુખ્ય હાઇવે એવા એસ.જી. હાઇવે પર બપોરથી પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદની કર્ણાવતી ક્લબની પાસે આવેલા મેદાનમાં વરૂણ પટેલ અને અલ્પેશ ઠાકોર યુવાનોની સભાને સંબોધી હતી. રેલીના પગલે એસ.જી.હાઇવે પરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. આ રેલીમાં પાટીદાર, ઠાકોર, ક્ષત્રીય, બ્રાહ્મણ સહિતના તમામ જ્ઞાતીના આગેવાનો એક મંચ પર હોવાથી આ રેલીમાં ‘જય ગુજરાત’ના નારા લાગ્યા હતા. જોકે, આ રેલીને એસજી હાઇવે પર રોકવામાં આવશે. જે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
અલ્પેશ ઠાકોર અને વરૂણ પટેલે રાજ્ય સરકારને જાહેરત કરવા માટેની વાત કરી હતી. રેલીમાં પોલીસે લોકોને રોકી લીધા હોવાનો અલ્પેશ ઠાકોરનો આરોપ છે. તેમણે કહ્યું કે, સરકાર ખોટા
દાવા કરે છે અને ઉદ્યોગપતિઓને નોકરી આપે છે. અમારા માણસોને અહીં ન આવવા દો તો અહીં જલિયાવાલા બાગ થઇ જતા પણ નહીં હટીએ.

 

પાટનગરને અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે વસાહતીઓ પણ નાગરિક ધર્મ બજાવી સરકારને સહયોગ આપે અને મહાનગરપાલિકા તંત્ર વીડિયો વોલ તૈયાર કરી સફાઈ સેવાને વધુ સઘન બનાવે તેવું સૂચન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું. દેશના સર્વપ્રથમ સિટી વાઈફાઈ પ્રોજેક્ટનું ગઈકાલે ગાંધીનગરમાં લોન્ચ કરતાં શ્રી રૂપાણીએ

છેલ્લા દસકામાં થયેલી શહેરની ઝડપી વિકાસયાત્રાનો ઉલ્લેખ કરી માત્ર સરકારી નગરની માનસિકતા છોડીને વસાહતીઓને વાઈફાઈના ઉપયોગ થકી પોતાનો વિકાસ

કરવા તેમજ મનપા તંત્રને પોતાની અલગ વીડિયો વોલ બનાવી સફાઈ વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા આહ્યાન કર્યંુ હતું. પોલીસતંત્રને પણ અદ્યતન કેમેરે ટેક્‌નોલોજીના ઉપયોગથી ગુના અત્યંત ઝડપથી ઉકેલા તેમણે ટકોર કરી હતી. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિધાનસભા ઉપાધ્યક્ષ્ શંભુજી ઠાકોર સહિત અન્ય પદાધિકારીઓ મેયર શ્રી પ્રવિણભાઈ પટેલ, ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ બાપુ

તેમજ આમંત્રિતો હાજર રહ્યા હતા. મ્યુનિ. કમિ.શ્રી ડી. એન. મોદીએ આભારવિધિ કરી હતી.

ઉલ્લેખનીય છે કે  આ સાથે જ ડિજિટલ ઇન્ડિયામાં ગુજરાતે આગવી પહેલ કરતાં ગાંધીનગર દેશનું પ્રથમ ડિજિટલ સિટી બન્યું છે. ફેઝ-૧ વાઈફાઈ સર્વિસીસમાં મનપાના ૭૦ ટકા વિસ્તારને આવરી લઈ હાલ ૭૫૦ જેટલા ચોકસેસ પોઈન્ટ ઇન્સ્ટોલ થયા છે. બે લાખની વસ્તી પૈકી ૧ લાખ ૨૨ હજાર

યુઝર્સ રજિસ્ટર્ડ થયા છે. અને રોજ નવા ૪૦૦ થી ૫૦૦ નવા યુજર્સની નોંધણી થઈ રહી છે. ટ્રાફિક નિયમન માટે ૧૭ પિટિઝેડ કેમેરા, ૧૧૦ ફિક્સ કેમેરા, સ્પીડ ડિટેક્શન કેમેરા-૧૬, એએનપીઆર ૪૮ અને ફેસ ડિટેક્શન ૧૬ કેમેરા મળી કુલ ૨૦૭ કેમેરા લગાડી તેનો સંબંધિત રેકર્ડ સે.૨૭ની એસપી કચેરીના કમાન્ડ કંટ્રોલ રૂમમાં રાખવાની સુવિધા ગોઠવાઈ છે. આ ઉપરાંત ૧૦૦૦ જેટલી સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ, પાંચ મહત્ત્વના સ્થળોએ ડિજિટલ સાયનેજીસ ફેઝ-૧માં લગાડાય છે. ૧૩ સ્થળોએ આઈપી બેઝેડ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અંતર્ગત નાગરિકોને આકસ્મિક જાણકારી તથા મહત્ત્વની સૂચનાઓના પ્રસારણ માટેના લાઉડસ્પીકર ગોઠવવામાં આવ્યા છે. સમગ્ર પ્રોજેક્ટના અમલીકરણની જવાબદારી મહાનગરપાલિકા તંત્ર ને સોંપી દેવામાં આવી છે