વડોદરા શહેરના સીમાડે સેવાસી ખાતેના ઉદ્યોગપતિઓની દારૃની મહેફિલની માહિતી ગઇકાલે એસપીને સ્થાનિક બાતમીદારે આપી હતી. જેનાં આધારે એસપીએ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને જાણ કરી હતી. મુખ્યમંત્રી તેમજ ગૃહરાજ્ય મંત્રીએ એસપીને કડકમાં કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસે સેવાસી ખાતે રાત્રે ઓપરેશન પાર્ટી માટે જેવી એન્ટ્રી લીધી ત્યારે જ મહેફિલમાં સન્નાટો વ્યાપો હતો. પોલીસે કોઇને જ છોડવા ન હોવાની યોજના ઘડી હોવાથી મીડિયાને પણ તેની જાણ કરી દેવામાં આવી હતી. રાત્રે જ મીડિયા અખંડ ફાર્મ ખાતે દોડી ગયું હતું.

કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નવ વર્ષ બાદ મહેસાણાની મુલાકાત લઇને જનસભાને સંબોધી હતી.

તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટી ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવવા માંગે છે. મોદીની સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં

લેશે તો કોંગ્રેસ તેમનો સાથ અપાશે. મોદી સરકારે અઢી વર્ષમાં ભારતના ગરીબ અને મધ્યમ વર્ગ પર લોકોએ ત્રાસ

ગુજાર્યો છે. મોદીજી નોટબંધીના ફાયરબોમ્બિંગે તમામ ક્ષેત્રોને ખત્મ કરી દીધા છે.

પાર્લામેન્ટમાં તમે મારી સામે ઉભા રહેવા તૈયાર નહોતા. ખબર નહીં શું કારણ હતું. હું તમને બતાવું છું. કોઇપણ બિઝનેસ

ચલાવે. તે પોતાનો રેકોર્ડ રાખે છે. કોને ઉધાર આપ્યા જમા કર્યા. સહારા જૂથે નરેન્દ્ર મોદીને 6 મહિનામાં 9 વખત કરોડો

રૂપિયા આપ્યા. અઢી વર્ષમાં કેમ પીએમ મોદીએ સહારા જૂથ પર ઇન્કવાયરી ના કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે શંકરસિંહ વાઘેલાએ

મને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મેગા ઈવેન્ટ માસ્ટર હે, જ્યારે એ ઇવેન્ટ બનાવે છે ત્યારે તેમનું પ્લાનિંગ જોરદાર હોય છે.

મોદી સરકારે ખેડૂતો અને ગરીબોને પરેશાન કર્યા છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોએ માંગ્યું એ નથી આપ્યું અને તેમની

જમીન હડપ કરવામાં આવી રહી છે. પાટીદારોએ શાંતિથી ભાઈચારાથી આંદોલન કર્યું, હિંસા પણ નહોતી કરી. છતાં પણ સરકારે

મહિલાઓ અને બાળકોને માર્યા હતા. તેમને લાકડી અને ગોળીઓ મારી. આ મોદી સરકારની વાસ્તવિકતા છે. ગુજરાતમાં દલિતો પ

ર અત્યાચાર થાય છે. લોકો ડરીને રહે છે. મોદીજીએ ગુજરાતમાં પસંદગીના લોકોની સરકાર ચલાવી અને દિલ્હીમાં પણ એ જ કરી રહ્યા છે.

માલ્યાને 1200 કરોડ રૂપિયાની ટોફી ખવડાવી. તમે આ ચોરના પૈસા કેમ માફ કર્યા. લોકો પ્રશ્ન પૂછવા માંડ્યા. મને પકડીને કહેતા રાહુલજી

અમારા 15 લાખ પૈસા કયારે પાછા આવશે? લોકોના દિલમાં અવાજ ઉઠ્યો.

ગુજરાત વિધાનસભા સંકુલનું સવાસો કરોડના ખર્ચે નવીનીકરણ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. આકર્ષક રાજમહેલ કે પાંચતારક હોટેલ જેવો લુક ધરાવતી આ ઇમારતમાં હાલની બેઠક સંખ્યામાં ૩૮ બેઠકોનો વધારો પણ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી - નાયબ મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે ગઈકાલે આ કામગીરી માટેનું ખાતમુહૂર્ત વિધિવત્‌ કરાયું હતું.

૩૩ વર્ષના લાંબા સમય ગાળા બાદ ગુજરાત વિધાનસભાનું ૧૨૦.૯૭ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, આગામી ૧૫મી ડિસેમ્બરના રોજ નવીનીકરણનું ખાતમૂહુર્ત વિધાનસભાના પોડિયમ ખાતે કરવામાં આવશે, ખાતમૂહુર્ત સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો વગેરે ખાસ ઉપસ્થિત રહેશે. નવીનીકરણ બાદ ગુજરાત વિધાનસભા રાષ્ટ્રપતિ ભવન જેવી દેખાશે. નવીનીકરણનું કામ પૂર્ણ થતાં એક વર્ષ જેટલો સમય જશે.

સૂત્રો કહે છે કે, વિધાનસભામાં બેઠક વ્યવસ્થા વધારવાની સાથે અત્યાધુનિક ઓડિયો વિઝયુઅલ સિસ્ટમ લગાવવામાં આવશે. મંત્રીઓની ચેમ્બરો નવી બનશે. ગુજરાત વિધાનસભામાં અત્યારે ૧૮૨ની બેઠકોની વ્યવસ્થા છે. ૧૯૭૫ પછી સભ્ય સંખ્યામાં ફેરફાર કરાયો નથી. હવે ૨૦૨૫માં નવી વ્યવસ્થા અને સીમાંકન આવશે ત્યારે બેઠકો વધશે. ભવિષ્યમાં બેઠકોમાં થનારા ફેરફારને ધ્યાને લઈ ૨૨૦ બેઠકોની વ્યવસ્થા કરાશે. ગુજરાત વિધાનસભાના નવીનીકરણ માટે પીએસપી પ્રોજેક્ટ લિ.ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રથી ગુજરાત અલગ પડયું ત્યારે વર્ષ ૧૯૬૦માં ગુજરાત વિધાનસભાની સભ્ય સંખ્યા ૧૩૨, ૧૯૬૨માં ૧૫૪, ૧૯૬૭માં ૧૬૮ અને ૧૯૭૫માં ૧૮૨ બેઠક કરવામાં આવી હતી. ૧૯૭૫ પછી બેઠક
વ્યવસ્થામાં કોઈ ફેરફાર થયો નથી.

ગુજરાતના સૌપ્રથમ અને હવે રાજ્યની સૌથી મોટી સાહિત્યિક ઘટના ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (જીએલએફ) તેની ચોથી સિઝન સાથે હાજર છે. વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો અને વિશ્વમાંથી લેખકો, કવિઓ, કલાકારો અને વિશેષજ્ઞો સાથે આ વર્ષનો જીએલએફ ગુજરાતનો સૌથી વિચારોત્તેજક કાર્યક્રમ બની રહશે.

જીએલએફ એ ભાષાના દૃષ્ટિકોણથી તટસ્થ કાર્યક્રમ છે અને તેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, અને ઉર્દૂ ભાષામાં સેશન્સ થશે. રાજ્યમાં થતા તમામ સાહિત્યિક કાર્યક્રમોમાં જીએલએફ તેની આગવી ફિલસૂફીને કારણે અલગ તરી આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના વ્યાપ અને ગુજરાતી સાહિત્યમાં નવોદિત પ્રતિભાશાળી લેખકો, કવિઓને મંચ અને પ્રોત્સાહન આપવા ઉપરાંત અન્ય ભાષાઓને પણ પૂરતું સ્થાન અપાય છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ડીસા ખાતે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોને લોકાર્પિત કરી બનાસકાંઠાના કિસાનોના કઠોર પુરૂષાર્થની સાફલ્યગાથાને દોહરાવી હતી. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારના હિંમતભર્યા નિર્ણયો માત્ર ને માત્ર રાષ્ટ્રહિત અને દેશના સામાન્ય નાગરિકોના હિતને કેન્દ્રમાં રાખીને લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું

 

        નોટબંધીના નિર્ણયને દેશહિત માટેનો હિંમત ભર્યો નિર્ણય ગણાવતાં વડાપ્રધાનશ્રી મોદીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સવા સો કરોડ નાગરિકોના સર્વાંગી હિત માટે હિંમ્મત ભર્યા કપરા નિર્ણયો લઇ રહી છે. ત્યારે વિરોધીઓ વિરોધ કરવા ખાતર વિરોધ કરીને અંતરાયો ઉભા કરી રહ્યા છે.તેમણે જણાવ્યું હતું કે સરકારની ટીકા કરવી એ લોકશાહીમાં વિરોધપક્ષની મહત્વની ભુમિકા છે.પરંતુ પ્રજા વિકાસના કાર્યો સામે રાજનીતીના ભાગ રૂપે થતો વિરોધ બરાબર નથી. રાજનીતિથી ઉપર રાષ્ટ્રનીતિ અને રાજકીય દળથી મોટો દેશ હોય છે એ વાત ધ્યાને રાખવી પણ જરૂરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, લોકસભામાં હંગામા કરીને કામ ચાલવા દેવાતું નથી કારણ વિરોધપક્ષોને ખબર છે. ચર્ચા થશે તો તેમનું જુઠાણું ચાલવાનું નથી ખુલ્લું પડી જવાનું છે આથી તેઓ લોકસભાની કાર્યવાહી ચાલવા દેતા નથી. આથી જ મેં લોકસભામાં નહી તો જનસભામાં મારી વાત મુકવાનો  નિશ્ચય કર્યો છે તેમ દ્રઢતાથી જણાવ્યું હતું

        મોટા માથાની નહી દેશના સામાન્ય નાગરિકની તાકાત વધારવા કેન્દ્ર સરકારે નોટબંધીનો કપરો અને હિંમત ભર્યો નિર્ણય કર્યો છે અને ઋણમ કૃત્વા ઘ્રૃતમ પિબેતમાં માનનારા આધુનિક ચાર્વાકવાદીઓ હવે ફાવશે નહી તેમ જણાવી વડાપ્રધાનશ્રી મોદીએ ઉમેર્યું હતું કે, હવે દેશ બદલાઇ રહ્યો છે. હવે ઇમાનદાર લોકો  લાઇનમાં ઉભા રહેશે તેઓ પણ તેને રાષ્ટ્રના હિત માટે થઇ રહેલા કાર્યના હિસ્સા તરીકે માને છે.

        બેન્કમાં લાઇન લગાવવાની જરૂર નથી ઇ-પેમેન્ટ અને ઇ-વોલેટના સહારે હવે બેન્કો મોબાઇલ પાછળ લાઇનો લગાવશે હવે હાર્ડ કેશ નહી સોફ્ટકેશની નવી દુનિયા ભષ્ટ્રાચાર, આંતકવાદ અને કાળાબજારની રાષ્ટ્રવિરોધી પ્રવૃતિને જમીન દોસ્ત કરશે. નોટોના પહાડ તળે દેશના અર્થતંત્રને દબાતું અટકાવવું પડશે. વડાપ્રધાનશ્રી મોદીએ એવું પણ જણાવ્યું હતું કે, આતંકવાદ, ભષ્ટ્રાચાર અને કાળા નાણાં જેવી રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ સામેના  જંગમાં દેશભરના લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર સામાન્ય જનના વિકાસ માટે કઠોર પગલાં ભરે છે. આ માટે રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ ભાવની જરૂર છે.

 

        સવા સો કરોડ દેશવાસીઓના સપના તોડનારા પાપીઓ હવે બચવાના નથી તેમને સજા થશે કારણ કે સરકારે દેશહિતને પ્રાધાન્ય આપ્યું છે. શ્રી મોદીએ સરકારનો વિરોધ કરનારાને આહવાન કર્યું હતું કે અંગત સ્વાર્થ ત્યજીને રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપે. કારણ હવે દેશ ભષ્ટ્રાચાર સહન નહી કરે, જાલી નોટના દુષણથી વકરતા આતંકવાદને સહન નહી કરે, દેશમાં હવે ગરીબોને લુંટવાનો ખેલ, મધ્યમવર્ગના શોષણનો ખેલ નહી ચાલે કારણ હવે કેન્દ્ર સરકારે નોટબંધી જેવા હિંમતભર્યા પ્રજાલક્ષી નિર્ણયો લઇને ભારત દેશનું ભાગ્ય બદલવાની લડાઇ શરૂ કરી છે. આ લડાઇમાં અંગત સ્વાર્થ છોડીને પ્રત્યેક દેશવાસીને જોડાવા વડાપ્રધાનશ્રીએ આહવાન કર્યું હતું. કેન્દ્ર સરકારના આ મહાઅભિયાનમાં સામેલ પ્રત્યેક દેશવાસીઓનો પણ વડાપ્રધાનશ્રીએ આભાર માન્યો હતો.

ગુજરાત ના સૌથી મોટા રમતોત્સવ ખેલ મહાકુંભ અને દિવ્યાંગ ખેલાડીઓ માટેના ખાસ ખેલ મહાકુંભ-૨૦૧૬નો સમાપન સમારોહ આજે રોજ શેઠ પી.ટી.આર્ટસ અને સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ, ગોધરા ખાતે યોજાશે.ખેલો ઇન્ડિયા અંતર્ગત સમન્વય કરવામાં આવેલ ખેલ મહાકુંભ-૭માં રાજ્યના વિવિધ વિભાગોમાંથી વયજૂથ ૯ થી લઇ ૬૦ વર્ષ સુધીના વયસ્કોએ ભાગ લીધો. ૩૦ લાખથી વધુ ખેલાડીઓએ ૩૦ રમતોની ૭૪૦ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને તેમને ૫૦૦ થી ૧૦,૦૦૦ સુધીના એક કુલ રૂ.૪૨ કરોડના રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે. વધુમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તક જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વરા આયોજિત રમતોત્સવનો પણ ખેલ મહાકુંભમાં સમાવેશ કરવામાં આવેલ છે.

ખેલ મહાકુંભમાં ભાગ લેનાર પ્રતિભાશાળી ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે શક્તિદુત, સેન્ટર ઓફ એકસેલન્સ, ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ અને ઇન સ્કુલ પ્રોગ્રામનો લાભ મળી શકશે.

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં કોંગ્રેસે સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા આચારસંહિતા ભંગ કરવામાં આવતી હોવાની ફરિયાદ ચુંટણી પંચમાં કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસે જણાવ્યું છે કે ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતાનું પાલન કરાવવાની ચૂંટણી પંચની ફરજ છે.તેમ છતાં સત્તાધારી પક્ષ ભાજપ સેવાસેતુ સહિતના કાર્યક્રમો યોજીને લોકમત પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ગુજરાતમાં ૧૦,૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે માટેની ફોર્મ ભરવાની કાયર્વાહી પણ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ચૂંટણી પંચની ફરજ છે કે રાજ્યના નિષ્પક્ષ ચુંટણી યોજાય તેમજ આદર્શ ચુંટણી આચારસંહિતાનો અમલ કરવામાં આવે.

હાલ ગ્રામપંચાયતોની ચુંટણીના માહોલમાં ભાજપ સરકાર સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી પક્ષીય પ્રચારની કામગીરી કરી છે. આ અંગે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં સ્થાનિકોમાં જે તે સત્તાવાળા સમક્ષ ફરિયાદ કર્યા હોવા છતાં આંખ આડા કાન થઈ રહ્યાં છે.

સરકારી તિજોરીમાંથી નાંણા ખર્ચીને ભાજપ સરકાર પક્ષીય કાર્યક્રમ ૧૦,૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતની ચુંટણી હોવાછતાં બેરોકટોક યોજવામાં આવી રહ્યાં છે.આદર્શ આચારસંહિતાનું આ સદંતર ઉલ્લંધન છે.

તેથી કોંગ્રસ પક્ષે માંગણી કરી છે કે ૧૦,૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ બંધારણની ફરજોનું પાલન કરે અને આદર્શ આચારસંહિતાના ઉલ્લંધનને રોકવા માટે તાકીદે પગલાં ભરે.

ગુજરાતમાં આગામી વિધાનસભા સત્રમાં રાજ્યમાં દારૂબંધી અંગે કડક કાયદો લાવવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં સુરત નજીક થયેલા લઠ્ઠાકાંડ અને ત્યારબાદ ઠાકોર ક્ષત્રિય સેનાએ કરેલી પબ્લિક રેડના પગલે સરકાર માટે દારૂબંધીનો અમલ ચુસ્તપણે કરાવવો જરૂરી બન્યો છે. જેના પગલે રાજ્ય સરકારે આગામી વિધાનસભા સત્રમાં આ અંગે કડક કાયદો લાવવાની કવાયત હાથ ધરી છે.વિધાનસભામાં રજુ કરાયેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૮.પર કરોડનો દેશી દારૂ સહિત કુલ મળીને રૂા. રપ૪ કરોડથી વધુનો દારૂ પકડાયો છે .

ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં છુટથી દારુ મળતો હોવાની બાબત સૌ કોઈ જાણે છે. તેવા સમયે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમે અનેક સંગઠનોને ખાતરી આપ્યા બાદ દારૂ પર પ્રતિબંધની દિશામાં આગળ વધી રહ્યાં છે. જેમાં ભાગરૂપે હોમ ડીપાર્ટમેન્ટ દ્વારા તેનો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના આખરી સુધારા વધારા માટે કાયદા વિભાગની સલાહ સૂચન બાદ આગામી વિધાનસભા સત્રમાં કાયદો ટેબલ પર મુકવાનું આયોજન છે.

ફુલગુલાબી ઠંડી અને ઉકળાટભરી ગરમીના બેવડા માહોલ વચ્ચે સામાન્ય જનજીવન
 
નોટબંધીના ચક્કરમાં ઘુમરાયું છે...! દેશભરમાં અભૂતપૂર્વ રોકડ કટોકટી સર્જાતાં વ્યક્તિગતથી
 
લઈને સઘળા ક્ષેત્રોના આર્થિક વ્યવહારો ખોટકાઈ ગયા છે. નાના ઉદ્યોગોથી લઈને વિશાળ
 
ઉદ્યોગક્ષેત્રો સ્થગિત થતાં લોકોની રોજગારી સામે પણ વિકટ પ્રશ્ન સર્જાયો છે. ૨૦ દિવસથી યે વધુ
 
સમય સુધી સઘળાં કામકાજ પડતાં મૂકીને બેન્કો-એટીએમની કતારોમાં લાખો લોકો ભૂખ્યાં -
 
તરસ્યા લાચાર દશામાં ઊભા થઈ ગયાં છે. વિરોધપક્ષોએ એકજુથ થઈને જુસ્સાભેર શેરી-ચોક સુધી
 
આંદોલન કરવાના પ્રયાસને પ્રજાએ સાથ ન આપતાં હજી જે પ્રકારે મૌનધીરજ ધરી રાખ્યાં છે એ જોતાં જાણે
 
યુદ્ધ પહેલાંની શાંતિ તો નથી ને એવો સંશય-ભય પણ અનુભવ છે. પ્રજાનું આ મૌન અને ધીરજનો
 
બંધ આપમેળે તૂટશે તો ‘ખંડેરની ભસ્મકણી ન લાધશે’ એ ન્યાયે દેશભરમાં અરાજકતાઅશાંતિ
 
ફેલાય એવી શંકા પણ અસ્થાને ગણી ન શકાય. નોટબંધી જાહેર થયા બાદ આમ આદમી,
 
ખેડૂત, નાના વેપારીઓથી લઈ સઘળાં ક્ષેત્રોની હાલત દયનીય બની છે. મંદીની
 
ઝપટમાં દેશ આખો ગુંચવાયોગુંગળાયો છે. સમાજની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન
 
પ્રોપર્ટી માર્કેટ સાવ તળીયે ગયું છે. કૃષિ પર માઠી અસર છે. વેપારીઓ માટે સબ સે બુરે દિન જેવો સમય
 
આવ્યો છે. જ્વેલરી માર્કેટ મંદીમાં ઠપ્પ છે. ગરીબ-મધ્યમ-ઉચ્ચ મધ્યમ પરિવારોને જીવનનિર્વાહથી લઈ
 
સામાજિક પ્રસંગો, માંદગીમાં સારવાર જેવી બાબતોમાં ય તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. પ્રધાનમંત્રી - નાણામંત્રી અને રિઝર્વ
 
બેન્ક દ્વારા રોજેરોજ સ્થિતિ હળવી બનાવવા માટે અવનવી જાહેરાતો થતી રહે છે. પરંતુ પ્રજાની ધીરજને
 
વાતો-જાહેરાતોના ટેકા ક્યાં સુધી દેવાશે...?! ધીરજની દિવાલ ધરાશયી થઈને લોકને કતાર છોડી
 
મેદાનમાં વિરોધ કરવા પ્રેરે... એ પહેલાં સામાન્ય જનજીવન-ઉદ્યોગધંધા પૂર્વવત થાય એવા નક્કર
 
પગલાં લેવાય એ જરૂરી નહિ અનિવાર્ય છે.

પાટીદાર અનામત આંદોલન થાળે પાડવા હવે ગુજરાત  સરકારે તૈયારી આદરી છે, આ માટે સરકાર પાટીદાર આયોગ બનાવવા પણ તૈયાર થયું હોવાનું કહેવાઈ રહ્યું છે અને આંદોલનકારીઓને પણ સરકારે ચર્ચા માટે બોલાવ્યા છે ત્યારે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સરકાર સાથે પાટીદારોની સવારે 10 કલાકે બેઠક મળશે.

આ બેઠકમાં કયા કયા પાટીદાર આંદોલનકારીઓ જોડાશે તે અંગેની વાતચીત કરવા માટે ઉદયપુર ખાતે હાર્દિક પટેલે પાસ કન્વીનરોની એક બેઠક બોલાવી હતી, જેમાં હાર્દિક પટેલે ગુજરાત સરકાર સાથે ચર્ચા કરવા જવા પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનરોના નામની યાદી જાહેર કરી. જે નીચે મુજબ છે,

અગાઉ આ અંગે પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને PAAS કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર તરફથી અનામત આંદોલન સમિતિના આગેવાન સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે તે મુદ્દે આવતા ૨ દિવસમાં તમામ કન્વીનર સાથે મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે અને ૧૧ કન્વીનરની ટીમ સરકાર સાથે ચર્ચા કરશે. પાટીદાર અનામત આંદોલન સમિતિની પ્રાથમિકતા સમાજને અનામતનો લાભ મળે તે છે અને અનામત / પોલીસ દમનના મુદ્દા પર ચર્ચા થશે. આંદોલન સમાજના હિત માટે છે, સમાજને તોડવા કે લોલીપોપ આપવાનો પ્રયાસ થશે તો જાન્યુઆરીમાં દંગલ થશે.”