ગુજરાતમાં ભાજપાને નોટબંધીની કોઇ અસર નડી નથી. રાજ્યમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી તેમજ પેટાચૂંટણીમાં ભાજપાનું કમળ ખીલ્યું છે.

આજે જાહેર થયેલાં પરિણામોમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પરિણામો જાહેર થયા બાદ ટ્વીટ કરી જીતુ વાઘાણી

તેમજ વિજય રૂપાણી ને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે હાલના દિવસોમાં જ્યાં-જયાં પાણ પાર્લામેન્ટ્રી, વિધાનસભા કે

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી થઈ છે તે બધી ચૂંટણીઓમાં ભાજપાએ સારો દેખાવ કર્યો છે.

આજે જાહેર થયેલા પરિણામો મુજબ વાપી નગરપાલિકાની 44 સીટોમાંથી 42 સીટો પર જીત નોંધાઈ અને કૉંગ્રેસને માત્ર 2 સીટ પર જીત મળી.

ત્યારે સુરતની કનકપુર નગરપાલિકામાં 28માંથી 27 સીટો પર ભાજપાને જીત મળી અને માત્ર 1 સીટ પર કૉંગ્રેસ પાર્ટીને જીત મળી. ગોંડલ તાલુકા પંચાયતમાં

22 સીટો પર ચૂંટણીમાં 18 સીટો પર ભાજપાએ વિજય મેળવ્યો અને કોંગ્રેસને માત્ર 4 સીટો પર જીત મળી. બાવળા પાલિકાની તમામ ચાર બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.

ગુજરાત માં ૨૭ ડિસેમ્બરના રોજ યોજાનારી ૧૦૩૧૮ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી પંચ પ્રથમ વખત NOTA બટન મુકે તેવી શક્યતા છે. ગુજરાતની ૧૦૩૧૮ ગ્રામ પંચાયતોની ચુંટણી ૨૭ ડિસેમ્બરના રોજ યોજાશે તેવી જાહેરાત રાજ્ય ચુંટણી પંચે આજે કરી છે. જે મુજબ ચુંટણી માટેની પ્રસિદ્ધીનું જાહેરનામું ૫ ડીસેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. જેમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૦ ડીસેમ્બર રહેશે. જયારે ઉમેદવારીઓ પત્રો પરત ખેંચવાની તારીખ ૧૪ ડીસેમ્બર છે .જયારે મતદાન ૨૭ ડિસેમ્બરના રોજ યોજાશે અને પરિણામ ૨૯ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

કેન્દ્રની મોદી સરકાર દ્વારા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો રદ્દ કરવાના ફરમાન બાદ દેશભરમાં સામાન્ય પ્રજાજનો હેરાન પરેશાન છે,

મોદી સરકારના કારણે સામાન્ય પ્રજાજનોને પડી રહેલી મુશ્કેલીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સરકાર સામે એક પછી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે,

ત્યારે આજે કોંગ્રેસ દ્વારા વિશાળ બાઈક રેલી કાઢીને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના જામનગર નજીક આવેલી રિલાયન્સ રીફાઈનરીમાં વહેલી સવારે આગ લાગી છે. જેમાં આઠ લોકોને ગંભીર ઈજા પહોંચી છે.જેમાંથી એકનું મોત નીપજ્યું છે. જયારે સાત લોકોને સારવાર માટે જામનગરની જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જો કે આગને કાબુમાં લેવામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ આગ લાગ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

જો કે હજુ સુધી આગ લાગવાના કારણની ખબર પડી નથી. ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આગની ઘટનાના પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.

આ પ્રથમ મોકો નથી જયારે રિલાયન્સ રીફાઈનરીમાં આગ લાગી હોય આ પૂર્વે પણ એપ્રિલ અને જાન્યુઆરી ૨૦૦૯માં પણ અહિયાં આગ લાગી હતી. જો કે એપ્રિલની આગમાં કોઈ જાનહાનિ જે નુકશાન થયું ન હતું. પરંતુ જાન્યુઆરી ૨૦૦૯માં બે લોકોના મોત થયા હતા.

કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગ અમદાવાદ નાગપુર અને કોચીની પરિવહન યોજનાઓમાં નોન-મોટરાઇઝ, ઓછો ખર્ચ ધરાવતાં અને ગ્રીન હાઉસ ગેસનું ઓછું ઉત્સર્જન કરતાં પરિવહન સોલ્યુશન્સનું મૂલ્યાંકન કરવા આ ત્રણેય શહેરોના કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન્સ (સીએમપી)નો અભ્યાસ કરવા ફ્રેન્ચ એજન્સી ફોર ડેવલપમેન્ટ (એએફડી)ની દરખાસ્ત પર સંમત થયો છે. એએફડી રૂ. 26 કરોડના ખર્ચે આ ત્રણ શહેરોના સીએમપીનો અભ્યાસ કરશે. આ અભ્યાસો એએફડી દ્વારા ટૂંક સમયમાં લોંચ થનાર ‘મોબિલાઇઝ યોર સિટી’અભિયાન હેઠળ હાથ ધરવામાં આવશે.

આ અભ્યાસનો ઉદ્દેશ શહેરી પરિવહન યોજનાઓમાં શહેરના નાગરિકો અને અન્ય પક્ષકારોને કેટલી પ્રાથમિકતા આપવામાં આવે છે તેનું મૂલ્યાંકન કરવાનો તથા આ ચોક્કસ શહેરના સંદર્ભમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં કેટલી હદે ઘટાડો થશે તેની આકારણી કરવાનો છે.

ગુજરાતમાં ખેલ મહાકુંભ-૨૦૧૬ અને દિવ્યાંગ ખેલાડીઓ માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૧૬ અંતર્ગત રાજ્યકક્ષાની મહત્તમ સ્પર્ધાઓ ૨૨ નવેમ્બર થી ૭ ડિસેમ્બર દરમિયાન યોજાશે. રાજ્ય સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભમાં આ વર્ષે ૩૦ લાખથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને ૩૦૦થી વધુ વિવિધ રમતોના નિષ્ણાંતો દ્વારા પ્રતિભા શોધ કરાશે. ભાગ લેનાર પ્રતિભાશાળી ખેલાડીઓને એસ.એ.જી. દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે, જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સંકુલ, ઈન સ્કૂલ શક્તિદૂત, સેન્ટર ઓફ એક્સેલેન્સ, ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ જેવી વિવિધ યોજનાના લાભો પણ અપાશે.

ગુજરાત માં પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલમહાકુંભ ૨૦૧૬નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૯ વર્ષના બાળકોથી લઈને ૬૦ વર્ષ સુધીના આશરે ૨૫ લાખ જેટલા ખેલાડીઓ ભાગ લેશે. આ ઉપરાંત સ્પેશ્યલ ખેલમહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓને પણ પોતાનું કૌશલ્ય દાખવવાની તક મળે છે. ભારત સરકારના ‘‘ખેલો ઈન્ડિયા’’ કાર્યક્રમ સાથે સમન્વય કરી તેની નિર્ધારીત ગાઈડ લાઈન મુજબ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.આ વર્ષે પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તક જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન (DIET) દ્વારા આયોજિત રમતોત્સવનો પણ ખેલમહાકુંભમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

 દેશમાં રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો પર કેન્દ્રએ જાહેર કરેલી બંધીને પગલે દેશભરમાં સામાન્યથી લઈ મોટા

 

ઉદ્યોગો સહિત તમામ ક્ષેત્રોમા અને સમગ્ર સમાજમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. જેમાં બેન્કીંગ ક્ષેત્રની સ્થિતિ

 

અત્યંત ભારણ અને ચિંતારૂપબની રહી...! અચાનક નોટબંધીની જાહેરાતથી રઘવાયેલી પ્રજાએ નોટો જમા કરાવવા અને

 

બદલાવવા માટે બેન્કો પર રાતદિ લાંબી કતારો લગાવી દીધી... ઘણા સ્થળોએ તો હો હા... હલ્લાબોલ અને હળવાભારે ઘર્ષણના 

 

કિસ્સા સર્જાયા... ટ્રાફિક તેમજ કાયદો-વ્યવસ્થાની  જાળવણી માટે બેન્કો-એટીએમની પાસે પોલીસ બંદોબસ્ત રાખવાની ફરજ પડી...! ક્યાંક તો

 

આક્રોશમાં અકળાયેલા લોકો અને બેન્ક સ્ટાફ વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી... પરંતુ આવા કપરાં સંજોગો વચ્ચેય બેન્ક  સત્તાવાળાઓ-સ્ટાફે જે ધીરજ-

 

સંયમ-મહેનત અને સમજદારીથી કામ લીધું એ ખરેખર કાબિલે દાદ રહ્યું...! નાણાં હોય કે ન પણ હોય... લોકોને સમજદારીથી

 

સાચવીને સેવા બજાવવાની કપરી કસોટી હટી. ઘણી બેન્કોએ કતારમાં લાંબો સમય ઊભા રહેતા લોકો માટે મંડપ, પાર્કિંગ, ચાપાણી

 

સુરક્ષા સુધીની સુવિધાઓ ઊભી કરી. સામાન્ય કર્મચારીથી લઈ ઉચ્ચઅધિકારીઓએ તણાવ પર ગજબનો અંકુશ રાખી, પોતાની

 

સુવિધાઓ અને પરિવારના ભોગે પણ ઉજાગરા કરીને સતત ગ્રાહક સેવાનો ધર્મ બજાવ્યો...! ક્યાંક સંબંધીઓને સાચવવાનું ધર્મસંકટ

 

તો વળી ક્યારેક આક્ષેપો...બધું  પાર કરીને ઇમાનદારીપૂર્વક ઉત્તમ બેન્કીંગ સેવાનું જે પ્રમાણ આપ્યું

 

એ અન્ય આવશ્યક સેવાક્ષેત્રો માટે ખરેખર પ્રેરણારૂપ-અનુકરણીય છે...! કપરા કાળમાં ય સાચાઅર્થમાં કર્મયોગી બનનાર સેવાના ભેખધારી... 

 

સેવા સમર્પિત આવાબેન્ક કર્મચારીમિત્રોઅધિકારીઓને ‘ઈગલ ન્યૂઝ’ પરિવાર હૃદયથી બિરદાવે છે... સલામ સૌને...!!

નેશનલ ફેડરેશન ઓફ કો.ઓપેટીવ બેન્કના ચેરમેન, કૃષિ ગ્રામ વિકાસ કો.ઓપ. ફેડરેશનના ગુજરાતના ચેરમેન તથા પૂર્વ સંસદસભ્ય દિલીપભાઈ સંઘાણીએ આજે ખેડૂતોના અને સહકારી બેન્કોના પ્રશ્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ મુલાકાત લઈને આ બન્ને ક્ષેત્રને થઈ રહેલો અન્યાય દુર કરવા પ્રબળ રજૂઆત કરી હતી.

રૂ.૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટ બંધ થયા બાદ ખેડૂતો માલ વેચે અને તેના જે નાણા આવે તે બેન્કમાં ભરી શકાય અને કો-ઓપરેટીવ બેન્ક પર મુકાયેલા નિયંત્રણ તાત્કાલીક દુર કરવામાં આવે તેવી માંગણી દિલીપભાઈ સંઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ કરી હતી અને પોતાની વાતના સમર્થનમાં ખેડૂતોની તથા ગુજરાતની સહકારી બેન્કોની વર્તમાન પરિસ્થિતિનું નિપણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા નોટ બદલવા માટે ગાંધીનગરની રાયસણ ખાતેની બેન્કમાં પહોંચ્યા હતા.

તેઓ સામાન્ય નાગરિકની જેમ જ લાઈનમાં ઉભા રહીને નોટ બદલાવા માટે પહોંચી ગયા હતા. આના પરથી એક મેસેજ જઈ રહ્યો છે

કે સામાન્ય પ્રજાની જેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા પણ નાણાં બદલાવા માટે બેન્કમાં પહોંચ્યા હતા. હીરા બા એ નિયમ પ્રમાણે ફોર્મ ભરીને રૂ.4500 મેળવ્યા હતા.

સરકાર દ્વારા જારી કરાયેલી નવી ચલણી નોટો મેળવવા થઈ રહેલા ધસારાને પહોંચી વળવા બેન્કો અને જનતા સંઘર્ષ કરી રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકારે આમ આદમીને રાહત આપવા રૃપિયા 500 અને 1,000ની રદ કરાયેલી ચલણી નોટોનો પસંદગીની સેવાઓમાં ઉપયોગ કરવાની મર્યાદા વધુ એકવાર 24 નવેમ્બર મધરાત સુધી લંબાવી છે. નાગરિકોની મુશ્કેલીઓ ઘટાડવાના ઉપાયો શોધવામાં વ્યસ્ત સરકારે જાહેરાત કરી હતી કે રદ થયેલી ચલણી નોટો યુટિલિટી બિલ ભરવા, ઇંધણ ભરાવવા, ફી ભરવા, સહકારી દુકાનોમાંથી ખરીદી કરવા જેવી સેવાઓમાં ઉપયોગમાં લઈ શકાશે.
અગાઉ 8મી નવેમ્બરે રાત્રે નોટો રદ કરતી વખતે સરકારે રેલવેની ટિકિટ ખરીદવા, જાહેર પરિવહનમાં મુસાફરી, સરકારી હોસ્પિટલોનાં બિલ ભરવા, એરલાઇન્સની ટિકિટ ખરીદવા, દૂધ ખરીદવા, અંતિમ ક્રિયાની ફી ચૂકવવા અને પેટ્રોલપંપ પર ખરીદી માટે 72 કલાકની પરવાનગી આપી હતી, ત્યારબાદ આ સેવાઓમાં મેટ્રો રેલ ટિકિટ, હાઇવે અને રોડ ટોલ, સરકારી અને ખાનગી ફાર્મસીમાંથી ડોક્ટરનાં પ્રિસ્ક્રિપ્શન પર દવાની ખરીદી, એલપીજી સિલિન્ડર, રેલવે કેટરિંગ, વીજળી-પાણીનાં બિલ અને એએસઆઈ સ્મારકોની એન્ટ્રી ફી ચૂકવવા માટે પણ જૂની નોટોને પરવાનગી આપી હતી.
પરંતુ બેન્કો વૈકલ્પિક ચલણ નાગરિકો સુધી પહોંચાડવા સંઘર્ષ કરી રહી હોવાથી ફરી એક વાર આ મુદત 72 કલાક લંબાવાઈ હતી, જેનો અંત આજે રાત્રે મધરાતથી આવવાનો હતો, પરંતુ હવે સરકારે આ છૂટછાટ 24 નવેમ્બરની મધરાત સુધી લંબાવી છે.
હવે જૂની કરન્સી નોટો કેન્દ્રીય ભંડાર જેવા સહકારી સ્ટોરમાંથી ખરીદી કરવા અને કોર્ટ ફીની ચુકવણી કરવા વાપરી શકાશે. તેના માટે ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. વીજળી અને પાણીનાં હાલનાં બિલ જ જૂની નોટ દ્વારા ભરી શકાશે પરંતુ એડવાન્સ પેમેન્ટ થઈ શકશે નહીં.
કઈ સેવાઓમાં જૂની નોટો વાપરી શકાશે
1. વીજળી-પાણી જેવાં યુટિલિટી બિલ.
2. કોર્ટની ફી.
3. કેન્દ્ર-રાજ્યોને ચૂકવવાની ફી, ચાર્જ, ટેક્સ અને પેનલ્ટી.
4. કેન્દ્રીય ભંડાર જેવા સહકારી ભંડારમાંથી ખરીદી.
5. સરકારી હોસ્પિટલોમાં સારવાર.
6. સરકારી અને ખાનગી ફાર્મસીમાંથી દવાની ખરીદી.
7. રેલવેની ટિકિટ અને કેટરિંગમાંથી ભોજનની ખરીદી.
8. જાહેર પરિવહનમાં મુસાફરીમાં.
9. એરપોર્ટ પર એરટિકિટની ખરીદીમાં.
10. મિલ્ક બૂથ પરથી દૂધની ખરીદીમાં.
11. અંતિમક્રિયામાંનાં બિલોમાં.
12. પેટ્રોલપંપ પરથી પેટ્રોલ અને ડીઝલની ખરીદીમાં.
13. મેટ્રો રેલ ટિકિટની ખરીદીમાં.
14. એએસઆઈનાં સ્મારકોની એન્ટ્રીટિકિટની ખરીદીમાં.
બેન્કોની લાઇનમાં 6 દિવસમાં 17 મોત
બેન્કોમાંથી નવી નોટો લેવાની હાડમારી લોકોનો જીવ લઈ રહી છે. છેલ્લા 6 દિવસમાં અત્યાર સુધીમાં બેન્કો અને એટીએમમાંથી નાણાં લેવાની લાઇનમાં 17 લોકોનાં મોત થયાં છે. કેટલાંક લોકો આઘાતને કારણે મૃત્યુ પામ્યાં છે તો કેટલાંક બીમાર થઈ ગયાં છે.
સિનિયર સિટીઝન અને વિકલાંગો માટે અલગ કતાર રહેશે
નવી ચલણી નોટો લેવા બેન્કોમાં પડાપડી થઈ રહી છે ત્યારે વિકલાંગો અને વૃદ્ધોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સિનિયર સિટીઝન અને વિકલાંગો લાંબો સમય લાઇનમાં ઊભા રહી શકતાં નથી, તેથી સરકારે હવે તેમના માટે અલગ લાઇન રાખવાનો આદેશ જારી કર્યો છે, તે ઉપરાંત પેન્શનરોને જીવંત હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવાની સમયમર્યાદા પણ લંબાવવામાં આવી છે.
કરંટ ખાતામાંથી પ્રતિદિન 50,000 બેન્કમાંથી ઉપાડી શકશે
સરકારે ત્રણ મહિના કરતાં વધુ સમયથી સક્રિય એવાં ચાલુ ખાતામાંથી વેપારધંધાને પ્રતિદિન રૃપિયા 50,000નો ઉપાડ કરવાની પરવાનગી આપી છે, તે ઉપરાંત બેન્કિંગ કોરસપોન્ડન્ટ્સ 50,000ની ટોચમર્યાદા સાથે પ્રતિદિન એક કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરી શકશે. સામાન્ય નાગરિકો માટે પ્રતિદિન ઉપાડની મર્યાદા રદ કરી દેવાઈ છે, હવે સપ્તાહમાં 24,000 રૃપિયા ઉપાડી શકાશે.
18 નવેમ્બર મધરાત સુધી નેશનલ હાઇવે પર ટોલટેક્સમાંથી મુક્તિ
સરકારે નેશનલ હાઇવે પર ટોલ ચૂકવવામાંથી વાહનચાલકોને વધુ ચાર દિવસની રાહત આપી છે, હવે 18 નવેમ્બર મધરાત સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલટેક્સ ચૂકવવો નહીં પડે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનવ્યવહાર સરળ રીતે ચાલે તે માટે આ નિર્ણય લેવાયો છે.
21 નવેમ્બરની સુધી એરપોર્ટ  પર કાર પાર્કિંગ ફ્રી કરી દેવામાં આવ્યું છે. સરકારે સહકારી ભંડારમાંથી ખરીદી જેવી વધુ સેવાઓમાં જૂની નોટો વાપરવાની પરવાનગી આપી.