દેશમાં વડાપ્રધાન મોદીએ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ પર મુકેલા પ્રતિબંધ બાદ ત્રીજા દિવસે પણ નોટ બદલાવવાણી પ્રક્રિયામાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેવા સમયે આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદ એહમદ પટેલ જણાવ્યું હતું કે ભારતમાં સરકારે રાતોરાત કરેલી ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધી બાદ દરરોજ સરકારે તેના બદલાવ માટે ઉભી કરેલી અપૂરતી સુવિધાથી લોકો પરેશાન છે. સરકારની અવ્યવસ્થા સામે આવી રહી છે. તેમજ તેની સીધી અસર ગરીબ વ્યક્તિ પર પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ કર્યા બાદ અને તેના સ્થાને નવી ચલણી નોટ બદલી આપવાની અને એટીએમમાંથી નાંણા મળવાની બાબત Gujaratમાં ત્રીજા દિવસે પણ નિષ્ફળ નીવડી હતી. જેમાં છેલ્લા ત્રણ દિવસથી આરબીઆઈએ જાહેર કર્યા મુજબ તમામ બેંકો સવારના ૮ થી રાતના ૮ વાગે સુધી આ કાર્યવાહી કરશે. જો કે આ બાબત પ્રથમ દિવસે જ નિષ્ફળ સાબિત થઈ હતી.જેમાં મોટાભાગની સરકારી બેંકોએ નાંણા બદલી આપવાની કામગીરી સવારે ૧૦ વાગે જ શરુ કરી અને બપોર બાદ નાંણા નહીં હોવાના બહાના હેઠળ હાથ ઉંચા કરી લીધા હતા.

જો કે પ્રથમ દિવસે લોકો લાંબી લાઈનમાં ઉભા રહ્યા તેમાં પણ ફોર્મ ભરવાની જફા તો હતી. તેથી જૂની નોટો સાથે પેનથો ફોર્મ ભરવા માટે સીનીયર સિટીઝનો અને મહિલાઓને પણ મુશ્કેલી ઉભી થઈ હતી. જયારે કેટલીક બેંકોએ તો જૂની નોટો બદલતી વખતે તેના નંબર ફરજીયાત પણ લખવાનો પણ આગ્રહ રાખ્યો હતો. જો કે લોકો માટે તો બેંકનો આદેશ માનવો જ પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. જયારે કોર્પોરેટ બેંકોઓ તો પોતાના રેગ્યુલર ગ્રાહકો માટે અલગ કાઉન્ટર ખોલ્યા તો બીજી તરફ કેટલીક બેંકોએ તો એક જ લાઈન કરીને લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.

સામાન્ય રીતે આરબીઆરના નિર્દેશ મુજબ બેંકોએ એક જ દિવસમાં ત્રણ અલગ અલગ પ્રકારના કામ કરવાના હતા. જેમાં એક જૂની નોટો બદલીને ૪૦૦૦ ની મર્યાદા નવી નોટ ઈશ્યુ કરવાની હતી. તેની માટે માત્ર ફોર્મ ભરવાનું હતું. બીજું જે પણ બેંકના ગ્રાહક હતા તેમના નાંણા જમા લેવાના હતા અને ત્રીજું ચેક લઈને બેંકના ગ્રાહકને જ ૧૦,૦૦૦ ની મર્યાદા નાંણા આપવાના હતા. જો કે આ ત્રણ કાર્ય માટે અમુક બેંકોએ ત્રણ અલગ અલગ કાઉન્ટર ખોલવાના હતા. પરંતુ બેંકોએ તેમની મરજી મુજબના કાઉન્ટર ખોલીને લોકોની મુશ્કેલી વધારી દીધી હતી.

દેશમાંથી રૂ.500-1,000ની ચલણી નોટો પાછી ખેંચાવાને કારણે બુધવારે સામાન્ય લોકોને જીવન-જરૂરી ચીજો મેળવવામાં અને જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પેટ્રોલ પમ્પોમાં ગ્રાહકોની ભારે ભીડ લાગી હતી તો ટોલ પ્લાઝા પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી.

લોકોના ધંધાને ભારે અસર થઈ હતી અને બેંકો પણ બંધ હોવાથી રજાનો માહોલ સર્જાયો હતો. રોજિંદા અને ઓછી આવક જૂથ ધરાવતા કામદારોને સૌથી વધુ અસર થઈ છે. તેઓ પણ ખાદ્ય સામગ્રીઓ ખરીદવા 'છુટ્ટા' માટે સંઘર્ષ કરતા દેખાયા હતા. સરકારે ન ગભરાવાની અપીલ કરી હોવા છતાં માર્ગો પર લારીમાં ધંધો કરનારા, શાકભાજી વેચનારા, નાના વેપારીઓ અને ફેરિયામાં ભારે અવ્યવસ્થા રહી હતી.

ગુજરાતમાં બેંકો નજીક અને અન્ય સ્થળોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચાંપતો બંદોબસ્ત ગો‌ઠવવામાં આવ્યો છે. પોલીસને એલર્ટ કરી દેવાઈ છે.  રૂ.500-1,000ની ચલણી નોટો બંધ હોવાથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ચુકવણી વધી ગઈ હતી.

ગુજરાત VGGS-2017ના માધ્યમથી વિવિધ દેશો સાથે સંબંધોનો સેતુ સુદ્રઢ કરી સહકારને પ્રોત્સાહન આપશેઃ મુખ્યમંત્રીશ્રી 

 

કચ્છ જિલ્લોએ ગુજરાતમાં કઇક અલગ તાસીર ધરાવતો જિલ્લો છે અને કચ્છની પ્રજા પણ ખમીરવંતી છે જેની ખુમારી આપણે ભુકંપમાં જોઇ લીધી છે કચ્છનાં સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર સંવેદનશીલ છે અને કચ્છને મા નર્મદાનું પાણી આપવા માટે રાજય સરકાર કટીબદ્ધ છે અને આવનારા દિવસોમાં કચ્છ માટે પીવાનાં પાણીની સમસ્યાનો કાયમી નીવેડો આવી જવાનો છે અને તે માટે તેજ ગતીમાં કામગીરી શરૂ છે તેમ રાજયનાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું.

 

 

રાજયનાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભૂજોડી ખાતે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ‘સેવા સેતુ’ કાર્યક્રમ ઉદઘાટન સમારોહમાં ઉદબોધન કરતા જણાવ્યુ હતુ કે, રાજય સરકાર ગુજરાતને ભ્રષ્ટાચાર મુકત કરવા માટે સંકલ્પબદ્ધ છે અને રાજય સરકારે ૯૦ દિવસમાં ૧૦૦ કરતાં પણ વધારે કલ્યાણકારી લોક નિર્ણયો લીધા છે. સરકારની કામગીરી વધારે ગતીશીલ કરવા અને યુવાનોને રોજગારી ઉપલબદ્ધ કરાવવા માટે સરકાર ૬૭ હજાર યુવાનોને નોકરી આપી રોજગારી પુરી પાડશે. રાજય સરકારનાં પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવતું બનાવવાનાં હેતુથી નાગરિકોની વ્યકિતીલક્ષી રજુઆતોનો કે જે રાજય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોનાં સ્થાનિક તાલુકાનાં અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તેમ હોય તે ધ્યાને લઇ આવી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે માટે રાજય સરકાર દ્વારા આજરોજથી સમગ્ર રાજયમાં તબકકાવાર ‘‘સેવા સેતુ કાર્યક્રમ’’ નો પ્રારંભ કરવામાં આવેલ છે તેમ રાજયનાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ કચ્છ જિલ્લાનાં ભૂજોડી ખાતે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું.

 

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું કે, રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ, પ્રવૃત્તિઓ તથા વહીવટ પરત્વે પ્રજાનાં પ્રશ્નોનો ન્યાયિક, ચોકકસ તથા ઝડપી ઉકેલ આવે તે માટે સુગ્રથિત વહીવટી માળખાકીય વ્યવસ્થા રાજય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે અમલમાં મુકેલ છે જેનાં સુખદ પરીણામો આપણે મેળવી શકયા છીએ જેને વધારે હેતુપુર્ણ કરવા લોક ઉપયોગી એવો ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમનો પણ પ્રારંભ કરવામાં આવેલ છે.

 

રાજયનાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્ર, મા અમૃતમ યોજના, આધાર કાર્ડ, આવકનો દાખલા તથા રાશનકાર્ડ તથા વિધવા સહાય અર્પણ કરવામાં આવેલ  આજના સેવા સેતુ કાર્યક્રમમાં તાલુકાનાં ૧૦ ગામનાં લોકો ઉપસ્થિત રહીને પોતાનાં પ્રશ્નનું નિરાકરણ મેળવ્યુ હતું.

ભૂજોડી ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સાથે  પ્રભારીમંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સંસદીય સચિવ શ્રી વાસણભાઇ આહિર, ધારાસભ્ય સર્વશ્રી તારાચંદભાઇ છેડા, શ્રીમતી નીમાબેન આચાર્ય, શ્રી પંકજભાઇ મહેતા, અગ્રણી સર્વશ્રી કેશુભાઇ પટેલ, કૌશાલ્યાબેન માધાપરા, ભૂજોડી ગામનાં સરપંચ શ્રીમતિ લખુબેન વગેરે ઉપસ્થિત રહયા હતાં.

 

સમારોહમાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું જિલ્લાનાં તથા ગામનાં વિવિધ સમાજો તથા જ્ઞાતી આગેવાનો દ્વારા અદકેરૂ ગૌરવપુર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટર શ્રી એમ.એ ગાંધીએ તથા આભારવિધિ ભુજ પ્રાંત અધિકારીશ્રી ડી.સી.જોશીએ કરી હતી સમારોહમાં જિલ્લાનાં પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.

ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યુ છે કે પારદર્શી પ્રશાસનની પ્રતિબધ્ધતા સાથે લોકાભિમુખ-પ્રો-પિપલ ગવર્નન્સની અનુભૂતિ લોકોને કરાવતા ‘સેવા સેતુ’ કાર્યક્રમનો આગામી લાભપાંચમ તા. પ નવેમ્બર-ર૦૧૬ શનિવારથી રાજ્યવ્યાપી પ્રારંભ થશે.ગાંધીનગરમાં જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ અધિક્ષકની સંયુકત પરિષદમાં મુખ્યમંત્રીએ પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વિજયભાઇ રૂપાણીએ આ સેવા સેતુના રાઉન્ડ ૮-૧૦ ગામોના કલસ્ટરમાં દર ૩ મહિને એકવાર યોજીને સેવા સેતુ અન્વયે એક વર્ષમાં ચાર રાઉન્ડ પૂર્ણ કરવાનું આહવાન કર્યુ હતું.
વ્યકિતલક્ષી યોજનાઓ-રજૂઆતો લોકપ્રશ્નોના સ્થળ પર નિવારણથી સામાન્યમાં સામાન્ય માનવીને પણ સરકાર તેની સાથે છે તેની ચિંતા કરે છે તેવું પરસેપ્શન-વાતાવરણ વિશ્વાસ ભરોસો ઊભો થાય તે માટે તંત્રવાહકોને અનુરોધ કર્યો હતો.

દિવાળી પર્વની આજથી અગિયારસથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. અગિયારસથી દિપાવલી પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. અગિયારસથી ઘરે ઘરે રંગોળી અને રાત્રે દિપ પ્રજવલીત સાથે સૌરાષ્ટ્રમાં દિપાવલી પર્વનું સ્વાગત થશે. દિપાવલી પર્વની શૃંખલામાં આજે અગિયારસ, કાલે વાઘબારસ, બાદમાં ધનતેરસ, કાળી ચૌદસ અને દિપાવલી પર્વ છે. જયારે ત્યારબાદ નૂતનવર્ષ અને બીજા દિવસે ભાઈબીજનું પર્વ ઉજવાશે.

કાલે વાઘબારસનો દિવસ ઘર ઘરમાંથી કચરો કાઢવાનો સંદેશ આપે છે. વાઘબારસ થી નૂતન વર્ષના દિન સુધી જીવન જડને નવપલ્લીતતા કરતો એમાં નવરસ ભરતો ભવ્યોત્સવ એટલે દિપાવલી. વાઘબારસને પોડાબારસ પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં આ કોઈ પર્વ કે તહેવાર નથી પરંતુ દિપાવલી પુર્વેની તૈયારી કરવાની છડી પોકારતું પર્વ છે. આમ જોઈએ તો અગિયારસથી પાંચમ સુધી દિપોત્સવ પર્વની ઉજવણી થાય છે.

વડાપ્રધાન શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગો માટેના ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલનું લોકાર્પણ કર્યા બાદ સીધા જ નવલખી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા. કાર્યક્રમ દરમ્યાન અવ્યવસ્થા ન સર્જાય તે માટે સવારથી જ દિવ્યાંગોને તેમની કિટ આપવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે સભાને સંબોધતા કહ્યું હતું કે દિવ્યાંગો સાથેનો પીએમનો ગુજરાતમાં બીજો કાર્યક્રમ છે. અગાઉ નવસારી ખાતે પોતાના જન્મદિવસે દિવ્યાંગોને ભેટ આપી હતી. નવસારીનો કાર્યક્રમ ગિનિસ બુકમાં સ્થાન પામ્યો હતો. દિવ્યાંગ જેવો પવિત્ર શબ્દ આપણા પીએમએ જ આપ્યો છે. દિવ્યાંગોને પોતાના હાથે ભેટ આપી સહાનુભૂતિ સાથે તેમનું સન્માન વધાર્યું છે.

ગુજરાત માં રાજ્ય સરકારના વર્ગ-૪ના કર્મયોગીઓ આગામી દિવાળીના તહેવારો ઉમંગ-ઉત્સાહથી મનાવી શકે તે હેતુથી તેમને અપાતી તહેવાર પેશગીની રકમ રૂ. પાંચ હજાર કરવામાં આવી છે. અગાઉ આ પેશગી રૂ. ૩૦૦૦ હજાર પ્રમાણે આપવામાં આવતી હતી. રાજ્ય સરકાર સમક્ષ વર્ગ-૪ના કર્મયોગીઓએ કરેલી રજૂઆતનો ફળદાયી પ્રતિસાદ આપતાં તહેવાર પેશગીની રકમ રૂ. ૩૦૦૦થી વધારીને રૂ. ૫૦૦૦ કરવામાં આવી છે.રાજ્ય સેવાના ૩૪,૫૦૦ જેટલા વર્ગ-૪ કર્મયોગીઓને આ તહેવાર પેશગીનો લાભ મળશે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ તહેવાર પેશગી નિયમાનુસાર ૧૦ માસિક સરખા હપ્તામાં વસૂલ કરવામાં આવશે.

ગુજરાત ના અંકલેશ્વર ખાતે લોકહિતાર્થે આધુનિક સુવિધાથી સજ્જ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટીટયુટનું લોકાર્પણ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે હોસ્પિટલને ૨૩ ઓકટોબરના રોજ લોકાર્પિત કરવામાં આવશે.આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી. કોહલી અને સાંસદ અહમદ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે. જેને લઈને હાલ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ હોસ્પિટલ અદ્યતન ટેકનોલોજી અને સુવિધાઓથી સંપન્ન છે.

આ હોસ્પિટલ અંગે સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટીટયુટના ટ્રસ્ટી કમલેશ ઉદાણીએ જણાવ્યું હતું કે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કહ્યું હતું કે દેશની અને તેના નાગરીકોની વાસ્તવિક તાકાત તેના આરોગ્ય પર નિર્ભર છે. આ વાક્યને ચરિતાર્થ કરવાના ઉદ્દેશથી અમે પણ આ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે.

નોરતાની જોરદાર ઉજવણી થઈ જેમાં ન તો વરસાદ હતો ન બીજા દિવસે જલ્દી ઉઠવાની ચિંતા કારણ કે આજે રવિવાર છે. જેના લીધે ખેલૈયાઓએ મન મુકીને ગરબા રમશે...

કબડ્ડી વિશ્વ કપ - ૨૦૧૬ની રસાકસી ભરી પહેલી મેચમાં  ભારતે એક પછી એક વ્યુહાત્મક ભુલ પરંપરાને પગલે ગઈકાલે  દક્ષિણ કોરીયાને હાથે પહેલા જ હારનો સ્વાદ ચાખ્યા બાદ આજે જોઈ જાળવીને મેદાનમાં ઉતારી હતી. ભારતે  ટીમમાં ત્રણ  મહત્વના પરિવર્તન કર્યા હતા. તેણે ઓલરાઉન્ડર ખેલાડીની હારમાળા આજે મેદાનમાં ખડી કરી દીધી હતી. આજે ભારતે વ્યૂહ રચના પણ એગ્રેસીવ રાખી હતી.

અમદાવાદમાં રમાઈ રહેલા  કબડ્ડી વિશ્વકપ ૨૦૧૬ની બીજા દિવસની ત્રીજી મેચમાં  ભારતે ઓસ્ટ્રેલીયાને ૫૪-૨૦  ના મજબુત માર્જિનથી હરાવી  સરળ વિજય મેળવ્યો  અને અત્યંત જરૂરી સ્ટ્રાઈક રેટ મેળવી ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ગઈકાલના ધબડકા બાદ ભારત માટે આવા નોંધપાત્ર માર્જિનથી જીતવું જરૂરી હતું. લગભગ એકતરફી આ મેચના પ્રથમ ચરણમાં જ ભારતે ઓસ્ટ્રેલીયાને  દસ મિનિટમાં જ બે વખત ઓલ આઉટ કરી દીધું હતું. દીપક હુડ્ડાએ તેમની પસંદગી સાર્થક ઠેરવી હતી.કિરણ પરમારે પણ તેમની પસંદગી સાબિત કરી બતાવી હતી. રમતમાં નવા સવા ઓસ્ટ્રેલિયાએ રક્ષણાત્મક  નીતિ અપનાવી હતી જે નવા નિશાળિયા માટે સ્વાભાવિક વ્યૂહરચના હતી. અનુભવ અને રમતના દાવપેચથી મામલે તેમણે હજી ઘણી રમત રમવી પડશે.  કપ્તાન કેમ્પેબલ બ્રાઉનની રમત  કે ટીમના એકમાત્ર ઓલરાઉન્ડર સ્ટીફન મિલન ઓસ્ટ્રેલીયાની વહારે આવી શક્ય નહોતા. મંજીત છીલ્લરે સતત બીજી મેચમાં હાઈ ફાઈવ મેળવ્યા છે.પહેલા અંતરાલમાં ભારત ૩૨-૭ થી આગળ રહ્યું.

ઓસ્ટ્રેલીયા બીજા અંતરાલના પ્રારંભે જ ઓલઆઉટ થઇ ગયું હતું. ઓસ્ટ્રેલીયાનું રેઇડર પાસું લગભગ નિષ્ફળ રહ્યું તેની આબરૂ બોનસ પોઈંટ થકી જળવાયું.આખી મેચમાં ઓસ્ટ્રેલીયા ચારવાર ઓલઆઉટ થયું.હા,મેચના છેલ્લા સમયમાં ઓસ્ટ્રેલીયાના કુલદીપસિંહે સુપર રેઇડ કરી આબરૂ બચાવી લીધી.

આ સરળ જીત છતાં  ભારત માટે હજી આગળ કપરાં  ચઢાણ છે. બાંગલાદેશ અને ઈરાનની ની રમત જોતાં કોઈ પણ હરીફને ઓછો આંકવો ભારતને પોસાય તેમ નથી.  

 

આજના આ વિજય સાથે જ ભારતે ખાતું  ખોલાવ્યું અને હવે તેનો આગામી મુકાબલો બાંગ્લાદેશ સામે હશે,બે પાડોશી દેશોના બળિયાઓનો મુકાબલો જોવાલાયક હશે.જયારે ઓસ્ટ્રેલિયાએ ખાતું ખોલાવવા માટે ઇંગ્લેન્ડ સામેના મુકાબલા સુધી રાહ જોવી પડશે.