ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે આજે સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સનું ટાઇટલ જીતીને ફરીથી નંબર વન વર્લ્ડ રેન્કિંગ મેળવી લીધું છે.

સેરેનાએ ગેમમાં પોતાની મોટી બહેન વિનસને 6-4, 6-4થી હરાવીને આ જીત મેળવી છે. આ ટાઇટલ જીતીને સેરેનાએ એક અન્ય સિદ્ધિ પણ મેળવી છે.

સેરેનાએ આ ટાઇટલ જીતીને તેની કરિયરનું 23મું ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે. આ જીતની સાથે જ સેરેનાએ 22 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ

જીતવાના સ્ટેફી ગ્રાફના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અહીં રમાયેલી દિલધડક મેચમાં ભારતે ૧૫ રને વિજય મેળવી ત્રણ મેચની સિરીઝમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં યુવરાજસિંહના ૧૫૦ રન અને ધોનીના ૧૩૪ રનની મદદથી નિર્ધારિત ૫૦ ઓવરમાં છ વિકેટ ગુમાવી ૩૮૧ રન બનાવ્યા હતા  તેમ છતાં ઇંગ્લેન્ડની ટીમ દ્વારા જોરદાર લડત આપતાં અંતિમ ઓવરો સુધી મેચ કોણ જીતશે તે નક્કી થઈ શક્યું નહોતું ત્યારે મોર્ગન ૪૯મી ઓવરમાં રન આઉટ થતાં ભારતે મેચ જીતી હતી. ઇંગ્લેન્ડની ટીમ ૫૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી ૩૬૬ રન બનાવી શકી હતી.

 

૩૮૨ રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ઇંગ્લેન્ડે જેસન રોયના ૮૨ રન અને જો રૂટના ૫૪ રનની મદદથી સારી શરૂઆત કરી હતી ત્યારે મિડલ ઓર્ડરમાં અશ્વિને રૂટ, સ્ટોક અને બટલરને આઉટ કરી ઇંગ્લેન્ડ પર દબાણ વધાર્યું હતું. ઇયોન મોર્ગન અને મોઇનઅલીએ ત્યારબાદ ૯૩ રનની ભાગીદારી નોંધાવી ઇંગ્લેન્ડને ફરી મેચમાં લાવ્યા હતા. ઔમોઇન ૫૫ રન બનાવી આઉટ થયા બાદ સ્ટોક્સ પણ પાંચ રન બનાવી આઉટ થયો હતો પરંતુ મોર્ગને એક છેડો સાચવી રાખી સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું અને ભારતીય ટીમમાં ટેન્શન વધાર્યું હતું. અંતિમ બે ઓવરમાં ઇંગ્લેન્ડને જીત માટે ૩૩ રનની જરૂર હતી ત્યારે મોર્ગન રન આઉટ થતાં ભારતની જીત નિશ્ચિત બની હતી. અંતિમ ઓવરમાં જીત માટે ૨૨ રન આવ્યા હતા પરંતુ માત્ર છ રન જ આવતાં ભારતે મેચ ૧૫ રને જીતી લીધી હતી. અગાઉ પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમને ક્રિસ વોક્સે એક પછી એક એમ ત્રણ ઝટકા આપતાં ૨૫ રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી હતી. મુશ્કેલીમાં મુકાઈ ગયેલી ભારતીય ટીમની વહારે આવતાં યુવરાજ અને ધોનીએ ચોથી વિકેટ માટે વન-ડે ક્રિકેટ ઇતિહાસની બીજી સૌથી મોટી ૨૫૬ રનની ભાગીદારી નોંધાવતાં ભારતે ૩૮૧ રનનો જંગી સ્કોર કર્યો હતો. યુવરાજસિંહ અને ધોની વચ્ચે ચોથી વિકેટ માટે ૨૫૬ રનની ભાગીદારી નોંધાઈ હતી. યુવરાજ આ દરમિયાન પોતાની ૧૪મી સદી પૂર્ણ કરી હતી. યુવરાજે ત્યારબાદ આક્રમક બેટિંગ કરતાં ૧૫૦ રન બનાવી આઉટ થયો હતો. ધોનીએ પણ સદી નોંધાવતાં ૧૦ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૧૩૪ રન બનાવ્યા હતા.

કેપ્ટન પાર્થિવ પટેલની વિષમ પરિસ્થતિમાં નોંધાવેલી સદીની મદદથી ગુજરાતે ૪૧ વારની ચેમ્પિયન મુંબઈને પાંચ વિકેટે હરાવી

પ્રથમ વખત રણજી ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું. ગુજરાતને ગૌરવ અપાવનાર પાર્થિવ પટેલે ૧૪૩ રન બનાવ્યા હતા જેમાં ૨૪ ચોગ્ગા

સામેલ હતા. જીત માટે મળેલા ૩૧૨ રનના લક્ષ્યાંકને ગુજરાતે મેચના પાંચમા અને અંતિમ દિવસે પાંચ વિકેટ ગુમાવી ઐતિહાસિક જીત

મેળવી હતી. ગુજરાતની ટીમ રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનનાર ૧૬મી ટીમ બની ગઈ છે. ગુજરાત આ પહેલાં ૧૯૫૦-૫૧માં રણજી ટ્રોફીની

ફાઇનલમાં પહોંચી હતી તે વખતે હોલકર (અત્યારની મધ્ય પ્રદેશ) ટીમ સામે પરાજય થયો હતો.

મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટન્સી પોતાની મરજીથી નથી છોડી પરંતુ તેની પર દબાણ કરવામાં આવ્યુ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિલેક્ટર્સ તરફથી તેને કેપ્ટન્સી છોડવા માટે  કહેવામાં આવ્યુ હતું. આ પહેલા ધોનીના રિઝાઇન મેઇલને જોતા પણ એમ જ લાગી રહ્યું હતું કે તેને પોતાની મરજીથી કેપ્ટન્સી નથી છોડી.

- રિપોર્ટ અનુસાર ધોની પર કેપ્ટન્સી છોડવાને લઇને સિલેક્ટર્સ તરફથી દબાણ કરવામાં આવ્યુ હતું. જે દિવસે તેને કેપ્ટન્સી છોડી હતી તે દિવસે તેની કેટલીક મુલાકાત સિલેક્ટર્સ કમિટીના પ્રમુખ એમએસકે પ્રસાદ સાથે થઇ હતી.
- આ મુલાકાત નાગપુરમાં ઝારખંડ અને ગુજરાત વચ્ચે રણજી ટ્રોફીની સેમિ ફાઇનલ મેચના દિવસે થઇ હતી.ધોની આ દરમિયાન ઝારખંડ ટીમના મેન્ટરના રૂપમાં ત્યા હાજર હતો.
- બીસીસીઆઇ તરફથી ધોનીના નિર્ણયની જાહેરાત બાદ પ્રસાદે તેની પ્રશંસા કરતા તેને બિલકુલ યોગ્ય સમય પર લેવામાં આવેલ નિર્ણય ગણાવ્યો હતો.
- પ્રસાદે કહ્યું હતું, 'હું સાચા સમયે લેવામાં આવેલા આ નિર્ણયને કારણે તેની પ્રશંસા કરુ છું, તે જાણે છે કે વિરાટ અત્યાર સુધી શાનદાર ટેસ્ટ કેપ્ટનના રૂપમાં ખુદને સાબિત કરી ચુક્યો છે'

ઇંગ્લેન્ડ સામે 3 ODI અને 3 T20 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિરાટ કોહલીને

બન્ને ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે યુવરાજ સિંહનો વન ડે અને ટી-20 તેમજ સુરેશ રૈના અને આશિષ

નેહરાનો ટી-20માં સમાવેશ કરવામાં આવ્યો છે.કેપ્ટન તરીકે ધોનીના સ્થાને વિરાટ આવતા યુવરાજ સિંહને ફાયદો થયો છે

.યુવરાજે 3 વર્ષ બાદ વન ડેમાં વાપસી કરી છે. યુવરાજ છેલ્લે ડિસેમ્બર, 2013માં દક્ષિણ આફ્રિકા સામે અંતિમ વન-ડે રમ્યો હતો.

ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનને કારણે યુવરાજ સિંહની 3 વર્ષ બાદ વન ડે ટીમમાં વાપસી થઇ છે

ટેનીસ જગતની સૌથી કામિયાબ ખેલાડીઓમાં નામના મેળવનાર સેરેના વિલિયમ્સે

વર્ષના અંતમાં પોતાની સગાઈ કરી લીધી હોવાની માહિતી આપી છે. પૂર્વ નંબર વન ખેલાડી

સેરેના વિલિયમ્સે રેડિટના સહ-સંસ્થાપક એલિક્સિસ ઓહાનિયનની સાથે સગાઈ કરી લીધી છે.

ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને પાંચમી ટેસ્ટમાં હરાવીને શ્રેણી 4-0થી જીતી લીધી છે. આ સાથે વિરાટ કોહલીએ સતત 18 ટેસ્ટથી

અજેય રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા કપિલ દેવના નામે 17 ટેસ્ટ સુધી અજેય રહેવાનો રેકોર્ડ હતો. કપિલનો 29 વર્ષ જૂનો

રેકોર્ડ કોહલીએ તોડ્યો છે. આ ઉપરાંત અઝહરે 9 વર્ષમાં જેટલી ટેસ્ટ જીતી હતી તેટલી કોહલીએ 2 વર્ષની કેપ્ટન્સીમાં મેળવી છે. 

લખનઉના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં રમાયેલી જુનિયર હૉકી વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં વિકાસ દહિયાની શાનદાર ગોલકીપિંગને કારણે પેનલ્ટી

શૂટઆઉટમાં ઑસ્ટ્રેલિયાને ૪-૨થી હરાવીને ૧૫ વર્ષ બાદ ભારત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે. ભારત છેલ્લે હોબાર્ટમાં ૨૦૦૧માં જુનિયર

વર્લ્ડ કપ જીત્યું હતું. આવતી કાલે ફાઇનલમાં એ બેલ્જિયમ સામે ટકરાશે. 

પહેલી સેમી ફાઇનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયાએ ૨-૨ ગોલ કર્યા હતા. પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય ગોલકીપર વિકાસ દહિયાએ શાનદાર બે ગોલ બચાવ્યા હતા.

એ પહેલાં ભારત સામે ફાઇનલમાં ટકરાનારા બેલ્જિયમે છ વખત ચૅમ્પિયન રહેલા જર્મનીને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી હરાવ્યું હતું. જર્મની ૧૯૮૨, ૧૯૮૫, ૧૯૮૯માં

સતત ત્રણ વખત આ ટુર્નામેન્ટ જીત્યું હતું. ત્યાર બાદ ૨૦૦૯ અને ૨૦૧૩માં પણ આ ટીમ જ વિજયી બની હતી. જોકે ગઈ કાલે સેમી ફાઇનલમાં બેલ્જિયમે જર્મનીને

હરાવીને એના બીજી વખત હૅટ-ટ્રિક કરવાના સપનાને તોડી નાખ્યું હતું. બેલ્જિયમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું છે.

ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે આક્રમક 156 રન બનાવી
 
સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરી છે. વોર્નર એક કેલેન્ડર યરમાં સૌથી વધારે 
 
 
સદી ફટકાનાર બેટ્સમેનની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. વોર્નરે આ વર્ષે 23 વન-ડેમાં
 
7 સદી ફટકારી છે. જ્યારે ગાંગુલીએ 2000માં 7 વન-ડે સદી ફટકારી હતી.

ગોવામાં ધૂમધામથી લગ્ન કર્યા પછી કોકટેલ પાર્ટીમાં યુવરાજ અને હેઝલે રોમાન્ટિક ડાન્સ કર્યો હતા.

ન્યૂ કપલનો આ ડાન્સ જોઈ હાજર રહેલા બધા દંગ રહી ગયા હતા. કોકટેલ પાર્ટીની શરૂઆતમાં યુવી-હેઝલે આતશબાજી

વચ્ચે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. યુવી સ્કાઇ બ્લૂ કલરના સૂટમાં સજ્જ હતો તો હેઝલ ક્રીમ કલરના ઇવનિંગ ગાઉનમાં સુંદર લાગતી હતી