ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો ૧૫ રને વિજય Featured

Saturday, 21 January 2017 23:47 Written by  Published in રમતગમત Read 169 times

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અહીં રમાયેલી દિલધડક મેચમાં ભારતે ૧૫ રને વિજય મેળવી ત્રણ મેચની સિરીઝમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં યુવરાજસિંહના ૧૫૦ રન અને ધોનીના ૧૩૪ રનની મદદથી નિર્ધારિત ૫૦ ઓવરમાં છ વિકેટ ગુમાવી ૩૮૧ રન બનાવ્યા હતા  તેમ છતાં ઇંગ્લેન્ડની ટીમ દ્વારા જોરદાર લડત આપતાં અંતિમ ઓવરો સુધી મેચ કોણ જીતશે તે નક્કી થઈ શક્યું નહોતું ત્યારે મોર્ગન ૪૯મી ઓવરમાં રન આઉટ થતાં ભારતે મેચ જીતી હતી. ઇંગ્લેન્ડની ટીમ ૫૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી ૩૬૬ રન બનાવી શકી હતી.

 

૩૮૨ રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ઇંગ્લેન્ડે જેસન રોયના ૮૨ રન અને જો રૂટના ૫૪ રનની મદદથી સારી શરૂઆત કરી હતી ત્યારે મિડલ ઓર્ડરમાં અશ્વિને રૂટ, સ્ટોક અને બટલરને આઉટ કરી ઇંગ્લેન્ડ પર દબાણ વધાર્યું હતું. ઇયોન મોર્ગન અને મોઇનઅલીએ ત્યારબાદ ૯૩ રનની ભાગીદારી નોંધાવી ઇંગ્લેન્ડને ફરી મેચમાં લાવ્યા હતા. ઔમોઇન ૫૫ રન બનાવી આઉટ થયા બાદ સ્ટોક્સ પણ પાંચ રન બનાવી આઉટ થયો હતો પરંતુ મોર્ગને એક છેડો સાચવી રાખી સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું અને ભારતીય ટીમમાં ટેન્શન વધાર્યું હતું. અંતિમ બે ઓવરમાં ઇંગ્લેન્ડને જીત માટે ૩૩ રનની જરૂર હતી ત્યારે મોર્ગન રન આઉટ થતાં ભારતની જીત નિશ્ચિત બની હતી. અંતિમ ઓવરમાં જીત માટે ૨૨ રન આવ્યા હતા પરંતુ માત્ર છ રન જ આવતાં ભારતે મેચ ૧૫ રને જીતી લીધી હતી. અગાઉ પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમને ક્રિસ વોક્સે એક પછી એક એમ ત્રણ ઝટકા આપતાં ૨૫ રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી હતી. મુશ્કેલીમાં મુકાઈ ગયેલી ભારતીય ટીમની વહારે આવતાં યુવરાજ અને ધોનીએ ચોથી વિકેટ માટે વન-ડે ક્રિકેટ ઇતિહાસની બીજી સૌથી મોટી ૨૫૬ રનની ભાગીદારી નોંધાવતાં ભારતે ૩૮૧ રનનો જંગી સ્કોર કર્યો હતો. યુવરાજસિંહ અને ધોની વચ્ચે ચોથી વિકેટ માટે ૨૫૬ રનની ભાગીદારી નોંધાઈ હતી. યુવરાજ આ દરમિયાન પોતાની ૧૪મી સદી પૂર્ણ કરી હતી. યુવરાજે ત્યારબાદ આક્રમક બેટિંગ કરતાં ૧૫૦ રન બનાવી આઉટ થયો હતો. ધોનીએ પણ સદી નોંધાવતાં ૧૦ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૧૩૪ રન બનાવ્યા હતા.

Super User

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.