વર્લ્ડ કબડ્ડી ફાયનલમાં ભારત વિરુદ્ધ ઈરાન મેચ અત્યારે હાફ થઇ છે 
 
જેમાં ઈરાન 13 - 18 થી આગળ છે 

ન્યૂઝીલેન્ડને 299 રન પર ઓલ આઉટ કર્યા બાદ ભારતે ત્રીજા દિવસના અંતે વિના વિકેટે 18 રન બનાવી લીધા છે.

મુરલી વિજય (11) અને ચેતેશ્વર પૂજારા (1) રને રમતમાં છે. 258 રનની લીડ સાથે પોતાની બીજી ઇનિંગ

માટે ઉતરેલી ટીમે 276 રનની લીડ બનાવી લીધી છે. ભારતનો ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરને ખભામાં ઇજા

થતા રિટાયર્ડ હટ થયો હતો. આ પહેલા આર.અશ્વિને 6 વિકેટ જ્યારે જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી.

અમદાવાદમાં રમાઇ રહેલા  કબડ્ડી વિશ્વકપ ૨૦૧૬માં આજે બીજા દિવસના બીજા મુકાબલામાં કેન્યા અને પોલેન્ડ વચ્ચે મુકાબલો હતો. આજે પહેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે બાંગ્લાદેશના સરળ વિજય બાદ આ મેચ ઘણી રસ્સાકસી ભરેલી રહેવાની ધારણા હતી કારણ બંને ટીમો પ્રમાણમાં હજી નવી નવી કબડ્ડીના અખાડામાં ઉતરી છે. કેન્યા સેમી પ્રવેશને લક્ષમાં રાખી મેદાનમાં ઉતરેલી ટીમ છે જયારે પોલેન્ડ પાસે પણ તેમનુ કૌશલ્ય બતાવવાની તક હતી.આ મેચમાં કેન્યાએ પોલેન્ડને ૫૪-૪૮થી હાર આપી હતી.

પ્રથમ અંતરાલમાં જ  પોલેંડે અત્યંત આક્રમક રમત દર્શાવી બે વાર સુપર રેડ કરી જયારે કેન્યાએ એક વાર સુપર રેડ કરી હતી. રમત એટલા ચઢાવ ઉતારથી ભરપુર રહી કે બંને ટીમો એક એક વાર ઓલ આઉટ થઇ ચુકી હતી.બંને ટીમોના કેપ્ટનની આસપાસ જ મેચ જાણે વમળ ખાઈ રહી હતી.પહેલા અંતરાલને અંતે બંને ટીમ ૨૭-૨૭ ના અંક સાથે બરાબરી પર રહી હતી.કેન્યાએ સુપર ટેકલ લીધી હતી તેના ખેલાડી ડેવિડ મોઝ્મ્બાઈનો સુપર ટેન આજની નોંધપાત્ર ઘટના હતી.

ભારતીય મૂળના કોચ હરવિન્દર સિંહની રાહબરીમાં પોલેન્ડની ટીમ તૈયાર થઇ છે જેના કપ્તાન મીશલ સ્પીઝ્કો પ્રો લીગમાં રમી ચુકેલા ઓલરાઉન્ડર છે જેમણે   તેમના કૌશલ્યો આજે સાબિત કરી કરવાની તક બરાબર ઝડપી લીધી તેઓ ડિફેન્ડર્સને ટેકલ માટે લલચાવી તેમના કોઠામાંથી છટકવાની કળામાં પારંગત છે.  કેન્યાના મજબુત ડીફેન્ડર ફેલિક્સ ઓપાના પ્રો લીગનો અનુભવ ધરાવે છે, તેઓ બ્લોક કરવામાં અને થાઇ હોલ્ડમાં નિષ્ણાત છે.બંને કેપ્ટનોની આગેવાની કોઈ પણ ટીમ માટે ઉદાહરણીય હતી.પોલેન્ડ બીજા અંતરાલમાં પણ ઓલ આઉટ થયું હતું,તેનું ડિફેન્સ નબળું રહ્યું હતું.ફિલિપ્સ સીસેની સુપર રેઇડ દ્વારા પોલેંડે રમતમાં વાપસીનો પ્રયત્ન કર્યો હતો.

કેન્યા પણ નવી નવી ટીમ છે જેણે પ્રો કબડ્ડી લીગની મેચો જોઈ જોઈ ટીમ બનાવવાનું નક્કી કર્યું જેમાં રગ્બી અને સોકરના તેમજ એથ્લેટિક ખેલાડીઓ સાથે મળીને ટીમ તૈયાર કરી છે.અસલ કબડ્ડીની રમતથી  બિન અનુભવી ટીમે રગ્બી અને સોકરની રમતના કૌશલ્યોનો ભરપુર ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો.  પ્રો કબડ્ડીમાં રમી ચુકેલા ઓલ રાઉન્ડર ડેવિડ મોઝીઆમ્બીનો અનુભવ કેન્યાને કામ લાગ્યો.

 

હવે પોલેન્ડનો મુકાબલો થાઇલેન્ડ સામે જયારે કેન્યાની ટક્કર ઈરાન સામે થશે.

રોહિત શર્મા અને રિદ્ધિમાન સહાની અડધી સદી બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં 178 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારત આઈસીસી રેન્કિંગમાં પાકિસ્તાનને પછાડી નંબર 1 બની ગયું છે. ભારતે આપેલા 376 રનના પડકાર સામે ન્યૂઝીલેન્ડ 197 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. આ જીત સાથે ભારતે 3 ટેસ્ટની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ 8 ઓક્ટોબરથી રમાશે. ભારત તરફથી મોહમ્મદ શમી, અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. બન્ને ઇનિંગમાં અડધી સદી ફટકારનાર સહાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે રિયો ઓલિમ્પિકમાં મેડલ વિજેતા પીવી સિંધુ, રેસલર સાક્ષી મલિક અને જિમનાસ્ટ દીપા કર્માકરનું સન્માન કર્યું હતું. ત્રણેયને ઇનામ તરીકે BMW કાર આપવામાં આવી હતી. આ કાર હૈદરાબાદ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશને આપી છે. આ પ્રસંગે સચિને કહ્યું- 'આખા દેશની તરફથી કહી શકું છું કે હું નસીબદાર છું, કે આ મહાન સ્પોર્ટ્સ એથલીટ્સ સાથે ઉભો છું.' મહત્વપૂર્ણ છે કે સિંધુએ ઓલિમ્પિકમાં સિલ્વર, જ્યારે સાક્ષીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બીજી તરફ જિમનાસ્ટના પ્રોદુનોવા ઇવેન્ટમાં દીપા 4th સ્થાને રહી હતી.

ટોક્યો ઑલિમ્પિક્સમાં વર્તાશે બોલ્ટ અને ફેલ્પ્સની ખોટ, મહાકુંભના આ સ્ટાર્સના ખાલીપાને કઈ રીતે ભરવો એની ચિંતા કરી રહ્યા છે ઑલિમ્પિક્સ કમિટીના અધ્યક્ષ


વર્લ્ડ ચૅમ્પિયન રનર જમૈકાના ઉસેન બોલ્ટે અને અમેરિકાના સ્વિમર માઇકલ ફેલ્પ્સે અનેક ગોલ્ડ મેડલ જીતીને ઑલિમ્પિક્સને એક અનોખી ઊંચાઈએ પહોંચાડ્યું છે. રમતોના મહાકુંભમાંથી તેમની વિદાય બાદ ઑલિમ્પિક્સમાં એક ખાલીપો આવી જશે. આંતરરાષ્ટ્રીય  ઑલિમ્પિક્સ કમિટીના અધ્યક્ષ થૉમસ બોકે બન્ને ખેલાડીઓને મહાનાયક ગણાવતાં કહ્યું હતું કે ૩૧મા ઑલિમ્પિક્સની સમાપ્તિ બાદ વિચાર આવશે કે તેઓ જતા રહ્યા બાદ પડનારા ખાલીપાને કઈ રીતે ભરી શકાશે. ૩૦ વર્ષનો બોલ્ટ ૯ અને ૩૧ વર્ષનો ફેલ્પ્સ ૨૩ ગોલ્ડ મેડલ જીત્યા છે

એક સમયે તેની પાસે સ્પર્ધા માટે આવશ્યક કપડાં પણ નહોતાં : ઇતિહાસ રચવાથી અને મેડલની જીતથી માત્ર એક જ કદમ દૂર જિમ્નૅસ્ટ દીપા કર્માકર,દીપા કર્માકરે જ્યારે પહેલી વખત જિમ્નૅસ્ટિક સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે તેની પાસે સ્પર્ધામાં પહેરવા માટેનો કૉસ્ચ્યુમ પણ નહોતો. દીપાએ ભાડાનો કૉસ્ચ્યુમ લીધો હતો જે તેને સરખી રીતે ફિટ પણ નહોતો થતો, પરંતુ હવે બાવીસ વર્ષની ત્રિપુરાની દીપા જિમ્નૅસ્ટિકની ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેની પાસે જિમ્નૅસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બનવાની તક છે. દીપા કર્માકર ૬ વર્ષની ઉંમરથી કોચ બિશ્વેશ્વર નંદીના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહી છે.

ઝીમ્બાબ્વેમાં વન-ડે અને ટી-૨૦માં સહેલાઈથી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ પોતાના નવા કોચ અનિલ કુંબલે સાથે આ મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં જવાની તૈયારીમાં લાગી ગઈ છે. જેના માટે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ, કોચ અને કેપ્ટન બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં પ્રેકટીસ કરવા ભેગા થયા છે. ભારતીય ટીમના બેટ્સમેન મુરલી વિજય, શિખર ધવન સહિત કેપ્ટન વિરાટ કોહલીએ ટ્રેઈનીંગ લીધી હતી. કેમ્પના બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમના બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમના સોશ્યલ મીડીયા પેજ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી બેટીંગની પ્રેકટીસ કરી રહ્યો છે અને કોચ અનિલ કુંબલે તેના પર નજર રાખી રહ્યો છે.

   બનાવાઈ રણનીતિ

બાંગ્લાદેશમાં માટે એક ટેસ્ટ અને ૧૭ વનડે મેચ રમી ચુકેલા ઓલરાઉન્ડર સુહરાવાદી સુવરોના માથા પર બાઉન્સર વાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ સારી કહેવામાં આવી રહી છે. સુવરોને ઢાકા પ્રીમિયર લીગ મુકાબલાના દરમિયાન વિક્ટોરિયા સ્પોર્ટિંગ ક્લબના માટે રમતા અબાહાની લિમિટેડના બોલર તાસકીન અહમદના બોલ પર માથા પર ઈજા થઈ હતી.

આઈપીએલમાં કેપ્ટન વિરાટ કોહલી પછી બીજી સૌથી એવરજથી બેટિંગ કરનાર સ્ટાર યુસુફ પઠાણની શાનદાર બેટિંગ ડીપીએલમાં ચાલી રહી છે આઈપીએલના આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સના માટે શાનદાર પ્રદર્શન કરનાર યુસુફ પઠાણે બાંગ્લાદેશના ઢાકા પ્રીમિયર લીગની પોતાની પ્રથમ મેચમાં ૪૭ બોલમાં ૬૦ રનની શાનદાર રમત બતાવતા પોતાની ટીમ અબાહાની લીમીટેડને જીત અપાવવા માટેની મહત્વ ભૂમિકા નિભાવી છે