૧૫૮ રનના ટાર્ગેટ સામે ૨૯ રનમાં પાંચ વિકેટ ઝડપવા છતાં ગુજરાત હાર્યું, વિરાટ ઝીરો, ડિવિલિયર્સ હીરો, બૅન્ગલોર ફાઇનલમાં  .
બૅન્ગલોરમાં ગઈ કાલે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે કમાલના કમબૅક સાથે ગુજરાત લાયન્સને ૪ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કયોર્ હતો. ગુજરાતે આપેલા ૧૫૯ રનના ટાર્ગેટ સામે બૅન્ગલોરે એક સમયે ૫.૩ ઓવરમાં ૨૯ રનમાં વિરાટ કોહલી સહિત પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પણ ત્યાર બાદ એ.બી. ડિવિલિયર્સ (૪૭ બૉલમાં પાંચ સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૭૯) અને ઇકબાલ અબદુલ્લા (૨૫ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે અણનમ ૩૩ રન) વચ્ચે સાતમી વિકેટ માટે અણનમ ૯૧ રનની મૅચવિનિંગ પાર્ટનરશિપ સાથે કમાલ કરતાં બૅન્ગલોર ૧૦ બૉલ બાકી રાખીને ૧૮.૨ ઓવરમાં કમાલના વિજય સાથે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
  • ત્રણ ઓવર બાદ રોહિત શર્માએ 13 બોલમાં 23 રન ફટકારી દીધા હતા. જેમાં 1 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. જ્યારે ગુપ્ટીલ 2 રન બનાવીને રમી રહ્યો હતો. રોહિત શર્મા મોટી ઈનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવે છે, તે સેટ થઈ ગયા બાદ મોટી સિક્સ મારવામાં માહિર છે. તેવામાં ગુજરાતને મેચ બચાવવા માટે રોહિતની વિકેટ પાડવી જરૂરી છે.
  • મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્માએ પહેલી ઓવરમાં બે ફોર ફટકારીને સારી શરૂઆત અપાવી હતી. રોહિત સાથે માર્ટિન ગુપ્ટીલ ઓપનિંગમાં ઉતર્યા હતા. તેમણે બે ઓવરમાં  19 રન બનાવી લીધા હતા.
  • ગુજરાત લાયન્સે ટોસ તો જીતી લીધો છે. અત્યાર સુધીની મોટા ભાગની મેચોમાં રન ચેસ કરનાર ટીમો જ વધુ મેચ જીતી છે. ગુજરાતે ટોસ જીતીને મુંબઈને રમવાનું આમંત્રણ આપ્યું હતું.

આજથી બરાબર એક મહિના હવે ઇન્ડિયન પ્રીમિયર લીગની નવમી સિઝનનો પ્રારંભ થયો હતો. આ એક મહિનાના ગાળામાં ૭ મે-રવિવાર સુધી કુલ ૩૮ મુકાબલા ખેલાઇ ચૂક્યા છે. ૨૨ મેના લીગ રાઉન્ડની સમાપ્તિ થશે ત્યાં સુધી કુલ ૧૮ મુકાબલા ખેલાશે.  અંતિમ-ચાર એટલે કે પ્લે ઓફમાં પ્રવેશ કરશે તેના ફેંસલા માટે હવે બાકીની તમામ મેચ દરેક ટીમ માટે કોઇને કોઇ રીતે મહત્વની છે. લીગ રાઉન્ડમાં દરેક ટીમને ૧૪-૧૪ મેચમાં રમવાનું છે. હવે કોઇ પણ ટીમ માટે એકાદ ભૂલ પણ પ્લે ઓફની રેસમાંથી બહાર કરી શકે છે. પ્લે ઓફના મુકાબલાનો ૨૪ મેથી પ્રારંભ થશે.

રોબિન ઉથપ્પાના 49 બોલમાં 70 અને ગૌતમ ગંભીરના 45 બોલમાં 54 રન બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-9માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 7 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 157 રન બનાવી શક્યું હતું. કોલકાતા તરફથી રસેલે 20 રનમાં 4 વિકેટ અને ચાવલાએ 2 વિકેટ ઝડપી હતી.

અક્ષર પટેલની હેટ્રિક સહિત ચાર વિકેટની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે સતત ફોર્મમાં ચાલી રહેલી ગુજરાત લાયન્સના વિજય રથને રોકતાં ૨૩ રને જીત મેળવી આ સિઝનમાં બીજી જીત મેળવી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ બેટિંગ કરતાં કેપ્ટન મુરલી વિજયના ૫૫ રન અને સહાના ૩૩ રન તેમજ મિલરના ૩૧ રનની મદદથી ૧૫૪ રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાત લાયન્સની ટીમ ૨૦ ઓવરના અંતે નવ વિકેટ ગુમાવી ૧૩૧ રન બનાવી શકી હતી.  હેટ્રિક સહિત ચાર વિકેટ ઝડપનાર અક્ષર પટેલને મેન ઓફ ધ મેચ જાહેરકરાયો હતો.

ઉલ્લેખનીય છે કેકિંગ્સ ઇલેવન પંજાબે કેપ્ટન બદલતાં તેની કિસ્મત પણ બદલાઈ હોય તેમ ત્રણ મેચમાં હાર બાદ જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. પંજાબ અને ગુજરાત લાયન્સ વચ્ચે ગત ૧૧મી એપ્રિલે મેચ રમાઈ હતી જેમાં ગુજરાતે જીત મેળવી હતી જેને કારણે પંજાબે આ મેચમાં જીત મેળવી હારનો બદલો લીધો હતો.

૧૫૫ રનના ટાર્ગેટ સામે ગુજરાત લાયન્સે વિસ્ફોટક બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમને ૧૩ રનના કુલ સ્કોરે મોહિત શર્માએ આઉટ કરી પંજાબને પ્રથમ સફળતા અપાવી હતી.

ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકરનો આજે 24મી એપ્રિલે જન્મદિન છે. જે દિવસે સચિને મુંબઈમાં MIG ક્રિકેટ ક્લબ ખાતે સ્કૂલના બાળકો સાથે ક્રિકેટ રમ્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો હોવા જોઈએ એની વાત કરતાં ઇમરાન ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘ક્રિકેટનો બૉયકૉટ કરીને ભારત શું હાંસલ કરવા માગે છે એ નથી સમજાતું. પાકિસ્તાની ખેલાડીઓને IPLમાં રમાડવા જોઈએ. જો એમ કરવામાં આવશે તો એ ક્રિકેટ માટે ઉત્તમ હશે અને ટુર્નામેન્ટનો રોમાંચ પણ અનેકગણો વધી જશે. ઉપરાંત પાકિસ્તાનને પણ ફાયદો થશે, કેમ કે આતંકવાદને લીધે કોઈ ટીમ પાકિસ્તાનમાં રમવા નથી આવતી અને એને લીધે દેશના ક્રિકેટને ભારે નુકસાન થઈ રહ્યું છે.’

 પોતપોતાની પહેલી મેચમાં પ્રભાવશાળી દેખાવ કરવા પછી સ્પધર્મિાં પ્રથમ વાર ભાગ લઈ રહેલી રાઈઝીંગ પુણે સુપરજાયન્ટસ (આર.પી.એસ.) અને ગુજરાત લાયન્સ (જી.એલ.)ની ટીમો આઈ.પી.એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના આ નવમા વર્ષમાં અહીં, આજે યોજાનારી મેચમાં એકબીજાની તાકાતની કસોટી કરશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની ટી20 ક્રિકેટ ટુનર્મિેન્ટમાં આ સિઝનમાં બે નવી ટીમનો સમાવેશ કરાયો છે જેમાં ગુજરાત લાયન્સ રાજકોટ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સિઝનથી રાજકોટને આઇપીએલની મેચ ફાળવવામાં આવી છે. આજે આ ત્રણેયનો સંગમ થવાનો છે. ગુજરાત લાયન્સ અને પૂણે વચ્ચે પહેલી વાર ટક્કર જામશે અને એ પણ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ (ખંઢેરી) ખાતે થશે. રાત્રે 8.00 કલાકે મેચનો પ્રારંભ થશે.
વર્તમાન સિઝનમાં બંને ટીમ અગાઉ એક એક મેચ રમી છે અને બંને ટીમે એ મેચ જીતેલી છે. પૂણેની ટીમે ટુનર્મિેન્ટની પ્રથમ મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈની ટીમને હરાવી હતી તો ગુજરાત લાયન્સે તેની પ્રથમ મેચમાં મોહાલી ખાતે પંજાબને હરાવ્યું હતું. આમ બંને ટીમ પોતાની વિજયકૂચ જાળવી રાખવા માટે રમશે તો સાથે સાથે એ પણ નક્કી છે કે બેમાંથી એક ટીમને પહેલી વાર પરાજયનો સ્વાદ પણ ચાખવો પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને સસ્પેન્ડ કરાતાં આ બંને ટીમને સ્થાન આપવામાં આવ્યું હતું.
આ બંને ટીમના કમસે કમ છ ખેલાડી એવા છે જે એક વર્ષ અગાઉ સાથે રમતા હતા અને હવે સામસામે રમવાના છે. તેમાંય સુકાની મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈના 2008થી ચેન્નાઈ માટે રમતા હતા અને હવે ગુરુવારે સામસામે મેદાને પડશે. બંનેએ કબૂલ્યું હતું કે ચેન્નાઈની પીળી જર્સી સાથે રમવાને બદલે અલગ અલગ કલરની જર્સી સાથે રમવું અલગ લાગે છે પરંતુ સાથે સાથે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ પોતપોતાની ટીમ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
પ્રથમ મેચમાં પૂણેનો આસાન વિજય થયો હતો અને મુંબઈનો આંક વટાવવામાં તેમને ખાસ મહેનત કરવી પડી ન હતી પરંતુ ગુજરાત લાયન્સને આ માટે થોડી મહેનત કરવી પડી હતી. પંજાબની ટીમે બેટિંગમાં તો સારો દેખાવ કર્યો હતો પરંતુ તેના બોલર્સ પ્રભાવશાળી રહ્યા ન હતા. જોકે એરોન ફિંચે તોફાની બેટિંગ કરી હતી અને તેની અડધી સદીની મદદથી લાયન્સની કામગીરી આસાન બની ગઈ હતી.
આ ઉપરાંત રાજકોટની ટીમ માટે કેરેબિયન ઓલરાઉન્ડર ડ્વેઇન બ્રેવોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે ટી20 કારકિર્દીની 300 વિકેટ પૂરી કરી હતી તો આઇપીએલમાં 1000 રન અને 100 વિકેટની બેવડી સિદ્ધિ પણ હાંસલ કરી હતી.
પૂણે પાસે આરપી સિંઘ અને મિચેલ માર્શ જેવા બોલર ઉપરાંત રવિચંદ્રન અશ્વિન છે જેને મુરુગન અશ્વિનનો સહકાર સાંપડી રહ્યો છે. આ ચાર બોલર ગમે તે ટીમ સામે ભારે પડી શકે તેમ છે. ધોનીએ છેલ્લી કેટલીક મેચમાં રવિચંદ્રન અશ્વિનની ચાર ઓવર પૂરી કરાવી નથી. હવે આ વખતે તે આમ કરે છે કે નહીં તે જોવાનું રહેશે.

ટીમ ઇન્ડીયાના બે સાથી ખેલાડીઓ વચ્ચે શ્રેષ્ઠતા સાબિત કરવાનો જંગ ખેલાશે : રાત્રે ૮ વાગ્યાથી ખંઢેરીના મેદાનમાં મુકાબલોઃ રનોનું રમખાણ સર્જાશે : ગુજરાત લાયન્સ પાસે પ્રતિભાશાળી ખેલાડીઓ તો પૂણે જાયન્ટસની મજબૂત ટીમ : ચોગ્ગા-છગ્ગાની રમઝટ જામશે

મેદાનમાં પરસેવો પાડતું ગુજરાત લાયન્સ : રાજકોટ : ગુજરાત લાયન્સ અને પુણે જાયન્ટસ વચ્ચે આજે રાત્રે ૮ વાગ્યાથી આઇપીએલનો જંગ રમાનાર છે ત્યારે ગુજરાત લાયન્સની ટીમે ગઇસાંજે ખંઢેરીના મેદાનમાં પરસેવો પાડયો હતો. રૈના, જાડેજા, બ્રાવો, મેક્કુલમ, ફોકનર, સ્મિથ, પ્રવિણકુમાર, દિનેશ કાર્તિક, ડેલ સ્ટેન સહિતના ખેલાડીઓએ મેદાન ઉપર સખત નેટપ્રેકટીસ કરી હતી. પુણેની ટીમ ગઇકાલે બપોરે રાજકોટ આવી હોય ટીમ પ્રેકટીસ નહી કરે આજે સાંજે મેચ અગાઉ પ્રેકટીસ કરશે. તસ્વીરમાં ગુજરાત લાયન્સના ધુરંધરો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

   રાજકોટ, તા. ૧૪ : ટીમ ઇન્ડિયાના બે મહારથીઓ વચ્ચે શ્રેષ્ઠતા સાબિત કરવા આજે જંગ ખેલાશે. પોતપોતાના પ્રથમ મેચમાં પ્રભાવશાળી દેખાવ કર્યા બાદ આ વખતેની આઇપીએલની ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત જ ભાગ લઇ રહેલી ગુજરાત લાયન્સ અને પુણે જાયન્ટસ વચ્ચે મુકાબલો જામશે. બન્ને ટીમમાં ગયા વર્ષ સુધી સસ્પેન્ડ થયેલી ચેન્નાઇ સુપર કિંગ્ઝની ટીમમાં એકસાથે રમ્યા હોય એવા છ ખેલાડીઓ છે. બન્ને ટીમો એકબીજાને પછાડવા ખાસ રણનીતી બનાવશે. પોતે હજુ પણ જુની ટીમ સાથે લાગણીથી જોડાયેલા છે તેવી કબુલાત બન્ને કરી ચુકયા છે તેમ છતાં નવી ટીમને જીતાડવા માટે પ્રતિબધ્ધ છે.

   ખંઢેરીના મેદાનમાં આજે રાત્રે ૮ વાગ્યાથી આઇપીએલનો રાજકોટમાં પ્રથમ જંગ રમાશે. ફલેટ વિકેટ બનાવી હોય રનોનું રમખાણ સર્જાશે. બન્ને ટીમોના બેટસમેનો ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવશે.

   ધોનીની કેપ્ટનસીપમાં પુણેની ટીમે શાનદાર પ્રદર્શન કરી પોતાની પહેલી મેચમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇને સરળતાથી નવ વિકેટે હરાવ્યું હતું. ટોચના બેટસમેનોએ જ લક્ષ્યાંકને આંબતા ધોની ઉપરાંત સ્ટીવન સ્મીથ જેવા ખેલાડીઓને બેટીંગ કરવા આવવાની જરૂર જ નહોતી પડી. ધોની પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ પણ જાતનો ફેરફાર કરશે નહી.

   જયારે પંજાબને હરાવવા માટે ગુજરાત લાયન્સની ટીમે મહેનતથી મેચ જીત્યો હતો. શરૂઆતમાં જાડેજા અને બ્રાવોની શાનદાર બોલીંગ બાદ ફીન્ચની શાનદાર બેટીંગની મદદથી લાયન્સે ૧૮ મી ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

   પુણેની ટીમમાંથી આર. પી. સિંહ, મિચેલ માર્શ, આર. અશ્વિન ગુજરાતના બેટસમેનોને રોકવાનો પ્રયાસ કરશે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે ધોની તેના અશ્વિનના ચાર ઓવરનો ભાગ આપશે કે નહિ ? આ મામલે અગાઉ પણ વિવાદ થઇ ચુકયો છે. 

   ગુજરાત લાયન્સ ટીમ

   રૈના (કેપ્ટન), ડેવેન બ્રાવો, મેક્કલુમ, રવિન્દ્ર જાડેજા, ફોકનર, ફિન્ચ, ડેવેન સ્મિથ, ડેલ સ્ટેન, તામ્બે, ટાય, ઇશાન કિશન, જકાતી, દિનેશ કાર્તિક, ધવલ કુલકર્ણી, પ્રવિણકુમાર, પ્રદિપ સાંગવાન, જયદેવ શાહ, ઉમંગ શર્મા, શિવિલ કૌશીક, સરબજીત લડ્ડા, અશ્કદિપ નાથ, અમિત મિશ્રા, ડોગરા, દ્વિવેદી

   રાયઝીંગ પુણે જાયન્ટસ

   ધોની (કેપ્ટન), આર. અશ્વિન, ડુપ્લેસીસ, મિચેલ માર્શ, પીટરસન, રહાણે, ઇશાંત, આર. પી. સિંઘ, સ્ટીવ સ્મિથ, ઝામ્પા, મોર્કલ, ઇશ્વર પાન્ડે, ઇરફાન પઠાણ, થિરારા પરેરા, હેન્ડસ્કોમ્બ, બોલેન્ડ, જે. સિંઘ, ડિન્ડા, ચહાર, બૈન્સ, ભાટીયા, અંકીત શર્મા, બાબા અપરાજીત, મરૂગન અશ્વિન, સૌરભ તિવારી

 
 
 

સ્ટાર-સ્ટડેડ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની નવમી સિઝન માટે તેમના પ્રવાસ શરૂ કારણ કે તેઓ હોસ્ટ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) આઇપીએલની મેચ 4 2016 બેંગલોર સાથે ખૂબ જ મજબૂત ટોચના ક્રમમાં હોય છે વર્લ્ડ ક્લાસ વિદેશી ખેલાડીઓ મોટા ભાગના વખતે SRH ભારતીય અને વિદેશી ક્રિકેટરોને જે આઈપીએલમાં ધન કારણ કે તે ભારતીય પરિસ્થિતિમાં રમાય છે એક છે એક સારી મિશ્રણ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમના દોષરહિત બેટિંગ લાઇન અપ પર આધાર રાખે છે, જ્યારે SRH મુખ્ય તાકાત તેમના મજબૂત બોલિંગ લાઇન અપ જે સુકાની ડેવિડ વોર્નર યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે જુઓ કરશે. મેચ પહેલા, અહીં શક્યતા ઈલેવન કે વિરાટ કોહલી સાથે જવા માંગો છો શકે છે. પૂર્ણ ક્રિકેટ સ્કોર: રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) વિ હૈદરાબાદ (SRH), આઈપીએલ 2016 મેચ 4 બેંગલુરુ ખાતે રમાશે.