T20 વર્લ્ડ કપ પૂરો થવાની સાથે જ હવે ચાહકો IPLના ઝળહળાટની રાહ જોઈ રહ્યા છે. શનિવારે વાનખેડેમાં ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી નવી ટીમ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ વચ્ચેની ટક્કર સાથે ક્રિકેટસંગ્રામની નવમી સીઝનની શરૂઆત થાય એ પહેલાં શુક્રવારે વરલીના NSCI ડોમમાં ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે. નવી ટીમ ગુજરાત લાયન્સનો ખેલાડી ડ્વેઇન બ્રાવો ‘ચૅમ્પિયન ચૅમ્પિયન’ ગીત પર મુંબઈમાં આયોજિત ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરશે જે ઉદ્ઘાટન સમારોહનું મુખ્ય આકર્ષણ હશે. જોકે તેની સાથે વેસ્ટ ઇન્ડીઝના અમુક ખેલાડીઓ પણ જોડાશે. એ ઉપરાંત બૉલીવુડનાં સ્ટાર જેવાં કે કૅટરિના કૈફ, રણવીર સિંહ, જૅકલિન ફર્નાન્ડિસ અને યો યો હની સિંહ આ ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરશે; જ્યારે ઇન્ટરનૅશનલ આર્ટિસ્ટો અમેરિકન ગાયક ક્રિસ બ્રાઉન, અમેરિકન બૅન્ડ મેજર લેઝર, ઇંગ્લિશ રૅપર ફ્યુઝ અને જમૈકા-અમેરિકન રેકૉર્ડિંગ-આર્ટિસ્ટ નેઇલા થોરબૉર્ન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઓપનિંગ સેરેમની સોની મૅક્સ અને સોની સિક્સ ચૅનલ પર સાંજે સાડાસાત વાગ્યાથી લાઇવ જોવા મળશે.

ગઈ કાલે ઈંગ્લેન્ડ સામે ધમાકેદાર જીત મેળવી બીજીવાર T20 વર્લ્ડકપ જીત્યાની વેસ્ટ ઈન્ડિઝે શાનદાર ઉજવણી કરી હતી. પરંતુ અલગ અંદાજમાં સેલિબ્રેશન કરવા જાણીતા કેરેબિયન ખેલાડીઓનું વર્તન કળી ન શકાય તે પ્રકારનું જણાતું હતું. ટીમના લગભગ તમામ ખેલાડીઓ ખુબ જ ભાવુક જણાતા હતાં, જે કંઈક અંશે તેમની અંદરના ઘાવની તસવીર બયાં કરતી હતી. આખરે સમગ્ર ચિત્ર મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ થયું હતું. 

પ્રેસ કોન્ફરન્સમાં ટીમના કેપ્ટન ડેરેન સેમી અને ડ્વેન બ્રાવોએ ટીમે મેદાન બહાર કેવી કેવી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો તેનો સનસનાટી ભર્યો ખુલાસો કર્યો હતો. ઉપરાંત સેમી અને બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડનો પણ ઉધડો લીધો હતો. બ્રાવોએ તો વેસ્ટ ઈન્ડિઝના બદલે BCCIનો આભાર માન્યો હતો કેમ કે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ કરતા વધુ મદદ તો BCCI એ કરી છે એવું તેમને જણાવ્યું હતું.

બન્નેમાં આઉટ હોવા છતાંબચી ગયેલા લેન્ડલ સિમન્સે ૫૧ બૉલમાં એકલે હાથે ૮૩ રન કરીને ભારતને હરાવ્યું,T20 વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમી ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સાત વિકેટથી હારી ગઈ હતી. વિરાટ કોહલીના શાનદાર ૪૭ બૉલમાં ૮૯ રનને કારણે ભારતે બે વિકેટે ૧૯૨ રન કર્યા હતા, પરંતુ વેસ્ટ ઇન્ડીઝે બે બૉલ બાકી રાખીને એ ટાર્ગેટ મેળવી મૅચ જીતી લીધી હતી. એને કારણે વાનખેડે સ્ટેડિયમમાં હાજર દર્શકોમાં જોરદાર સોપો પડી ગયો હતો. ૨૦૧૨માં ચૅમ્પિયન બનેલું વેસ્ટ ઇન્ડીઝ રવિવારે ઇંગ્લૅન્ડ સામે ટકરાશે.

વર્લ્ડ કપ ટી-20માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ કરતાં એક વિકેટ ગુમાવી પાંચ ઓવરમાં 55 રન બનાવ્યા છે. ઓપનિંગમાં ખ્વાજા ઉસ્માન અને ફિંચની જોડી બેટીંગ માટે મેદાનમાં ઉતરી હતી.

બંને બેટસમેનોએ શરૂઆતથી ઝડપી બેટીંગનો આરંભ કર્યો હતો. જોકે 16 બોલમાં 26 રન બનાવ્યા બાદ ઉસ્માન નેહરાની બોલીંગમાં વિકેટ પાછળ ધોનીના હાથે ઝડપાઈ ગયો હતો.

આઠ ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી 73 રન કર્યા હતાં. બીજી વિકેટ તરીકે ડેવિડ વોર્નરને અશ્વિનની બોલિંગમાં ધોની સ્ટમ્પ આઉટ કર્યો હતો. આ વખતે વોર્નરે ફક્ત છ રન જ બનાવ્યા હતાં.

 


ફિંચ 43 રને હાર્દિકની બોલિંગમાં ધવનના હાથે કેચ

13 ઓવરને અંતે ઓસ્ટ્રેલિયાના  100 રન,  વિકેટ 4

15 ઓવરને અંતે ઓસ્ટ્રેલિયાના    રન,  વિકેટ

શેન વોટસન આવ્યો બેટીંગમાં

ગ્લેન મેકસવેલ અને વોટસન બેટીંગમાં

14 ઓવરને અંતે ઓસ્ટ્રેલિયાના  104 રન,  4 વિકેટ

15 ઓવરને અંતે ઓસ્ટ્રેલિયાના  114  રન, 4 વિકેટ

16 ઓવરને અંતે  ઓસ્ટ્રેલિયાના  129 રન, 5 વિકેટ

બુમરાની બોલીંગમાં વોટસનને ફટકારી સીક્સ

મેકસવેલ બુમરાહની બોલીંગમાં 31 રને બોલ્ડ

જેમ્સ ફોકનર આવ્યો બેટીંગ

17 ઓવરને અંતે ઓસ્ટ્રેલિયાના 132 રન,  5 વિકેટ

18 ઓવરને અંતે ઓસ્ટ્રેલિયાના 136  રન, 5 વિકેટ 

19 ઓવરને અંતે ઓસ્ટ્રેલિયાના   145 રન,  5 વિકેટ

ફોકનર 10 રન બનાવી હાર્દિકની ઓવર કોહલીના હાથે કેચ

20 ઓવરને અંતે ઓસ્ટ્રેલિયાના  160  રન,  6 વિકેટ

પીટર નેવીલ 10 રને અણનમ

ભારતની બેટીંગ

રોહિત શર્મા  અને શિખર ધવન ઓપનિગં બેટ્સમેન

પ્રથમ ઓવરને અંતે ભારતના   7 રન

બીજી ઓવરને અંતે ભારતના   9 રન    

શિખર ધવને ફટકારી સિક્સ


ત્રીજી ઓવરને અંતે ભારતના  18  રન

શિખર ધવન 13 રને કુટલર નીલની બોલિંગમાં ખ્વાજના હાથે કેચ

વિરાટ કોહલી બેટીંગમાં


ચોથી ઓવરને અંતે ભારતના  24  રન  1 વિકેટ


પાંચમી ઓવરને અંતે ભારતના   34 રન   1 વિકેટ

રોહિત શર્મા 12 રને વોટસનને બોલે બોલ્ડ

સુરેશ રૈના બેટીંગમાં

છઠ્ઠી  ઓવરને અંતે ભારતના  37   રન   2 વિકેટ

સાતમી ઓવરના અંતે ભારતના 45 રન  2 વિકેટ

સુરેશ રૈના 10 રન બનાવી વોટસનની બોલિગમાં પી. નેવીલના હાથે કેચ

યુવરાજસિંહ બેટિંગમાં

આઠમી ઓવરને અંતે ભારતના 50 રન 3 વિકેટ

નવમી ઓવરને અંતે ભારતના  59 રન 3   વિકેટ

10મી ઓવરને અંતે ભારતના 65  રન 3 વિકેટ


11 ઓવરને અંતે ભારતના  68 રન 3  વિકેટ

વિરાટે ફટકારી સિક્સ

12 ઓવરને અંતે ભારતના  80 રન  વિકેટ
યુવરાજે ફકટારી સિક્સ
13 ઓવરને અંતે ભારતના  89 રન   3 વિકેટ
યુવરાજ 21 રને ફોકનરની બોલિંગમાં વોટસનના હાથે ઝડપાયો
14 ઓવરને અંતે ભારતના 94  રન 4  વિકેટ

ઘોની બેટીંગમાં

15 ઓવરને અંતે ભારતના  102  રન 4  વિકેટ

16 ઓવરને અંતે ભારતના 114  રન,  4 વિકેટ

કોહલીની અડધી સદી 


17 ઓવરને અંતે ભારતના  122 રન  4 વિકેટ 

વિરાટ કોહલીની બીજી સિક્સ

18 ઓવરને અંતે ભારતના  141  રન  4 વિકેટ

 

19 ઓવરને અંતે ભારતના 157  રન, 4 વિકેટ

 

ટી-20 વર્લ્ડ કપ મેચમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની વચ્ચે રમાયેલી મેચમાં બાંગ્લાદેશને હાર ઉપરાંત ભારત સામેની મેચમાં ધીમી બોલિંગ કરવા બદલ દંડ કરવામાં આવતા બેવડો માર પડ્યો છે. ન્યૂઝિલેન્ડે પહેલાં બેટીંગ કરી અને 145 નો લક્ષ્યાંક આપ્યો પરંતુ બાંગ્લાદેશની ટીમ 15.4 ઓવરમાં 70 રનમાં ઓલઆઉટ થઇ જતાં  મેચ હારી ગઈ હતી. 

ટી-૨૦ વર્લ્ડ કપની મહત્ત્વની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થતા પાકિસ્તાનની ટીમના અભિયાનનો અંત આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ૨૧ રનથી હરાવી વર્લ્જ કપની સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ૧૯૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૨ રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાનો વિજય થતા હવે તેનો ભારત સામે થનારો મુકાબલો નિર્ણાયક બનશે. ૧૯૪ રનના તોતિંગ લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની ટીમને ફોર્મમાં રહેલા ઓપનર શહેઝાદના રૃપમાં ઝાટકો લાગ્યો હતો.

ટી-20 વર્લ્ડકપના સુપર 10ના પ્રથમ મુકાબલામાં ભારતે 47 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 126 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 18.1 ઓવરમાં માત્ર 79 રનમાં જ ઓલ આઉટ થઇ ગયું હતું. ભારતના નવ બેટ્સમેન સ્પિનર્સનો શિકાર બન્યા હતા. ટી-20માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારત અત્યાર સુધી 5 મેચ રમ્યુ છે જેમાં તમામ મેચમાં તેનો પરાજય થયો છે.
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યું. એશિયા કપ જીત્યા બાદ ઓવર કોન્ફિડન્સમાં ભારતીય ટીમ આવી ગઇ હતી. પોતાના ઘરમાં જ કીવી ટીમને નબળી ગણી હતી

રાંચીમાં શુક્રવારે રમાયેલી બીજી ટી-૨૦ મુકાબલામાં ભારતે શ્રીલંકાને ૬૯ રનથી હરાવી દીધું હતી. આ જીતની સાથે ભારતે ત્રણ મેચોની ટી-૨૦ સીરીઝમાં ૧-૧ ની બરાબરી કરી લીધી છે. ભારત દ્વારા આપવામાં આવેલો ૧૯૭ રનનો ટાર્ગેટનો પીછો કરતા શ્રીલંકા ની ટીમ 20 ઓવર માં 9 વિકેટે 127 રન જ બનાવી શકી હતી 

ઇન્‍ડિયન પ્રિમિયર લીગની નવમી સીઝન માટે આજે ખેલાડીઓની નિલામી થઇ રહી છે. આઇપીએલ-૯ના ઓકશનમાં ર૦૧પમાં સૌથી મોંઘા ૧૬ કરોડમાં વેચાયેલા યુવરાજસિંહને આ વખતે સનરાઇઝર્સ હૈદ્રાબાદે ૭ કરોડમાં ખરીદ્યો છે. શેન વોટસન આ વર્ષે સૌથી મોંઘો વેચાયેલો ખેલાડી છે. તેને આરસીબીએ ૯.પ કરોડમાં ખરીદ્યો છે. વેસ્‍ટ ઇન્‍ડિઝના બ્રેથવેટ અને દ.આફ્રિકાના ક્રિસ મોરીસ પોતાની બેઇઝ પ્રાઇઝથી ૧૪ ગણા ઉંચા ભાવમાં વેચાયા છે. ૩૦ લાખની બેઇઝ પ્રાઇઝ ધરાવતા બ્રેથ વેટ ૪.ર કરોડમાં અને પ૦ લાખની બેઇઝવાળા મોરીસને ૭ કરોડમાં વેચવામાં આવ્‍યો હતો. બંનેને દિલ્‍હી ડેર ડેવિલ્‍સે ખરીદેલ છે. આ વખતે રાજકોટ અને પુણેની ટીમની એન્‍ટ્રી થવાથી નિલામી રસપ્રદ બની હતી.

શેન વોટસનને ૯.પ૦ કરોડમાં બેંગ્‍લોરે ખરીદ્યો છે. આ સીઝનની અત્‍યાર સુધીની આ સૌથી મોટી નિલામી છે. પહેલા ૮મી સિઝનમાં વોટસન રાજસ્‍થાન તરફથી રમ્‍યો હતો. પહેલા રાઉન્‍ડમાં ન્‍યુઝીલેન્‍ડના માર્ટીન ગપ્‍ટીલ અને ઓસ્‍ટ્રેલીયાના આરોન ફિન્‍ચને કોઇએ ખરીદ્યો ન હતો. આશિષ નેહરાને પ.પ૦ કરોડમાં હૈદ્રાબાદે તો પુણેએ ઇશાંત શર્માને ૩.૮૦ કરોડમાં ખરીદ્યો છે. સનરાઇઝર્સ હૈદ્રાબાદે યુવરાજને ૭ કરોડમાં ખરીદ્યો છે. દિલ્‍હીએ ગયા વખતે યુવરાજને ૧૬ કરોડમાં ખરીદ્યો હતો તો ડેવેન સ્‍મિથની બેઇઝ પ્રાઇઝ પ૦ લાખની હતી પણ તેને ર.૩૦ કરોડમાં ગુજરાત લાયન્‍સે ખરીદ્યો છે. કેવીન પીટરસનને ૩.પ૦ કરોડમાં પુણેએ લીધો છે.

      દ.આફ્રિકાના ડેલ સ્‍ટેનને રાજકોટની ટીમે ર.૩૦ કરોડમાં ખરીદ્યો છે. ૧.પ૦ કરોડની બેઇઝ પ્રાઇઝવાળા શ્રીલંકા જયવર્ધનને કોઇએ ખરીદેલ નથી. ર કરોડની બેઇઝ પ્રાઇઝવાળા માઇકલ હસી અને ઉસ્‍માન ખ્‍વાઝા પણ વેચાયા નથી.

      દોઢ કરોડની બેઇઝ પ્રાઇઝવાળા ઇંગ્‍લેન્‍ડન જોસ બટલરને મુંબઇ ઇન્‍ડિયન્‍સે ૩.૮૦ કરોડમાં ખરીદ્યો છે. ર કરોડની બેઇઝ પ્રાઇઝવાળા દિનેશ કાર્તિકને ર.૩૦ કરોડમાં રાજકોટ એટલે કે ગુજરાત લાયન્‍સે ખરીદ્યો છે. ૧ કરોડની બેઇઝ પ્રાઇઝવાળા ઇરફાન પઠાણને એક કરોડમાં પુણેએ ખરીદ્યો છે. પ૦ લાખની બેઇઝ પ્રાઇઝવાળા ક્રિસ્‍ટોફર મોરીસ પર મુંબઇ અને કોલકતા વચ્‍ચે જંગ હતો આખરે દિલ્‍હીએ ૭ કરોડમાં ખરીદ્યો હતો.

      ર કરોડની બેઇઝ પ્રાઇઝવાળા સ્‍ટુઅર્ટ બિન્‍નીને બેંગ્‍લોરે બે કરોડમાં ખરીદ્યો છે. બે કરોડની બેઇઝ પ્રાઇઝવાળા મિસેઇલ માર્સને પુણેએ ૪.૮૦ કરોડમાં ખરીદ્યો છે. ધવલ કુલકર્ણીને ગુજરાત લાયન્‍સે ર કરોડમાં ખરીદ્યો છે તો ઓસ્‍ટ્રેલીયાના જોન હેશીગ્‍ટનને કોલકતાએ ૧.૩૦ કરોડમાં ખરીદ્યો છે. પ૦ લાખની બેઇઝ પ્રાઇઝવાળા પ્રવિણકુમારને ૩.પ૦ કરોડમાં ગુજરાતે ખરીદ્યો છે. ન્‍યુઝીલેન્‍ડના સાઉદીને મુંબઇએ ર.પ૦ કરોડમાં તો મોહીત શર્માને પંજાબે ૬.પ૦ કરોડમાં ખરીદ્યો છે. કેલ એબોર્ટને પંજાબે ર.૧ કરોડમાં, ભારતના બરેન્‍દ્ર શરનને હૈદ્રાબાદે ૧.ર કરોડમાં ખરીદ્યો છે. અભિમન્‍યુ મિથુન, આર.પી.સિંઘને હૈદ્રાબાદ અને પુણેએ ૩૦-૩૦ લાખમાં લીધા છે.

      આ નિલામીમાં એવા દિગ્‍ગજ ખેલાડીઓ પણ છે જેમને કોઇ ખરીદનાર નથી મળ્‍યા તેમાં ફિન્‍ચ, ગુપ્‍ટીલ, દિલશાન, ઓસ્‍ટ્રેલીયાના જયોર્જ બેલે, માઇકલ હસી, પેટીન્‍સન, વિન્‍ડીઝના હોલ્‍ડર, સામી, સેમ્‍યુલ્‍સ, ન્‍યુઝીલેન્‍ડના મેકક્‍ુલમ, ઇંગ્‍લેન્‍ડના જોયેબન્‍સ, શ્રીલંકાના મેન્‍ડીસ, પરેરાનો સમાવેશ થાય છે.

     

૯.પ૦ કરોડમાં વેચાયો વોટસનઃ યુવરાજને મળ્‍યા ૭ કરોડઃ મોરીસ અને મોહીતે સૌને ચોકાવ્‍યાઃ ગુજરાત લાયન્‍સે સ્‍ટેન, દિનેશ કાર્તિક, ડવેન સ્‍મિથને ખરીદ્યા

એલિસ પેરીના ઓલરાઉન્ડ દેખાવના સહારે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે ભારતીય મહિલા ટીમને પ્રથમ વન-ડે મેચમાં ૧૦૧ રને કારમો પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં એલેક્સ બ્રાસવેલના રન અને એલિસપેરીના રન તેમજ મેગ લેનિંગના રનની મદદથી ૨૭૬ રન બનાવ્યા હતા.

   ભારતીય ટીમ ૧૭૫ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી ભારત તરફથી હરમનપ્રીત કૌરે સૌથી વધુ ૪૨ રન બનાવ્યા હતા જ્યારે જુલન ગોસ્વામી ૨૫ રન બનાવી આઉટ થઈ હતી ઓસ્ટ્રેલિયા તરફથી પેરીએ ૪૫ રન આપી ચાર વિકેટ ઝડપી હતી આ મેચમાં સદી ફટકારનાર એલેક્સ બ્રાસવેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી ત્રણ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ આ જીત સાથે લીડ મેળવી છે બંને વચ્ચે બીજી વન-ડે પાંચમી ફેબ્રુઆરીના રોજ હોબાર્ટમાં યોજાશે.