ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 સિરિઝની શરૂઆત થઈ ગઈ છે. પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સિરિઝમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે જેમના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા મેચ રમી રહી છે. પહેલી મેચમાં ભારતને પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો છે. ભારતીય ટીમની શરૂઆત સારી રહી છે. 

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા વેકશન બાદ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને સુરેશ રૈનાને મોકો આપ્યો છે. આ ઉપરાંત હાર્દિક પડ્યા અને ફાસ્ટ બોલર આશિષ નેહરાને પણ ટીમમાં સમાવેશ કર્યો છે. પરંતુ સ્પિનર હરભજન સિંહને  અત્યાર પુરતો બહાર રાખવામાં આવ્યો છે. 

ઇન્ડિયાની ટીમ- મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, સુરેશ રૈના, હાર્દિક પંડ્યા, ગુરકીરત માન, ઋષિ ધવન, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, હરભજનસિંહ, જસપ્રીત બુમરાહ, આશિષ નેહરા અને ઉમેશ યાદવ

ઓસ્ટ્રેલિયા- આરોન ફિંચ (કેપ્ટન), ડેવિડ વાર્નર, સ્ટિવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, શાન માર્શ, ક્રિસ લિન, જેમ્સ ફોલ્કનર, મેથ્યુ વેડ, નાથન લિયોન, કેમરૂન બાયસ, ટ્રેવિસ હેડ, જોન હોસ્ટિંગ્સ, સ્કાટ બોલેન્ડ, કેન રિચર્ડસન, એન્ડ્યુ ટાઇ, શાન ટેટ અને શેન વોટ્સન

1983ની વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રહેલા ઓલરાઉન્ડર મોહિન્દર અમરનાથે વિરાટ કોહલીને વન-ડે ટીમના કેપ્ટન બનાવવાની અપીલ કરી છે. બીસીસીઆઇના પસંદગીકાર પદેથી હટાવવા જેવા વિવાદ ઝીલી ચૂકેલા મોહિન્દર અમરનાથ ધોનીના વિરોધી જૂથના મનાય છે. 

અમરનાથ પસંદગીકાર હતા ત્યારે ધોનીને હટાવવાની માગ કરી હતી જે બાદ તેમને જ પસંદગીકાર પદેથી હટાવી દેવાયા હતા. અમરનાથે હવે ફરી એકવાર ધોનીને નિશાન બનાવતા વિદેશી ધરતી પર તેની કેપ્ટનશિપને બેઅસર ગણાવી છે અને સાથે જ કહ્યું છે કે, તે ટીમમાં મોટા નિર્ણય લેવામાં નિષ્ફળ રહ્યો છે. 

ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને અમરનાથ પહેલાં અન્ય કેટલાક પૂર્વ ખેલાડીઓ પણ ધોનીની કેપ્ટનશિપથી નારાજ છે. ટીકાકારોએ એમપણ જણાવ્યું હતું કે, વન-ડે સિરીઝ બાદ ધોનીએ કેપ્ટનશિપ છોડી દેવી જોઇએ.

ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ખેલાડી મેક્સવેલનું ઇજાને કારણે પાંચમી વન-ડેમાં રમવું શંકાસ્પદ બનતા યજમાન ટીમને ફટકો પડયો છે. મેક્સવેલને કેનબરામાં ચોથી વન-ડેમાં આક્રમક ઇનિંગ દરમિયાન ઘૂંટણમાં ઇજા થઇ હતી.

ઇશાંત શર્માના એક બોલને લેગ સાઇડમાં રમવા જતાં તેના પગમાં બોલ વાગતાં ઇજા થઇ હતી. તે આ શોટ રમ્યા બાદ મેદાન પર યોગ્ય રીતે દોડી શકતો ન હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અનુસાર મેક્સવેલના ઘૂંટણમાં સોજો છે અને તેના રમવા અંગે શનિવારે રમાનારી અંતિમ વન-ડે પહેલાં કોઇ નિર્ણય લેવામાં આવશે. 

મેક્સવેલે કેનબરામાં માત્ર ૨૦ બોલમાં છ બાઉન્ડરી અને એક સિક્સરની મદદથી ૪૧ રન બનાવી ટીમના સ્કોરને ૩૪૮ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ૨૫ રનથી વિજય થયો હતો. આ પહેલાં મેક્સવેલે મેલબોર્નમાં ૮૩ બોલમાં ૯૬ રનની ઇનિંગ રમી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ 21 ઓવરમાં વગર વિકેટે 129 રન બનાવી લીધા છે. એરોન ફિન્ચ (47) અને ડેવિડ વોર્નર (77) રને રમતમાં છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી વન ડે મેચ રમાઇ રહી છે જેમાં ઓસ્ટ્રેલિયાએ  ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છે કે,  ઓસ્‍ટ્રેલિયાના તમામ બેટ્‍સમેનોના ફોર્મને જોતા ઓસ્‍ટ્રેલિયાને જીત માટે વધારે તકલીફ નહી પડે તેવી શક્‍યતા છે. ભારત પર સતત મેચ હારી ગયા બાદ ભારે દબાણ છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઓસ્‍ટ્રેલિયાએ સાત બોલ ફેંકવાના બાકી હતા ત્‍યારે જ ભારત ઉપર ત્રણ વિકેટે શાનદાર જીત મેળવી હતી.

આપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં આજે મોટો નિર્ણય આવ્યો છે. સ્પોટ ફિક્સિંગના આરોપી ક્રિકેટર અજીત ચંદીલા પર આજીવન પ્રતિબંધ અને ક્રિકેટર હિકેન શાહ પર ૫ વર્ષનો પ્રતિબંધ ફટકાર્યો છે. બંનેને બીસીસીઆઈની ત્રણ સભ્યોની શિસ્ત સમિતિના સભ્ય શશાંક મનોહર, જ્યોતિરાદિત્ય સિંધિયા અને નિરંજન શાહની તપાસ કરી હતી.

અજીત ચંદીલા અને શાહને સમિતિની સામે ગયા વર્ષે ૨૪ ડિસેમ્બરે રજુ કરવામાં આવ્યા હતા. તેમણે તેમના પર લગાવેલા આરોપને ૪ જાન્યુઆરી સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. સમિતિએ ૫ જાન્યુઆરીમાં થયેલી બેઠકમાં લેખિત જવાબ આપ્યો હતો. જાણવા જેવું છે કે, ચંદીલાએ ૨૦૧૩માં આઈપીએલ મેચોમાં સ્પોટ ફિક્સિંગ કરવાના આરોપમાં રાજસ્થાન રોયલ્સના પોતાના સાથીદારો શ્રીસંત અને અંકિત ચોવ્હાણની સાથે ધરપકડ કરવામાં આવી હતી. શ્રીસંત અને ચોવ્હાણ પર બીસીસીઆઈએ પહેલાથી જ આજીવન પ્રતિબંધ મુક્યો છે.

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં પણ ભારતનો પરાજય થયો હતો. આ પરાજય બાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પ્રેસ કોન્ફરન્સમાં નારાજ જોવા મળ્યો હતો. ધોનીએ કહ્યું હતું કે, ‘‘ટીમે આ વખતે પણ 300 કરતા વધારે સ્કોર બનાવ્યો હોવા છતા પરાજય ખાળી શકી ન હતી. આખરે કેટલા રન બનાવી શકાય કે બોલરો જીતાડી શકે?’’

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બ્રિસ્બેનમાં બીજી વનડે રમાઈ રહી છે. ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગની પસંદગી કરી હતી. ગાબા મેદાન પર રોહિત શર્માએ આજે ફરી શતક ઠોકીને ઓસ્ટ્રેલિયન ટીમને સ્તબ્ધ કરી દીધી હતી. આ સાથે રોહિત એક ઈલિટ ક્લબમાં પણ સામેલ થઈ ગયો છે. રોહિત ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં જ લગાતાર બે દાવમાં શતક ફટકારનાર ત્રીજા નંબરનો ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ વીવીએસ લક્ષ્મણને પણ આ મુદ્દે પાછળ રાખી દીધો છે. લક્ષ્મણે ઓસ્ટ્રેલિયામાં ત્રણ સદી ફટકારી હતી જ્યારે રોહિતે 4 સદી ફટકારી.આ સાથે જ ભારતે આજની મેચમાં જીતવા માટે ઓસ્ટ્રેલિયાને 309 રનનો ટારગેટ આપ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં 171* રન ફટકારી રોહિત શર્મા છવાઈ ગયો હતો. રોહિતે અણનમ 171 રનની ઇનિંગ્સ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે 1000 રન પુરા કર્યા હતા. આ સાથે તે ઓસ્ટ્રેલિયા સામે ફાસ્ટેસ્ટ (19 ઇનિંગ્સમાં) હજાર રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે સચિન તેંડુલકર અને બ્રાયન લારાને પાછળ રાખી દીધા છે. આ ઉપરાં તેને બીજા પાંચ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

મહિલા ડબલ્સમાં નંબર વન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેની જોડીદાર માર્ટિના હિંગિસે બ્રિસ્બેન ઓપનમાં મહિલા ડબલ્સની ફાઇનલમાં એન્જેલિક કાર્બેર અને આન્દ્રેયા પેટ્કોવિકને ૭-૫, ૬-૧થી હરાવી વર્ષ ૨૦૧૬માં પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. આ સાથે સાનિયા-હિંગિસે વિજય રથ આગળ ધપાવતાં સતત ૨૬મી જીત મેળવી હતી. 

પ્રથમ સેટમાં સાનિયા-હિંગિસની જોડીને કાર્બેર-પેટ્કોવિક તરફથી જોરદાર પડકાર મળ્યો હતો તેમ છતાં સાનિયા-હિંગિસે પ્રથમ સેટ ૭-૫થી જીતી લીધો હતો. બીજા સેટમાં સાનિયા-હિંગિસે એકતરફી પ્રદર્શન કરતાં મેચ ૬-૧થી જીતી લીધી હતી. ટેનિસ ડબલ્સમાં સતત વિજયનો રેકોર્ડ ગિગી ફર્નાનાડેઝ અને નતાશા વેરેવાના નામે છે. આ જોડીએ ૧૯૯૪માં સતત ૨૮ મેચ જીતી હતી જેનાથી સાનિયા-હિંગિસ બે વિજય દૂર છે. 

સાનિયા-હિંગિસની જોડીએ સતત ૨૬ વિજયમાં કુલ છ ટાઇટલ જીત્યા છે જેમાં યુએસ ઓપન,ગ્વાંગ્ઝુ, વુહાન, બેઇઝિંગ અને ડબ્લ્યુટીએ ફાઇનલ્સનો સમાવેશ થાય છે. હિંગિસ ગત વર્ષે પણ બ્રિસ્બેન ઓપનમાં ચેમ્પિયન બની હતી પરંતુ તે વખતે તેણીની જોડીદાર જર્મનીની સેબિન લિસિસ્કી હતી જ્યારે સાનિયા મિર્ઝાએ ૨૦૧૩માં અમેરિકાની બેથાની માટેક સેન્ડ્સ સાથે જોડી બનાવી ટાઇટલ જીત્યું હતું.

આંધ્ર પ્રદેશની અનંતપુર કોર્ટે હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડવાનો આરોપ લગાવતી અરજીના સંદર્ભમાં મહેન્દ્રસિંહ ધોની પર બિન જામીન પાત્ર વોરંટ ઇશ્યુ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 25 ફેબ્રુઆરીએ થશે.