ભારત સામેની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની વન ડે ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણીમાં સ્ટીવન સ્મિથ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળશે. ભારતીય ટીમ 5 વન ડે અને 3 ટી-20 મેચ રમવા જવાની છે. આ સિરીઝ 12 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે.

ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમ:
 સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, જ્યોર્જ બેઇલી, સ્કોટ બોલેન્ડ, જોશ હેઝલવુડ, જેમ્સ ફોકનર, એરોન ફિન્ચ, મીશેલ માર્શ, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન ,જોએલ પેરીસ, મેથ્યૂ વેડ

નવા વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ સિરિઝની ત્રીજી મેચ રમવા સિડનીના મેદાનમાં ઊતરશે ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજી મેચ પણ જીતવાનો ઇરાદો રાખશે જ્યારે વેસ્ટ ઇન્ડીઝ બે ટેસ્ટ બાદ પ્રદર્શનમાં સુધારો કરવાના લક્ષ્યાંક સાથે ઊતરશે. ઓસ્ટ્રેલિયાએ સિરીઝની બે ટેસ્ટ જીતી લીધી છે અને ત્રીજી ટેસ્ટ જીતી વ્હાઇટવોશ કરવાના ઇરાદા સાથે ઊતરશે. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝની ટીમ કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહી છે અને તે પોતાની શાખ બચાવવા માટે મેચ જીતવાના પ્રયાસ કરશે. જો કે તેને સિરિઝ જીતવા માટે ઓસ્ટ્રેલિયાની 20 વિકેટ ઝડપવી પડે. પરંતુ તેના બોલરોએ અત્યાર સુધી કોઇ સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યુ નથી. વેસ્ટ ઇન્ડીઝના બોલરો બે ટેસ્ટમાં ફક્ત ૧૦ વિકેટ ઝડપી શક્યા છે.

સુંદર દેખાવવા માટે લોકો કંઇપણ હદે જઇ શકે છે અનેક નુસખાઓ પણ અજમાવે છે. અનેક પ્રકારની સર્જરી પણ કરાવી બેસે છે. જેમ કે WWE રેસલર નિક્કીએ 2012માં બ્રેસ્ટ ઇંપ્લાન્ટ સર્જરી કરાવી હતી. આ અંગેનો ખુલાસો તેમણે એક રેડિયો ઉપર કર્યો હતો. આ ઉપરાંત અનેક એવા એથલિટ્સ છે જેમણે પણ સુંદર દેખાવવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો હતો.

મેટ હેનરીની શાનદાર બોલિંગ, માર્ટિન ગુપટિલ અને કેપ્ટન બ્રેંડન મેક્કુલમની તોફાની ઈનિંગની મદદથી ન્યુઝીલેન્ડની ટીમે આજે હાગલે ઓવલ મેદાન પર રમાયેલ વનડે મુકાબલામાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું.

શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં 47 ઓવરમાં 10 વિકેટે 188 રન બનાવ્યા હતા. તેના જવાબમાં કિવિ ટીમે માત્ર 21 ઓવરમાં 3 વિકેટ ગુમાવી શ્રીલંકા સામે જીત મેળવી હતી. ગુપટિલ અને મેક્કુલમે 10.1 ઓવરમાં 108 રનની ભાગીદારી નોંધાવી હતી.

ગુપટિલે માત્ર 56 બોલનો સામનો કરીને 9 ચોગ્ગા અને 4 સિક્સ લગાવી હતી. જ્યારે મેક્કુલમે 25 બોલની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. વર્ષ 2016ના ફેબ્રુઆરી મહિનામાં ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહેલા મેક્કુલમે 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ઈનિંગ જોતા એવું લાગી રહ્યું છે કે મેક્કુલમ હજી પણ ટી-20 ક્રિકેટ માટે સંપૂર્ણ ફીટ છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 34 વર્ષનો મેક્કુલમ ઓસ્ટ્રેલિયા સામે ફેબ્રુઆરીમાં અંતિમ ટેસ્ટ શ્રેણી રમશે. મેક્કુલમની ગણના વિશ્વના દિગ્ગજ ક્રિકેટરોમાં થાય છે. ટેસ્ટમાં સૌથી વધારે સિક્સરો ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બ્રેન્ડન મેક્કુલમ અને ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટના નામે છે.  જોકે મેક્કુલમ આગામી ટેસ્ટમાં એક સિક્સર ફટકારશે તો આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. મેક્કુલમ અને ગિલક્રિસ્ટની 100 સિક્સરો છે. ટેસ્ટમાં સૌથી વધારે સિક્સરો ફટકારવાની  ટોપ-10ની યાદીમાં ભારતનો એકમાત્ર વિરેન્દ્ર સહેવાગ સામેલ છે.

T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ઑલરાઉન્ડર યુસુફ પઠાણ ફરી એક વાર ભારતીય ટીમમાં જોરદાર વાપસી કરવા માગે છે. પોતાની ઑલરાઉન્ડ ક્ષમતા મુજબ પ્રદર્શન બાદ હવે તે રણજી અને IPLમાં સારું પ્રદર્શન કરવા માગે છે, જેના આધારે ભારતીય ટીમમાં વાપસી કરી શકે. ભારતીય ટીમ વતી માર્ચ-૨૦૧૨માં પોતાની છેલ્લી ઇન્ટરનૅશનલ T20 મૅચ રમનાર યુસુફ IPLમાં કલકત્તાની ટીમ તરફથી રમતાં સતત સારું પ્રદર્શન કરે છે તેમ જ આ વખતે રણજી સીઝનમાં બરોડા તરફથી સારી રમતનું પ્રદર્શન કર્યું છે. ૩૩ વર્ષના આ ક્રિકેટરનું કહેવું છે કે ‘હું સારી બોલિંગ કરી રહ્યો છું. વિજય હઝારે ટ્રોફીની દરેક મૅચમાં નવથી દસ ઓવર નાખી રહ્યો છું. દરેક વસ્તુ સારી દિશામાં જઈ રહી છે. વિકેટ પણ મળી રહી છે. જ્યારે બૅટિંગ કરું છું તો રન પણ બની રહ્યા છે. એથી નિશ્ચિતપણે મારી નજર T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવા પર ટકી છે. મને વિશ્વાસ છે કે જો હું સતત સારું પ્રદર્શન કરું તો મને તક મળશે.’

૨૦મી કોમનવેલ્થ ટેબલટેનિસ ચેમ્પિયનશિપનો મંગળવારના રોજ રંગારંગ આરંભ થયો હતો. મંગળવારે સાંજે ૫ વાગ્યે વિદેશી ટીમોના સ્વાગત અને ભારતીય કલાસંસ્કૃતિની ઝલક સાથે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી સહિતના મહેમાનોની હાજરીમાં ૯ દેશની ટીમોએ માર્ચ કરી હતી. ઉદ્ઘાટન સમારોહ બાદ હવે બુધવારે સવારથી ટીમો વચ્ચે જંગ જામશે.

સુરત અને ગુજરાતમાં પ્રથમવાર યોજાનારી છ દિવસીય કોમનવેલ્થ ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં ભારત સહિત વિશ્વના ૧૨ દેશોના મહિલા, પુરુષ ખેલાડીઓ ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં ભારત, વેલ્સ, સિંગાપુર, સ્કોટલેન્ડ, નોર્ધન આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, સાઇપ્રસ, જર્સી, શ્રીલંકા, ત્રિનીદાદની ટીમો જોડાશે. બુધવારે લીગ મેચના આરંભ સાથે પ્રથમ ત્રણ દિવસ ટીમો વચ્ચે મેચ રમાશે જ્યારે બાકીના ત્રણ દિવસ ઇન્ડિવિઝ્યુઅલ મેચ થશે. બુધવારે મેચના આરંભપૂર્વે મંગળવારે સાંજે ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા સમારોહમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમતગમત મંત્રી નાનુભાઇ વાનાણી, શહેરના નવા મેયર અસ્મિતા શિરોયા, કલેક્ટર, પાલિકા કમિશનર સહિતના પદાધિકારી, હોદ્દેદારો, અધિકારીઓએ હાજરી આપી હતી. દરમિયાન શિક્ષણમંત્રી ભુૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, સુરત, ગુજરાત માટે કોમનવેલ્થ ટેબલટેનિસ ચેમ્પિયનશિપ ગૌરવની વાત છે.

ભારતના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે પોતાનો 34મો બર્થ ડે મુકેશ અંબાણીએ આપેલી પાર્ટીમાં મનાવ્યો હતો. યુવરાજ સિંહનો 12 ડિસેમ્બરના રોજ બર્થ ડે હતો.  યુવરાજે તેની માતા શબનમ સિંહને કેક ખવડાવી હતી. આ સમયે યુવરાજની ફિયાન્સી હેઝલ કીચ પણ હાજર રહી હતી.

ટીમ ઇન્ડિયાનો ઓપનર રોહિત શર્મા તેની ફિયાન્સી રિતિકા સજદેહ સાથે આવતી કાલે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યો છે. રોહિતનું લગ્ન અને રિસેપ્શનનો કાર્યક્રમ મુંબઈના બાંન્દ્રા વેસ્ટમાં આવેલ તાજ લેડ્સ હોટલમાં યોજાશે. લગ્ન બપોરે થશે, જ્યારે રિસેપ્શન રાત્રે 8.00 વાગ્યાથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાનો ઓપનર રોહિત શર્મા ડિઝાઈન રાઘવેન્દ્ર રાઠોર દ્વારા તૈયાર કરેલો આઉટ ફિટ પહેરીને લગ્નના ફેરા ફરશે. જ્યારે રિસેપ્શન દરમિયાન તે ટ્રોટ કોસ્ટાનો ડિઝાઈનર સૂટ પહેરશે. 

સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, રોહિત શર્માના લગ્નમાં વીવીઆઈપી ગેસ્ટ જ સામેલ થશે. ગેસ્ટ લિસ્ટમાં પીએમ નરેન્દ્ર મોદી, અંબાણી ફેમિલી, સચિન તેંડુલકર સહિત ભારતીય ક્રિકેટર સ્ટાર્સ હાજર રહશે. રોહિત શર્મા દિલ્હી ટેસ્ટ વખતે સંસદ ભવનમાં પીએમ નરેન્દ્ર મોદીને મળીને લગ્નનું કાર્ડ આપ્યું હતું. રિતિકા અને રોહિત બન્ને લગ્નની તૈયારીઓમાં જોડાઈ ગયા છે. રિતિકા ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે તો રોહિતે પોતાનો ડ્રેસ પસંદ કરી લીધો છે.

ટેસ્ટ-કૅપ્ટને કહ્યું કે ભૂતપૂર્વ ખેલાડીઓ જ્યારે ટોણો મારે છે ત્યારે ઘણું લાગી આવે છે, વળી વિજયને બદલે પિચની વાત વધુ થઈ રહી છે.ભારતીય ટેસ્ટ-કૅપ્ટન વિરાટ કોહલી એ વાતથી ઘણો નાખુશ છે કે તાજેતરમાં જ સમાપ્ત થયેલી ટેસ્ટ-સિરીઝમાં સાઉથ આફ્રિકા સામે ૩-૦થી શાનદાર જીત મેળવવા છતાં કેટલાક ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ ટીમની ટીકા કરી છે. વળી જીત કરતા વધુ ચર્ચા પિચની થઈ રહી છે. કોહલીને એ વાતનું પણ દુખ છે કે કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો જેઓ દેશ માટે રમ્યા પણ નથી તેઓ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની ટીકા કરે છે. કોહલીએ કહ્યું હતું કે ‘મને ચોક્કસ દુખ થાય છે, કારણ કે જે લોકો રમી ચૂક્યા છે તે પણ આ પ્રકારની ટીકા કરે છે. હું એમ નથી કહેતો કે તમામ લોકો એવું કરે છે, પરંતુ એમાંના કેટલાક ખેલાડીઓની માનસિકતાને સમજે છે, કારણ કે તેઓ પોતાની કરીઅર દરમ્યાન આ પ્રકારના સમયમાંથી પસાર થયા છે. તેઓ તમારી મદદ કરે છે, સાચી વાત કરે છે તેમ જ કેટલીક ટેક્નિકલ બાબતોમાં તમારી મદદ કરે છે, પરંતુ કેટલાક લોકો માત્ર નકારાત્મક વાતો પર જ ધ્યાન આપે છે, જેને કારણે ભારતીય ક્રિકેટરો ખરાબ હશે એવું લાગે છે.’