દિલ્હીના ફિરોઝશાહ કોટલામાં રમાયેલ ટેસ્ટ મેચમાં સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં પણ ટીમ ઈન્ડિયાએ દ. આફ્રિકાને 337 રનથી રગદોડ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 3-0થી સીરીઝ પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 481 રનના લક્ષ્યાંકનો પીછો કરતા આફ્રિકન ટીમ માત્ર 143 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
 
આ ટેસ્ટ મેચની બન્ને ઇનિંગમાં સદી ફટકારનાર ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી અજિંક્ય રહાણેને મેન ઓફ ધ મેચ જ્યારે સીરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિનને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. અશ્વિને બીજી ઇનિંગમાં પણ તરખાટ મચાવતા 4 વિકેટ ઝડપી હતી. આફ્રિકાના બન્ને ઓપનર એલ્ગર અને બવુમા બાદ ડ્યુમિની અને ડી વિલિયર્સની વિકેટ ઝડપી હતી. વિલાસ 13 રને જ્યારે ડી વિલિયર્સ 43 રન બનાવી આઉટ થયો હતો. ડુમિની ખાતું ખોલાયા વિના અશ્વિનનો શિકાર બન્યો હતો. પ્લેસિસ 10 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. આ પહેલા અમલા 244 બોલમાં 25 રન બનાવી આઉટ થયો હતો.
ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને રહાણેની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ દ. આફ્રિકા સામેની ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે 4 વિકેટ ગુમાવીને 403 રનની લીડ મેળવી હતી. આમ 231 રનની લીડ સાથે ટીમ ઈન્ડિયા 403 રનથી આગળ છે અને તેની 6 વિકેટો હજુ સલામત છે. દિવસના અંતે વિરાટ કોહલી 83 અને અજિન્કિય રહાણે 52 રને રમતમાં હતા. કોહલી અને રહાણે વચ્ચે 133 રનની ભાગીદારી નોંધાઈ છે. દક્ષિણ આફ્રિકા તરફથી મોર્કલે 3 વિકેટ અને ઇમરાન તાહિરે 1 વિકેટ ઝડપી હતી.

ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનો ફરી ફ્લોપ જતા 57 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. મુરલી વિજય 03, રોહિત શર્મા 00, શિખર ધવન 21 અને ચેતેશ્વર પૂજારા 28 રને આઉટ થયા હતા. મોર્કેલે 3 અને તાહિરે 1 વિકેટ ઝડપી હતી.
 
વિરાટ કોહલી અને અજિન્કિય રહાણેએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. કોહલીએ 70 બોલમાં 7 ફોર સાથે 50 રન પુરા કર્યા હતા.જ્યારે રહાણેએ 146 બોલમાં 5 ફોર સાથે 50 રન પુરા કર્યા હતા.
દ. આફ્રિકા સામે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ભારતે 7 વિકેટે 231 રન બનાવી લીધા છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે અજિંક્ય રહાણેએ 215 બોલનો સામનો કરી 127 રન બનાવી તાહીરનો શિકાર બન્યો હતો. દ. આફ્રિકા તરફથી પીટે સૌથી વધુ 4 જ્યારે એબોટે 3 વિકેટ ઝડપી હતી. દ. આફ્રિકા સામે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે 8  વિકેટે 308 રન બનાવી લીધા છે. યાદવ અને આર.અશ્વિન રમતમાં છે.

દક્ષિણ આફ્રિકા તરફથી પીટે સૌથી વધુ 4 જ્યારે એબોટે 3 વિકેટ ઝડપી હતી. શ્રેણીમાં પ્રથમ વખત પહેલા દિવસે 10 વિકેટો પડી ન હતી.

નાગપુર ટેસ્ટની પીચ લઈને થયેલ વિવાદ ટ્વિટર પર પણ પહોચી છે. આ વિવાદમાં આમને-સામને આવ્યા છે બે ક્રિકેટર્સ. પૂર્વ ઓસ્ટ્રેલિયન પેસર રોડની હોંગ અને  ભારતીય ક્રિકેટર આર.અશ્વિન માટે ઝઘડાની પિચ બન્યું ટ્વિટર. રોડની હોંગે કહ્યું કે,  ભારતીય સ્પિનર સ્પીન ફ્રેન્ડલી વિકેટના આધારે દક્ષિણ આફ્રિકા સામે ધારદાર સાબિત થયા છે. 
રોડનીના આ નિવેદન પર આર.અશ્વિન પણ કરારો જવાબ આપ્યો છે. જોવા જઈએ તો, ચાર મેચમાં ટેસ્ટ સીરિઝમાં ઈન્ડિયા 2-0થી આગળ છે અને જીતી પણ ચૂક્યું છે. આ સીરિઝમાં સ્પિનર્સનો કહેર એવો રહ્યો છે કે,  ત્રણ મેચમાં 50માં 47 વિકેટ સ્પિન મેળવ્યાં છે. તેમાં પણ 24 વિકેટની સાથે અશ્વિન સૌથી વધુ  વિકેટ લેનાર બોલર બન્યાં છે.

નવી દિલ્હી ભારતે નાગપુર ટેસ્ટ-મૅચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ચાર ટેસ્ટ-મૅચની સિરીઝમાં અજય લીડ બનાવી લીધી છે નવ વર્ષ બાદ નંબર-વન ટીમ સાઉથ આફ્રિકાએ વિદેશની પિચો પર સિરીઝ ગુમાવી છે એટલું જ નહીં. ૧૦ વર્ષ બાદ ભારતીય ટીમે ટેસ્ટ-સિરીઝમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું છે. રવિચંદ્રન અશ્વિને પહેલી ઇનિંગ્સમાં પાંચ અને બીજી ઇનિંગ્સમાં સાત વિકેટ લીધી હતી. 

ભારતીય બોલરો છવાયા

Friday, 27 November 2015 11:27 Written by

રવિચંદ્રન અશ્વિન અન રવીન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગ સામે સાઉથ આફ્રિકાએ આત્મસમર્પણ કરી દીધું હોય તેમ પ્રથમ દાવમાં સમગ્ર ટીમ ૩૩.૧ ઓવરમાં માત્ર ૭૯ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અશ્વિને ૧૬.૧ ઓવરમાં ૩૨ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે જાડેજાએ ૧૨ ઓવરમાં ૩૩ રન આપી ચાર વિકેટ લીધી હતી. એક વિકેટ અમિત મિશ્રાને મળી હતી. પ્રથમ દાવમાં ભારતે ૨૧૫ રન બનાવ્યા હતા જેના કારણે ભારતને ૧૩૬ રનની લીડ મળી હતી. બીજા દાવમાં ભારતીય ટીમ ધવનના ૩૯ રન, પૂજારાના ૩૧ રન અને રોહિત શર્માના ૨૩ રનની મદદથી ૧૭૩ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી તાહિરે પાંચ વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવની ૧૩૬ રનની લીડ અને બીજા દાવના ૧૭૩ રન ઉમેરાતાં સાઉથ આફ્રિકાને જીત માટે ૩૧૦ રનનો જંગી ટાર્ગેટ અપાયો છે. જેના જવાબમાં બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ૩૨ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. બોલરો માટે સ્વર્ગ સમાન નાગપુરની પીચ પર અશ્વિન જાડેજાના ઘાતક સ્પેલ બાદ આફ્રિકાના ઇમરાન તાહિરની વેધક બોલિંગને કારણે મેચના બીજા દિવસે જ ૨૦ વિકેટનું પતન થયું હતું.

આફ્રિકાએ બીજા દિવસે બે વિકેટે ૧૧ રને બેટિંગ શરૂ કરી હતી જેમાં પ્રથમ ઓવરમાં એકપણ રન ઉમેરાયો નહોતો ત્યારે અશ્વિને એલ્ગરને આઉટ કરી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. આફ્રિકાનો સ્કોર ૧૨ રન થયો ત્યારે અશ્વિને અમલાને અને જાડેજાએ ડી વિલિયર્સને આઉટ કરતાં ૧૨ રનમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી હતી. ડયુમિનીએ ત્યારબાદ ડુ પ્લેસીસ સાથે રકાસ અટકાવતાં સ્કોર ૩૬ રને પહોંચાડયો હતો. આ સમયે જાડેજા ફરી ત્રાટક્યો હતો અને ડુ પ્લેસીસને બોલ્ડ કરી ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. સાઉથ આફ્રિકાના બેટ્સમેનો સ્પિનરો સામે ઘૂંટણ ટેકવી રહ્યા હતા ત્યારે એક માત્ર ડયુમિની સ્પિન બોલિંગ સામે ટક્કર ઝીલી રહ્યો હતો અમિત મિશ્રાએ ડયુમિનીને આઉટ કરતાં આફ્રિકાની ટીમ ૭૯ રનમાં આઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી ડયુમિનીએ સૌથી વધુ ૩૫ રન જ્યારે હાર્મરે ૧૩ અને ડુ પ્લેસીસે ૧૦ રન બનાવ્યા હતા.

૧૩૬ રનની લીડ મેળવ્યા બાદ ભારતીય ટીમ બીજા દાવમાં મેદાને ઊતરી હતી ત્યારે આઠ રનના સ્કોરે મુરલી વિજયની વિકેટ ગુમાવ્યા બાદ ધવન અને પૂજારાએ ટીમનો સ્કોર ૫૦ રનની પાર પહોંચાડયો હતો. ૫૨ રનના કુલ સ્કોરે પૂજારા આઉટ થયા બાદ કોહલીએ ધવન સાથે મળી ૯૭ રને સ્કોર પહોંચાડી જંગી લીડ તરફ આગળ વધારી રહ્યા હતા ત્યારે ધવન ૩૯ રનના અંગત સ્કોરે આઉટ થયા બાદ ભારતીય વિકેટોનું પતન શરૂ થયું હતું અને ૧૨૮ રનના કુલ સ્કોરે સાત વિકેટ ગુમાવી દીધી હતી. રોહિતે ત્યારબાદ ૨૩ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમતાં ભારતનો સ્કોર ૧૭૩ રન થયો હતો. ૧૩૬ રનની લીડ ઉમેરાતાં આફ્રિકા સામે જીત માટે ૩૧૦ રનનો કપરો લક્ષ્યાંક અપાયો હતો જેના જવાબમાં મેચના બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે બે વિકેટ ગુમાવી ૩૨ રન બનાવી લીધા છે. આફ્રિકાને જીત માટે હજુ ૨૭૮ રનની જરૂર છે અને તેની આઠ વિકેટ બાકી છે.

લંડન એટીપી વર્લ્ડ ટુર ફાઈનલ્સના ફાઈનલ મુકાબલા સુધી પહોંચેલા ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ સત્રની અંતિમ ડબલ રેન્કીંગમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું જ્યારે સાનિયા ડબલ્યુટીએ ડબલ રેન્કિંગમાં ટોચના સ્થાને યથાવત્‌ રહી. બોપન્નાએ રેન્કીંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવી નવમું સ્થાન પ્રાપ્ત કર્યું જ્યારે લીએન્ડર પેસ ૪૧માં સ્થાને છે જ્યારે આ વર્ષે માર્ટિના હિંગિસ સાથે ડબલ્સ વર્ગમાં શાનદાર પ્રદર્શન કરનારી સાનિયા મિર્ઝા સત્રના અંતમાં રેન્કીંગમાં નંબર વન રહી. પુરૂષ વર્ગમાં નોવાક જોકોવીક એટીપી સિંગ્લસ રેન્કીંગમાં ટોચના સ્થાને છે. બ્રિટનનો એન્ડી મરે બીજા અને ફેડરર ત્રીજા સ્થાને છે. વાવરિકા ચોથા અને રાફેલ નડાલ પાંચમા સ્થાને છે. મહિલાઓમાં સેરેના વિલિયમ્સ પ્રથમ, હાલેપ બીજા અને મુગુરૂઝા ત્રીજા સ્થાને છે.

ભારતીય ક્રિકેટ ર્બોડે ઇંગ્લૅન્ડની એક સિક્યૉરિટી અને જાસૂસી કરનારી કંપની પેજ પ્રોટેક્ટિવ સર્વિસિસને છ કરોડ રૂપિયા આપીને ફોન ટૅપ કરાવ્યા હોવાના સમાચારો બહાર આવ્યા છે ત્યારથી ક્રિકેટ ર્બોડમાં શ્રીનિવાસન અને તેમના વિરોધી કૅમ્પમાં ભારે ઉચાટનો માહોલ છે. એ બાબતે તપાસ ચાલી રહી છે કે ર્બોડના ભૂતપૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસને આ કંપનીને વિરોધી જૂથના ફોન ટૅપ કરવા માટે શા માટે જણાવ્યું હતું. ક્રિકેટ ર્બોડ અને ત્ઘ્ઘ્માંથી બહાર ફેંકાવા છતાં શ્રીનિવાસનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. 

શા માટે આ જાસૂસી કંપનીની સર્વિસ લેવાની ક્રિકેટ ર્બોડને જરૂર પડી એ સવાલના જવાબમાં સંજય પટેલે કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે કોઈ વર્ક-ઑર્ડર આપવામાં આવ્યો હોય, પરંતુ કેટલીક વખત ક્રિકેટ ર્બોડની ઈ-મેઇલ હૅક થતી હતી. મહkવના ડૉક્યુમેન્ટ્સ લીક ન થાય એ માટે આ કંપની સાથે કરાર કરવામાં આવ્યો હતો. સલામતી માટે જ આ પગલું ભરવામાં આવ્યું હતું. ક્રિકેટ ર્બોડે કયાં-કયાં સલામતીનાં પગલા ભરવાં જોઈએ એ માટે કંપનીએ ૫૦ પાનાંનો એક રિપોર્ટ પણ આપ્યો હતો.’

તત વરસાદ થયા બાદ મેદાન ભીનું હોવાને કારણે છેલ્લા ચાર દિવસ સુધી રમત શક્ય ન બનતાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રો જાહેર કરાઈ હતી. ભારતના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે, એક ટેસ્ટમાં સતત ચાર દિવસ રમત ધોવાઈ હોય.

ભારતીય ધરતી પર ૧૯૩૩માં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે, ૮૨ વર્ષ સુધી ક્યારેય બન્યું નથી કે ચાર દિવસ સુધી એકેય બોલ ન ફેંકાયો હોય. અગાઉ વર્ષ ૨૦૦૫-૬માં ભારત અને શ્રીલંકા વચ્ચે ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચના ત્રણ દિવસ વરસાદમાં ધોવાઈ ગયા હતા. બીજી ટેસ્ટ ડ્રો થતાં ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતે ૧-૦ની લીડ મેળવી લીધી છે.

ર્ન વોરિયર્સે રિકી પોન્ટિંગના અણનમ ૪૩ રન, જેક્સ કાલિસના ૪૭ રન અને સંગાકારાના ૪૨ રનની મદદથી સચિન બ્લાસ્ટર્સ સામેની ત્રીજી ટી-૨૦ મેચમાં ચાર વિકેટે જીત મેળવી ત્રણ મેચની સિરીઝ ૩-૦થી જીતી લીધી હતી. સચિન બ્લાસ્ટર્સે પ્રથમ બેટિંગ કરતાં સચિનના પ૬ રન, સૌરવ ગાંગુલીના ૫૦ અને જયવર્દનેના ૪૧ રનની મદદથી નિર્ધારિત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૧૯ રન બનાવ્યા હતા જેના જવાબમાં વોર્ન વોરિયર્સે ૧૯.૫ ઓવરમાં છ વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. વોર્ન વોરિયર્સે ન્યૂયોર્કમાં રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચ છ વિકેટે જીતી હતી જ્યારે બીજી ટી-૨૦ મેચમાં ૨૬૨ રનનો જંગી સ્કોર કરી ૫૭ રને જીત મેળવી હતી.