ક્રિકેટર યુવરાજ સિંહે બોલિવુડ એક્ટ્રેસ હૈઝલ કિચ સાથે સગાઈ કરી લીધી છે. મીડિયા રિપોર્ટસના આધારે, બુધવારના રોજ દિવાળીના અવસર પર યુવરાજે બાલીમાં સગાઈ કરી લીધી છે. એવુ માનવામાં આવે છે કે યુવરાજ અને હૈઝલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હાલ જ થયેલા હરભજનના લગ્નના રિસેપ્શનમાં પણ બંન્ને એક સાથે નજરે પડ્યા હતા. યુવરાજના લગ્ન ફતેહદઢના હંસાલીવાલા ગુરૂદ્વારામાં રિતી રિવાજ સાથે કરવામાં આવશે. ત્યારબાદ યુવરાજ ચંડીગઢમાં પોતાના મિત્રોને એક પાર્ટી આપશે. તો ચંડીગઢ બાદ કેટલાક મિત્રો અને પરિજનો માટે દિલ્હીમાં પણ રિસેપ્શન રાખવામાં આવશે. થોડા દિવસો પહેલા મીડિયામાં ખબર ફેલાઈ હતી કે યુવરાજ પોતાના 34મા બર્થ ડે પર એટલે કે 13 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. પરંતુ પરિવારમાં એક મોતના કારણે યુવરાજના લગ્નની તારીખ આગળ ઠેલવી દેવામાં આવી છે.

ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર સુરેશ રૈનાનું નામ પહેલા બીસીસીઆઇની કોન્ટ્રાક્ટ યાદીમાં શામેલ નહતુ. કેટલાક સમય બાદ યાદી અપડેટ થઇ અને રૈનાને ગ્રેડ બીમાં રાખવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે સોમવારે મુંબઇમાં થયેલી બીસીસીઆઇની એજીએમ બાદ ક્રિકેટર્સની નવી કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરવામાં આવી હતી. પહેલા જાહેર થયેલી યાદીમં રૈના કોઇ પણ ગ્રેડમાં નહતો.  પછી બી ગ્રેડ માં ઇન કરવામાં આવ્યો હતો

રવિન્દ્ર જાડેજા (5 વિકેટ) અને આર.અશ્વિન (3 વિકેટ)ના તરખાટ સામે  દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ ઘૂંટણિયા ટેકવી દેતા પ્રથમ ટેસ્ટમાં ભારતે 108 રને વિજય મેળવ્યો હતો. ભારતે આપેલા 218 રનના પડકાર સામે દક્ષિણ આફ્રિકા 109 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. આ જીત સાથે ચાર મેચની શ્રેણીમાં ભારતે 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટેસ્ટ 14 નવેમ્બરથી બેંગલોરમાં રમાશે.દક્ષિણ આફ્રિકા તરફથી વાન ઝીલે સૌથી વધારે 36 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે જ ટેસ્ટ મેચ ખતમ થઈ ગઈ હતી. 

અશ્વિન અને જાડેજાની ધારદાર બોલિંગ બાદ વિજય (૪૭) અને પુજારા (અણનમ ૬૩)ની ઉપયોગી ઈનિંગની મદદથી અત્રે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારત હાલ મજબૂત સ્થિતિમાં જણાઈ રહ્યું છે. બે વિકેટે ર૮ રનથી આજે આગળ રમતા દ.આફ્રિકા ૧૮૪ રનમાં ઓલઆઉટ ભારત માટે અશ્વિને પાંચ, જાડેજાએ ત્રણ અને મિશ્રાએ બે વિકેટ ઝડપી બીજા દિવસના અંતે ભારતનો સ્કોર બે વિકેટે ૧રપ રન હતો. પુજારા સાથે કોહલી (૧૧) રમતમાં છે. ધવન (૦) કરી ફ્લોપ ગયો છે. ૧૭ રનની લીડ સાથે ભારત હવે ૧૪ર રન આગળ છે અને તેની આઠ વિકેટ બાકી છે.

સુપરફાસ્ટ લક્ઝરી ગાડીઓ પ્રત્યેનો વિરાટ કોહલીનો પ્રેમ તેના સતત વધી રહેલા કાર-કલેક્શન પરથી પરખાઈ આવે છે.

ગઈ કાલે તેણે વધુ એક આઉડી કાર ખરીદી છે. આઉડી 8L W12 ક્વાત્રો મૉડલની આ કારની કિંમત છે બે કરોડ રૂપિયા પૂરા. રસપ્રદ વાત એ છે કે કોહલી પાસે આ અગાઉ પણ આઉડીની બીજી ત્રણ કાર R8, R8 LMX લિમિટેડ એડિશન તથા Q7 પહેલેથી જ મોજૂદ છે. કોહલીની આ નવી કાર સિડૅન પ્રકારની છે. આમ તો આ સિરીઝની કાર ત્રણ અલગ-અલગ વર્ઝનમાં મળે છે, પરંતુ કોહલીએ એનું સૌથી ઊંચું મૉડલ પસંદ કર્યું છે. એમાં ૬.૩ લીટરનું W13 પ્રકારનું એન્જિન ફિટ કરવામાં આવ્યું છે જે કારને જબરદસ્ત ૪૯૪ હૉર્સપાવરનો થ્રસ્ટ આપે છે. કોહલીએ આ કારની ડિલિવરી મોહાલી ખાતેથી લીધી હતી. ખુદ આઉડી ઇન્ડિયાના હેડ જો કિંગે કોહલીને આ કારની ડિલિવરી સોંપી હતી. હજી થોડા મહિનાઓ પહેલાં જ કોહલીએ વસાવેલી આઉડી R8 LMX લિમિટેડ એડિશનની કિંમત ત્રણ કરોડ રૂપિયા હતી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 નવેમ્બરથી 4 મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમાશે. મોહાલીમાં રમાનાર આ ટેસ્ટ મેચ માટે બન્ને ટીમોએ મેદાનમાં પરસેવો પાડ્યો હતો. ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પિચ ક્યુરેટર સાથે મેદાનમાં ગયો હતો અને તેની ચકાસણી કરી હતી. મહત્વપૂર્ણ છે કે દક્ષિણ આફ્રિકા સામે ટી-20 અને વન ડે સીરીઝ હાર્યા બાદ કોહલીની ટેસ્ટમાં વિરાટ પરિક્ષા થવાની છે. ખેલાડીઓએ કરી પ્રેક્ટિસ.

મામલો ગંભીર બનતાં ભજીએ ઘરની બહાર આવીને માફી માગી : લગ્નના ફોટો સંદર્ભે એક ચૅનલ સાથે કરાર કર્યો હોવાથી કડક સિક્યૉરિટીની ચર્ચા.ટીમ ઇન્ડિયાના સ્ટાર ઑફ સ્પિનર હરભજન સિંહ અને મૉડલ-અભિનેત્રી ગીતા બસરાનાં હાઈ-પ્રોફાઇલ લગ્ન દરમ્યાન પત્રકારો સાથે ધક્કામુક્કી કરવા બદલ ચાર બાઉન્સરોની ધરપકડ કરવામાં આવી હતી. લગ્ન બાદ ભજીના ઘરે યોજાનારી વિધિનું રિપોર્ટિંગ કરવા પહોંચી ગયેલા પત્રકારોને બાઉન્સરોએ ધક્કે ચડાવવા ઉપરાંત તેમના કૅમેરા પણ ઝૂંટવી લીધા હતા. પત્રકારોની ફરિયાદને આધારે પંજાબ પોલીસે ચારેય બાઉન્સરોને ગિરફ્તાર કરી લીધા હતા. 


ઘટના બાદ નારાજ પત્રકારો ભજીના ઘર સામે જ ધરણાં પર બેસી ગયા હતા અને નારાબાજી કરવા લાગ્યા હતા. પોલીસે ઘણા સમજાવવા છતાં ન સમજતાં આખરે હરભજને ઘરની બહાર આવીને તેમની સાથે વાતચીત કરી હતી અને બાઉન્સરો વતી માફી માગી હતી. જોકે પત્રકારો ચારેય બાઉન્સરોની ધરપકડ કરવાની માગણી સાથે અડગ રહ્યા હતા.ચર્ચા પ્રમાણે ભજીએ તેનાં લગ્નના કવરેજના રાઇટ્સ માટે એક ટીવી-ચૅનલ સાથે કરાર કર્યા હોવાથી બાઉન્સરોએ પત્રકારોને રોક્યા હતા અને તેમના કૅમેરા છીનવી લીધા હતા. ધરપકડ કરવામાં આવેલા એક બાઉન્સરે આ વિશે જણાવ્યું હતું કે ઘણાબધા હાઈ-પ્રોફાઇલ ગેસ્ટ અને સેલિબ્રિટીઝ વિધિ દરમ્યાન હાજર રહેવાનાં હોવાથી હરભજન સિંહે તેમને ઘરમાં કોઈ પત્રકારોને ન પ્રવેશવા દેવાની સૂચના આપી હતી. હરભજન સિંહ અને ગીતા બસરાનાં લગ્નું રિસેપ્શન આવતી કાલે દિલ્હીમાં યોજાશે.

૪૨ વર્ષનો સચિન તેન્ડુલકર પોતાની બીજી ઇનિંગ્સ માટે તૈયાર થઈ રહ્યો છે. તૈયારીમાં કોઈ કચાશ ન રહી જાય એ માટે તે અગાઉની જેમ જ ક્રિકેટના તમામ પહેલુઓનો અભ્યાસ કરી રહ્યો છે. આવતા મહિને અમેરિકામાં થનારી ઑલ સ્ટાર્સ T20 લીગમાં સચિન બૅટ દ્વારા ફરી પાછી ધમાલ મચાવશે. એવુ થયું તો સચિનના સમર્થકો અને આ રમતને પણ નવી ભેટ મળશે. ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં સચિને પોતાના જૂના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે ‘ભલે હું રિટાયર થઈ ગયો હોઉં, પરંતુ રમવાનું ઝનૂન હજી પણ યથાવત્ છે.’ સચિન અને શેન વૉર્ને ક્રિકેટને ઑલિમ્પિક્સમાં સમાવેશ કરવાની તરફદારી પણ કરી છે.

સાઉથ આફ્રિકાના બૅટ્સમૅન એ.બી. ડિવિલિયર્સની પ્રશંસા કરતાં તેણે કહ્યું હતું કે ‘મને હજી યાદ છે કે હું મૅચ જોઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાના પહેલા ૨૦ બૉલ બહુ ધીમી બૅટિંગ કરી અને પછી એકદમ છઠ્ઠા અને સાતમા ગિયરમાં બૅટિંગ કરવાની શરૂ કરી દીધી. ડિવિલિયર્સ અત્યારે પોતાની કરીઅરની ટોચ પર છે. એવું લાગે છે કે તેની પાસે કોઈ પણ અન્ય બૅટ્સમૅન કરતાં વધુ સમય છે.’

ગયા સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર વીરેન્દર સેહવાગ અમેરિકામાં સચિન તેન્ડુલકર અને શેન વૉર્નની ઑલ સ્ટાર્સ સિરીઝમાં ભાગ લેશે. સેહવાગ ૩૦ ઑક્ટોબરે રમાનારી રણજી ટ્રોફી બાદ અમેરિકા માટે રવાના થશે. ગઈ કાલે સચિન તેન્ડુલકરે જ ટ્વિટર પર એની જાહેરાત કરી હતી. ઑલ સ્ટાર્સ T20 મૅચ સાત નવેમ્બરે ન્યુ યૉર્કમાં, ૧૧ નવેમ્બરે હ્યુસ્ટન અને ૧૪ નવેમ્બરે લૉસ ઍન્જલસમાં રમાશે.

ટીમ ઈન્ડિયાના વન–ડે અને ટી–૨૦ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ફોબ્ર્સે વલ્ર્ડ ટોપ–૧૦ વેલ્યુએબલ ખેલાડીમાં સામેલ કર્યેા છે અને ધોનીની બ્રાન્ડ વેલ્યુ અધધ રૂા.૧૩૫ કરોડે પહોંચી છે. રિપોર્ટ અનુસાર ધોનીએ પોટુગલ અને રિયાલ મેડિ્રડ કલબના ધુરંધર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ઝડપના બાદશાહ ઉસૈન બોલ્ટને પાછળ છોડી દીધા છે. તાજેતરમાં જાહેર થયેલા લિસ્ટમાં ધોનીની બ્રાન્ડ વેલ્યુ ૧૩૫.૪ કરોડ રૂપિયા છે. મહેન્દ્રસિંહ ધોનીએ હાલમાં જ આફ્રિકા સામે વન–ડે અને ટી–૨૦ શ્રેણી રમી હતી.

કોલંબોના પી. સારા ઓવલ ખાતેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં રવિવારે ચોથા દિવસે વરસાદના કારણે કોઈ રમત થઈ શકી ન હતી 

જ્યાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને શ્રીલંકાની ભૂમિ પર પોતાનો પહેલો વિજય નોંધાવવાને બીજા ૨૨૪ રનની જરૂર હતી.
ગયા શનિવારે વરસાદના લીધે રમત બંધ પડી ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે એક વિકેટે ૨૦ રન કર્યા હતા.
અમ્પાયરોએ મેદાનની તપાસણી કરી રમતને છેવટે સ્થાનિક સમય અનુસાર બપોરે ૨.૪૫ વાગ્યે પડતી મૂકી હતી.
બે ટેસ્ટની શ્રેણીમાં આયોજક શ્રીલંકાએ ગોલ ખાતેની પહેલી ટેસ્ટ એક દાવથી જીતી હતી.
વેસ્ટ ઈન્ડિઝની ટીમે ૧૯૯૩થી આ અગાઉ શ્રીલંકામાં પોતે રમેલી દસ ટેસ્ટમાંથી કોઈ જીતી નથી.