ભારતીય કેપ્‍ટન મહેન્‍દ્રસિંહ ધોની હવે નવી આઇપીએલ ટીમમાં સામેલ થવા જઇ રહ્યો છે. ચેન્‍્નાઇ સુપર કિંગના કેપ્‍ટન તરીકે છેલ્લા આઠ વર્ષથી રહ્યા બાદ તે હવે નવી ટીમમાં સામેલ થવા જઇ રહ્યો છે. માહિતી ુજબ ધોની આઠ વર્ષ સુધી ચેન્‍્નાઇ ટીમની સાથે સફળ રીતે જોડાયેલો રહ્યો હતો. ચેન્‍્નાઇની ટીમને એકપછી એક સફળતા પણ અપાવી હતી. ચેન્‍્નાાઇ સુપરે ધોનીને જાન્‍યુઆરી ૨૦૦૮માં પ્રથમ આઇપીએલ હરાજી વેળા ખરીદી લેવામાં આવ્‍યો હતો. ચેન્‍્નાઇ સુપર દ્વારા એ વખતે ધોનીને ૭.૫ કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવ્‍યો  હતો. ત્‍યારબાદથી તે સતત આઠ ઇડિશનમાં કેપ્‍ટન તરીકે રહ્યો છે. અન્‍ય કોઇ પણ ખેલાડીએ ધોનીવાળી સિદ્ધી હાંસલ કરી નથી. બે વર્ષ માટે ચેન્‍્નાઇ સુપરકિંગ્‍સને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા બાદ ધોની શ કરશે તેને લઇને હાલમા ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચા વચ્‍ચે હવે જાણવા મળ્‍યુ છે કે ધોની નવી આઇપીએલ ટીમની સાથે જોડાનાર છે.

વિશ્ર્વના સૌથી ‘વિનાશક’ બૅટ્સમેનમાંના એક વીરેન્દ્ર સેહવાગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માંથી નિવૃત્ત થવાની મંગળવારે જાહેરાત કરી હતી.

સેહવાગે પોતાની નિવૃત્તિનો નિર્દેશ દુબઇમાં સોમવારે એક કાર્યક્રમમાં આપ્યો હતો. તેણે પોતાની ૧૪ વર્ષની ક્રિકેટ કારકિર્દીના અંતની જાહેરાત માટે મંગળવારે પોતાના ૩૭મા જન્મદિનને પસંદ કર્યો હતો.સેહવાગે જણાવ્યું હતું કે મેં હંમેશાં મને જે સાચું લાગ્યું એ રીતે કામ કર્યું હતું. ભગવાને મને મેદાન પર કરેલા કામનું યોગ્ય વળતર અને સારી પત્ની આપ્યા છે. મેં ૩૭મા જન્મદિને જ નિવૃત્ત થવાનું થોડા સમય પહેલાં જ નક્કી કર્યું હતું.

તેણે જણાવ્યું હતું કે હું દરેક પ્રકારની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરું છું.

દેશ વતી ૧૯૯૯થી ૨૦૧૩ સુધી ક્રિકેટ રમનારા સેહવાગે જણાવ્યું હતું કે હું સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને અનિલ કુંબલે જેવા ક્રિકેટરો પાસેથી ઘણું જ શીખ્યો છું.

સંદિપ પાટીલની આગેવાનીમાં મળેલ BCCIની બેઠકમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 2 વન ડે અને 2 ટેસ્ટ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યુ છે.દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ અંતિમ 2 વન ડે માટે ટીમ ઇન્ડિયામાં માત્ર એક બદલાવ કરવામાં આવ્યો છે. ઉમેશ યાદવની જગ્યાએ શ્રીનાથ અરવિન્દનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પ્રથમ 2 ટેસ્ટ માટે રવીન્દ્ર જાડેજા અને ઇશાંત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા સામે 2 દિવસની બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની જાહેરાત પણ કરવામાં આવી હતી.

  મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, અંબાતી રાયડુ, મોહિત શર્મા, રોહિત શર્મા, શ્રીનાથ અરવિન્દ, હરભજન સિંહ, સ્ટુઅર્ટ બિન્ની ગુરકિરત સિંહ માન, ભૂવનેશ્વર કુમાર, અમિત મિશ્રા, અક્ષર પટેલ
 
બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન: ચેતેશ્વર પુજારા, લોકેશ રાહુલ, ઉન્મુક્ત ચંદ, કરૂણ નાયર, શ્રેયસ અય્યર, નમન ઓઝા, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, નાથુ સીંઘ, કરણ શર્મા, શેલ્ડન જેક્સન
 
ભારતીય ટેસ્ટ ટીમ: વિરાટ કોહલી, મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સહા, આર. અશ્વિન. રવીન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, લોકેશ રાહુલ. વરૂણ એરોન, ઇશાંત શર્મા

ભારતે બુધવારે ઇન્દોર ખાતે સાઉથ આફ્રિકાને બીજી વન-ડેમાં બાવીસ રનથી હરાવીને પાંચ મૅચની સિરીઝને ૧-૧થી બરોબરીમાં લાવી દીધી હતી. નબળા પર્ફોર્મન્સ અને વિચિત્ર કૅપ્ટન્સીને કારણે વિવાદના વમળમાં ફસાયેલા મહેન્દ્રસિંહ ધોની પર સારું રમવાનું પ્રચંડ પ્રેશર હતું જેમાં તે સફળતાથી બહાર આવ્યો હતો. તેણે અણનમ ૯૨ રન બનાવીને ભારતને ૨૪૭ રનનું સન્માનજનક ટોટલ અપાવ્યું હતું અને પછી વિકેટની પાછળ ત્રણ કૅચ અને એક સ્ટમ્પિંગ સહિત કુલ ચાર શિકાર કરીને ટીમ ઇન્ડિયાને જીત અપાવવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.

ભારતે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૪૭ રન બનાવ્યા પછી સાઉથ આફ્રિકા ૪૩.૪ ઓવરમાં ૨૨૫ રને ઑલઆઉટ થતાં ભારતે એની સામે આ વખતે જીતવાની શરૂઆત છેક હવે કરી હતી. ધોનીના ડેપ્યૂટી વિરાટ કોહલીએ પણ ત્રણ શાનદાર કૅચ પકડીને ધોનીની કૅપ્ટન્સીને વધુ હાનિ ન પહોંચે એની જાણે ખાસ તકેદારી રાખી હતી. ધોનીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.

છાતીમાં દુખાવાની ફરિયાદને કારણે ચાર દિવસ પહેલાં કલકત્તાની એક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવેલા ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ જગમોહન દાલમિયાનું ગઈ કાલે હાર્ટ-અટૅકને કારણે મોત નીપજ્યું હતું. તેઓ ૭૫ વર્ષના હતા. જગમોહનની હાલત શનિવારે સ્થિર ગણાવવામાં આવી હતી. છાતીમાં દુખાવાને કારણે ગુરુવારે રાત્રે તેમને હૉસ્પિટલના ICU વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો ઇલાજ કરી રહેલા ડૉક્ટરોએ શનિવારે જણાવ્યું હતું કે દવાની અસર તેમના પર થઈ રહી છે. એમ છતાં તેમના પર સતત નજર રાખવામાં આવતી હતી. 

દિગ્ગજ ખેલ-પ્રશાસક દાલમિયાએ ૧૦ વર્ષ બાદ માર્ચમાં બીજી વખત ક્રિકેટ બોર્ડના અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. જોકે કેટલાક સમયથી તેમનું સ્વાસ્થ્ય ખરાબ હતું, જેને કારણે બોર્ડના કામકાજમાં પણ તે નિયમિત રીતે ભાગ નહોતા લઈ શકતા. 

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શનિવારે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં આરોપી ક્રિકેટર એસ.શ્રીસંત, અજીત ચંદિલા અને અંકિત ચવ્હાણને સાબિતીની અભાવે નિર્દોષ છોડી મુક્યા છે. જ્યારે આ સ્કેન્ડલનો ખુલાસો થયો કે ત્યારે આ ત્રણેય ક્રિકેટરો રાજસ્થાન રોયલ્સ ટીમના સભ્ય હતા. આ મામલે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. કોર્ટે બધા આરોપીને છોડી મુક્યા હતા. નિર્દોષ છુટતા શ્રીસંત ભાવુક બનીને રડી પડ્યો હતો.

18મી જુલાઈના રોજ પ્રો કબડ્ડીની બીજી સિઝનની શરૂઆત થઈ હતી. બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના અવાજમાં રાષ્ટ્રિય ગીત ગાઈને ટૂર્નામેન્ટ શરૂ કરી હતી. પહેલી મેચ ગયા વર્ષની વિજેતા ટીમ જયપુર પિંક પેન્થર(અભિષેકની ટીમ) તથા યુ મુમ્બા વચ્ચે થઈ હતી. આ મેચમાં અભિષેકની ટીમ હારી ગઈ હતી. યુ મુમ્બા ટીમે જયપુર ટીમને 2 પોઈન્ટથી હરાવી દીધી હતી. આ મેચનું આયોજન નેશલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયામાં થયું હતું. 

ભારતની ખરાબ શરૂઆત થઇ હતી. મુરલી વિજય 1 રન જ્યારે અજિંક્ય રહાણેઅજિંક્ય રહાણે 34 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ તુરંત જ મનોજ તિવારી 2 રન જ્યારે રોબિન ઉથપ્પા 0 રન બનાવી રન આઉટ થયો હતો. કેદાર જાધવ 5 રન બનાવી કેચ આઉટ થયો હતો.

ભૂતપૂર્વ ચેમ્પિયન મારિયા શારાપોવાએ મંગળવારે ત્રણ સેટ સુધી સંઘર્ષ કર્યા બાદ પડકારજનક મુકાબલામાં વિજય નોંધાવીને વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યારે સ્પેનની ગરબાઈન મુગુરૂઝા પણ આસાન વિજય સાથે અંતિમ ચારમાં સ્થાન બનાવવામાં સફળ રહી હતી.

બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રમાયેલ પ્રથમ વન ડેમાં ધોની અને મુસ્તફિઝુર વચ્ચે ઝઘડો થયો હતો.બાંગ્લાદેશના બોલરની હરકતોથી હેરાન થઇ મહેન્દ્રસિંહ ધોનીએ રન લેતા સમયે મુસ્તફિઝુરે જોરદાર ધક્કો માર્યો હતો. ભારતીય ઇનિંગની 24મી ઓવરમાં આ ઘટના બની હતી. આ ઓવર મુસ્તફિઝુર નાખી રહ્યોં હતો. આ ઓવરની બીજી બોલ પર ધોનીએ શોટ ફટકારી રન લેવા માટે દોડ્યો હતો