દુનિયાની આબોહવા દિનપ્રતિદિન ખુબજ પ્રદુષિત થતી જોવા મળી રહી છે જેના કારણે નાના બાળકોના આરોગ્યને ગંભીર અસર પડી રહી છે. યુનિસેફ  ના એક તાજા રીપોર્ટ અનુસાર વિશ્વભરના લગભગ ૩૦ કરોડ બાળકો ઝેરી હવા વચ્ચે પોતાની જીંદગી ગુજારી રહ્યા છે. સાથે સાથે યુનિસેફે પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે વિશ્વનું દરેક સાતમું બાળક ઝેરીલી હવામાં શ્વાસ લઇ રહ્યું છે અને આ વાયુ આંતરરષ્ટ્રીય માપદંડોથી છ ગણું વધુ પ્રદુષિત છે.
અહેવાલ અનુસાર બહાર અને અંદરના વાયુ પ્રદુષણ થવાને કારણે શ્વાસ લેવાની અને ન્યુમોનિઆ જેવા રોગ થવાની શક્યતાઓ વધી જાય છે અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧૦ બાળકો માંથી એકનું મોત આવા રોગના લીધે થયું છે.

આ અનુસાર વાયુ પ્રદુષણથી દરવર્ષે ૬૦૦,૦૦૦ બાળકોના મોત થાય છે જો પાંચ વર્ષ કરતા નાની ઉંમરના હોય છે. સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્રારા નક્કી કરવામાં આવેલી વાયુ ગુણવતાના માપદંડોથી નીચે લગભગ ૬૨ કરોડ બાળકો પોતાની જીંદગી જીવી રહ્યા છે. ત્યારબાદ ૫૨ કરોડ બાળકો બાળકો આફ્રિકામાં અને પશ્ચિમી એશિયા અને પ્રશાંત ક્ષેત્રના પ્રદુષિત વિસ્તારોમાં રહેવા વાળા બાળકોની સંખ્યા લગભગ ૪૫ કરોડ છે.
ભારતની વાત કરતાં વૈશ્વિક વાયુ પ્રદુષણ અહેવાલ મુજબ અહી સૌથી વધુ વાયુ પ્રદુષણ ઉત્તર ભારતમાં જોવા મળ્યું છે.અહી પ્રદુષિત વાયુઓમાં ફેફસાંને નુકશાન કરવા વાળા પીએમ ૨.૫ કણોની સંખ્યા સામાન્ય સ્તરની સરખામણીએ ૮ થી ૧૨ ગણું વધુ છે.

દક્ષિણ ચીન  સાગર વિવાદના પગલે ચીનના રાષ્ટ્રપતિ શી જીન્પીંગે સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. રાષ્ટ્રપતિ શી જીન્પીંગે દક્ષિણ ચીન સાગરમાં ચાલી રહેલા વિવાદના પગલે યુદ્ધની તૈયારીઓ આરંભી દીધી છે. તેમજ સેનાના યુદ્ધ અભ્યાસ શરૂ કરવા પણ આદેશ આપ્યા છે. સત્તાધારી કમ્યુનીસ્ટ પાર્ટીના મહાસચિવ અને કેન્દ્રીય સૈન્ય આયોગના ચેરમેન શી એ શુક્રવારે પીપુલ્સ લીબરેશન આર્મીના દક્ષિણ થીયેટરના કમાનને નિરીક્ષણ દરમ્યાન ટીપ્પણી તરફ એક મજબુત સેનાના નિર્માણ પર જોર આપ્યું છે. કમ્યુનિસ્ટ પાર્ટી સેના અને સરકારના નેતૃત્વ કરનારા પ્રભાવશાળી નેતા ૬૩ વર્ષીય શી જીન્પીંગે આ વર્ષે પોતાનો પ્રથમ પાંચ વર્ષના કાર્યકાળ પૂર્ણ કરશે. તેમજ કોંગ્રેસની ૧૯મી બેઠક દરમ્યાન ફરીથી પાંચ વર્ષ માટે ચૂંટાઈ આવે તેવી શક્યતા છે.

શી જીન્પીંગે સૈનિકો પાસે યુદ્ધની તૈયારીઓ માટે સક્રિયતા વધારવા અને બદલાવ કરવા માટે યુદ્ધ ક્ષમતા વધારવા સતત પ્રયત્નો કરવા જણાવ્યું છે.

ચીનની સરકારી સંવાદ સમિતિ સિન્હુઆએ શી જીન્પીંગના હવાલેથી જણાવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ સંયુક્ત યુદ્ધ અભ્યાસ પ્રણાલીના નિર્માણમાં તેજી લાવવા પર ભાર મૂકી રહ્યાં છે. દક્ષિણ ચીન મહાસાગરમાં પડોશીઓ જોડે થયેલા વિવાદના પગલે આ નિવેદન સામે આવી રહ્યાં છે.

ચીનના પડોશી દેશ જેવા કે ફીલીપીન, મલેશિયા, બ્રુનેઈ અને વિયેટનામ ના વિરોધ છતાં ચીન પોતાની જમીનથી ૮૦૦ માઈલથી દુર સ્થિત ટાપુ સહિત સમગ્ર દક્ષિણ ચીન સાગર પર પોતાનો દાવો સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે ચીને આ વિસ્તારમાં કેટલાંક કૃત્રિમ ટાપુ બનાવી લીધાં છે. જેમાં કેટલાક સ્થાન પર સૈન્ય ઉપકરણ પર લગાવી દીધાં છે. આ મુદ્દો આ વિસ્તારમાં ચાલી રહેલા તણાવ અને આક્રોશના લીધે લાઈમલાઈટમાં છે.

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના સંબંધોમાં સોમવારે વધુ કડવાશ ઉમેરાઈ હતી. એક તરફ ઉત્તર કોરિયાની સરકારી માલિકીની વેબસાઇટે ધમકી ઉચ્ચારી હતી કે અમેરિકા તેમના પર હુમલો કરશે તો અમે અમેરિકાનું નામોનિશાન મિટાવી દઈશું. બીજી તરફ ઉત્તર કોરિયા ફરી પરમાણુ પરીક્ષણ કરશે તો અમેરિકાએ ત્રાટકવાનો સંકેત આપ્યો હતો.
 
 
સોમવારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે ફોન પર વાત થઈ હતી જેમાં ચીને અમેરિકાને સંયમ રાખવાની અપીલ કરી હતી. ઉત્તર કોરિયા આજે પોતાના સૈન્યની સ્થાપનાની 85મી વર્ષગાંઠે છઠ્ઠું પરમાણુ પરીક્ષણ કરશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોર્થ કોરિયામાં આર્મી સેલિબ્રેશનના દિવસે સાઉથ કોરિયામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
અમેરિકાનું યુદ્ધ જહાજ કાર્લ વિલ્સન ગણતરીના દિવસોમાં કોરિયન મહાસાગરમાં પ્રવેશવા જઈ રહ્યું છે ત્યારે ઉત્તર કોરિયાની સરકારી માલિકીની વેબસાઇટે ધમકી આપી છે કે અમેરિકા અમારા પર હુમલો કરશે તો અમે અમેરિકાનું નામોનિશાન મિટાવી દઈશું. ઉત્તર કોરિયાએ છઠ્ઠું પરમાણુ પરીક્ષણ કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સ્થિત અમેરિકી રાજદૂત નિકી હેલીએ સંકેત આપ્યો હતો કે ઉત્તર કોરિયા ફરી પરમાણુ પરીક્ષણ કરશે તો હુમલાની શક્યતા નકારી શકાય નહીં. ઉત્તર કોરિયાની સરકારી વેબસાઇટ રોડોંગ સીનમૂને દાવો કર્યો હતો કે અમારું સૈન્ય એક હુમલામાં અમેરિકી યુદ્ધજહાજને તોડી પાડવા સક્ષમ છે.

અમેરિકાએ ટોચની ભારતીય આઈટી કંપનીઓ TCS અને ઈન્ફોસીસ પર લોટરી સિસ્ટમમાં વધારે ટીકીટ નાખીને H-1B વિઝાનો એક મોટો ભાગ પડાવી લેવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાનો ટ્રંપ પ્રસાશન વિઝા નિયમોને વધારે કડક બનાવવામાં લાગ્યું છે.

ટ્રંપ સરકારનાં એક અધિકારીએ ગયા સપ્તાહે પત્રકારો સાથે ચર્ચા કરતા કહ્યું છે કે, કેટલીક મોટી આઉટસોર્સિંગ કંપનીઓ લોટરીમાં ઘણી બધી ટીકીટ લાગવી દે છે, જેનાથી આ લોટરીમાં તેમની સફળતાની શક્યતા વધી જાય છે.

વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર લખવામાં આવેલ વાતચીત અનુસાર વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, ‘શક્ય છે કે, તમે પોતાના નામ જણાવી રહ્યા છે. તાતા, ઈન્ફોસીસ અને કોગ્નીજેન્ટ જેવી કંપનીઓને સૌથી વધારે H-1B મળે છે. તે ઘણું જ વધારે સંખ્યામાં વિઝા માટે અરજી લાગે છે. તેના માટે જેટલા વિઝા મળશે તે લોટરીમાં વધારે ટીકીટ નાખીને મોટી સંખ્યામાં વિઝા હાંસલ કરી લે છે.’

જ્યારે આ સવાલ કરવામાં આવ્યો હતો કે, માત્ર ભારતીય કંપનીઓનો જ ઉલ્લેખ કેમ કરવામાં આવી રહ્યો છે. તો વ્હાઈટ હાઉસનો જવાબ થયો હતો કે, સૌથી વધારે વિઝા જે ત્રણ કંપનીઓને મળી રહ્યું છે. તેમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઈન્ફોસીસ અને કોગ્નીજેન્ટ સામેલ છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ આજે વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે ચૂકાદો સંભળાવશે. "પનામા પેપર્સ" લીકને કારણે શરીફે પદ છોડવું પડશે કે નહીં તે પણ આ ચૂકાદાને આધારે જ નક્કી થશે. 67 વર્ષના શરીફે પોતે કંઇ પણ ખોટું નથી કર્યું તેમ કહીને તમામ આક્ષેપો ફગાવ્યા હતા, પરંતુ વિરોધપક્ષના નેતા ઇમરાન ખાને રસ્તા પર કરેલા દેખાવોને કારણે સુપ્રીમ કોર્ટે શરીફ પરિવારની વિદેશી સંપત્તિ અંગે તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ કેસ અંગે વિવિધ પગલાં ભરી શકે છે. તેઓ વડાપ્રધાનને મુક્ત જાહેર કરી શકે છે અથવા કેસમાં વધુ તપાસના આદેશ પણ આપી શકે છે. કોર્ટ શરીફને PM પદ માટે અયોગ્ય ઠેરવી શકે છે. 2012માં પાક. સુપ્રીમ કોર્ટે તે સમયના પીએમ યુસુફ રઝા ગિલાનીને કોર્ટનું અપમાન કરવા બદલ અયોગ્ય ઠેરવ્યા હતા. સમગ્ર કોન્ટ્રોવર્સી ગત વર્ષે પનામા પેપર્સ લીક થવાને કારણે ધ્યાનમાં આવી હતી. પનામાની લૉ ફર્મ મોસાક ફોન્સેકાના 1 કરોડથી વધુ ડોક્યુમેન્ટ્સ લીક થયા હતા. આ ડોક્યુમેન્ટ્સમાં વિશ્વના કેટલાંય રિચ અને પાવરફુલ લોકોના નામ હતા. પનામા પેપર્સમાં શરીફના બે દીકરાઓ અને દીકરી મરિયમનું નામ સામેલ હતું. મરિયમને નવાઝ શરીફની રાજકીય વારસદાર ગણવામાં આવે છે.

શરાબ કિંગ વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. માલ્યા પર બેન્કોની સાથે છેતરપીંડી કરવાનો આરોપ છે. સૌથી મોટા સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઈ સહીત ૧૭ બેન્કોના રૂ. ૯૦૦૦ કરોડ રૂપિયાનું લેણું શરાબ કિંગ ઉપર બાકી બોલે છે.

જાણવા મળતી વિગતો મુજબ ઇન્ટરપોલની મદદથી સ્કોટલેંડ યાર્ડ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને ભારત લાવવા માટે સીબીઆઈની એક ટીમ લંડન જશે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું માલ્યા જેવા લોકોને દેખાડી દઈશ કે ભારતીય કાનૂન શું હોય છે. તેના પછી શરાબ કિંગ ની ધરપકડના સારા સમાચાર મળ્યા છે.

જો કે તેમને ભારત પ્રત્યાર્પણની માટે ભારતે પોતાના રાજનૈતિક ચેનલ્સનો ઉપયોગ કરવો પડશે. તેમાં ઘણો સમય લાગી શકે છે.

પતિયાલા હાઉસ કોર્ટે વિદેશી મુદ્રા વિનિમય અધિનિયમ (ફેરા)ના ઉલ્લંઘનના મામલામાં ઉદ્યોગપતિ વિજય માલ્યાની સામે ઓપન બિનજામીનપાત્ર વોરંટ (NBW) પ્રસિદ્ધ કર્યું હતું. આ અગાઉ પ્રસિદ્દ કરાયેલા વોરંટને માલમાં નહિ લાવી શક્ય હતા, જેના કારણે અદાલતે આ નિર્ણય લેવો પડ્યો હતો.

ઓપન NBW માં તપાસ એજન્સીની પાસે આરોપીને પકડીને અદાલતની સમક્ષ રજૂ કરવા માટેની કોઈ સમય અવધી નક્કી નથી હોતી.

મુખ્ય મહાનગર દંડાધિકારી સુમિત દાસને પ્રવર્તન નિર્દેશાલય (ED)એ માહિતી આપી હતી કે ગત ગર્શ ચાર નવેમ્બરના રોજ પ્રસિદ્ધ કરેલા NBW ને અમલમાં લાવવા માટે તેમને વધારે સમય જોઈએ છે.

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ મંગળવારે એક આદેશ કર્યો છે કે જેમાં સરકારી વિભાગો પાસેથી H1B વીઝાના કાયદાના સુધાર માટે ભલામણ માંગી છે. આ ઉપરાંત સરકારી સામાનની ખરીદીમાં પણ અમેરિકાના ઉત્પાદિત વસ્તુઓની ખરીદવા એક આદેશ કર્યો છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પએ આ આદેશ “ બાયર અમેરિકન, હાયર અમેરિકન’ ની પોલીસી હેઠળ લીધાં છે. H1B વીઝા સાથે જોડાયેલા આદ્દેશમાં શ્રમ, ન્યાય, ગૃહ અને વિદેશ મંત્રાલયને જણાવવામાં આવ્યું છે કે અમેરિકાની પ્રવાસ નીતિમાં ચાલી રહેલા અવ્યવસ્થાને યોગ્ય પગલાંની જરૂર છે. જેનાથી અમેરિકાના લોકોના હક્કની રક્ષા કરી શકાય. આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ વિઝા એ લોકોને જ મળે જે સૌથી વધુ કાર્યદક્ષ હોય અને સૌથી વધુ સેલરી મેળવતો હોય.

ઉલ્લેખનીય છે કે અમેરિકામ છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે H1B વીઝાના કાયદાનો ખોટો રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં પણ ભારતમાંથી લોકોને સસ્તા પગારે લાવીને અમેરિકોના હિતને નુકશાન પહોંચાડે છે. અમેરિકા સરકાર દર વર્ષે ૬૫, ૦૦૦ એચવનબી વિઝા જાહેર કરે છે. જ્યારે આઉટસોર્સિંગ કંપનીઓ આની માટે ભારે પ્રમાણ અરજીઓ નાંખે છે અને વધુમાં વધુ વિઝા મેળવવાનો પ્રયાસ કરે છે.

અમેરિકાના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર એચ૧બી ની અરજીઓમાં આ વર્ષે ૨૦૧૬માં ભારે ઘટાડો નોંધાયો છે.ગત વર્ષે બે લાખ છત્રીસ હજાર લોકોએ આની માટે અરજી કરી હતી. જયારે આ વર્ષે આ સંખ્યા ઘટીને એક લાખ ૯૯ હજાર અંદાજવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે વિઝાના નિયમોમાં બદલાવના પગલે ભારતીય કંપનીઓને મોટું નુકશાન સહન કરવું પડ્યું છે.

નાસા આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન ઉપર યાત્રીઓ દ્રારા સાથે લાવવામાં આવેલા અને તેના ઉપયોગ પછી ત્યજી દેવાયેલા સુક્ષ્મ જીવાણુઓનું વિશ્લેષણ કરવા માટે યોજના બનાવી રહ્યું છે. અંતરીક્ષ યાનમાં પ્રયોગ દરમ્યાન સુક્ષ્મ જીવાણુંઓના ઉપયોગોને સમજવા માટે આ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
મનુષ્ય કોઈપણ સ્થળ ઉપર જાય ત્યારે તેની સાથે બેક્ટેરિયા હમેશા હોય છે. એમાંથી અમુક જીવાણુંઓ આંતરડાની અંદર જોવા મળે છે, અન્ય પ્રકારના બેક્ટેરિયા શરીર બહાર ત્વચા અને કપડા ઉપર પણ જોવા મળે છે. જયારે આ બેક્ટેરિયા વાતાવરણમાં દાખલ થાય છે ત્યારે પોતાનું એક અલગ તંત્ર બનાવી લે છે જે ને માઈક્રોમીયમ ઓફ બિલ્ટ એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે.
નાસાએ આ બેક્ટેરિયાના સંશોધન માટે વૈજ્ઞાનિકો પાસે સૂચનો મંગાવ્યા છે જે થી જાણકારી મળી રહે કે જીવાણું અંતરીક્ષમાં કઈ રીતે જીવી શકે છે. આ માટે વૈજ્ઞાનિકોએ એક દશક અથવા વધુ સમયથી અંતરીક્ષ સ્ટેશન માંથી ભેગા કરેલા અને હ્યુસ્ટન ખાતે રખાયેલા નાસાના જોન્સન સ્પેસ સેન્ટરમાં રાખેલા બેક્ટેરિયા ઉપર પ્રયોગ કરવો પડશે. આ પ્રયોગથી જાણકારી મળશે કે ભવિષ્યમાં અંતરીક્ષ યાનમાં રાખેલા જીવાણુઓના વાતાવરણનો મુકાબલો કઈ રીતે કરવો.

પેન્ટાગોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પહેલીવાર આ બોમ્બનો પ્રયોગ કરાયો છે અને તેને MC-130 એરક્રાફ્ટમાંથી ફેંકયો હતો.અમેરિકાએ જે બોમ્બ ‘GBU-43’ અફઘાનીસ્તાન પર ફેંક્યો છે, તે એટલો ખતરનાક છે કે તેના સવા ત્રણ કિલોમીટરના પરિઘમાં આવતા વિસ્તારમાં બધું જ ખાખ થઇ જશે.આવા પ્રકારના બોમ્બ સમગ્ર દુનિયામાં ફક્ત ૧૫ જ છે. આ બોમ્બ જીપીએસથી સંચાલિત થાય છે. આવામાં નિશાન ચૂકવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી.‘GBU-43’ બોમ્બથી ૧૧ ટન TNT ની બરોબર ધમાકો થાય છે. આ બોમ્બને બનાવવા માટે અંદાજે બે હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી દરમિયાન આપેલા વચનને પૂર્ણ કરતા અફઘાનિસ્તાનમાં IS સ્થળો ઉપર સૌથી મોટો બોમ્બ ફેંક્યો છે. ‘મધર ઓફ ઓલ બોમ્બ’ કહેવાતા આ એક બિનપરમાણું બોમ્બ છે, જેને ‘GBU-43’ નામ આપવામાં આવ્યું છે. આ બોમ્બને અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં ફેકયો છે. આ બોમ્બની તાકાતનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે તેનો ધમાકો પાકિસ્તાનના અનેક વિસ્તારમાં મહેસૂસ થયા હતા.

પાકિસ્તાન ના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે કહ્યું છે કે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને હમણાં તુરંત સજા નહિ આપવામાં આવે, અને તેની (જાધવની) પાસે આ સજાની વિરુદ્ધ અપીલ કરવા માટે ત્રણ મંચ ઉપલબ્ધ છે.

પાકિસ્તાન ના અખબાર ‘ડોન’માં પ્રકાશિત અહેવાલ મુજબ આસિફે ગઈકાલે પાકિસ્તાનની સંસદમાં કહ્યું હતું કે, ભારતીય ગુપ્તચર એજન્સી ‘RAW’ની માટે કામ કરનાર નેવી ઓફિસરની ગત વર્ષના માર્ચ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં સાડા ત્રણ મહિના સુધી કેસ ચાલ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે જાધવ પર ભારત માટે જાસૂસી, પાકિસ્તાનની અખંડતાની વિરુદ્ધમાં કામ કરવા અંગે, દેશમાં આતંકવાદને ઉકસાવવા અને દેશને અસ્થિર કરવાનો પ્રયાસ જેવા આરોપો સિદ્ધ થયા છે.

આસિફે દાવો કર્યો છે કે સેનાની અદાલતના નિર્ણયની વિરુદ્ધમાં અપીલ કરવા માટે ૬૦ દિવસનો સમય છે,ત્યાર બાદ પણ તે સેના પ્રમુખ અને રાષ્ટ્રપતિની સમક્ષ દયાની અરજી કરી શકે છે. જો કે પાકિસ્તાન આર્મી એક્ટ, ૧૯૫૨ના અધિનિયમની કલમ ૧૩૧ મુજબ સૈન્ય અદાલતના નિર્ણયની વિરુદ્ધમાં ૪૦ દિવસની અંદર અપીલ કરી શકાય છે.

આસિફે આ મામલામાં ભારતના તે દાવાને ફગાવી દીધા છે કે જેમાં જાધવ પર ચલાવાયેલા મુકદમાને ‘પૂર્વ નિયોજિત હત્યા’ ગણાવાઈ છે. તેમણે કહ્યું કે, આ મામલામાં કાયદાકીય કાર્યવાહીનું યોગ્ય રીતે પાલન કરાવવામાં આવ્યું છે.

પાકિસ્તાનના રક્ષા મંત્રીએ આ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદી ગતિવિધિઓમાં શામેલ તત્વો અને પાકિસ્તાનની સુરક્ષા અને અખંડિતતાની વિરુદ્ધ ષડયંત્ર કરનારા સામે કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે, ભલે તે દેશની અંદરથી હોય કે પછી સીમા પારથી આવેલા હોય.

ઉલ્લેખનીય છે કે ભારતીય કારોબારી અને નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ઈરાનથી અપહરણ કરીને પાકિસ્તાન લાવવામાં આવ્યા હતા અને જાસૂસીનો આરોપ લગાવીને મોતની સજા આપવામાં આવી છે. જાધવની ધરપકડને પાકિસ્તાનના બલુચિસ્તાનમાંથી દેખાડવામાં આવી છે.