અમેરિકાએ ટોચની ભારતીય આઈટી કંપનીઓ TCS અને ઈન્ફોસીસ પર લોટરી સિસ્ટમમાં વધારે ટીકીટ નાખીને H-1B વિઝાનો એક મોટો ભાગ પડાવી લેવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાનો ટ્રંપ પ્રસાશન વિઝા નિયમોને વધારે કડક બનાવવામાં લાગ્યું છે.

ટ્રંપ સરકારનાં એક અધિકારીએ ગયા સપ્તાહે પત્રકારો સાથે ચર્ચા કરતા કહ્યું છે કે, કેટલીક મોટી આઉટસોર્સિંગ કંપનીઓ લોટરીમાં ઘણી બધી ટીકીટ લાગવી દે છે, જેનાથી આ લોટરીમાં તેમની સફળતાની શક્યતા વધી જાય છે.

વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર લખવામાં આવેલ વાતચીત અનુસાર વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, ‘શક્ય છે કે, તમે પોતાના નામ જણાવી રહ્યા છે. તાતા, ઈન્ફોસીસ અને કોગ્નીજેન્ટ જેવી કંપનીઓને સૌથી વધારે H-1B મળે છે. તે ઘણું જ વધારે સંખ્યામાં વિઝા માટે અરજી લાગે છે. તેના માટે જેટલા વિઝા મળશે તે લોટરીમાં વધારે ટીકીટ નાખીને મોટી સંખ્યામાં વિઝા હાંસલ કરી લે છે.’

જ્યારે આ સવાલ કરવામાં આવ્યો હતો કે, માત્ર ભારતીય કંપનીઓનો જ ઉલ્લેખ કેમ કરવામાં આવી રહ્યો છે. તો વ્હાઈટ હાઉસનો જવાબ થયો હતો કે, સૌથી વધારે વિઝા જે ત્રણ કંપનીઓને મળી રહ્યું છે. તેમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઈન્ફોસીસ અને કોગ્નીજેન્ટ સામેલ છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ આજે વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે ચૂકાદો સંભળાવશે. "પનામા પેપર્સ" લીકને કારણે શરીફે પદ છોડવું પડશે કે નહીં તે પણ આ ચૂકાદાને આધારે જ નક્કી થશે. 67 વર્ષના શરીફે પોતે કંઇ પણ ખોટું નથી કર્યું તેમ કહીને તમામ આક્ષેપો ફગાવ્યા હતા, પરંતુ વિરોધપક્ષના નેતા ઇમરાન ખાને રસ્તા પર કરેલા દેખાવોને કારણે સુપ્રીમ કોર્ટે શરીફ પરિવારની વિદેશી સંપત્તિ અંગે તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ કેસ અંગે વિવિધ પગલાં ભરી શકે છે. તેઓ વડાપ્રધાનને મુક્ત જાહેર કરી શકે છે અથવા કેસમાં વધુ તપાસના આદેશ પણ આપી શકે છે. કોર્ટ શરીફને PM પદ માટે અયોગ્ય ઠેરવી શકે છે. 2012માં પાક. સુપ્રીમ કોર્ટે તે સમયના પીએમ યુસુફ રઝા ગિલાનીને કોર્ટનું અપમાન કરવા બદલ અયોગ્ય ઠેરવ્યા હતા. સમગ્ર કોન્ટ્રોવર્સી ગત વર્ષે પનામા પેપર્સ લીક થવાને કારણે ધ્યાનમાં આવી હતી. પનામાની લૉ ફર્મ મોસાક ફોન્સેકાના 1 કરોડથી વધુ ડોક્યુમેન્ટ્સ લીક થયા હતા. આ ડોક્યુમેન્ટ્સમાં વિશ્વના કેટલાંય રિચ અને પાવરફુલ લોકોના નામ હતા. પનામા પેપર્સમાં શરીફના બે દીકરાઓ અને દીકરી મરિયમનું નામ સામેલ હતું. મરિયમને નવાઝ શરીફની રાજકીય વારસદાર ગણવામાં આવે છે.

શરાબ કિંગ વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. માલ્યા પર બેન્કોની સાથે છેતરપીંડી કરવાનો આરોપ છે. સૌથી મોટા સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઈ સહીત ૧૭ બેન્કોના રૂ. ૯૦૦૦ કરોડ રૂપિયાનું લેણું શરાબ કિંગ ઉપર બાકી બોલે છે.

જાણવા મળતી વિગતો મુજબ ઇન્ટરપોલની મદદથી સ્કોટલેંડ યાર્ડ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને ભારત લાવવા માટે સીબીઆઈની એક ટીમ લંડન જશે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું માલ્યા જેવા લોકોને દેખાડી દઈશ કે ભારતીય કાનૂન શું હોય છે. તેના પછી શરાબ કિંગ ની ધરપકડના સારા સમાચાર મળ્યા છે.

જો કે તેમને ભારત પ્રત્યાર્પણની માટે ભારતે પોતાના રાજનૈતિક ચેનલ્સનો ઉપયોગ કરવો પડશે. તેમાં ઘણો સમય લાગી શકે છે.

પતિયાલા હાઉસ કોર્ટે વિદેશી મુદ્રા વિનિમય અધિનિયમ (ફેરા)ના ઉલ્લંઘનના મામલામાં ઉદ્યોગપતિ વિજય માલ્યાની સામે ઓપન બિનજામીનપાત્ર વોરંટ (NBW) પ્રસિદ્ધ કર્યું હતું. આ અગાઉ પ્રસિદ્દ કરાયેલા વોરંટને માલમાં નહિ લાવી શક્ય હતા, જેના કારણે અદાલતે આ નિર્ણય લેવો પડ્યો હતો.

ઓપન NBW માં તપાસ એજન્સીની પાસે આરોપીને પકડીને અદાલતની સમક્ષ રજૂ કરવા માટેની કોઈ સમય અવધી નક્કી નથી હોતી.

મુખ્ય મહાનગર દંડાધિકારી સુમિત દાસને પ્રવર્તન નિર્દેશાલય (ED)એ માહિતી આપી હતી કે ગત ગર્શ ચાર નવેમ્બરના રોજ પ્રસિદ્ધ કરેલા NBW ને અમલમાં લાવવા માટે તેમને વધારે સમય જોઈએ છે.

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ મંગળવારે એક આદેશ કર્યો છે કે જેમાં સરકારી વિભાગો પાસેથી H1B વીઝાના કાયદાના સુધાર માટે ભલામણ માંગી છે. આ ઉપરાંત સરકારી સામાનની ખરીદીમાં પણ અમેરિકાના ઉત્પાદિત વસ્તુઓની ખરીદવા એક આદેશ કર્યો છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પએ આ આદેશ “ બાયર અમેરિકન, હાયર અમેરિકન’ ની પોલીસી હેઠળ લીધાં છે. H1B વીઝા સાથે જોડાયેલા આદ્દેશમાં શ્રમ, ન્યાય, ગૃહ અને વિદેશ મંત્રાલયને જણાવવામાં આવ્યું છે કે અમેરિકાની પ્રવાસ નીતિમાં ચાલી રહેલા અવ્યવસ્થાને યોગ્ય પગલાંની જરૂર છે. જેનાથી અમેરિકાના લોકોના હક્કની રક્ષા કરી શકાય. આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ વિઝા એ લોકોને જ મળે જે સૌથી વધુ કાર્યદક્ષ હોય અને સૌથી વધુ સેલરી મેળવતો હોય.

ઉલ્લેખનીય છે કે અમેરિકામ છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે H1B વીઝાના કાયદાનો ખોટો રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં પણ ભારતમાંથી લોકોને સસ્તા પગારે લાવીને અમેરિકોના હિતને નુકશાન પહોંચાડે છે. અમેરિકા સરકાર દર વર્ષે ૬૫, ૦૦૦ એચવનબી વિઝા જાહેર કરે છે. જ્યારે આઉટસોર્સિંગ કંપનીઓ આની માટે ભારે પ્રમાણ અરજીઓ નાંખે છે અને વધુમાં વધુ વિઝા મેળવવાનો પ્રયાસ કરે છે.

અમેરિકાના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર એચ૧બી ની અરજીઓમાં આ વર્ષે ૨૦૧૬માં ભારે ઘટાડો નોંધાયો છે.ગત વર્ષે બે લાખ છત્રીસ હજાર લોકોએ આની માટે અરજી કરી હતી. જયારે આ વર્ષે આ સંખ્યા ઘટીને એક લાખ ૯૯ હજાર અંદાજવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે વિઝાના નિયમોમાં બદલાવના પગલે ભારતીય કંપનીઓને મોટું નુકશાન સહન કરવું પડ્યું છે.

નાસા આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન ઉપર યાત્રીઓ દ્રારા સાથે લાવવામાં આવેલા અને તેના ઉપયોગ પછી ત્યજી દેવાયેલા સુક્ષ્મ જીવાણુઓનું વિશ્લેષણ કરવા માટે યોજના બનાવી રહ્યું છે. અંતરીક્ષ યાનમાં પ્રયોગ દરમ્યાન સુક્ષ્મ જીવાણુંઓના ઉપયોગોને સમજવા માટે આ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
મનુષ્ય કોઈપણ સ્થળ ઉપર જાય ત્યારે તેની સાથે બેક્ટેરિયા હમેશા હોય છે. એમાંથી અમુક જીવાણુંઓ આંતરડાની અંદર જોવા મળે છે, અન્ય પ્રકારના બેક્ટેરિયા શરીર બહાર ત્વચા અને કપડા ઉપર પણ જોવા મળે છે. જયારે આ બેક્ટેરિયા વાતાવરણમાં દાખલ થાય છે ત્યારે પોતાનું એક અલગ તંત્ર બનાવી લે છે જે ને માઈક્રોમીયમ ઓફ બિલ્ટ એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે.
નાસાએ આ બેક્ટેરિયાના સંશોધન માટે વૈજ્ઞાનિકો પાસે સૂચનો મંગાવ્યા છે જે થી જાણકારી મળી રહે કે જીવાણું અંતરીક્ષમાં કઈ રીતે જીવી શકે છે. આ માટે વૈજ્ઞાનિકોએ એક દશક અથવા વધુ સમયથી અંતરીક્ષ સ્ટેશન માંથી ભેગા કરેલા અને હ્યુસ્ટન ખાતે રખાયેલા નાસાના જોન્સન સ્પેસ સેન્ટરમાં રાખેલા બેક્ટેરિયા ઉપર પ્રયોગ કરવો પડશે. આ પ્રયોગથી જાણકારી મળશે કે ભવિષ્યમાં અંતરીક્ષ યાનમાં રાખેલા જીવાણુઓના વાતાવરણનો મુકાબલો કઈ રીતે કરવો.

પેન્ટાગોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પહેલીવાર આ બોમ્બનો પ્રયોગ કરાયો છે અને તેને MC-130 એરક્રાફ્ટમાંથી ફેંકયો હતો.અમેરિકાએ જે બોમ્બ ‘GBU-43’ અફઘાનીસ્તાન પર ફેંક્યો છે, તે એટલો ખતરનાક છે કે તેના સવા ત્રણ કિલોમીટરના પરિઘમાં આવતા વિસ્તારમાં બધું જ ખાખ થઇ જશે.આવા પ્રકારના બોમ્બ સમગ્ર દુનિયામાં ફક્ત ૧૫ જ છે. આ બોમ્બ જીપીએસથી સંચાલિત થાય છે. આવામાં નિશાન ચૂકવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી.‘GBU-43’ બોમ્બથી ૧૧ ટન TNT ની બરોબર ધમાકો થાય છે. આ બોમ્બને બનાવવા માટે અંદાજે બે હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી દરમિયાન આપેલા વચનને પૂર્ણ કરતા અફઘાનિસ્તાનમાં IS સ્થળો ઉપર સૌથી મોટો બોમ્બ ફેંક્યો છે. ‘મધર ઓફ ઓલ બોમ્બ’ કહેવાતા આ એક બિનપરમાણું બોમ્બ છે, જેને ‘GBU-43’ નામ આપવામાં આવ્યું છે. આ બોમ્બને અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં ફેકયો છે. આ બોમ્બની તાકાતનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે તેનો ધમાકો પાકિસ્તાનના અનેક વિસ્તારમાં મહેસૂસ થયા હતા.

પાકિસ્તાન ના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે કહ્યું છે કે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને હમણાં તુરંત સજા નહિ આપવામાં આવે, અને તેની (જાધવની) પાસે આ સજાની વિરુદ્ધ અપીલ કરવા માટે ત્રણ મંચ ઉપલબ્ધ છે.

પાકિસ્તાન ના અખબાર ‘ડોન’માં પ્રકાશિત અહેવાલ મુજબ આસિફે ગઈકાલે પાકિસ્તાનની સંસદમાં કહ્યું હતું કે, ભારતીય ગુપ્તચર એજન્સી ‘RAW’ની માટે કામ કરનાર નેવી ઓફિસરની ગત વર્ષના માર્ચ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં સાડા ત્રણ મહિના સુધી કેસ ચાલ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે જાધવ પર ભારત માટે જાસૂસી, પાકિસ્તાનની અખંડતાની વિરુદ્ધમાં કામ કરવા અંગે, દેશમાં આતંકવાદને ઉકસાવવા અને દેશને અસ્થિર કરવાનો પ્રયાસ જેવા આરોપો સિદ્ધ થયા છે.

આસિફે દાવો કર્યો છે કે સેનાની અદાલતના નિર્ણયની વિરુદ્ધમાં અપીલ કરવા માટે ૬૦ દિવસનો સમય છે,ત્યાર બાદ પણ તે સેના પ્રમુખ અને રાષ્ટ્રપતિની સમક્ષ દયાની અરજી કરી શકે છે. જો કે પાકિસ્તાન આર્મી એક્ટ, ૧૯૫૨ના અધિનિયમની કલમ ૧૩૧ મુજબ સૈન્ય અદાલતના નિર્ણયની વિરુદ્ધમાં ૪૦ દિવસની અંદર અપીલ કરી શકાય છે.

આસિફે આ મામલામાં ભારતના તે દાવાને ફગાવી દીધા છે કે જેમાં જાધવ પર ચલાવાયેલા મુકદમાને ‘પૂર્વ નિયોજિત હત્યા’ ગણાવાઈ છે. તેમણે કહ્યું કે, આ મામલામાં કાયદાકીય કાર્યવાહીનું યોગ્ય રીતે પાલન કરાવવામાં આવ્યું છે.

પાકિસ્તાનના રક્ષા મંત્રીએ આ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદી ગતિવિધિઓમાં શામેલ તત્વો અને પાકિસ્તાનની સુરક્ષા અને અખંડિતતાની વિરુદ્ધ ષડયંત્ર કરનારા સામે કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે, ભલે તે દેશની અંદરથી હોય કે પછી સીમા પારથી આવેલા હોય.

ઉલ્લેખનીય છે કે ભારતીય કારોબારી અને નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ઈરાનથી અપહરણ કરીને પાકિસ્તાન લાવવામાં આવ્યા હતા અને જાસૂસીનો આરોપ લગાવીને મોતની સજા આપવામાં આવી છે. જાધવની ધરપકડને પાકિસ્તાનના બલુચિસ્તાનમાંથી દેખાડવામાં આવી છે.

પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીર ની સરહદ પર સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન અને ઘુસપેઠ કરવાનું લગાતાર શરુ રાખવામાં આવ્યું છે. આ દરમિયાન સેનાએ જમ્મુ-કાશ્મીર ના કુપવાડામાં ઘુસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ કર્યો છે. સોમવારે સવારે કુપવાડાના કેરન સેક્ટરમાં સેનાએ ચાર આતંકીઓને ઘુસણખોરી કરતા સમયે ઠાર માર્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ તેઓને ઘુસણખોરી માટે પાકિસ્તાની સેના મદદ કરી રહી હતી. ત્યાર બાદ એક અધિકારીએ તેની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, રવિવારે રાતે ઘુસણખોરોની એક ટોળકી ઘુસણખોરીનો પ્રયાસ કરી રહી હતી. સરહદ ઉપર તહેનાત જવાનો તેનાથી એલર્ટ થઇ ગયા હતા જેના કારણે સામેથી ફાયરિંગ શરુ થઇ ગયું હતું. જેના જવાબમાં ભારતીય સેનાના જવાનોએ પણ ફાયરિંગ શરુ કર્યું હતું. જેમાં ચાર ઘુસણખોરોને ઠાર માર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાય સમયથી ઘુસણખોરીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘુસણખોરોને પાકિસ્તાની સેના દ્વારા પીઠબળ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાની વિગતો છાસવારે બહાર આવી રહી છે. તેમ છતાં ભારતીય સેનાના જવાનો દ્વારા આવા ઘુસણખોરોને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. તેમ છતાં પાકિસ્તાની સેના અને આતંકીઓ તેમની આવી હરકતો કરતા બંધ થતા નથી.

અમેરિકાએ સીરિયાના એરબેસ પર ક્રૂઝ મિસાઈલ છોડી છે. તાજેતરમાં જ સારિયામાં થયેલા કેમિકલ એટેકના કારણે ડોનાલ્ડ ટ્રમ્પએ આ ઓર્ડર આપ્યો છે. આ વાતની માહિતી યુએસ ઓફિસરે ગુરુવારે આપી હતી. ઉલ્લેખનીય છે કે 4 એપ્રિલે સીરિયાના એક શહેરમાં થયેલા કેમિકલ એટેકમાં 100થી વધુ લોકોના મોત થયા હતા.
 
 
                              ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, પ્રેસિડેન્ટ પોસ્ટ સંભાળ્યા બાદથી ટ્રમ્પ સતત ફોરેન પોલિસી ક્રાઈસિસ સાથે જોયાલા રહ્યા છે. સીરિયા પર કરેલી કાર્યવાહી ટ્રમ્પનું અત્યાર સુધીનું સૌથી કડક પગલું માનવામાં આવી રહ્યું છે.મળતી માહિતી મુજબ અમેરિકન મિસાઈલોએ શાયરત એરબેસને નિશાન બનાવ્યો છે. યુએસનું માનવું છે કે સીરિયાના વિદ્રોહીઓવાળા વિસ્તારમાં જે રાસાયણિક હુમલા કરવામાં આવ્યા હતા તે આ એરબેસથી કરાયા હતા.સીરિયાના સ્ટેટ ટીવી રિપોર્ટ મુજબ, અમેરિકાએ ઘણા મિલિટ્રી બેસને નિશાન બનાવ્યા છે. હુમલા ઘણી ઝડપથી કરવામાં આવી રહ્યા છે. યુએસ ઓફિશિયલના જણાવ્યા મુજબ, યુએસ નેવીએ આશરે 50 હોમટેક મિસાઈલો મેડિટેરેનિયન સી (ભૂમધ્ય સાગર)માં છોડી. સીરિયાના હોમ્સ સ્થિત એક એરબેસને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.
સીરિયાના નોર્થ-વેસ્ટ ઇદલિબ પ્રોવિન્સમાં મંગળવારે કેમિકલ ગેસ એટેકમાં લગભગ 100 લોકોના માત થયા છે, જેમાં 11 બાળકોનો સામેલ છે. એટેકમાં 400થી વધુ લોકો બીમાર થઈ ગયા છે. સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સ મુજબ, એટેક વિદ્રોહીઓના કબજાવાળા ખાન શેખૌન શહેરમાં સીરિયન સરકાર કે રશિયન જેટથી કરવામાં આવ્યો.ફ્રાન્સના પ્રેસિડન્ટ ફ્રાંસ્વા ઓલાંદ સસ્પેક્ટેડ કેમિકલ હુમલો માટે સીધી રીતે સીરિયન સરકારને જવાબદાર ગણી છે.તેમનું એમ પણ કહેવું હતું કે ઓલાંદના મદદગાર તેમને ભડકાવી રહ્યા છે.ઓલાંદે પોતાના નિવેદનમાં કહ્યું, ફરી એકવાર સીરિયા સરકાર લોકોને માર્યા ગયાની જવાબદારી લેવાનો ઇન્કાર કરશે, જેમ કે 2013માં બશર અલ-અસદે કર્યું હતું.ફ્રાન્સે આ કેમિકલ હુમલા પર વાતચીત માટે યૂએન સિક્યુરિટી કાઉન્સિલને ઇમરજન્સી મીટિંગ બોલાવવાની અપીલ કરી છે.બીજી તરફ, સીરિયન આર્મીએ આ હુમલામાં તેમના સામેલ હોવાનો ઇન્કાર કર્યો છે.
ફ્રાન્સની માંગ છે કે UN ઇમરજન્સી મીટિંગ બોલાવે