અમેરિકામાં રહેતા એક મુસ્લિમ ડોક્ટર દંપતિએ ઈન્ડિયાના રાજ્યમાં સ્થાપિત નોટરડેમ કેથોલિક વિશ્વવિદ્યાલયને ધાર્મિક સદ્‌ભાવ માટે દોઢ કરોડ ડોલરનું દાન આપ્યું છે.જેનાથી વિશ્વવિદ્યાલયમાં તેમના નામે એક પદની સ્થાપના કરવામાં આવશે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર નોટકડેમ વિશ્વવિદ્યાલયના રાષ્ટ્રપતિ જોન જેક્સે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે અંસારી પરિવાર તરફથી આ એક મોટો ઉપહાર છે તથા મુસ્લિમ પરિવાર તરફથી આટલી મોટી રકમનો ઉપહાર મળવો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમનું કહેવું છે કે અમારા વિશ્વમાં ધર્મનું ખૂબ જ મહત્વ છે તેનો નકારાત્મક પ્રભાવ પણ થઈ શકે છે. પરંતુ આપણે આ વિશે અધ્યયન કરવું જોઈએ કે તે કેવી રીતે ધર્મ, માનવવિકાસ અને શાંતિને પ્રોત્સાહન આપનાર સ્ત્રોત બની શકે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા ડોક્ટર રાફત અને ઝોરીન અંસાારી આશરે ચાર દશક પહેલાં અમેરિકા આવીને વસ્યા હતા. કલ્યાણ અને ધર્માર્થે પ્રવૃત્તિઓમાં તેમની રૂચિને કારણે તેમને સાઉથ બેન્ડના ક્ષેત્રમાં સન્માનની નજરે જોવામાં આવે છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર પોતાની સૌથી નાની પુત્રી સોનિયાની માનસિક વિકલાંગતા બાદ તેમણે માનસિક વિકલાંગ બાળકોની સારસંભાળ અને સારવાર સાથે સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તે પ્રવૃત્તિઓ પર અત્યારસુધી તેઓ દસલાખ ડોલરથી વધુ પૈસા અને પોતાના હજારો કલાકો ખર્ચી ચૂક્યા છે.

ઝોરીન અંસારી પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે અમે અહીં પ્રવાસી તરીકે આવ્યા હતા. આ દેશ અમને ઘણું આપ્યું છે. અમે અમેરિકાને કંઈક પાછું આપવા ઈચ્છીએ છીએ. અમે વિચાર્યું કે અમારે સમાનતા અને સન્માનને પ્રોત્સાહિત કરવા માટે કામ કરવું જોઈએ. થોડા દિવસ અગાઉ સાઉથ બેન્ડમાં સ્થાપિત એક કેથોલિક વિશ્વવિદ્યાલય નોટરડેમમાં ધર્મોની સારી સમજના અધ્યયન અને શોધ માટે તેમણે દોઢ કરોડ ડોલરના દાનની ઘોષણા કરી હતી.

નોર્થ કોરિયા તરફથી ચાર રોકેટ છોડ્યા બાદના બે સપ્તાહ બાદ દક્ષિણ કોરિયાએ આજે કહ્યું છે કે પ્યોંગયાંગમાં બુધવારે ઉત્તર કોરિયાએ નવું મિસાઈલ પરીક્ષણ કર્યું છે. જે સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ઉત્તર કોરિયાએ પૂર્વમાં છોડેલા રોકેટોને જાપાનમાં અમેરિકાના અડ્ડા પરના હુમલાનો અભ્યાસ માનવમાં આવી રહ્યો છે.

દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાએ બુધવારે સવારે પૂર્વ વિસ્તારમાં આવેલા પોર્ટ વોનસાનના એક એરપોર્ટ પરથી મીસાઈલનું પરિક્ષણ કર્યું હતું. પરંતુ તે નિષ્ફળ નીવડ્યું હતું.નિવેદનમાં કહેવામાં આવ્યું છે અને તેની વિશ્લેષણ કરવાની પ્રક્રિયામાં છીએ કે તે કેવા પ્રકારની મિસાઈલ હતી.

લંડનમાં આવેલા બ્રિટિશ સંસદના પરિસરમાં બુધવારે આતંકી હુમલાની ઘટના બની હતી. જેમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે. જયારે 20થી વધુ પોલીસ આ ઘટનાને આતંકી હુમલો માની રહી છે. જો કે બ્રિટિશ સરકારે તો પહેલા આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો ણ હતોવ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે, પરંતુ એક જ સમયમાં બ્રિટિશ સંસદની નજીક થયેલી ઘટનાઓને જોતા આતંકી હુમલાની આશંકાનો ઇનકાર કરી શકાય નહી.

લંડન માં આવેલા બ્રિટિશ સંસદની પાસે સશસ્ત્ર પોલીસ દળે એક હુમલાખોરને ઠાર માર્યો છે. પરંતુ આ ગોળીબારીમાં ઓછામાં ઓછા એક ડઝન લોકો ઘાયલ થયા છે, અને એક મહિલા સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે.

બુધવારે થયેલા હુમલા પછી સુરક્ષાના કારણોથી સેન્ટ્રલ લંડન સ્થિત બ્રિટેનના નીચલા સદન (હાઉસ ઓફ કોમન્સ)ને બંધ કરી દેવામાં આવ્યું છે. હાઉસ ઓફ કોમન્સના ચાલી રહેલા સત્રને સ્થગિત કરી દેવાયું છે. આ સાથે જ હુમલાના સમયે સદનમાં હાજર સાંસદોને સંસદભવનની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. બ્રિટેનના વિશેસ્શ પોલીસ દળ સ્કોટલેન્ડ યાર્ડને એલર્ટ કરી દેવાયું છે.

લંડન માં બ્રિટેનના નીચલા સદન (હાઉસ ઓફ કોમન્સ)ના નેતા અને સાંસદોએ જણાવ્યું છે કે ગોળીબારીની જોરદાર અવાજો સંભળાઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે એક પોલીસ અધિકારીને ચાકુ મારવામાં આવ્યું છે અને હુમલાખોર પણ વળતી કાર્યવાહીમાં માર્યો ગયો છે.

અન્ય એક સમાચાર મુજબ બ્રિટિશ સંસદની નજીક આવેલા વેસ્ટમિનિસ્ટર પર ઓછામાં ઓછા 30થી વધુ લોકો ઘાયલ થયા છે. બ્રિજ ઉપર બે લોકો લોહીથી લથબથ પડેલા જોવા મળ્યા હતા. બ્રિટિશ સંસદના એક અધિકારીએ જણાવ્યું હતું કે સંસદની બહાર બે વ્યક્તિઓને ગોળી વાગી છે.

પ્લેન ક્રેશના સમાચાર સાંભળતા જ ટેન્શન થાય કે પેસેન્જર્સ બચ્યા કે નહીં? કારણ કે પ્લેન દુર્ઘટનામાં સામાન્ય રીતે પેસેન્જર્સના જીવ બચવાના કિસ્સા ભાગ્યેજ બનતા હોય છે. આફ્રિકન દેશ સાઉથ સુદાનમાં વાઉ ખાતે થયેલા પ્લેન ક્રેશમાં એરક્રાફ્ટના ટુકડાઓ થઇ ગયા પણ જાણીને નવાઇ લાગશે કે, પ્લેનમાં સવાર તમામ 45 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 
 
 
સોમવાર 20 માર્ચે સાઉથ સુપ્રીમ એરલાઇન્સની ફ્લાઇટ સાથે આ દુર્ઘટના બની હતી. પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે એરક્રાફ્ટના ટુકડા થવાની સાથે આગ પણ લાગી હતી, આથી શરૂઆતમાં લાગ્યું કે પ્લેનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. પરંતુ સમગ્ર પ્લેનમાં આગ ફેલાઇ જાય એ પહેલા 40 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયના અહેવાલ અનુસાર, 14 જેટલા પેસેન્જર્સને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. 

પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિન્દુ સમુદાયથી જોડાયેલા બહુપ્રતિક્ષિત વિવાહ કાનૂનને રાષ્ટ્રપતિ મમનૂન હૂસેને મંજુરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતા આ ખરડો હવે કાયદો બની ગયો છે.

આ કાયદો બનતા હવે અહી રહેતા અલ્પસંખ્યક હિન્દુ સમુદાયને વિવાહ માટે કાનૂની માન્ય મળી શકશે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી પીએમઓ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં તેની પુષ્ટિ કરતા કહેવામાં આવ્યું છે કે પીએમની સલાહથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ હિંદુ વિવાહ વિધેયક ૨૦૧૭ને મંજૂરી આપી દીધી છે.

આ અગાઉ ૯ માર્ચના રોજ તેને સંસદની મંજૂરી મળી ગઈ હતી. કાયદો પસાર થતા પહેલા લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું છે. નેશનલ એસેમ્બલીમાં બીજી વખત આ વિધેયક પસાર થયું હતું. આ અગાઉ ગત વર્ષે સપ્ટેમ્બરમાં સંસદે આ કાયદાને પાસ કર્યો હતો. પરંતુ પાછળથી સેનેટમાં તેમાં કેટલોક ફેરફાર કરી દેવામાં આવ્યો હતો.

નિયમાનુસાર કોઈ પણ વિધેયક ત્યારે રાષ્ટ્રપતિની પાસે મંજૂરી માટે મોકલવામાં આવે છે કે જયારે બંને સદનોમાંથી સમાન ખરડાને પાસ કરવામાં આવ્યો હોય. બંને સદનોમાંથી વિધેયકને અંતિમ સ્વરૂપને મંજૂરી મળી ગઈ, ત્યાર બાદ રાષ્ટ્રપતિની પાસે મોકલવામાં આવ્યો હતો. કાયદો બન્યા પછી તેને ત્રણ પ્રાંતો પંજાબ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનખામાં લાગુ કરવામાં આવશે.

છ રાષ્ટ્રોમાંથી રેફ્યુજીસના આગમન પર પ્રતિબંધ લાદવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોને ફરી આંચકો લાગ્યો છે. હવાઈના ફેડરલ જ્જે ટ્રમ્પ સરકારના નવા ટ્રાવેલ બેનને અટકાવી દીધું છે. બેન લાગુ થવાનો હતો, તેના ગણતરીના કલાકો પહેલા જ આ ચુકાદો આપ્યો હતો.ટ્રમ્પ સરકારે નવા ટ્રાવેલ બેન ઓર્ડરમાંથી ઈરાકને નિષેધાત્મક યાદીમાંથી દૂર કર્યું. ઉપરાંત ગ્રીનકાર્ડ, વિઝાધારકોને પણ છૂટછાટો આપી. અમેરિકાની હવાઈ ડિસ્ટ્રિક્ટના ફેડરલ જ્જ ડેરિક વોટસને 43 પેઈજના ચુકાદામાં નોંધ્યું, આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને કાયદાકીય પીઠબળ નથી મળેલું. ટ્રમ્પે બુધવારે ચુકાદા પર પ્રતિક્રિયા આપતા એક રેલી દરમિયાન કહ્યું 'ખરાબ અને દુઃખી કરનાર' સમાચાર છે. ટ્રમ્પે ઉમેર્યું હતું કે, વર્તમાન ઓર્ડર અગાઉના ઓર્ડર કરતા વધુ હળવો હતો. પરંતુ ન્યાયતંત્ર તેની મર્યાદા કરતા આગળ વધ્યું છે

સાઉથ કોરિયાની પ્રેસિડન્ટ પાર્ક ગુન હે ને પદ પરથી હટાવવામાં આવ્યા છે. દેશની બંધારણીય કોર્ટે પાર્ક પર લગાવવામાં આવેલા રાજદ્રોહના આરોપને યથાવત રાખ્યા છે. કૌભાંડના આરોપમાં પાર્ક પાસેથી અધિકારો પહેલા જ છીનવી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાર્ક અને તેના નજીકના લોકો પર અંદાજે 500 કરોડના કૌભાંડનો આરોપ છે. હવે આ નિર્ણય પછી, સાઉથ કોરિયામાં આગામી 60 દિવસોમાં જ પ્રેસિડન્ટ ઇલેક્શન યોજાશે. કોર્ટે સુનવણી સમયે કહ્યું કે એક્ટિંગ ચીફ જસ્ટિસ લી જંગ મી એ કહ્યું કે, પાર્કે કાયદા અને બંધારણનું ઉલ્લંઘન કરી લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. બંધારણ સાથે આ પ્રકારના કૃત્યને જરાય સાંખી લેવામાં નહીં આવે, જેને કારણે તેમને પ્રેસિડન્ટ પદથી હટાવવામાં આવે છે. 

- પાર્ક ગુન હે સાઉથ કોરિયાના પહેલી મહિલા પ્રેસિડન્ટ હતી. તે કોલ્ડ વોર સમયના સરમુખત્યાર પાર્ક ચુંગ લીની દીકરી છે. 
- પાર્ક સાઉથ કોરિયાની પહેલી એવી લીડર છે જેને લોકતંત્ર થકી ચૂંટવામાં આવ્યા અને રાજદ્રોહને કારણે પદથી હટાવવામાં આવ્યા.
- સાઉથ કોરિયાના બંધારણ અંતર્ગત હવે આગામી 60 દિવસોમાં જ પ્રેસિડન્ટ ઇલેક્શન યોજાશે. 

વાયુ પ્રદુષણમાં જીવાણુંઓની ક્ષમતાની વૃદ્ધીના લીધે શ્વાસ સબંધી બીમારીમાં ઉપયોગમાં લેવાતી એન્ટી બાયોટીક દવાની અસર ઘટી રહી છે.આ તથ્ય એક સંશોધનમાં સામે આવ્યું છે.

બ્રિટેનના લિસેસ્ટર યુનિવર્સીટીના એસોસિએટ પ્રોફેસર જુલી મોરિસે કહ્યું જે આ સંશોધનમાં અમને એ બાબત સમજવામાં મદદ મળી છે કે કેવી રીતે વાયુ પ્રદુષણ માનવ જીવનને પ્રભાવિત કરે છે. તેમણે કહ્યું કે બીમારી ફેલાવતા જીવાણુ પર વાયુ પ્રદુષણનો પ્રભાવ વધે છે. વાયુ પ્રદુષણના લીધે તેની ચેપ ફેલાવવાની ક્ષમતા વધી જાય છે. આ સંશોધનને એન્વાયરમેન્ટલ માઈક્રોબાયોલોજી મેગેઝીનના છાપવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે વાયુ પ્રદુષણ શરીરના શ્વસનતંત્ર (નાક,કાન અનેફેંફસા)ને અસર કરે છે. વાયુ પ્રદુષણનું મુખ્ય ઘટક કાર્બન છે. જે ડીઝલ, નેચરલ ગેસ અને બાયોમાસ સળગવાથી ઉત્તપન્ન થાય છે.

આ સંશોધનમાં એ બાબત પણ નોંધવામાં આવી છે કે આ પ્રદુષક જીવાણું ઉત્પન્ન થવાની અને તેના સમૂહ બનાવવાની પ્રક્રિયાને બદલી નાંખે છે. તેથી તેની શ્વસન માર્ગમાં વૃદ્ધી થાય છે અને તેની છુપાવવાની ક્ષમતા વધે છે. જે આપણી રોગ પ્રતિકારક શકિત સામે લડવા માટે સક્ષમ થઈ જાય છે. આ સંશોધન બે માનવ રોગ જીવાણુ સ્ટેફાઈલોકોકસ અયુરીસ અને સ્ટ્રેપટોકોકસ નીમોનીયા પર કરવામાં આવ્યું હતું. આ બંને પ્રમુખ શ્વસન સબંધી રોગકારક છે અને જે એન્ટીબાયોટિકની અસરને ઘટાડી દે છે.

આ સંશોધનમાં જોવા મળ્યું કે કાર્બન સ્ટેફાઈલોકોકસ અયુરિયસ ના એન્ટી બાયોટીકસ સહન કરવાની ક્ષમતા બદલી નાંખે છે. સ્ટેફાઈલોકોકસ નીમોનીયાના સમુદાય ની પેનીસીલીન અંગે પ્રતિરોધકતાને વધારી દે છે. આ ઉપરાંત કાર્બન સ્ટ્રેપટોકોકસ નીમોનીયા નાકના નીચેના હિસ્સામાં ફેલાવે છે. જેના લીધે બીમારીનો ભય વધી જાય છે.

 હંમેશા સનસનીખેજ ખુલાસા માટે પ્રખ્યાત વેબસાઈટ Wikileaks એ નવો ખુલાસો કર્યો છે. આ વેબસાઈટે કેટલાંક દસ્તાવેજ જાહેર કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ ટીવી અને સ્માર્ટફોનથી લોકોની જાસુસી કરી રહ્યું છે.

જો કે વિકીલીક્સે આ ખુલાસા અંગે કોઈ પ્રમાણભૂત આધાર આપ્યા નથી. પરંતુ હાલમાં તે દસ્તાવેજનો અભ્યાસ કરી રહ્યું છે.જેની બાદ દસ્તાવેજ આપશે જેનાથી સીઆઈએના પગ નીચેથી જમીન ખસી જશે. આ દસ્તાવેજમાં કહેવામા આવ્યું છે કે સીઆઈએ તમારા વોટ્સએપ મેસેજ વાંચી શકે છે.આ ઉપરાંત વેબસાઈટે સાયબર હથિયારોનો પણ ઉલ્લેખ કર્યો છે. આ હથિયાર એવા વાયરલ છે જે વિન્ડોઝ, એન્ડ્રોઈડ અને આઈઓએસ ,ઓએસએક્સ અને લીનેકસ કોમ્પ્યુટરને પણ પછાડી શકે છે.

આની સાથે જ વેબસાઈટે દાવો કર્યો છે કે જાસુસી માટે એન્જ્ન્સીએ પોતે જ કેટલાંક સોફ્ટવેર તૈયાર કર્યા છે. આ ડોકયુમેન્ટમાં ૮,૭૬૧ દસ્તાવેજ રજુ કર્યા છે. જેના આધાર પરથી કહી શકાય કે સીઆઈએ એ ખાસ પ્રકારના સોફ્ટવેર અને વાયરસ તૈયાર કર્યા છે.જેની મદદથી તે લોકોના સ્માર્ટફોનમાં રહેલી માહિતી આસાનીથી મેળવી શકે છે.

અમેરિકાના કેન્સાસમાં ભારતીય ઈજનેરની હત્યાની ઘટના બાદ વધુ એક ભારતીય Patel યુવાનની હત્યાનો બનાવ બન્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય મૂળના અને સાઉથ કેરોલિનામાં રહેતા બિજનેસમેન હરનિશ Patel નામના યુવાનની તેમના ઘરની બહાર જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ગુરુવારે રાતના બની છે.

ગુરુવારે રાતના સ્થાનિક સમય મુજબ રાતના સાડા અગિયાર વાગ્યા આસપાસના સુમારે હરનિશ Patel પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. દુકાનથી નીકળ્યા બાદ 10 મિનીટ પછી લેન્કાસ્ટર માં તેમના નિવાસસ્થાનની નજીકમાં જ કોઈ અજાણી વ્યક્તિઓએ ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી.

આ ઘટના અંગે ગુરુવારે રાતના એક મહિલાએ પોલીસને ફોન કરીને આ હત્યા અંગેની જાણ કરી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે કોઈની ચીસો પાડવાનો અને ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. મહિલાએ આપેલી માહિતીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે પોલીસે હરનિશ પટેલને તેના ઘરથી થોડેક દૂર મૃત હાલતમાં જોયા હતા. પોલીસે મૃતક હરનિશની હત્યાનો ગુનો નોધીને તપાસ શરુ કરી છે. જો કે પોલીસ હરનિશ પટેલના હત્યારાઓની ભાળ મેળવી શકી નથી.