નાસા  આગામી વર્ષે સૂર્ય પર પોતાના પ્રથમ રોબોટિક અંતરિક્ષયાનને મોકલવાની યોજનામાં વ્યસ્ત છે. સૂર્યના વાતાવરણની તપાસ કરવા માટે આ અંતરિક્ષયાનને ૬૦ લાખ કિલોમીટર સુધી મોકલવાની યોજના છે. નાસા ચંદ્ર, મંગલ અને અન્ય ગ્રહ પર પણ વ્યક્તિ સાથે અંતરિક્ષયાન મોકલી ચુક્યું છે. હવે નાસાની યોજના સૂર્ય પર સોલર પ્રોબ પ્લસ મિશન મોકલવાની તૈયારીમાં વ્યસ્ત છે. સૂર્ય પૃથ્વીથી અંદાજે ૧૪.૯૦ કરોડ કિલોમીટર દુર છે.

નાસાના સ્પેશ ફ્લાઈટ સેન્ટરના રીસર્ચ વૈજ્ઞાનિક એરિક ક્રિશ્ચયનના જણાવ્યા અનુસાર ‘ આ સૂર્ય પર જનારું આ અમારું પ્રથમ મિશન છે.’ અમે સૂર્યની ધરી સુધી નથી પહોંચી શકવાના પરંતુ એટલા નજીક તો ચોક્કસ પહોંચીશું કે ત્રણ સવાલના જવાબ અમને મળી શકે. આ મિશન સંભવત એ બાબતનો જવાબ આપશે કે સૂર્યની ધરી તેના વાતાવરણ જેટલી ગરમ કેમ નથી.

નાસાના જણાવ્યા અનુસાર સૂર્યની ધરીનું તાપમાન ૫૫૦૦ ડીગ્રી સેલ્શીયસ છે.જયારે તેના વાતાવરણની ગરમી ૨૦ લાખ ડીગ્રી સેલ્સિયસ છે. લાઈવ સાયન્સ રીપોર્ટ અનુસાર વૈજ્ઞાનિક એ પણ જાણવા માંગે છે કે સૌર હવાને ગતિ કઈ રીતે અને ક્યાંથી મળે છે. આ મિશનનો ઉદ્દેશ સૂર્ય ઘણી વાર વધારે પ્રમાણ ઉર્જા કિરણ પેદા કરે છે તેનો અભ્યાસ કરવાનો છે. આ ઉર્જા કિરણો અંતરિક્ષયાત્રીઓ અને અંતરિક્ષયાન માટે પણ કયારેક ખતરારૂપ સાબિત થઈ શકે છે.

ભારત પાકિસ્તાન વચ્ચેના ૫૭ વર્ષ જુની સિંધુ જળ સમજુતી પાકિસ્તાનના વલણના લીધે હાલ ખતરામાં છે. પાકિસ્તાન આતંકવાદનો સાથ છોડવા માટે તૈયાર નથી. અને ભારત આતંકવાદને કોઈપણ હાલતમાં સ્વીકારવા તૈયાર નથી. ભારતમાં એક મોટો વર્ગ એવું ઈચ્છે છે કે પાકિસ્તાનને હવે પાઠ ભણાવવાની જરૂર છે. તેમના મતે સમજુતી મિત્રો વચ્ચે હોય છે અને તે ટકે છે. જયારે દુશ્મન સાથે સમજુતી ક્યારેય ટકતી નથી. હાલમાં ભારત અને પાકિસ્તાન સિંધુ જળ સમજુતી પર ફરી એકવાર વાતચીત શરુ કરવામાં આવે તેવી સંભાવના છે. આ વાતચીત ગત વર્ષે સપ્ટેમ્બરમાં જમ્મુ અને કાશ્મીર માં ઉરી સેના કેમ્પમાં એક હુમલા બાદ રોકી દેવામાં આવી હતી.

સિંધુ જળ સમજુતી માટે ૫૬ વર્ષથી કાયમી સિંધુ જળ આયોગ બનાવવામાં આવ્યું છે

સિંધુ જળ સમજુતી પર થનારી આ બેઠક દરમ્યાન જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે આ દ્વારા બંને દેશો વચ્ચે ઉભી થયેલી કડવાહટ દુર કરવાનો મોકો મળશે. જેનો રસ્તો ૭-૮ જુનના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને ભારતના પીએમ મોદીની મુલાકાત બાદ ખુલી શકે તેમ છે. આ બંને નેતા કઝાકીસ્તાનમાં શંધાઈ કો ઓર્ગેનાઈઝેશન સમીટ દરમ્યાન મળવાના છે.

સિંધુ જળ સમજુતી માટે ૫૬ વર્ષથી કાયમી સિંધુ જળ આયોગ બનાવવામાં આવ્યું છે અને તેના નિયમ અને કાયદા પણ બનાવવામાં આવ્યા છે. સંભવિત આગામી મીટીંગનો એજન્ડા મેજબાન પાકિસ્તાન જ નક્કી કરશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આયોગની બેઠક દર વર્ષે કરવામાં આવે છે.

ચીન હાલ ટેકનોલોજી હબ બનવા માટે પુરજોશ તૈયારીઓ કરી રહ્યું છે.તેથી ચીન હવે ભારતીય ટેલેન્ટને તેમની તરફ વાળવા માટે પ્રયાસો કરી રહ્યું છે. ચીન જાણે છે કે ટેકનોલોજીમાં આગળ વધવું હશે તો ભારતીય ટેલેન્ટ વિના શક્ય નથી. ચીનના અખવાર ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર ચીને ભારતીયોને તેમની તફ ખેંચવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ચીનને ટેકનોલોજી હબ બનાવવા માટે હવે તેમના દેશના ટેલેન્ટ પર ભરોસો રહ્યો નથી. તેથી ચીનનું ધ્યાન ભારતીય ટેલેન્ટ તરફ આગળ વધ્યું છે.

હાલ ચીનમાં તૈયારીઓ ચાલી રહી છે કે કેવી રીતે ભારતીયોને ચીન તરફ વાળી શકાય .ચીન હવે હાઈસ્કીલ ભારતીયોને સામેલ કરવા માંગે છે.

ચીન અમેરિકાના ટેકનોલોજીકલ વિકાસને જોઈ રહ્યું છે. તેથી ચીન પણ આ તરફ વળ્યું છે. ચીને જોયું કે અમેરિકાએ ભારતીયોના દમ પર પોતાની તાકાત વધારી છે. તેવી જ રીતે ચીન પણ ભારતીયોના દમ પર પોતાની તાકાત વધારવા માંગે છે. જેમાં ચીન હાઈ સ્કીલ્ડ ભારતીયોને નોકરી આપવા માંગે છે. જેનાથી ચીન આગામી સમયમાં નવી શોધનું મુખ્ય કેન્દ્ર બની શકે.

અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ગેરકાયદે રહેતા લોકોને કાઢવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અત્યંત કડક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. નવી ગાઇડલાઇન્સ અંતર્ગત સૌથી પહેલા એવા ઇમિગ્રન્ટ્સને ટારગેટ કરવામાં આવશે જે ક્રાઇમ રેકોર્ડ ધરાવતા હોય અથવા જેમની પાસે ડોક્યુમેન્ટ્સ ન હોય. જેમાં ગંભીર ગુના આચરનારા લોકો સિવાય સામાન્ય ટ્રાફિક કાયદાનો ભંગ કરનારા અથવા દુકાનમાંથી સામાન ચોરી બદલ ઝડપાયેલા લોકોને પણ ડિપોર્ટ કરવામાં આવશે. ટ્રમ્પના નવા ડિપોર્ટેશન ઓર્ડરની અસર અમેરિકામાં રહેતા 1.10 કરોડ લોકો પર પડી શકે છે. જે જરૂરી ડોક્યુમેન્ટ્સ વગર અમેરિકામાં રહે છે. ટ્રમ્પનો આ નિર્ણય ત્રણ લાખ ભારતીયને અસર કરશે.
ત્રણ લાખ ભારતીયોને થશે અસર

- ટ્રમ્પ સરકારના નવા નિયમોને કારણે અમેરિકામાં વેલિડ ડૉક્યુમેન્ટ્સ વગર રહેતા એક કરોડ દસ લાખ જેટલા લોકોને અસર પડશે.
- આ કાર્યવાહીને કારણે ત્રણ લાખ ભારતીયોને પણ અસર થશે.
- સંદિગ્ધ ઈમિગ્રન્ટની અટકાયત તથા ધરપકડ કરવાના અધિકાર ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)ના અધિકારીઓને આપવામાં આવ્યા છે.
- DHSના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ક્રિમિનલ્સને હાંકી કાઢવાની પ્રાથમિક્તા છે, છતાંય અન્ય પણ બચી નહીં શકે.

ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરના એક શોપિંગ સેન્ટર પર સવારે ૯ વાગે (સ્થાનિય સમય મુજબ) એક નાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેના કારણે પાંચ વ્યક્તિના મોત નીપજ્ય હતા. ઓસ્ટ્રેલિયાના તંત્ર દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી.

વિક્ટોરિયાના પોલીસ આસિસ્ટન્ટ કમિશનર સ્ટિફન લીને કહ્યું હતું કે હાલમાં પ્રાપ્ત માહિતી મુજબ એરક્રાફ્ટમાં સવાર પાંચ વ્યક્તિ સિવાય અન્ય કોઈના મોત નથી થયા. તેમણે જણાવ્યું હતું કે આ ચાર્ટર વિમાને (Planeએ) મેલબર્નના એડનસન એરપોર્ટથી ઉડાન ભરી હતી અને તેના થોડા જ સમયમાં તેનું એન્જિન ફેલ થઇ ગયું હતું. આ સમયે શોપિંગ સેન્ટર બંધ હતું.

વિક્ટોરિયાના પોલીસ મિનિસ્ટરે જણાવ્યું હતું કે વિમાનમાં સવાર પાંચ લોકો તસ્માનિયા કિંગ આઈલેન્ડ જઈ રહ્યા હતા અને આ બહુ દુઃખદ ઘટના છે. જયારે વિક્ટોરિયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુઝે આ ઘટનાને છેલ્લા ૩૦ વર્ષોની સૌથી ભયાનક વિમાન દુર્ઘટના ગણાવી હતી.
એક નજરે જોનારે જણાવ્યું હતું એક વિમાન પાછળના ગોદામમાં ક્રેશ થયું હતું, પરંતુ તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે એડનસન એરપોર્ટ સેન્ટ્રલ મેલબર્નથી આશરે ૧૩ કી.મી. દૂર છે અને મોટાભાગે નાના વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે.

પાકિસ્તાન ની સૂફી સંત લાલ શાહબાજ કલંદરની દરગાહ પર ગુરુવારે કરાયેલા આતંકી હુમલામાં ૧૦૦ લોકોનાં મોત થયા હતા. જો કે આ ફિદાઇન હુમલાના સંદિગ્ધનો ચહેરો સામે આવ્યો છે. જેમાં તેની જાણકારી આપનારને 10 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં બે હુમલાખોર સામેલ હોવાનું જોવા મળ્યું છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના સહવાન કસ્બામાં આવેલી શાહબાજ કલંદરની દરગાહ પર ISISના ફિદાયીન હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ લોકોનાં મોત થયા છે. પાકિસ્તાનમાં લાલ સાંઈ ઝૂલેલાલ અને મસ્ત કલંદરના નામોથી પ્રખ્યાત સૂફી સંત લાલ શાહબાઝ કલંદરની દરગાહ પર ત્રાસવાદીઓએ ગુરુવારે હુમલો કર્યો હતો.આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન આઈએસઆઈએસે લીધી છે.

આ હુમલા અંગે વરિષ્ઠ પોલીસ અધિકારી શબ્બીર સત્તારે જણાવ્યું હતું કે આત્મધાતી હુમલાને એક વ્યક્તિએ અંજામ આપ્યો છે. જેમાં તે ભીડભાડવાળી દરગાહમાં પ્રવેશ કર્યો હતો અને પોતાની જાતને જ વિસ્ફોટથી ઉડાવી દીધો હતો. તેમણે જણાવ્યું કે આ હુમલા અત્યાર સુધી અંદાજે ૧૦૦ લોકો માર્યા ગયા છે અને ૨૫૦ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી શકે તેમ છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે નોર્થ કોરિયા ના બેલેસ્ટિક મિસાઈલ પરિક્ષણની ટીકા કરી છે. જેમાં કિમ જોંગ-ઉન વિરુદ્ધ કડક પગલાં લેવાની ધમકી આપી છે. ચીન સહિત સુરક્ષા પરિષદના સભ્યો અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા નિવેદન પર સહમતિ દર્શાવી હતી. જેમાં મિસાઈલનું પરિક્ષણ સંયુક્ત રાષ્ટ્રોના ઠરાવનું ઉલ્લંનધન માનવામાં આવ્યું છે.

ઉત્તર કોરિયાએ જાહેરાત કરી હતી કે ગત રવિવારે નવી મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેની બાદ અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાએ તાત્કાલિક બેઠક બોલાવવાની રજુઆત કરી હતી. ઉત્તર કોરિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના પદભાર સંભાળયા બાદ પ્રથમ વાર પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.નોર્થ કોરિયાએ રવિવારે એક બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયાનાં રક્ષા મંત્રાલયે જાણકારી આપી કે, ડોનાલ્ડ ટ્રંપનાં અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ નોર્થ કોરિયાએ આ પ્રકારે પહેલું પરીક્ષણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ટ્રંપે કોરિયાનાં રક્ષા મંત્રાલયે કહ્યું છે કે, ઉત્તર કોરિયાએ અમેરિકા નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પ્રતિક્રિયા જાણવા માટે એક બેલિસ્ટિક મિસાઈલનું પ્રક્ષેપણ કર્યું જે સીધી રીતે એક ભડકાઉ કાર્યવાહી છે.મિસાઈલને સ્થાનીય સમય મુજબ ૭ વાગીને ૫૫ મિનીટ પર લોન્ચ કરવામાં આવી હતી. મિસાઈલની દિશા પૂર્વમાં જાપાની સાગરની તરફ હતી, ૫૦૦ કિલોમીટરની યાત્રા નક્કી કર્યા બાદ મિસાઈલ સમુદ્રમાં પડી ગઈ હતી.

લાહોર: પાકિસ્તાન ના લાહોરમાં એમ્બેસી  પાસે બોમ્બ બ્લાસ્ટ થતા 16 વ્યક્તિના મોત નીપજ્યા છે. આ બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામનારાઓમાં લાહોરના ટ્રાફિક પોલીસના DIG (ડીઆઈજી) અને પંજાબ પોલીસના એસએસપી (SSP)નો પણ સમાવેશ છે. આ બોમ્બ બ્લાસ્ટમાં અંદાજે 60 વ્યક્તિઓ ઘાયલ થઈ છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, લાહોરમાં આવેલી પંજાબ પૂર્વાંચલ એમ્બેસી પાસે સાંજના સમયે એક સમૂહ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ સમયે અચાનક એક ખૂબ મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં અનેક વ્યક્તિઓ જખ્મી થઈ હતી. આ બ્લાસ્ટમાં ટ્રાફિક પોલીસના DIG (ડીઆઈજી) એહમદ મોબીન અને SSP (એસએસપી) ગોંડાલ સહિત અંદાજે 16 વ્યક્તિના મોત નીપજ્યા છે, જયારે અંદાજે 60 જેટલી વ્યક્તિઓ ઘાયલ થઈ છે.

પાકિસ્તાનના અખબાર ડૉનના અહેવાલ મુજબ, આ બોમ્બ વિસ્ફોટની ઘટનાની જાણ થતા જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ ઘટના બાદ બચાવ અને રાહત કાર્યને શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટનાના ઈજાગ્રસ્તોને સારવાર માટે માયો હોસ્પિટલ અને ગંગા રામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

નોર્થ કોરિયાએ રવિવારે એક બેલિસ્ટિક મિસાઈલ નું પરીક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયાનાં રક્ષા મંત્રાલયે જાણકારી આપી કે, ડોનાલ્ડ ટ્રંપનાં અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ નોર્થ કોરિયાએ આ પ્રકારે પહેલું પરીક્ષણ કર્યું છે.

ટ્રંપને આપી પડકાર
ટ્રંપ કોરિયાનાં રક્ષા મંત્રાલયે કહ્યું છે કે, ઉત્તર કોરિયાએ અમેરિકા નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પ્રતિક્રિયા જાણવા માટે એક બેલિસ્ટિક મિસાઈલનું પ્રક્ષેપણ કર્યું જે સીધી રીતે એક ભડકાઉ કાર્યવાહી છે.

ક્યારે કરવામાં આવ્યો ટેસ્ટ
મિસાઈલને સ્થાનીય સમય મુજબ ૭ વાગીને ૫૫ મિનીટ પર લોન્ચ કરવામાં આવી હતી. મિસાઈલની દિશા પૂર્વમાં જાપાની સાગરની તરફ હતી, ૫૦૦ કિલોમીટરની યાત્રા નક્કી કર્યા બાદ મિસાઈલ સમુદ્રમાં પડી ગઈ હતી.

ઉત્તર કોરિયા સતત મિસાઈલ અને પરમાણુ પરીક્ષણ કરતું રહે છે. તેની સાથે જ આક્રમક નિવેદન પણ આપતું રહે છે. ઉત્તર કોરિયાનાં આ વલણથી સતર્કતા અને ગુસ્સાનો માહોલ છે.

અમેરિકાના ન્યુ ઓર્લેન્સ અને આસપાસના વિસ્તારોમાં ત્રાટકેલા વાવાઝોડાંમાં સંખ્યાબંધ મકાનો પડી જતા હજારો લોકો બેઘર થયા છે અને મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. વાવાઝોડાંની દુર્ઘટનાઓમાં 25 વ્યક્તિને ઈજા પહોંચી હતી. વીજળીના થાંભલા પડી જવાથી 15 હજારથી વધુ મકાનોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. લુઈસિયાનાના ગવર્નર જોન બેલ એડવર્ડ્સે દક્ષિણ વિસ્તારોમાં ઈમરજન્સી જાહેર કરી છે. સોનામા જિલ્લામાં આવેલા ધોધમાર વરસાદના કારણે રહેણાક વિસ્તારોમાં પણ રેસ્ક્યુ માટે હોડીઓ ફરતી થઈ ગઈ હતી.50 શહેરમાં ભારે વરસાદની ચેતવણી

વાવાઝોડાંના કારણે લુઈસિયાના, કેલિફોર્નિયા ઉપરાંત અન્ય 50 શહેરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.