સીલીકોન વેલીની માઈક્રોસોફ્ટ, એપલ અને ગુગલ સહિતની ૯૭ કંપનીઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ વિવાદિત પ્રતિબંધ આદેશ આપ્યા બાદ મોરચો ખોલ્યો છે. જેમાં આ ૯૭ કંપનીઓએ આ આદેશને અદાલતમાં પડકાર્યો છે.આ અંગે દાખલ થયેલી અરજી મુજબ અમેરિકામાં પ્રવેશ માટેના નિયમમાં કરવામાં આવેલા અચાનક બદલાવના લીધે અમેરિકી કંપનીઓને નુકશાન પહોંચ્યું છે. આ દસ્તાવેજનું સમર્થન ટ્વીટર, નેટફ્લીક્સ અને ઉબરે પણ કર્યું છે.

ટ્રમ્પ વહીવટીતંત્રના ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે ઈરાક, સીરીયા, ઈરાન,લીબિયા, સોમાલિયા, સુદાન અને યમન થી કોઈપણ વ્યક્તિ ૯૦ દિવસ સુધી અમેરિકામાં પ્રવેશ નહીં કરી શકે. આ ટ્રાવેલ બેનને અમેર્રિકાની એક અદાલતે શનિવારે સસ્પેન્ડ કરી દીધો છે. જો કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ ચુકાદાને પડકાર્યો છે.
ફેસબુક, ઈ -બે, ટ્વીટર, નેટફ્લીક્સ, ઉબર, ઇન્ટેલ સિવાય લેવી સ્ટ્રોસ જેવી નોન -ટેક કંપનીઓ પર આ કેસ કરવામાં સામેલ છે. થીંક ટેંક જોઈન્ટ વેન્ચરના જણાવ્યા અનુસાર સીલીકોન વેલીમાં હાજર વર્કફોર્સમાંથી ૩૭ ટકા વિદેશી છે. જો આ ઈમિગ્રેશનની અસર મેનપાવર પડે તો કંપનીની પ્રોડક્ટીવીટી પર સીધી અસર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાની નીચલી અદાલતે ટ્રમ્પના કાર્યકારી આદેશ પર રોક લગાવી દીધી છે. પરંતુ આ ચુકાદાને ટ્રમ્પ વહીવટીતંત્રએ પડકાર્યા બાદ આ અન્ય કંપનીઓ આ કેસમાં જોડાઈ છે. અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સાત મુસ્લિમ દેશોના પ્રવાસીઓના પ્રવેશ પર મુકવામાં આવેલા પ્રતિબંધ પર અમેરિકાની એક અદાલતે કામચલાઉ ધોરણે રોક લગાવી દીધી છે. જજે આ રોક વોશિંગ્ટન અને મિનેસોટાના મુકાયેલા પ્રતિબંધ પર કરવામાં આવેલી અરજી બાદ લગાવી હતી. આ પ્રકારના વહીવટી આદેશ બાદ દેશભરમાં કાનૂની લડાઈ શરૂ થઈ છે.

US (અમેરિકા)ના ન્યાય વિભાગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સાત મુસ્લિમ દેશોના લોકો પર અસ્થાયી પ્રતિબંધ લગાવવાના નિર્ણયને રદ કરવાના સિએટલ કોર્ટના આદેશની સામે અપીલ કરવામાં આવી છે. ન્યાય વિભાગે આ પગલું ફેડરલ જજના નિર્ણયને બદલવાના હેતુથી લેવાયું છે. ટ્રમ્પ પ્રશાસનના કાર્યકારી આદેશમાં કહ્યું છે કે ઈરાક, સીરિયા, ઈરાન, લીબિયા, સોમાલિયા, સુદાન અને યમનમાંથી કોઈ પણ વ્યક્તિ 90 દિવસ સુધી અમેરિકા નહિ આવી શકે.
US ના વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે ‘અદાલતના નિર્ણયની વિરુદ્ધ કરાયેલી આ અપીલ રાષ્ટ્રપતિના કાર્યકારી આદેશનો બચાવ કરાશે, જે વૈધ અને યોગ્ય છે. રાષ્ટ્રપતિના આદેશનો મકસદ દેશની રક્ષા કરવાનો છે અને તેમની પાસે અમેરિકન નાગરિકોની રક્ષા કરવાનો સંવૈધાનિક અધિકાર અને જવાબદારી છે.’

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સિએટલ કોર્ટના જજ જેમ્સ રોબર્ટના નિર્ણયને હાસ્યાસ્પદ અને બકવાસ ગણાવ્યો હતો.
આ અગાઉ સિએટલના એક જજે શુક્રવારે સાત મુસ્લિમ વસ્તી વાળા દેશોના લોકોને અમેરિકા આવવા પર પ્રતિબંધ લગાવવાના ટ્રમ્પ પ્રશાસનના નિર્ણય પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો હતો. સિએટલ કોર્ટના જજ જેમ્સ રોબર્ટે સરકારી વકીલોના તે દાવાઓને રદ કરી દીધા હતા, જેમાં કહ્યું છે કે અમેરિકન રાજ્ય ટ્રમ્પના એક્જિક્યૂટીવ આદેશ પર ફૈસલો આપી શકે નહિ.

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન વચ્ચે ગયા અઠવાડિયે ફોન પર નિરાશ્રિતોના મુદ્દે જોરદાર ટપાટપી થઈ હતી અને ટ્રમ્પે ફોન અચાનક કાપી નાખ્યો હતો. ફોન પર ડોનલ્ડ ટ્રમ્પે શરણાર્થીઓ વિશેના આંતરરાષ્ટ્રીય કરારની આકરી ટીકા કરી હતા અને પછી ટ્વિટર પર એ શરણાર્થી કરારને નિરર્થક સમજૂતી ગણાવી હતી. આ કરાર ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ઑસ્ટ્રેલિયા સાથે કરેલો અને એ હેઠળ અમેરિકાએ ૧૨૦૦ શરણાર્થી સ્વીકારવાનું સ્વીકારેલું.

ઑસ્ટ્રેલિયાને અમેરિકાનું નિકટનું સાથી ગણવામાં આવે છે. જે પાંચ દેશો સાથે સર્વસાધારણ અમેરિકાની ગુપ્ત માહિતીનું આદાનપ્રદાન ચાલતું હોય છે એ અમેરિકાની પાંચ આંખો ગણાતા પાંચ દેશોમાં ઑસ્ટ્રેલિયાનો સમાવેશ છે. પ્રશાંત મહાસાગરના તટપ્રદેશોની શરણાર્થી છાવણીઓમાં વસતા લોકોના પુનર્વસન બાબતે કરવામાં આવેલા કરાર વિશે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટર્નબુલના વલણને ડોનલ્ડ ટ્રમ્પે નિરાશાજનક ગણાવ્યું હતું. વિશ્વના નેતાઓ સાથેના ચાર સંવાદોમાં શરણાર્થીઓના પુનર્વસન વિશેના કરાર બાબતે ટ્રમ્પનો અભિપ્રાય એ બધાથી વિરોધી રહ્યો હતો.

બીઝિંગ: ચીન રણનૈતિક રૂપથી મહત્વપૂર્ણ દક્ષિણ ચીન સાગર નજીક પોતાના બીજા વિમાનવાહક પોતને તૈનાત કરી શકે છે. હાલ આ પોતનું નિર્માણ દાલિયાન પોર્ટમાં ખૂબ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

શાંગદોંગમાં એક સરકારી ટીવી ચેનલમાં મંગળવારે રિપોર્ટ આપ્યો હતો કે બે વર્ષ અને નવ મહીનાના નિર્માણ કાર્ય પછી ચીનનું બીજું યુદ્ધજહાજ બની રહ્યું છે. પરંતુ તેમાં એવું પ્રસારિત કરવામાં આવ્યું નથી કે આ યુદ્ધજહાજ ક્યારે બનીને તૈયાર થશે. ચાઈના માર્નિંગ પોસ્ટ પ્રમાણે આ યુદ્ધજહાજનું કામ આ વર્ષના અંતમાં પુરું થવાની આશા છે. અને સત્તાવાર રીતે 2019માં નૌસેનામાં સમાવેશ થઈ જશે.

ચીને અત્યાર સુધી પોતાના બીજા યુદ્ધજહાજ વિશે કોઈ જાહેરાત કરી નથી. પીપુલ્સ ડેલીથી સંબંદ્ધ સોશિયલ મીડિયા એકાઉંટ શિયકે દાઓ પર પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉપપોગ દક્ષિણ ચીન સાગરમાં હાલની પરિસ્થિતિનો સામનો કરવો માટે ચીન કરશે.

ચીન એક ત્રીજા વિમાનવાહક પોતના નિર્માણની પ્રક્રિયામાં છે. તેનું પોતાનું વિમાનવાહક પોત લિયાઓનિંગ આ સમયે ઉત્તરમાં છિંગદાઓ પોર્ટ પર તૈનાત કરવામાં આવ્યું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાત મુસ્લિમ દેશોના નાગરિકોને દેશમાં પ્રવેશ પર પ્રતિબંધના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.

આ સાત દેશોમાં યમન, સોમાલિયા, ઈરાક, સીરિયા, સૂડાન, લીબિયા છે. રાષ્ટ્રપતિ પદના શપથ લીધા પછી પોતાના પહેલા પેંટાગાન

પ્રવાસમાં ટ્રંપે આ શાસકીય આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. હસ્તાક્ષર કરતા ટ્રંપે કહ્યું કે, ‘હું ચરમપથી ઈસ્લામી આતંકીઓને અમેરિકાની

બહાર રાખવા માટે સઘન તપાસ માટે નવા નિયમો બનાવી રહ્યો છું. આપણે તેમને અહીં જોવા માંગતા નથી.’ ટ્રંપે કહ્યું કે અફગાનિસ્તાન,

પાકિસ્તાન અને સઉદી અરબ આ દેશોમાં સમાવેશ થતો નથી, આ દેશોના નાગરિકોને અમેરિકા આવવા માટે વિઝાનો સામનો કરવો પડશે નહીં,

પરંતુ આ દેશોના નાગરિકોની કડક તપાસનો સામનો કરવો પડશે. આ આદેશ ઈરાક, સીરિયા, ઈરાન, સૂડાન, લીબિયા, સોમાલિયા અને યમનના

તમામ લોકોને 30 દિવસ સુધી અમેરિકામાં દાખલ થવાથી રોકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશમાં તમામ દેશોના શરણાર્થિઓને આવવા

પર ઓછામાં ઓછા 120 દિવસો સુધી રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે સીરિયાના શરણાર્થીઓને આ આદેશ હંમેશાં માટે છે. આ આદેશના

કારણે અમેરિકામાં પ્રવેશ કરનાર શરણાર્થીઓની સંખ્યા ઓછી કરે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ મંગળવારે ભારતીય પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ફોન કરીને વાત કરશે. બન્ને દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની વચ્ચે આ વાતચીત બપોરે એક વાગે થશે.

આ જાણકારી ખુદ પ્રધાનમંત્રીના ઓવલ ઓફિસે આપી છે. ઓવલ ઓફિસ દ્વારા રાષ્ટ્રપતિ ટ્રંપનો આજનો આખો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં એક વાગે બન્ને દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની વચ્ચે વાતચીત થવાની વાત છે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રંપે 20 જાન્યુઆરીએ અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ પદનો કારભાર સંભાળ્યો હતો. બન્ને દેશોની રાષ્ટ્રાધ્યક્ષોની વચ્ચે આજે થનાર વાતચીતમાં ભારત-અમેરિકાના સંબંધોને એક નવી ઉંચાઈએ લઈ જવા પર ભાર મૂકવામાં આવશે.

માનવામાં આવી રહ્યું છે કે આજે થનાર વાતચીતમાં ટ્રંપ સાથે વીઝા પોલિસી અને buy American, hire American જેવી નીતિ પર વાત થઈ શકે છે, કારણ કે.. અમેરિકામાં વસતા ભારતીયો ઘણા ડરેલા છે.

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેમણે આ અવસર પર કહ્યું કે તેની સરકાર વિશ્વમાંથી કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદનો ખાત્મો કરશે. તેમણે અમેરિકનોને નોકરી આપવાનું પણ વચન આપ્યું. શુક્રવારે ભારતીય સમય અનુસાર રાત્રે ૧૦.૩૦ વાગે તેમણે પ્રમુખપદે શપથ લીધા હતા. ટ્રમ્પના પત્ની અને પ્રથમ મહિલા નાગરિક મેલાનિયા અને તેમના પરિવારજનો પણ હાજર હતા. 

વોશિંગ્ટનમાં યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં વિદાય લેનારા પ્રમુખ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ, ટ્રમ્પના હરીફ હિલેરી ક્લિન્ટન અને તેમના પતિ બિલ સહિતના
 
મહાનુભાવો હાજર રહ્યા હતા. ટ્રમ્પના શપથ સમારંભના વિરોધમાં કેટલાક સ્થળે તોડફોડ થઈ હતી અને ઘર્ષણ થયું હતું.'
 
 
૭૦ વર્ષીય ટ્રમ્પે તેમના સૌપ્રથમ ભાષણમાં દરેક મુદ્દે 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ સ્પષ્ટ કરી દીધી હતી. તેમણે કહ્યું કે 'વ્યાપાર, ટેક્સ, ઈમિગ્રેશન, વિદેશ નીતિ સહિત દરેક નિર્ણયથી
 
અમેરિકાના શ્રમિકો અને અમેરિકાની ફેક્ટરીને ફાયદો થશે.’ ટ્રમ્પે 'બાય અમેરિકા, હાયર અમેરિકાનું સૂત્ર પણ વહેતું કરી દીધું હતું અને કહ્યું હતું કે અમેરિકાનું નવેસરથી નિર્માણ
 
અમેરિકન લોકોના હાથથી જ કરીશું. ટ્રમ્પે કહ્યું કે ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરીને જ રહીશું.
 
ટ્રમ્પે કહ્યું કે આજે સત્તાનું પરિવર્તન માત્ર એક પક્ષથી બીજા પક્ષને જ નથી થઈ રહ્યું, પરંતુ વોશિંગ્ટન ડીસીથી સત્તા લોકોના હાથમાં જઈ રહી છે. આજથી અમેરિકન જનતા જ
 
શાસક છે. તેમણે અગાઉના શાસકોની ટીકા કરતા કહ્યું કે અત્યાર સુધી શાસકોએ તેમનું પોતાનું જ રક્ષણ કર્યું, નાગરિકોનું નહીં. તેમનો વિજય થયો, પણ જનતાનો નહીં.
 
ટ્રમ્પે કહ્યું કે 'આપણે અન્ય દેશોની સરહદોની રક્ષા કરી, પણ આપણી જ સરહદોની રક્ષા ન કરી. આપણે અન્ય દેશોને ધનવાન બનાવ્યા, પરંતુ આપણા પોતાની જ સંપત્તિ, શક્તિ
 
અને વિશ્વાસ ઘટી ગયા. પણ હવે તે બધો ભૂતકાળ હતો, આપણે ભવિષ્ય તરફ જ જોવાનું છે. આજથી નવા વિઝન સાથે શાસન થશે. હવે માત્ર અમેરિકા ફર્સ્ટ. અમેરિકા ફર્સ્ટ.
 
 
અમેરિકાના પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરે તે પહેલાં ભારે વિરોધ અને પ્રદર્શનો ફાટી નીકળ્યાં છે. પોલીસે રોષે ભરાયેલાં ટોળાંને વિખેરવા માટે ટિયર ગેસ શેલનો
 
ઉપયોગ કરવાની નોબત આવી હતી. ટ્રમ્પ વોશિંગ્ટનમાં આવ્યા તેની સાથે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને તેમના શપથનો વિરોધ કરવા મંડી પડ્યા હતા.
 
સેંકડોની સંખ્યામાં એકત્ર થયેલા લોકોએ પ્રેસ કલબ ભવનની નજીક આગ લગાવી દીધી હતી. ટ્રમ્પના સમર્થકો પ્રેસ ક્લબમાં જીતની ઉજવણી કરી રહ્યા હતા. કેટલાક લોકોએ
 
ઈંડા પણ ફેંક્યા હતા. વિરોધ કરનારાઓમાં જાણીતા અભિનેતા રોબર્ટ ડી’ નીરો, એલેક બલવીન, માર્ક રફેલો, માઈકલ મૂરે અને સિંગર શેરનો સમાવેશ થાય છે. નીરોએ
 
પ્રદર્શનકારીઓની સભામાં એમ કહ્યું હતું કે, અમેરિકા માટે ટ્રમ્પ એક ખરાબ ઉદાહરણ તરીકે રજૂ થઈ રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ઇનોગરેશન સેરેમની (શપથ ગ્રહણ સમારંભ) માટે વોશિંગટન ડીસી પહોંચી ગયા છે.

આ પ્રેસિડન્ટ તરીકે ઇનોગ્રેશન સેરેમની શુક્રવારે (20 જાન્યુઆરી) ભારતીય સમયપ્રમાણે રાત્રે 10.30 કલાકે શરૂ થશે.

વોશિંગ્ટનમાં તે સમયે સાંજના 5 વાગ્યા હશે.

યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટલ બિલ્ડિંગની સીડી પર અમેરિકન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સ ટ્રમ્પને પ્રેસિડન્ટના
 
શપથ લેવડાવશે. ડોનાલ્ડ ટ્રમ્પ એ જ બાઇબલ પર હાથ રાખીને શપથ લેશે જેના પર અબ્રાહમ લિંકને શપથ લીધા હતા.
 
ઇન્ડિયન અમેરિકન ડ્રમર રવિ જખોટિયા નેશનલ મોલ પર હજારો લોકો સમક્ષ પરફોર્મ કરશે. રવિ અમેરિકન ટીવી સીરિઝના
 
પહેલા ઇન્ડો-અમેરિકન મ્યુઝિક ડાયરેક્ટર પણ છે. આ અવસર પર અમેરિકાના કેટલાંક મોટા અને જાણીતા આર્ટિસ્ટ પણ પરફોર્મન્સ આપશે.

 

સીરિયાની રાજધાની દમાસ્કસના ઉત્તરમાં વાદી બરાદામાં રવિવારે શાસક દળોની ટેન્કોેએ હુમલો કરતાં ઓછામાં ઓછા ૧૨ નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય ૨૦ લોકો ઘાયલ થયા હતા, એવું સ્થાનિક કાર્યકરે જણાવ્યું હતું.

સમાચાર એજન્સીને માહિતી આપતા સ્થાનિક કાર્યકર યુસુફે જણાવ્યું હતું કે અસદના શાસકદળોએ દમાસ્કસના ઉત્તરમાં વાદી-બરાદામાં રવિવારે નાગરિકો પર ટેન્કો દ્વારા હુમલો કર્યો હતો. યુસુફે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક ગામમાં એક લગ્ન હોલની આસપાસ લોકો ભેગા થયા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો અને કેટલાક ઘાયલ લોકોની પરિસ્થિતિ ગંભીર છે.

વાદી અલ-બરાદા એ કેન્દ્રીય દમાસ્કસથી ૧૬ કિલોમીટર દૂર અને લેબનીઝ સરહદથી ૧૨ કિ.મી. દૂર આવેલું છે.

૩૦ ડિસેમ્બરના રોજ તુર્કી અને રશિયાની મધ્યસ્થી સાથે યુદ્ધવિરામના કરાર કરવામાં આવ્યા હતા અને આ કરારનો સમગ્ર સીરિયામાં અમલ કરવામાં આવે એવું કહેવામા આવ્યું હતું. પરંતુ સીરિયાના વિરોધ માટેની ઉચ્ચ વાટાઘાટ સમિતિના મુખ્ય સંયોજક, રિયાઝ હીઝબે છેલ્લા અઠવાડિયે જણાવ્યું હતું કે આ યુદ્ધવિરામ અમલમાં આવ્યો એ પછી શાસન અને તેના સાથીદારોએ ઓછામાં ઓછા ૪૦૦ વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. અને તેના કારણે ઓછામાં ઓછા ૨૭૧ લોકો માર્યા ગયા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે બરાક ઓબામાએ શિકાગોમાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. ફેરવેલ સ્પીચ દરમિયાન તેમણે ઓબામા શાસનના 8 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી. ઓબામાએ નામ લિધા વગર અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ ઉપર પણ નિશાન સાધ્યું હતું અને લોકોને સહિષ્ણુ બનવાની સાથે સાથે રંગભેદને પ્રોત્સાહન ન આપવાની અપીલ પણ કરી. પત્ની મિશેલ ઓબામા અને પુત્રીઓનો આભાર વ્યક્ત કરતા ઓબામાની આંખો છલકાઈ ગઈ હતી. આ ઉપરાંત તેમણે અમેરિકી જનતાને કહ્યું કે તમે લોકોએ મને વધુ સારો રાષ્ટ્રપતિ અને વ્યક્તિ બનાવ્યો. દરરોજ હું તમારી પાસેથી કઈંક શિખ્યો. ઓબામાનો કાર્યકાળ 20મી જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે.પોતાના છેલ્લા ભાષણમાં ભાવુક બનીને બરાક ઓબામા પત્ની મિશેલ અને પુત્રીઓનો ઉલ્લેખ કરતા રડી પડ્યા હતાં. તેમણે કહ્યું કે ગત 25 વર્ષોથી તે માત્ર મારી પત્ની અને મારા બાળકોની માતા જ નહીં પરંતુ મારી બેસ્ટ ફ્રેન્ડ પણ બની. તે મને ગર્વની અનુભૂતિ કરાવી, તે દેશને ગર્વ મહેસૂસ કરાવ્યો. માલિયા અને સાશાનો ઉલ્લેખ કરતા ઓબામાએ કહ્યું કે મેં જિંદગીમાં જે પણ કઈ કર્યું પરંતુ સૌથી વધુ ગર્વ મને તમારા પિતા થવા પર છે.

ભાષણની શરૂઆતમાં ઓબામાએ પોતાને એક વધુ સારા રાષ્ટ્રપતિ બનાવવા માટે અમેરિકાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેમણે આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વાયદો કર્યો છે કે તેમનું પ્રશાસન શાંતિપૂર્વક રીતે સત્તાની સોંપણી કરશે. ઓબામાએ નામ લીધા વગર ટ્રમ્પ પર નિશાન સાંધ્યું. તેમણે કહ્યું આપણે શિક્ષા, સ્વાસ્થ્ય વગેરેમાંથી ભેદભાવ ખતમ કરવો પડશે. આ જ આપણું બંધારણ છે, રંગભેદ સમાજ માટે હંમેશા વિભાજનકારી સાબિત થાય છે. ઓબામાએ લોકોને સહિષ્ણુ થવાનો આગ્રહ કર્યો.અત્રે જણાવવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાનથી લઈને અત્યાર સુધી પ્રવાસીઓ અને ખાસ કરીને મુસ્લિમો પર નિશાન સાધ્યું છે. ઓબામાએ કહ્યું કે આપણે અમેરિકામાં રહેતા અપ્રવાસીઓના બાળકો પર રોકાણ કરવું પડશે કારણ કે અશ્વેત બાળકો આવનારા દિવસોમાં આપણી વર્કફોર્સનો ભાગ બનશે.ટ્રમ્પનું નામ લીધા વગર ઓબામાએ પોતાના ભાષણમાં રિપબ્લિકન રાષ્ટ્રપતિ પર નિશાન સાધ્યું. ઓબામાએ કહ્યું કે અમેરિકામાં રંગભેદ વ્યવહારિક નથી. અમે ગત આઠ વર્ષોમાં ક્યારેય મુસ્લિમો સાથે ભેદભાવ કર્યો નથી. હકીકતમાં આપણે જાગરૂક થવાની જરૂર છે. કોઈ સમુદાયથી ડરવાની જરૂર નથી.