પાકિસ્તાન અને ચીને આર્થિક સંબધો મજબુત કરવા માટે ગ્વાદર પોર્ટ પર ચીનના વિમાનવાહક યુદ્ધ જહાજ તૈનાત કરવાની તૈયારી કરી છે . એક પાકિસ્તાની અખબારના જણાવ્યા અનુસાર પાકિસ્તાન નૌ સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે આર્થિક સબંધો મજબુત કરવા જરૂરી છે. તેથી ગ્વાદર પોર્ટ અને વ્યાપારિક રસ્તાની સુરક્ષા માટે આ પગલું લેવામાં આવ્યું છે.ભારત આ પગલાંથી પહેલેથી જ નાખુશ છે. તેમજ ગ્વાદર પોર્ટ પર ચીની યુદ્ધ જ્હાજની હાજરીથી એ બાબત સાબિત થઈ છે કે ચીની સેના દક્ષિણ એશિયામાં પોતાનો પ્રભાવ વધારવા માટેની નીતિ પર કાયમ છે.

તમને જણાવી દઈએ CPEC યોજના ૪૬ અરબ ડોલરની છે. જેમાં ચીન અને પાકિસ્તાન અરબ સાગરના ગ્વાદર પોર્ટને ચીનના શીજીયાંગ પ્રાંત સાથે જોડવાની યોજના છે. જેની માટે અંદાજે ૩૦૦૦ કિલોમીટર લાંબો દરિયાઈ માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. આ રસ્તો ચીનના ઓઈલ પરિવહન માટે એક નવો માર્ગ છે. સાથો સાથ ચીની વસ્તુઓનો મધ્યપૂર્વ અને આફ્રિકાના દેશો માટે નિકાસ માટે પણ સરળતા રહેશે.

પાકિસ્તાની અખબારના જણાવ્યા અનુસાર ચીન સીપીઈસી અંતર્ગત પોર્ટ અને વ્યાપારની સુરક્ષા માટે પાકિસ્તાની નો સેનાની મદદથી આ જહાજ તેનાત કરશે. આ પૂર્વે ચીન આ બાબતે કશું પણ કહેવાથી બચતું રહ્યું છે જયારે તેની યોજના ગ્વાદર પોર્ટ પર યુદ્ધજહાજ તૈનાત કરવાની હતી. નિષ્ણાતોના મતે સીપીઈસી અને ગ્વાદર પોર્ટ ચીન અને પાકિસ્તાનની સૈન્ય શકિત વધારશે અને અરબ સાગરમાં ચીની નૌ સેનાની એન્ટ્રી પણ સહેલી થશે

અમેરિકાના ફ્લોરિડામાં ફોર્ટ લૉડરડેલ એરપોર્ટ પર શુક્રવારના રોજ એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતના સમાચાર છે. હુમલામાં 8 અન્ય ઘયલ પણ થયા છે. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. પરંતુ હજુ સુધી હુમલાનું કારણ જાણી શકાયું નથી.આરોપીની ઉંમર લગભગ 20 વર્ષ છે. લોકલ મીડિયાએ પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી કહ્યું કે યુવકે સ્ટારવૉર્સના પ્રિન્ટવાળી ટીશર્ટ પહેરી હતી અને જ્યારે ગન રીલોડ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને ગોળી મારીને ઘાયલ કરી દીધો અને ધરપકડ કરી લીધી.ઘટના ટર્મનિલ-2ના બેગેજ ક્લેમ એરિયામાં થઇ. આ ઘટના બની તે સમયે અમેરિકન રાષ્ટ્રપતિના પૂર્વ પ્રેસ સેક્રેટરી એરી ફ્લીશર એરપોર્ટ પર હાજર હતા. તેમણે ઘટનાસ્થળથી ટ્વીટ કરી માહિતી આપી હતી. ઘટના બાદ લોકો આમ-તેમ ભાગવા લાગ્યા હતા. તેમણે કહ્યું ફાયરિંગ બાદ પોલીસે આખા એરપોર્ટને સીલ કરી દીધું છે અને કોઇને પણ બહાર નીકળવા દીધા નથી.હાલ એરપોર્ટ પર સર્વિસ સ્થગિત કરી દેવાઇ છે. બ્રોવાર્ડ કાઉન્ટીના શેરિફના કાર્યાલયે એરપોર્ટમાં ગોળીબારીની પુષ્ટિ કરી અને કહ્યું કે શંકાસ્પદને એરપોર્ટમાં ઝડપી પડાયો છે. શેરિફના કાર્યાલયે કહ્યું કે પાંચ લોકોના ગોળીબારમાં મોત થયા છે અને અન્ય આઠ ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઇ જવાયા છે.

ગૂગલ હવે પોતાની સેલ્ફ ડ્રાઈવીંગ કાર ડેવલોપ નહીં કરે તેવા અહેવાલ વહેતાં થયા છે. એક અંગ્રેજી વેબસાઈટના રીપોર્ટ અનુસાર ગુગલ પોતાનો ઓટોનોમશ કાર બનાવવાનો પ્રોજેક્ટ પડતો મુકે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ગુગલે સેલ્ફ ડ્રાઈવિંગ કાર ડેવલોપ કરવાની દિશામાં કામગીરી શરૂ કરી હતી. ડ્રાઈવર વગરની કારની વાત એ થોડા વર્ષો પહેલા સ્વપ્ન હતું જે આજે હકીકત બનવા જઈ રહ્યું છે. ગૂગલે ડ્રાઈવર વગરની કાર બનાવવાની શરૂઆત કરી હતી. અન્ય ઉત્પાદકોએ બનાવેલી કારમાં ફેરફાર કરવાને બદલે ગૂગલે પોતે જ આ કારની ડિઝાઈન બનાવી હતી

ગુગલ દ્વારા બહુપ્રતીક્ષિત સેલ્ફ ડ્રાઈવિંગ કાર તૈયાર કરવામાં આવી છે. કંપનીએ જાહેરાત કરી છે કે ડ્રાઈવર વગર ચાલનારી આ કારનું મોડલે હવે રસ્તા પર ટેસ્ટીંગ માટે તૈયાર થઇ ગયું છે. ગુગલે પોતાની જાતે ચાલનારી સેલ્ફ ડ્રાઈવિંગ કાર બનાવનાર ટીમ દ્વારા ગુગલ પ્લસના સંદેશમાં કહ્યું છે કે અમે અમારી રજાઓ આ કારનું ટેસ્ટીંગ કરવામાં વીતાવીશું અને અમને ઉમ્મીદ છે કે નવા વર્ષમાં તમારી ઉત્તરી કેલીફોર્નીયાની સડકોપર મુલાકાત થશે.

ગુગલે પોતાની આ ડ્રાઈવર વગરની એટલે કે પોતાની જાતે ચાલનારી આ કારની સુવિધાનો ખુલાસો આ જ વર્ષે મેં મહિનામાં કરવામાં આવ્યો હતો. કંપનીએ કહ્યું હતું કે તે સ્ટીયરીંગ વગર
પોતાની જાતે ચાલનારી કાર બનાવશે. ગુગલના ક્રીસ ઉર્મસને મેં મહિનામાં એક બ્લોગમાં કહ્યું હતું કે આ કારમાં સ્ટીયરીંગ વ્હીલ, એક્સીલેટર, પેડલ કે બ્રેક પેડલ નહિ હોય, કેમ કે આ કારમાં તેનો કોઈ જ જરૂર નથી. અમારું સોફ્ટવેર અને સેન્સર જ બધું કામ કરશે.

જો કે, હજુ સુધી ગુગલની આ સેલ્ફ ડ્રાઈવિંગ કારની ટેકનોલોજીની વિશેષતાઓની કોઈ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ તે બેટરીથી ચાલે છે. તેની અધિકતમ ઝડપ પ્રતિ કલાક ૪૦ કિલોમીટરની છે.

લોકોને સેલ્ફ ડ્રાઈવિંગ ટેકનોલોજીનો સ્વીકાર કરવામાં આ કાર મદદરૂપ પુરવાર થશે. ગૂગલ કારમાં ઓન અને ઓફ સ્વીચ છે પરંતુ સ્ટેયરિંગ વીલ્સ તેમજ પેડલને નિયંત્રિત કરવાની વ્યવસ્થા નહીં હોય. કંપનીના સહ-સ્થાપક સર્જરી બ્રિને કેલિફોર્નિયામાં પ્રેસ કોન્ફરન્સ યોજી કંપનીની હવે પછીની યોજનાનો પરિચય આપ્યો હતો.

ક્રિસે જણાવ્યું હતું કે આ કાર પરિવર્તન પામતાં પરીવહનની રીત સાથે લોકોના જીવનમાં પણ પરિવર્તન લાવશે. કેટલાક સંશોધનકર્તાઓ ડ્રાઈવરલેસ ટેકનોલોજીના નકારાત્મક પાસાઓની સંભાવનાઓ પણ ચકાસી રહ્યા છે. તેમનો મત એવો છે કે તેનાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જશે. મહત્વની વાત તો એ છે કે કંપનીએ આ કાર આમ આદમીની કારના આધારે નહિ પણ લક્ઝરી કારના આધારે બનાવવામાં આવી રહી છે .

દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા બની સરોગેટ માં. આ મહિલાની ઉંમર ૬૭ વર્ષની છે. આ મહિલાએ તેની દિકરીના સંતાનને જન્મ આપ્યો હતો.

      અનસ્તાસિયામાં મેડીકલ ટીમે શુક્રવારે જણાવ્યુ કે સાત મહિના ઉપરના ગર્ભ બાદ આ વૃદ્ધ મહિલાએ પુત્રીને જન્મ આપ્યો હતો. બાળકીનું વજન ૧.૨ કિલોગ્રામ હતું. આ વૃદ્ધ મહિલાને જ્યારે પુછવામાં આવ્યુ કે તેમને કેવો અનુભવ થયો ત્યારે તેને જણાવ્યુ કે મને માં બનવાની ખુશી કરતા મને નાની બનવાની વધુ ખુશી છે. જ્યારે મને ખબર પડી કે મારી દિકરી માં નથી બની સકવાની તો મે તેના બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો. મારા આ નિર્ણયથી મારી પુત્રીને વધુ ખુશી મળી છે.

મેક્સિકો શહેરના પ્રખ્યાત ફટાકડા બજારમાં ધમાકો થતા ૨૭ લોકોનાં મોત થયા છે અને ૭૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ધમાકો ટુલ્ટપેકના સિવિલ પ્રોટેક્શન ડીવીઝનના સેન પેબ્લીટોના ફટાકડા બજારમાં થયો હતો. જો કે તેના કારણો અંગે હજુ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ ધમાકા બાદ રાહત અને બચાવ દળ સ્થળ પર પહોંચ્યુ છે. આ દળ આગ બુઝાવવા ઉપરાંત ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં મદદ કરી રહ્યું છે. આ ધમાકાના લીધે આસપાસના કેટલાંક મકાનોમાં નુકશાન પહોંચ્યું છે.

જે જગ્યાએ ધમાકો થયો છે તે મેક્સિકો શહેરમાં આવેલું ફટાકડા બજાર પ્રખ્યાત છે.મેક્સિકોના સ્ટેટ ચીફ પ્રોસીકયુટર અલેજાંડો ગોમેઝે કહ્યું છે આ દુર્ઘટનામાં ૨૬ લોકો માર્યા ગયા હોવાની વાતની પૃષ્ટિ કરી છે. મેક્સિકોના રાષ્ટ્રપતિએ પણ ટ્વીટરના માધ્યમથી દુર્ઘટના માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી વખતેથયેલા સાયબર એટેકમાં રશિયા સામેલ હોવાની ડોનાલ્ડટ્રમ્પને જાણકારી હોવાનો આક્ષેપ કરતાં બરાકઓબામાએ જણાવ્યું હતું કે અમેરિકા રશિયા સામે આવાહેકિં

 

ગનો બદલો લેશે અંગે વ્હાઈટ હાઉસ તરફથીજણાવવામાં આવ્યું છે કે રશિયાના સાયબર એટેકથીએક તરફ ટ્રમ્પને મદદ મળી રહી હતી ત્યારે બીજીતરફ હિલેરી કિલન્ટનને નુકસાન થયું હતું

 

તેથી બાબતે રશિયાને અમેરિકા તરફથી જડબાતોડ જવાબમળશે.

 

   ઓબામાએ જણાવ્યું કે રશિયાના આવા સાયબર એટેકની તપાસ કરવા આદેશ આપી દેવામાંઆવ્યા છેઅમે તેના આખરી અહેવાલની રાહ જોઈ રહયા છીએઓબામાએ નેશનલ પબ્લિકરેડિયો પરની મુલાકાતમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે  વાતમાં કોઈ શંકા  હોવી જોઈએ કેજ્યારે કોઈ વિદેશી સરકાર અમારી ચૂંટણીની નિષ્પક્ષતાને નુકસાન કરવાની કોશિશ કરે તો તેનીસામે કાર્યવાહી કરવાની જરૂર લાગતા અમે તે મુજબ કરીશું.

 

   બીજી તરફ વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જોશ અર્નેસ્ટે જણાવ્યું હતું કે અમે ટ્રમ્પના વિજયનેઅમાન્ય નથી ગણાવતાંતેમણે જણાવ્યું કે અમને એવી વાત જાણવા મળી છે કે કેટલાક લોકોતેમના વિજયને અમાન્ય ઠરાવવાની કોશિશ કરી રહ્યા છે તે જાણી અમને ચિંતા થઈ છે.

ફોર્બ્સની યાદીમાં દુનિયાના ૧૦ સૌથી શક્તિશાળી લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થઇ ગયા છે. મોદીએ આ યાદીમાં ૯ મુ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ટોપ પર રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિન છે અને બીજા નંબર પર અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને જગ્યા મળી છે. દુનિયાના ૭૪ સૌથી શક્તિશાળી લોકોની યાદી ફોર્બ્સે જારી કરી છે. ફોર્બ્સનું કહેવું છે કે, ૧૩ બિલિયનની વસ્તીવાળા દેશમાં ભારતીય વડાપ્રધાન ઘણા પોપ્યુલર છે.

ફોર્બ્સે કહ્યું કે, બરાક ઓબામા અને શી ચિનફિંગ સાથે મુલાકાત કરીને હાલમાં મોદીએ પોતાની પ્રોફાઈલ ગ્લોબલ લીડર તરીકે બનાવી છે. જલવાયુ પરિવર્તન સાથે મુકાબલામાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય પ્રયત્નોમાં તે એક મહત્વના વ્યક્તિ બનીને ઉભરી આવ્યા છે.

ફોર્બ્સે વડાપ્રધાન મોદી દ્વારા ૮ નવેમ્બર ૨૦૧૬ એ ઉઠાવવામાં આવેલ નોટબંધીના કદમનો પણ ઉલ્લેખ કર્યો છે. મેગેજીને કહ્યું કે, મોદીએ મની લોન્ડ્રીગ અને કરપ્શન પર લગામ લગાવવા માટે અચાનકથી આ કદમ ઉઠાવ્યું છે.

અમેરિકાના વિદાઈ લઈ રહેલા પ્રમુખ બરાક ઓબામા , રોમન કેથલિક સંપ્રદાયના વડા પોપ ફ્રાન્સિસ,દલાઈ લામા જેવી જાણીતી હસ્તીઓને પાછળ છોડી ડેનમાર્કની આ સામાજિક કાર્યકર્તા એન્જા રિંગ્રીન લોવેને વિશ્વના પ્રેરણાદાયી લોકોની યાદીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યાદી જર્મની ભાષાના લોકપ્રિય મેગેઝિન       '      ઉમ      '      એ જાહેર કરી છે.

            એન્જા રિંગ્રીને આ વર્ષની શરૂઆતમાં બે વર્ષના હોપ નામના નાઇજીરિયન બાળકને દત્ત્      ।      ક લીધો હતો. આ બાળકને પાણી પીવડાવતી તેની તસવીર સોશિયલ મીડિયા પર વિશ્વભરમાં વાઇરલ થઈ હતી      ,       જે ખૂબ ચર્ચામાં રહી હતી. આ તસવીરમાં ડેનમાર્કની એન્જા રિંગ્રીન નામની સોશિયલ વર્કર તેને પાણી પીવડાવી રહી છે. જોકે રિકવરી બાદ હવે હોપ મુકતપણે પોતાનું જીવન જીવી રહ્યો છે. એન્જાએ હોપને દત્ત્      ।      ક લઈ તેની દેખભાળ કરી હતી      ,       ત્યાર બાદ તેની હાલતમાં સુધારો આવ્યો હતો.

            હોપ નામનો આ બાળક જે સ્થિતિમાં મળ્યો હતો તે જોતાં તેના બચવાની કોઈ આશા નહોતી. શરીર પર ન તો કપડાં હતાં કે ન પેટમાં અન્ન. રસ્તા પર ભટકી રહેલા આ બાળકને લોકો રાક્ષસ કહેતા હતા અને ભૂખથી તડપી રહેલા આ બાળકને મારી રહ્યા હતા. બાળકનું નસીબ કદાચ સારું હતું કે      ,       ડેનમાર્કની એન્જા ત્યાં પહોંચી. તેણે લોકો પાસેથી હોપને છોડાવ્યો. જોકે તેને બચાવવા માટે તેઓ એ લોકોને પોતાની પાસે રહેલા તમામ પૈસા આપી દીધા.

અમેરિકા  ના પૂર્વે સીનેટર અને અંતરીક્ષ યાત્રી જોન ગ્લેન નું ઓહાયોમાં અવસાન થયું છે. ગ્લેન પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરનારા પ્રથમ અમેરિકી હતા. તે ૯૫ વર્ષના હતા.નાસાએ ગ્લેનના નિધન પર તત્કાલ ટ્વીટ કરીને કહ્યું કે અમને પૃથ્વીની કક્ષામાં લઈ જનારા અમેરિકી જોન ગ્લેનનું નિધન થયું છે. જેનાથી અમે દુ:ખી છીએ. આ એક સાચા અમેરિકી નાયક હતા. ભગવાન જોન ગ્લેનની આત્માને શાંતિ અર્પે. આ પૂર્વે ઓહાયો સ્ટેટ યુનિવર્સીટી કોલેજના પ્રવક્તા તેમને હોસ્પિટલમાં ભર્તી કર્યા હોવાનો દાવો કર્યો હતો. જેમાં આ અમેરિકી અંતરિક્ષ યાત્રી જોન ગ્લેનના નામ પર કોલેજનું નામ રાખવામાં આવ્યું છે. તેના પછી જોન ગ્લેન કોલેજ ઓફ પબ્લિક અફેર્સ દ્વારા તેની વેબસાઈટ પર જાહેરાત કરી હતી કે ગ્લેનને ઓહાયોના કોલંબસમાં જેમ્સ કેન્સર હોસ્પિટલમા નિધન થયું છે. તે આ હોસ્પિટલમાં એક સપ્તાહથી વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ હતા.

આ પૂર્વે અંતરિક્ષ યાત્રી જોન ગ્લેન થોડા સમય પૂર્વે આધાતમાં જવાથી અસ્વસ્થ થયા હતા. તેમનું વર્ષ ૨૦૧૪માં હદયના વાલ્વનું ટ્રાન્સપ્લાનટ કરવામાં આવ્યું હતું.

તિબેટના આધ્યાત્મિક ગુરુ કરમાપાના અરુણાચલ પ્રવાસને લઈને ચીને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે નવી દિલ્હી એવી કોઈ કાર્યવાહી ના કરે જેનાથી ભારત ચીન સરહદ વિવાદ વધુ જટિલ બની જાય. તિબ્બતના ૧૭માં ગ્વાલવાંગ કરમાપા ઓગ્યેન ત્રિનલે દોરજીએ ગત સપ્તાહે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી જેને ચીન દક્ષિણ તિબ્બતનો એક હિસ્સો માને છે. તેમના આ પ્રવાસ અંગે એક સવાલનો જવાબ આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે કહ્યું હતું કે ચીન અને ભારતના પૂર્વ હિસ્સા પર ચીનનું વલણ સ્પષ્ટ છે. અમને આશા છે કે ભારત આ સહમતિનું પાલન કરશે અને એવી કોઈ કાર્યવાહી દુર રહેશે જે સરહદ વિવાદને જટિલ બનાવે છે.

તેમણે જણાવ્યું કે સીમાવર્તી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવા બંને પક્ષો તરફથી યોગ્ય સ્થિતિ જાળવવામાં આવે તે જરૂરી છે. આ અંગે ચીન ભારતનો વિરોધ કરે છે તે અંગે તેમણે જણાવ્યું કે ચીન અને ભારત નિયમિત સમયાંતરે તે અંગે સંવાદ કરે છે. તેમજ જયારે સરહદની બાબત હોય છે ત્યારે ભારત ચીનના દ્રઢ વલણને સારી રીતે જાણે છે.