જિનેલા માસ્સા, એક ર૯ વર્ષીય મહિલા, ટોરેન્ટો ટી.વી. જર્નાલિસ્ટ શહેરના મોટા ન્યુઝ બ્રોડકાસ્ટર્સ ખાતે હિજાબ (હેડ સ્કાર્ફ) પહેરીને ન્યુઝ આપનારી દેશની પ્રથમ એન્કર બની ગઈ છે.

અહેવાલ મુજબ, જિનેલા માસ્સાની સીટીન્યુઝ ૧૧ (રાત્રે) બ્રોડકાસ્ટ માટે એન્કરીંગ કરવા ગત અઠવાડિયે નિમણૂંક થઈ હતી.

બ્રોડ કાસ્ટ બાદ તેણીએ ટિ્‌વટ કર્યું હતું. આજની રાત્રિ મારા માટે માત્ર મહત્વપૂર્ણ નહીં પણ અતિ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે મને નથી લાગતું કે કેનેડામાં આ પહેલા કોઈ મહિલા હિજાબમાં એન્કરીંગ કર્યું હોય. ઉલ્લેખનીય છે કે ર૦૧પમાં જ્યારે માસ્સા સીટીવી ન્યુઝ માટે એક પત્રકાર  તરીકે કાર્ય કરતી હતી ત્યારે તેણી કિચનરમાં, ઓનટેરિયો, ટોરન્ટોના એક ન્યુઝ રિપોર્ટર તરીકે કાર્ય કરતી કેનેડાની પ્રથમ હિજાબ પહેરતી ટેલિવિઝન ન્યુઝ આપતી રિપોર્ટર હતી. તેણી સિટી ન્યુઝમાં આ વર્ષે જોડાઈ હતી.

ઈરાન સંસદના સ્પીકર અલી-લારિજાનીએ જણાવ્યું કે ઈઝરાયેલ ત્રાસવાદી સંગઠનોને સમર્થન આપી રહ્યું છે.જેના લીધે મધ્ય-પૂર્વના દેશોમાં અશાંતિ ફેલાયેલ છે. એમનો ઉદ્દેશ્ય મુસ્લિમ રાષ્ટ્રોને નબળો બનાવવાનો છે.

હાલની કટોકટીને લંબાવવા માટે ત્રાસવાદીઓને મદદ કરવાની નીતિઓ ઈઝરાયેલની છે. જેથી મુસ્લિમ રાષ્ટ્રોનું પ્રભુત્વ ઓછું થાય. તહેરાનમાં ટ્યુનિશિયાના ડેલિગેશન સાથેની મીટિંગમાં એમણે આ વાત કરી હતી.

મુસ્લિમ દેશોએ સાવચેતીપૂર્વક વર્તવું જોઈએ અને ગમે તે પ્રકારે હાલની કટોકટીનું અંત લાવવું જોઈએ.

અમેરિકા અને ઈઝરાયેલ બંને મુસ્લિમોમાં અવિશ્વાસ ઊભો થાય એ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે. પણ આપણે બધા શિયા હોય કે સુન્ની બંનેએ મળીને એમની યોજનાઓ પાર નહીં પડે એ પ્રકારે વર્તવું પડશે. અને ત્રાસવાદીઓને ખતમ કરવા પડશે. એમણે કબૂલ્યું કે જો કે એક ખૂબ જ નાની વહાબીઓની લઘુમતી છે જે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવીને મુસ્લિમ દેશોમાં અશાંતિ ફેલાવી રહી છે.

ઈરાનની નીતિ છે કે બધા મુસ્લિમો દેશો સાથે સંમતિ સાધી એકતાથી રહેવું જોઈએ. અમુક અપરિપક્વ મુસ્લિમ દેશોના કારણે મુસ્લિમ દેશોમાં એકતા સ્થપાતી નથી.

એમણે કહ્યું કે ટ્યુનિશિયા અને ઈરાન વચ્ચેના વેપાર અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનાવવામાં આવશે. એ સાથે બંને દેશોના રાજકીય સંબંધો પણ મજબૂત બનાવાશે.

કોલંબિયા ના બીજા સૌથી મોટા શહેર મેડેલીનનાપહાડી વિસ્તારમાં ક્રેશ થયેલા વિમાનના ૭૨ લોકો માર્યા ગયાની આશંકા છે. જેમાં બ્રાઝીલની ચેપેકોએન્સ સોકરની ફૂટબોલ ટીમ પણ હતી.સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ વિમાન લા યુનિયન મ્યુનિસિપાલટીના વિસ્તારમાં આવેલા પહાડી વિસ્તારમાં તૂટી પડ્યું હતું.જે મેડેલીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ૧૩ માંઈલના અંતરે છે.

જો કે આ વિમાન દુર્ઘટનામાં પાંચ લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. એન્ટોકયો પોલીસ કમાન્ડર જોસ ગ્રેનેડો એસેવેડોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ૨૫ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

બ્રાઝીલના બોલાવીયાથી ૭૨ પેસેન્જર સાથે કોલંબીયા માટે નીકળેલું વિમાન કોલંબીયામાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાનમાં બ્રાઝીલની ચાપેકોઇન્સ ફૂટબોલ ટીમના ખેલાડીઓ પણ સવાર હતા. આ વિમાન મેડેલીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉત્તરાણ કરવાનું હતું. જો કે એવિએશન સત્તાવાળાના જણાવ્યા અનુસાર આ વિમાન દુર્ઘટનામાં લોકો જીવિત હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

બ્રાઝિલની ટોપ ફૂટબોલ ટીમ ચાપેકન્સને લઈને કોલમ્બિયા જઈ રહેલું એક વિમાન ક્રેશ થઈ ગયું હતું.

જેમાં 72 પેસેન્જર્સ સહિત 81 લોકો સવાર હતા. પ્લેનમાંથી 10 લોકોને બચાવી લેવાયા છે. બાકીના લોકોનાં

મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિમાનમાં ટોપ બ્રાઝિલિયન ફૂટબોલ ટીમના સભ્યો સવાર હતા.

ચાપેકન્સ ટીમના સભ્યોએ અંતિમ ક્ષણે વિમાન બદલવાની ફરજ પડી હતી. વિમાન બ્રાઝિલના બોલિવિયાથી

 મેડેલિન ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું. કોઇપણ સ્ટાર પ્લેયર સામેલ ન હોવાની માહિતી આવી રહી છે.

પાકિસ્તાનમાં જનરલ રાહિલ શરીફની જગ્યાએ નવા સેના પ્રમુખ બનાવાયેલા જનરલ કમર જાવેદ બાજવાનું ભારત અંગે શું વલણ હશે ? આ તેવો સવાલ છે જેના પર અત્યારે પણ સૌની નજર મંડાયેલી છે.

બાજવાને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર અને ઉત્તરી ક્ષેત્રોમાં વ્યાપક ભાગીદારીના કારણે બોર્ડર અંતર્ગતની બાબતોમાં માહેર માનવામાં આવે છે. તેવામાં આશંકા છે કે રાહિલ શરીફની જેમ તે પણ ભારત પ્રત્યે કડક વલણ અપનાવી શકે છે. જો કે ઘણા જાણકારોનું કહેવું છે કે ભારત પ્રત્યે તેમના વલણનું આકલન કરવું અત્યારે થોડીક ઉતાવળ કહેવાશે.

તો પાકિસ્તાનના નવા સેનાધ્યક્ષ બાજવાને ઘણા સમયથી જાણતા ભારતના પૂર્વ સેનાધ્યક્ષ બિક્રમ સિંહે તેમનાથી સતર્ક રહેવાની સલાહ આપી છે. જનરલ બાજવાએ વર્ષ 2007 માં કોન્ગોમાં સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં બ્રિગેડ કમાન્ડર તરીકે જનરલ બિક્રમ સિંહના હાથ નીચે કામ ર્ક્યું હતું.

ક્યુબાના ક્રાંતિકારી નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોનું શનિવારના રોજ 90 વર્ષની વયે નિધન થયું છે.

ફિેદેલ કાસ્ત્રોની અંતિમ વિધિ ચાર ડિસેમ્બરના રોજ યોજાશે. કાસ્ત્રોના નિધનથી ક્યુબામાં નવ દિવસનો શોક પળાશે.

કાસ્ત્રોના અંતિમ દર્શન માટે દુનિયાભરમાં લોકો ઉમટી પડે તેવી શકયતા છે. તેઓની અંતિમ વિધિ 4 ડિસેમ્બરે થશે.

સાઉદી અરબની આગેવાનીમાં થયેલા હવાઈ હુમલામાં હજ્જા પ્રાંતમાં બુધવારે યમનના ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થવાના અને છ અન્ય ઘાયલ થવાના સમાચાર મળ્યા છે. અધિકારીઓએ આ અંગેની જાણકારી પણ આપી છે. ન્યુઝ એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર સ્થાનિકોએ કહ્યું છે કે મુસાફરો પિકઅપ કારથી હયરાન જિલ્લાના સ્થાનિક બજારથી ખરીદી કરવા જઈ રહ્યા હતા, ત્યારે જ તેમના પર નિશાન સાધવામાં આવ્યું હતું.

પીડિતોને અકવાહ વિસ્તારમાં નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હાલતમાં અમેરિકા સમર્થિત સાઉદી હવાઈ હુમલામાં નાગરીકો પર કરવામાં આવેલી તાજેતરની સૌથી બર્બર કાર્યવાહી હતી.

આરબ દેશોના સૈન્ય ગઠબંધનની આગેવાની કરનારા સાઉદી અરબે યમન સંઘર્ષમાં માર્ચ ૨૦૧૫ માં હવાઈ અભિયાન થકી હસ્તક્ષેપ કર્યો હતો.

અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં એક નવો ગ્રહ Super Earth ની શોધ કરી છે. જેનું વજન લગભગ પૃથ્વીના વજન કરતા ૫.૪ ગણું વધારે છે. આ સૂર્યની આસપાસ તારા અને તેની ચારો તરફ ચક્કર ફરી રહ્યાં છે. શોધકર્તાએ કહ્યું હતું કે આ બ્રાહ્ય ગ્રહ ‘જીજે ૫૩૬ બી’ તારા નિવાસી ક્ષેત્રમાં છે. પરંતુ ૮.૭ દિવસોના સંક્ષપિત પરિક્રમણ કાળ અને તેની આસપાસ તારાની ચમકથી એવું આકર્ષક પીંડ બનાવે છે. જેની પર્યાવરણીય સંરચનાનો અધ્યયન કરી શકાય છે.

જયારે તે દરમ્યાન સૂર્ય જેવી ચુંબકીય ગતિવિધિઓનું એક ચક્ર પણ જોવા મળ્યું છે. પરંતુ તે તેના ત્રણ વર્ષની અવધિ માટે છે. સ્પેન યુનીવર્સીટી ઓફ લા લગુના અને ઇન્સ્ટીટયુટો ડી એસ્ટ્રોફીસીકા ડી કેનારીયાસ કે એલેજેન્દ્રો સુઆરેજ મેસકારેનોએ કહ્યું કે અત્યાર સુધી આ ગ્રહને અમે શોધ્યો છે. તે જીજે ૫૩૬ બી છે. પરંતુ તારાનું નિરીક્ષણ ચાલુ રાખ્યું છે. જેના લીધે ગ્રહ અંગેની જાણકારી મેળવી શકીએ.આ રીપોર્ટ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફીજીકસ નામના પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

જાપાનમાં આજે વહેલી સવારે ૬.૯ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.ભૂકંપના કારણે દરિયામાં એક મીટર સુધી સુનામીની લહેરો ઉઠી હતી .જેના લીધે ફૂકુશીમા અણુપ્લાન્ટને પણ આંશિક નુકશાન થયું હોવાના અહેવાલ છે.ભૂકંપ બાદ ચેતવણી આપતા જણાવાયું હતું કે સમુદ્રમાં લગભગ 10 ફૂટ ઉંચી સુનામીની લહેરો ઉઠી શકે છે. જાપાનના કેબીનેટના મુખ્ય સચિવ યોશીહીદે સુગાએ કહ્યું કે ફૂકુશીમા અણુ પ્લાન્ટના ત્રીજા રીએક્ટરની કુલીંગ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું છે.

જો કે ફૂકુશીમા અણુપ્લાન્ટ કંપનીના પ્રવક્તાના જણાવ્યા મુજબ પ્લાન્ટને કોઈ પ્રકારનું નુક્સાન થયું નથી. સરકારી મીડિયએ સ્થાનિક લોકોને તત્કાળ નીચાણવાળા છોડીને ઊંચા સલામત સ્થાને જવાનું કહ્યું છે.ઉલ્લેખનીય છે કે ૨૦૧૧ માં અહીંના લોકો ભૂકંપ અને સુનામીનો ભયાનક અનુભવ કરી ચુક્યા છે. ૨૦૧૧માં ૧૮,૦૦૦ થી વધુ લોકોના મોત થયા હતાં.

વિદેશમાં છેલ્લાં કેટલાંય સમયથી ગુજરાતીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવીને હત્યાની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે.

હજુ તો તાજેતરમાં જ વર્જીનીયામાં સ્ટોર પર એક ગુજરાતી પર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના વિસરાઈ નથી.

ત્યારે ફરી એક ગુજરાતી પર હુમલાની ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે વોટસન બુલેવાર્ડ 777 સ્થિત પર આવેલા

એક સ્ટોરમાં લૂંટારૂઓ લૂંટના ઇરાદે સ્ટોરમાં ઘૂસી એક ગુજરાતી કલાર્કની ગોળી મારી હત્યાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે.

સ્ટોરમાં થયેલા ગોળીબારમાં ઘાયલ યુવક મહેસાણાનો પરેશ પટેલ છે. તેમની વિધવા માતા મહેસાણાના જોરણગમાં રહે છે.