ચીન અને પાકિસ્તાન વચ્ચે વેપાર માટે બનાવવામાં આવેલા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર(CPEC) ને લઈને પાકિસ્તાને ચિંતા વ્યક્ત કરી છે.પાકિસ્તાન ને ડર પેસી ગયો છે કે ચીન આ કોરીડોરનો ઉપયોગ ભારત સાથે વેપાર વધારવા માટે ના શરુ કરીદે. પાકિસ્તાનના ઘણા સાંસદોએ સરકારને આ બાબતથી અવગત કરી છે.

એક અખબારી અહેવાલ પ્રમાણે પ્લાનિંગ અને ડેવલપમેન્ટ પર સેનેટની સ્થાઈ સમિતિએ એક બેઠક દરમ્યાન પાકિસ્તાની સાંસદોએ આ ચિંતા જાહેર કરી હતી. આ સાંસદોએ કહ્યું હતું કે ચીન આ ઇકોનોમિક કોરીડોર યોજનામાં એટલા માટે રોકાણ કરી રહ્યું છે કે તે ભારત સહીત મધ્ય એશિયા અને યુરોપના અન્ય દેશો સાથે સીધી રીતે વેપાર કરી શકે.

મલેશિયાની રાજધાની ક્વાલાલંપુરમાં એક પરિષદ અને પ્રદર્શન “ધી વર્લ્ડ ઓફ મુસ્લિમ વુમેન : રેશમ જેવી નરમ અને લોખંડ જેવી મજબૂત” યોજવામાં આવી હતી જેમાં દર વર્ષે ઈસ્લામિક માસ ઝીલ હિજાહની નવમી તારીખે ‘વિશ્વ મુસ્લિમ મહિલા દિવસ’ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ત્રણ દિવસની આ સમિટના અંતિમ દિવસે ૧૩ મુદ્દાઓ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં શિક્ષિત મુસ્લિમ મહિલાઓની સંખ્યા વધારવા માટે અને વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની વૈશ્વિક ભૂમિકાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ યાદીમાં ઇસ્લામોફોબિયા, આંત્યતિક્તા, લિંગ ભેદભાવ અને નિરક્ષરતા જેવા મુદ્દાઓ વિરૂદ્ધ લડવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ યાદીમાં શાંતિ પ્રક્રિયાઓ માટે મહિલાઓનો ફાળો, “આંતરરાષ્ટ્રીય મુસ્લિમ મહિલા સહકાર નેટવર્ક” સ્થાપિત કરવા માટેનો ઠરાવ, અને દર વર્ષે ઝીલ હિજાહની નવમી તારીખે “વિશ્વ મુસ્લિમ મહિલા દિવસ” ઉજવવા જેવી જાહેરાતોનો સમાવેશ થાય છે. આ સમિટના સમારંભમાં મલેશિયાના મહિલા, કુટુંબ અને સમુદાય વિકાસ પ્રધાન રૂહાની અબ્દુલ કરીમે વિશ્વમાં શાંતિ સ્થાપવા મુસ્લિમ મહિલાઓની ભૂમિકાની ચર્ચા કરી હતી અને આ સમિટમાં આવેલા દર્શકોને તેઓએ સામનો કરેલ વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે તક આપી હતી. તેમણે સમિટની પ્રશંસા કરતાં એવી દલીલ કરી હતી કે “આવી બેઠકો મુસ્લિમ મહિલાઓ વચ્ચે એકતા અને એકતાને પ્રોત્સાહિત કરશે.”

ટર્કીશ એશિયન સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (TASAM)ના વાઇસ પ્રેસિડન્ટ તોમય અર્જને જણાવ્યું હતું કે આ પરિષદ “ખૂબ જ ઉપયોગી હતી.”

તેમણે ઉમેર્યું કે “અમે આ પરિષદમાં ચર્ચા કરી હતી કે અમે મુસ્લિમ મહિલાઓ માટે શું કરી શકીએ તેમ છીએ. આ દરમિયાન મને તુર્કીની સ્ત્રીઓ સિદ્ધિઓ સમજાવવા માટે અને તેમને પ્રોત્સાહિત કરવા માટેના પ્રયત્નો કરવાની તક મળી હતી,” આ સમિટમાં ભાગ લેનાર સંસ્થાઓમાં TASAMના પ્રતિનિધિઓ, ઇસ્લામિક વિકાસ મલેશિયા વિભાગ (ત્નછદ્ભૈંસ્), મલેશિયા ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટી (JAKIM), ઇસ્લામિક કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (IIUM) અને વિશ્વ ઇસ્લામિક ફોરમ, મલેશિયાના મહિલા, કુટુંબ અને સમુદાય વિકાસ પ્રધાન રૂહાની અબ્દુલ કરીમ ઉપરાંત તુર્કીના કુટુંબ અને સામાજિક નીતિઓના નાયબ પ્રધાન અને ટર્કિશ સંસદ સભ્યો અને અધિકારીઓ તેમજ નાગરિક સમાજની વિવિધ સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ પરિષદનું મલેશિયા ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટી, ટર્કીશ એશિયન સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને તુર્કી સ્થિત અન્ય બિન-સરકારી સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

જાપાનની મુલાકાતના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાવાસાકી હેવી ઇન્ડ્સ્ટ્રીઝને જોવા પહોંચ્યા હતા.

અહીં હાઈસ્પીડ બુલેટ ટ્રેનો તૈયાર કરાય છે. મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પણ અહીં જ તૈયાર થઈ રહી છે.

અહીં પહોંચીને તેમણે કહ્યું કે ભારત પણ ઘણા સમયથી બુલેટ ટ્રેનની રાહ જોઈ રહ્યું છે. આ દરમ્યાન તેમની સાથે જાપાનના

પીએમ શિંજો આબે પણ હાજર રહ્યાં હતા. પીએમ મોદીને અહીં ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ તમામ બાબતોની માહિતી અપાઈ.

અહીં તેઓ બુલેટ ટ્રેનની ડ્રાઈવર સીટ પર પણ બેઠા હતા.

અમેરિકાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ નોન પોલીટીકલ વ્યક્તિ પ્રમુખ બન્યા છે. આજરોજ યોજાયેલી મતગણતરીમાં ટ્રંપનો ભવ્ય વિજય થયો છે.

ડોનાલ્ડ ટ્રંપે  ઉતાહ, આયોવા, ફ્લોરિડા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના, કેન્ટુકી, વેસ્ટ વર્જિનિયા, ઇન્ડિયાના, ઓક્લાહોમા, ટેનેસી, અલાબામા, મિસિસિપી, ટેક્સાસ, કેન્સાસ, વ્યોમિંગ, ઉત્તર ડાકોટા, દક્ષિણ ડાકોટા, અરકાનસાસ, નેબ્રાસ્કા, લ્યુઇસિયાના, મોંટાના, ઓહિયો, મિઝોરી અને હુકમ, ઇડાહો, વર્મોન્ટ જેવા રાજ્યોમાં જીત મેળવી છે.

છેલ્લા ઘણા સમયથી બંને ઉમેદવારો પોતાનો ચુંટણી પ્રચાર કરી રહ્યા હતાં. ડોનાલ્ડ ટ્રંપ તેઓના બેજવાબદાર અને તુમાખીભર્યા વિધાનો માટે પ્રખ્યાત થઇ ગયા છે. થોડા દિવસો પહેલા તેઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાને IS ના સ્થાપક ગણાવ્યા હતા. ટ્રંપે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને રાષ્ટ્રપતિ પદના પોતાના પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન ઉપર પણ આક્ષેપો કર્યા છે.

વિશ્વમાં પ્રથમ વાર ડ્રાઈવર વગરના ટ્રકનો સફળ પ્રયોગ થયો છે.સેલ્ફ ડ્રાઈવિંગ ટેકનોલોજી સંસ્થા ઓટોએ જણાવ્યું હતું કે ડ્રાઈવર વગરના ટ્રકે તેની પ્રથમ ડીલીવરી સફળતાપૂર્વક પહોંચાડી દીધી છે. આ ટ્રકને અમેરિકાના કોલોરાડોમાં બીયરની ડીલીવરી કરવી હતી જેને ટ્રકે સુરક્ષિત સ્થાન પર પહોંચાડી દીધો હતો. કંપનીના જણાવ્યા અનુસાર ગયા અઠવાડિયે ૧૮ પૈડાવાળો ઓટોમેટેડ ટ્રક ભીડભાડવાળા રોડ પરથી પસાર થઈને ૧૯૩ કિલોમીટરની સફર કરી હતી.

જો કે આ ડીલીવરી દરમ્યાન એક પ્રોફેશનલ પણ હતો. પરંતુ તે પાછળની બેઠક પર બેસીને ટ્રકની ગતિવિધિઓનો અભ્યાસ કરતો હતો. વાસ્તવમાં આ ટ્રક પોતાના રડાર અને સેન્સરની મદદ વડે ચાલતો હતો. તે એ પણ જાણી લેતો હતો કે તેની આગળ પાછળ વાહન કેટલા દુર છે. કંપનીએ કહ્યું કે ટ્રકે બે કલાકની મુસાફરી કરવાની હતી. બહારના વિસ્તારમાં જ્યાં ટ્રક જાતે ચાલ્યો હતો ત્યારે બીજી અન્ય જગ્યાઓએ ડ્રાઈવરે પણ મદદ કરવી પડી હતી.

ટાઇટેનિક જહાજના લાઈફ જેકેટ લોકરની એક ચાવી ૮૫ હાજર પાઉન્ડ મતલબ ૭૦ લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. આ ટાઈટેનિક મેમોરેબીલિયા દ્રારા પાછલા ઘણા વર્ષોમાં કરાયેલી સબંધિત વસ્તુઓની મોટી હરાજીઓ પૈકી એક છે. ડેવિઝેસમાં થયેલી આ હરાજીમાં ચાવી સહીત ટાઈટેનિકથી સબંધિત ૨૦૦ થી વધુ વસ્તુઓ પણ વેચવામાં આવી હતી. આ વસ્તુઓમાં પહેલી ચાવી ૭૦ લાખ રુપીયામાં વેચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિની ચુંટણી પહેલા ત્રીજી અને અંતિમ ડિબેટમાં

ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટને પોતાના પ્રતિસ્પર્ધિ અને રીપબ્લિક પાર્ટીના

ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ પર ૧૩ પોઈન્ટની મહત્વપૂર્ણ સરસાઈ મેળવીને જીતી ગયા હતા.

અગાઉ બંને વચ્ચે થયેલી છેલ્લી ડીબેટમાં દેશના લોકતંત્ર અને રશિયાના રાષ્ટ્રપતિ

પુતિનના મુદ્દે જોરદાર વાદ વિવાદ થયો હતો.

અમેરિકી નૌસેના અને દક્ષિણ કોરિયાની સેનાએ દાવો કર્યો છે કે નોર્થ કોરિયા  નું મધ્યમ કદની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ નિષ્ફળ નીવડ્યું છે. દક્ષિણ કોરિયાની યોન્હેપ સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે મિસાઈલ આકશમાં થોડા ઉપર જતાં જ તેમાં આગ લાગી હતી અને વિસ્ફોટ થયો હતો. આ મિસાઈલ પરોક્ષણ ગુસંગ શહેરની નજીક કરવામાં આવ્યું હતુ.  આ મિસાઈલની રેંજ 3 હજાર કિલોમીટર કરતાં પણ વધુ છે.
 

જો કે ઉત્તર કોરીયાએ હજુ સુધી આ મિસાઈલ પરીક્ષણ ઉપર કોઈ નિવેદન આપ્યું નથી. આ અગાઉ ઉત્તર કોરિયા પાંચ હજાર કિલોમીટર સુધી જઈને ત્રાટકી શકે તેવી મિસાઈલનું પરીક્ષણ કરી ચુક્યું છે અને ઘણા પરીક્ષણો સફળ રહ્યા છે.

 
સંયુકત રાષ્ટ્રએ  બેલેસ્ટિક અને ન્યુક્લિયર ટેકનીકના ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લગાવ્યા પછી પણ આ વર્ષે ઘણા પરીક્ષણો કોરીયાએ કર્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયા ટૂંકા ગાળામાં એક લાંબી પ્રહાર ક્ષમતા વાળું મિસાઈલ પરીક્ષણ અથવા તો પરમાણુ પરીક્ષણ કરી શકે છે.

સુરક્ષા મંત્રાલયના પ્રવક્તા કમાન્ડર ગૈરી રોસે ઉત્તર કોરિયાના આ પરીક્ષણની નિંદા કરી છે.

વર્ષ ૨૦૧૬ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર જાણીતા ગીતકાર અને ગાયક બોબ ડીલનને ફાળે ગયો છે. નોબેલ સમિતિએ આ વખતે પુરસ્કારની જાહેરાત કરતા કહ્યું હતું કે અમેરિકી ગીતોને નવી ઉંચાઈએ લઇ જવા માટે બોબ ડીલનને નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે.

અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ ગીતકારને સંભવત રીતે પ્રથમ વખત નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ગીતો માટે કવિઓને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જો કે બોબ ડીલનના ગીતો સમગ્ર દુનિયામાં ખુબ જ લોકપ્રિય રહ્યા છે. તેમના સૌથી લોકપ્રિય ગીતોમાં મિસ્ટર ટેમ્બુરીન મેંનથી શરુ કરીને લાઈક એ રોલિંગ સ્ટોન, બ્લોઇંગ ઇન ધ વિન્ડ અને ધ ટાઈમ્સ દે આર ચેન્જીંગ જેવા ગીતો સામેલ છે.
2015નો સાહિત્ય નોબેલ સ્વેંતલાના અલેક્સિવિચને આપવામાં આવ્યો હતો. 1901થી અત્યાર સુધી સાહિત્યના 108 નોબેલ પુરસ્કાર આપવામાં આવી ચૂક્યા છે.

આ અગાઉ બ્રિટનના ત્રણ વૈજ્ઞાનિકો ભૌતિક વિજ્ઞાનનું નોબલ ઇનામ જીતી ગયા છે. આ વૈજ્ઞાનિકોમાં ડેવિડ થુલ્સ, ડંકન હાલ્ડેન અને માઈકલ કોસ્ટરલીટ્ઝને સંયુક્ત રીતે આ પ્રાઈઝ મળ્યું છે. સ્વીડીશ એકેડેમી ઓફ સાયન્સે કહ્યું હતું કે ડેવિડ થુલ્સ, ડંકન હાલ્ડેન અને માઈકલ કોસ્ટરલીટ્ઝે એવી દુનિયાના દરવાજા ખોલ્યા છે કે જેના ઉપર પદાર્થના એક અલગ અલગ સ્ટેટ ટોપોલોજી ઉપર અભ્યાસ કરી શકાય.

પાકના પ્રધાનમંત્રી નવાઝ શરીફે ફરીથી એક વાર બુરહાન વાનીનો મહિમા ગાવાનુ શરૂ કરી દીધુ છે. બુરહાન વાનીને સ્વાતંત્ર્ય સેનાની ગણાવીને કાશ્મીરને સમર્થન આપવા માટે દુનિયાની કોઈ તાકાત અમને રોકી નહી શકેનો હુંકાર કર્યો છે. નવાઝ શરીફે કાશ્મીર મુદ્દે સોમવારે યોજાએલ એક બેઠકમાં પાકિસ્તાનને કાશ્મીરીઓની લડાઈનું સમર્થન કરતા ભારત રોકી નહી શકે. વળી ભારતના વડાપ્રધાનને ગેરસમજ છે કે આતંકવાદથી આઝાદીની લડાઈને સામનો કરી શકાશે.

11મી જુલાઈના હિજબુલ મુજ્જાહુદ્દીન ના આતંકવાદી બુરહાન વાણી માર્યો ગયો હતો. જેને પગલે જમ્મૂ-કાશ્મીરમાં હિંસા ફાટી નીકળી હતી. બે મહિના સુધી આ હિંસા સતત ચાલુ રહી હતી. નવાઝનું  આ રીતનું વર્તન ઉરી પર ભારતીય સેના પર થયેલા હૂમલા બાદ વૈશ્વીક સ્તરે પાકની છબી ખરડાઈ હોવાને લીધે તેને છાવરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.