ચીનની ઇકોનોમી આજકાલ તે આંકડાઓ એકઠા કરવામાં લાગી છે કે પ્રોપર્ટી માર્કેટ તૂટવાની સ્થિતિમાં બેંકોને કેટલું નુકસાન થઈ શકે છે. ડીબીએસ વિકર્સ હોન્ગ કોન્ગ લિમિટેડની એક રિપોર્ટ મુજબ ચીનમાં હાઉસિંગ પ્રાઈઝમાં જો ૩૦ ટકાનો ઘટાડો આવે તો ચીનની બેંકોને અંદાજીત ૪૧,૨૦૫ અરબ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. બેંકોની ૪ ટકા લોન માર્કેટમાં ફસાઈ શકે છે. કોમર્સ બેંકના એમડીએ કહ્યું છે કે, આ પ્રકારની પરિસ્થિતિને કારણે ચીની માર્કેટમાં અંદાજે ૪ ટ્રિલિયન સુધીની ઘટાડો આવી શકે છે. બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ પેસેફિક ઈનવેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીનું અનુમાન છે કે પ્રોપર્ટી સેકટરમાં ઘટાડાને કારણે નોન પરફોર્મિંગ લોનની રીકવરી છેલ્લા કેટલાક વર્ષોમાં ૬ ટકા સુધી પહોંચી હતી જે હાલમાં ૧.૭૫ ટકા જ છે. આ સ્થિતિ અમેરિકાથી શરૂ થયેલી ૨૦૦૮ની આર્થિક મંદી જેવી હશે, જયાં પ્રોપર્ટી માર્કેટ તૂટવાથી બેંકોના ૧.૩ ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું હતું. ચીનના ઈકોનમિસ્ટનું માનવું છે કે બેન્કિગ સિસ્ટમને બેલઆઉટ પેકેજની જરૂર છે.

દક્ષિણ કોરિયામાં ભયાનક વાવાઝોડાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું છે. દક્ષિણ કોરિયાના ગ્યેઓંગ્જુમાં ‘ચાબા’ નામનું વાવાઝોડાને લીધે ઘણા લોકો હેરાન પરેશાન થયા હતા.ગ્યેઓંગ્જુમાં ચાબા વાવાઝોડાની અસર હેઠળ થયેલા ભારે વરસાદથી ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વાવાઝોડાને કારણે ગ્યેઓંગ્જુના રસ્તાઓ પર સંખ્યાબંધ કારો ફસાઇ ગઇ હતી અને જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયું હતું.

આ વાવાઝોડાને કારણે દક્ષિણ કોરિયાના ઘણા શહેરો તબાહ થઇ ગયા છે અને જાનમાલનું વ્યાપક નુકશાન થયું છે. આ ઉપરાંત ચાબા’ની અસર હેઠળ દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ પર દરિયાનાં તોફાની મોજાં પણ ઉછળ્યાં હતાં. આ વાવાઝોડું ઘણું ભયંકર હતું તેવું નજરે જોનારા જણાવી રહ્યા છે.

વિશ્વભરમાં ફેલાયેલા ફ્લુ અને ઇન્ફલ્યુએન્ઝાથી રાહત મેળવતી Vaccine ની શોધ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં વૈજ્ઞાનિકોએ વિશ્વભરમાં વ્યાપેલ ફ્લૂ સામે લડનાર નવી રસીનો વિકાસ કર્યો છે. જે તમને મહત્તમ જાણીતા વાયરસોથી બચાવશે અને ભવિષ્યમાં ફેલાનાર મહામારીને રોકવામાં મદદ કરશે. સંશોધકર્તાએ બે વૈશ્વીક રસી તૈયાર કરી છે. આ રસીમાં એક ખોરાકથી વિશ્વભરમાં વ્યાપેલ ८८ ટકા જાણીતા ફ્લૂથી છુટકારો મેળવવાનો. સંશોધકોએ જણાવ્યું કે અન્ય રસીથી ૯૫ ટકા જાણીતા અમેરીકી ઇન્ફલ્યુએન્ઝાથી રાહત મળી શકે છે.

પાકિસ્તાન ને આતંકી દેશ જાહેર કરવા માટે વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર મૂકવામાં આવેલી અરજી પર અત્યાર સુધીમાં એક લાખ દસ હજાર લોકો સહી કરી ચૂક્યા છે.અમેરિકામાં ભારતીય લોકોએ ગત 21 સપ્ટેમ્બરે આ અરજી નાખી હતી. આટલા થોડા સમયમાં આટલું વધુ સમર્થન મળવાથી ઓબામા તંત્ર 60 દિવસની અંદર તેની પર નિર્ણય લેશે. જોકે, વ્હાઇટ હાઉસે કહ્યું છે કે કોઇ દેશને આતંકવાદનો પ્રાયોજક જાહેર કરવો એટલું સરળ નથી. આ એક લાંબી પ્રક્રિયા છે. હાલ અમેરિકા આતંવાદનો મુકાબલો કરવાની પાકિસ્તાનની ક્ષમતા વધારવા પર ધ્યાન આપી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતના ઉરીમાં પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલા બાદ અમેરિકી કોંગ્રેસ એક એવું બીલ લાવી છે જેમાં પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવામાં આવે. કોંગ્રેસના બે સભ્યોએ આ બીલને રજુ કર્યું છે. આ બિલ રજુ કરવાનો ઉદ્દેશ એ જાણવાનો છે કે શું પાકિસ્તાન સરકાર આતંકવાદને સમર્થન કરે છે અમેરિકી રાષ્ટ્રપતિ પણ ૯૦ દિવસમાં એક રીપોર્ટ રજુ કરશે જેમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદને લઈને પાકિસ્તાનના વલણ અંગે જાણકારી હશે.

આઈએસઆઈએસનો વડો અબૂ બક્ર અલ-બગદાદીને ખાવામાં ઝેર મેળવીને આપવામાં આવ્યું છે. તેને અને ત્રણ કમાન્ડરોને ત્યારબાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે નિનેવેના બેઆલ જિલ્લામાં ઝેર આપવામાં આવ્યું. પરંતુ એવું નથી જણાવાયું કે તેમને કઈ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.બગદાદીએ અલ-કાયદાથી અલગ થઈને બનાવ્યું હતું આઈએસઆઈએસ.
 રિપોર્ટ મુજબ, બગદાદીના ખાવામાં ઝેર મેળવનારને પકડવાના પ્રયાસો ચાલુ છે.ત્રણ કમાન્ડર્સ કોણ છે, તેમના નામ અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી.ઇરાકી ન્યૂઝ એજન્સી મુજબ, ઝેર આપવાના કારણે બગદાદી સહિત 4 આતંકીઓની હાલત ગંભીર છે. તમામને એક અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે.

ભારતના કમાન્ડોની ટુકડીએ કાશ્મીર જોડેની LOCને પાર કરીને ત્રણ કિલોમીટર સુધી અંદર જઈને સર્જિકલ ઑપરેશન પાર પાડ્યું હોવાનો ભારતીય લશ્કરનો દાવો ખોટો હોવાનું પુરવાર કરવાના પ્રયાસમાં પાકિસ્તાની લશ્કરે ઇન્ટરનૅશનલ મીડિયાના પ્રતિનિધિઓને હેલિકૉપ્ટરમાં સંબંધિત સરહદી ક્ષેત્રમાં ફેરવ્યા હતા. એ સર્જિકલ સ્ટ્રાઇક બાબતે સામસામા દાવા અને સ્પષ્ટતાઓના માહોલમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે પાકિસ્તાની આર્મીએ આ કવાયત હાથ ધરી હતી. 

હેલિકૉપ્ટરના પ્રવાસમાં મીડિયાના પ્રતિનિધિઓને LOCથી ફક્ત બે કિલોમીટર દૂરના વિસ્તાર સુધી અને ભારતે આતંકવાદીઓના જે સાત અડ્ડા નષ્ટ કર્યા હતા એ ઠેકાણાની નજીક લઈ જવામાં આવ્યા હતા. હેલિકૉપ્ટરમાં મીડિયાના પ્રતિનિધિઓની જોડે પાકિસ્તાની આર્મીના લોકલ કમાન્ડર્સ અને એ આર્મીના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અસીમ બાજવા હતા. સરહદ પર તંગદિલી શરૂ થઈ ત્યારથી પાકિસ્તાની ટીવી પર અસીમ બાજવા છવાયેલા રહ્યા છે. 

અસીમ બાજવાએ હરિયાળા બંદાલા ખીણપ્રદેશની પાસેની કમાન્ડ પોસ્ટ ખાતે સામેની ટેકરી પર પાકિસ્તાની અને ભારતીય છાવણીઓ દેખાતી હોય એવા દૃશ્ય વચ્ચે જણાવ્યું હતું કે ‘સરહદ પર તંગદિલી હોવા છતાં મંધોલે જેવા ગામડામાં રોજિંદું જનજીવન સામાન્ય છે. દુકાનો અને કામધંધા બરાબર ચાલી રહ્યાં છે અને બાળકો સફેદ યુનિફૉર્મમાં સ્કૂલોમાં જઈ રહ્યાં છે. તમે આ વિસ્તારની હાલની સ્થિતિ જોઈ રહ્યા છો. અહીંથી સામેના ભાગમાં જે રીતે કિલ્લેબંધી કરવામાં આવી છે અને પાકિસ્તાન તરફની સંરક્ષણવ્યવસ્થા અને એમના તરફની સંરક્ષણવ્યવસ્થા તમે જોઈ શકો છો. LOCને ભેદી શકાય એમ નથી. એમણે જો અમને કંઈ નુકસાન કર્યું હોય તો એની અમને ખબર નથી. તમે અહીંના નાગરિકોને મળીને પૂછી શકો છો. સંયુક્ત રાષ્ટ્રસંઘના મિશન સમક્ષ અને મીડિયા સમક્ષ તથા સામાન્ય જનતા સમક્ષ અમારી બાજી ખુલ્લી છે.’

લેફ્ટનન્ટ જનરલ અસીમ બાજવાના દાવાની ચકાસણી શક્ય નહોતી, પરંતુ લશ્કરે યોજેલા પ્રવાસની બહારના ક્ષેત્રમાં મીડિયા રિપોર્ટર્સ સાથે વાત કરનારા ગામલોકોને સર્જિકલ સ્ટ્રાઇકની ઘટના બની હોવા પર વિશ્વાસ હોય એવું જણાતું નહોતું. કાશ્મીરી ન્યુઝપેપરના પત્રકાર અને ભારતના કાશ્મીરના પૂંછ સેક્ટરની પશ્ચિમે ટટ્ટા પાની વિસ્તાર (સર્જિકલ સ્ટ્રાઇકના સ્થળોમાંથી એક)ના રહેવાસી ૩૭ વર્ષના સરદાર જાવેદે જણાવ્યું હતું કે ‘આવી સર્જિકલ સ્ટ્રાઇકનો કોઈ પુરાવો મેં જોયો નથી. એ લશ્કરનો વિષય હોવાથી એ બાબત સાચી નથી એવું મારું કહેવું નથી, પરંતુ હું LOCના વિસ્તારનો છું અને સ્થાનિક પત્રકાર હોવાથી મને કંઈક તો ખબર મળે એ સ્વાભાવિક છે. અહીં સમાચાર ઝડપથી ફેલાય છે અને કંઈ પણ બને તો એના વાવડ લોકોને મળે જ છે.’ પાકિસ્તાની વડા પ્રધાને કહ્યું કે કાશ્મીરમાં જુલમનો ભારતને ખેદ ન હોય તો હું પણ અટૅકની ટીકા નહીં કરું 

કાશ્મીરના ઉડી વિસ્તારની લશ્કરી છાવણી પર આતંકવાદી હુમલાને વખોડવા માટે બ્રિટન અને અમેરિકાએ કરેલા અનુરોધ સામે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા વખતે બેઠક સિવાયના સમયમાં અમેરિકાના વિદેશપ્રધાન જૉન કેરી અને બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ નવાઝ શરીફને ઉપરોક્ત અનુરોધ કર્યો હતો. 

જૉન કેરી અને થેરેસા મે સાથે વડા પ્રધાનોની મીટિંગ દરમ્યાન નવાઝ શરીફને ઉડી અટૅકને સત્તાવાર રીતે વખોડવાનો અનુરોધ કર્યો ત્યારે શરીફે ૯ જુલાઈથી કાશ્મીરમાં ચાલતી અશાંતિ બાબતે બન્ને નેતાઓની ચુપકીદીનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. નવાઝ શરીફે જૉન કેરી અને થેરેસા મેને જણાવ્યું હતું કે કાશ્મીરમાં જુલમ અને અત્યાચાર કરવાનો ભારતને ખેદ ન હોય તો હું પણ ઉડી અટૅકની ટીકા કરવાનો નથી.

પાકિસ્તાન  ના રક્ષામંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફે એક ટીવી ઈન્ટરવ્યુમાં આડકતરા સંકેત આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત વિરુધ્ધ પરમાણું હથિયારનો ઉપયોગ કરી શકે છે. આ ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ટેકટીટલ પ્રોગ્રામ અમે આવા સમય માટે જ ડેવલોપ કર્યો છે. આ અમે અમારી સુરક્ષા માટે ડેવલોપ કર્યા છે. અમે આ ડિવાઈસને માત્ર શો- પીશ માટે નથી રાખ્યા પરંતુ જો અમારી સલામતીને ખતરો ઉભો થશે તો અમે તેમને નેસ્તોનાબુદ કરી દઈશું. આ ઈન્ટરવ્યું ૨૬ સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થયો હતો.જો કે ૧૮ સપ્ટેમ્બરના રોજ ૧૭ સપ્ટેમ્બરના રોજ આસિફ જીયો ટીવી પર આવી જ ટીપ્પણી કરી ચુક્યા છે. ઉરીમાં થયેલા આતંકી હુમલામાં ૧૮ ભારતીય જવાનો માર્યા ગયા હતા. જેના જવાબમાં ભારતે ૪ આતંકીઓને મારી નાખ્યા હતા. ભારતમાં પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ બાસીતને ભારતે આ હુમલો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી આવ્યા હોવાના પુરાવા સોંપ્યા છે.

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં થયેલા હુમલા પછી ભારતના દબાણથી પાકિસ્તાન ડરી ગયું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માંથી ૧૨ આતંકી કેમ્પને શિફ્ટ કરી દીધા છે, જયારે ચાર કેમ્પને બંધ કરી દીધા છે. નિયંત્રણ રેખા (એલઓસી)ની બીજી તરફ પીઓકેમાં પાકિસ્તાને આતંકી ટ્રેનીંગ કેમ્પોને બદલી નાખ્યા છે અથવા તો એક સ્થળેથી બીજા સ્થળે ફેરવી નાખ્યા છે.
જીવતા પકડાયેલા આતંકી અબ્દૂલ કયૂમની પૂછપરછમાં કેટલાય કેમ્પોનો ખુલાસો થયો છે, તો બીજી તરફ એલઓસી પર સેનાની મોટી સંખ્યામાં હાજરીના કારણે પાકિસ્તાને આવું કર્યું છે. ભારતને કુલ 45 આતંકી કેમ્પોના લોકેશન મળ્યા હતા. આ તમામ આતંકી કેમ્પો એલઓસીની બિલકુલ નજીક હતા. પીઓકેના મુજફ્ફરાબાદ, મીરપુર, કોટલી, બાગ, માનશેરા વિસ્તારોમાં 45 કેમ્પોનું લોકેશન જોવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ કેટલાક કેમ્પ પાકિસ્તાની સેનાના કેમ્પની અંદર ભેળવી દેવામાં આવ્યા છે, તો કેટલાક કેમ્પોને પીઓકેમાં સામાન્ય નાગરિકોવાળા વિસ્તારોમાં ફેરવી દેવાયા છે કારણ કે ભારતીય ગુપ્તચર એજન્સીઓને ચકમો આપી શકાય. ભારતીય સેના વળતો જવાબ આપશે તેવી ભીતિથી ડરીને પાકિસ્તાને આ પગલું ભર્યું હોવાનું મનાય છે.
જયારે ઉરીની પેલી બાજુ એલઓસીથી જોડાયેલા ગામોમાં જે કેમ્પો હતા તેને બંધ કરી દેવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 18 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં 12 બ્રિગેડની છાવણી પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના 18 જવાનો શહીદ થયા હતા.

સુષ્મા સ્વરાજ આજે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણમાં પાકિસ્તાનની સીએમ શરીફને વળતો જવાબ આપી શકે છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરુદ્ધ વ્યાપક સમજુતી પર સર્વસહમતી બનાવવા માટે દબાણ કરી શકે છે. 1996માં ભારતે સીસીઆઇટી પર પહેલ શરૂ કરી હતી. આતંકવાદની વ્યાખ્યાને લઇને મતભેદો હોવાથી સમજુતીમાં અવરોધ ઉભો થયો હતો.આ પૂર્વે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે યુએનમાં ભારત વિરુધ્ધ ઝેર ઓક્યું હતું અને કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકી બુરહાન વાણીને યુવા નેતા ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે UN ની ૭૧માં અધિવેશનના પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકી નેતા બુરહાન વાણીને યુવા નેતા ગણાવ્યો હતો. જો કે ભારતે તેમના આ નિવેદનની આકરી ટીકા કરી છે. જો કે શરીફે યુએનમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તે ભારત તમામ મુદ્દા પર વાતચીત કરવા માટે તૈયાર છે. તેમાં પણ ખાસ કરીને જમ્મુ કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ રસ્તો નિકાળવા માટે ગંભીર અને સતત વાતચીત માટે તૈયાર છે. શરીફના નિવેદનના આક્રમક પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ વિભાગના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાને યુએનના મંચ પર જ આતંકી બુરહાન વાણીને નેતા ગણાવીને પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપે છે તે બાબતને સાબિત કરી છે. તેમજ ભારતની એકમાત્ર શરત આતંકવાદ નાબુદ કરવાની છે જેને પાકિસ્તાન સતત નજર અંદાજ કરતું આવ્યું છે.

મંગળવારે ભારતની જેમ જ બાંગ્લાદેશમાં પણ બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મૂશળાધાર વરસાદ પડ્યો હતો. જેથી કુરબાન  કરાયેલા પ્રાણીઓના લોહીથી રસ્તાઓ લાલ થઈ ગયા હતા. 
 

એક નજરે તસવીરોમાં લોહીની નદી વહેતી નજરે પડે છે, પરંતુ હકીકતમાં તસવીર બાંગ્લાદેશની રાજધાની ઢાકાની છે. બકરી ઇદના દિવસે ઢાકામાં મૂશળધાર વરસાદ પડ્યો હતો. જેથી કુરબાની આપવામાં આવેલા બકરા તથા અન્ય પ્રાણીઓનું લોહી તે વરસાદનાં પાણી સાથે મળી ગયું હતું. પરિણામે વરસાદી પાણીનો રંગ લાલ થઈ ગયો હતો. 

લોકોના ઘરોમાં તથા દુકાનોમાં લોહીવાળું પાણી ભરાઈ ગયું હતું. જેને લોકોએ હાથેથી ઉલેચીને બહાર કાઢ્યું હતું. દરમિયાન લોકો લોહીવાળા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યાં હતાં. મ્યુનિસિપલ તંત્રે પણ સફાઈ માટે તાત્કાલિક કવાયત હાથ ધરી હતી. હાલમાં ઢાકાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે.