કેરળમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 20 લોકોના મોત

કેરળમાં ભારે વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં બુધવારથી ગુરુવારની વચ્ચે 20 લોકોના મોત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ, સૌથી વધુ ઇડુક્કી જિલ્લામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીંના અદિમાલીમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. આ ઉપરાંત વાયનાડ, પલક્કડ અને કોઝીકોડના ત્રણ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ, ઇડુક્કી ડેમ વરસાદના કારણે ભરાઈ ગયો છે. 26 વર્ષ બાદ તેનો ગેટ ખોલવામાં આવ્યો છે.