ખાન સાહેબ ચરિત્રવાળા માણસ છે. તેમના પર વિશ્વાસ કરી શકાય તેમ છે.

પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ 11 ઓગસ્ટે પાકિસ્તાનના આગામી વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં જવાનું આમંત્રણ સ્વીકારી લીધુ છે. સિદ્ધુએ આ વિશે કહ્યું છે કે, આ મારા માટે સન્માનની વાત છે. હું આ આમંત્રણનો સ્વીકાર કરુ છું. પ્રતિભાશાળી લોકોના વખાણ કરવામાં આવે છે, શક્તિશાળી પુરુષથી લોકો ડરે છે, પરંતુ ચરિત્રવાન પુરુષ પર લોકો વિશ્વાસ કરી શકે છે. ખાન સાહેબ ચરિત્રવાળા માણસ છે. તેમના પર વિશ્વાસ કરી શકાય તેમ છે.