કિંજલ દવેએ હિમાચલ પ્રદેશના અનેક સ્થળો પર ખૂબ જ મજા માણી

ગુજરાતની પોપ્યુલર સિંગર કિંજલ દવેએ પવન જોશી સાથે સગાઈ કરી હતી. તાજેતરમાં આ કપલના કેટલાક નવા ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટોઝ કિંજલ અને પવન જોશીના હિમાચલ પ્રદેશના વેકેશન સમયના છે. હાલ કિંજલ, ફિયાન્સ પવન, ભાઈ આકાશ અને પિતા સાથે હિમાચલ પ્રદેશમાં વેકેશનની મજા માણી રહી છે. જ્યાં કિંજલ દવે પરિવાર અને ફિયાન્સ સાથે ખૂબ મસ્તી કરતી જોવા મળે છે. હાલ ફોટોઝ સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવી રહ્યા છે.