જગન્નાથજીની રથયાત્રા હર્ષોલ્લાસભર્યા માહોલમાં વાજતે-ગાજતે નીકળી

ગાંધીનગરમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સેકટર-૭ શોપિંગ સેન્ટર પાસે અચાનક જ એક ઘોડી ભડકતા નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક શ્રદ્ધાળુ યુવતી ઉપર કુદેલી આ ઘોડીનો પગ તેના માથાના પાછળના ભાગમાં વાગતા ગંભીર ઈજાઓ થઇ હતી. જ્યારે ત્યાંથી ભાગેલી આ ઘોડીએ અન્ય એક યુવાનને અડફેટે લેતા આ બંને ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ગાંધીનગર સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.