સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યા મોટી ભૂલ છે : અલ-જુબેરે

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી અદેલ-અલ-જુબેરે સ્વીકાર કર્યો હતો કે સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યા મોટી ભૂલ છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં અલ-જુબેરે જણાવ્યું કે, જે લોકોએ પણ આવું કર્યું છે. તેમણે પોતાના અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કર્યો છે. આ એક મોટી ભૂલ થઇ છે. તેના પર પડદો નાખીને  વધુ એક મોટી ભૂલ કરી છે. કોઇ પણ સરકારમાં આ સ્વીકાર્ય નથી. અલ-જુબેરે કહ્યું કે, સાઉદી અરેબિયાની સરકાર પત્રકારની હત્યા મામલે તપાસ અન તેના પાછળનું સાચુ કારણ શોધવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, અમે તમામ બાબતોને સામે લાવીશું. અમે તમામ તથ્યોને સામે રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સાથે જેમણે પણ તેમની હત્યા કરી છે તેમને દંડિત કરવામાં આવશે.