ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સાઉથમ્પટનમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 30 ઓગસ્ટથી સાઉથમ્પટનમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે. ઇંગ્લેન્ડ 5 મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમ આ મેચ જીતી શ્રેણીમાં બરાબરી કરવા ઉતરશે. ભારત માટે સિરીઝ બચાવવા માટે આ ટેસ્ટ જીતવી જરૂરી છે. બીજી તરફ ભારતની જીતથી ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કરી શકે છે.