દીવાલના ચક્રવ્યૂહમાં અમેરિકા, ટ્રમ્પ ગમે તે ક્ષણે ઇમરજન્સી જાહેર કરે તેવી શક્યતા

અમેરિકામાં સાઉથ યુએસ-મેક્સિકો બોર્ડર પર દીવાલ મુદ્દે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અને ડેમોક્રેટ્સ વચ્ચે છેલ્લાં 21 દિવસથી ઘર્ષણ ચાલી રહ્યું છે. બુધવારે શટડાઉનને લગતી મીટિંગમાં ટ્રમ્પે ટેબલ પર હાથ પછાડી 'આ સમયની બરબાદી છે' કહી અધવચ્ચે જ ઉભા થઇ ગયા હતા. ગુરૂવારે ટ્રમ્પ સાઉથ બોર્ડર સ્ટેટ ટેક્સાસની મુલાકાત લીધી. અહીં મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે અમેરિકામાં નેશનલ ઇમરજન્સી ગમે તે ક્ષણે જાહેર થઇ શકે છે તેવા સંકેતો આપ્યા હતા. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને સાઉથ મેક્સિકો દીવાલ માટે 5.7 બિલિયન ડોલર (અંદાજિત 40,000 કરોડ)ની માંગણી કરી છે. સામે પક્ષે હાઉસ ઓફ કોમનમાં બહુમતી ધરાવતા ડેમોક્રેટ્સે આ બિલ પસાર નહીં કરતા ટ્રમ્પે આંશિક શટડાઉન જાહેર કરી દીધું હતું.