પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો હવે સામે આવ્યો

2 વર્ષ પહેલા ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘુસીને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો હવે સામે આવ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન ભારતીય સેનાએ રોકેટ લોન્ચર, મિસાઈલ અને નાના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. જોકે સેનાએ હજુ આ વીડિયોની પુષ્ટિ કરી નથી. આ હુમલો ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલાના જવાબમાં કર્યો હતો.