ગાંધીનગર જિલ્લામાં એક મહિના બાદ અસલ વરસાદી માહોલ

શહેરી વિસ્તારમાં આ સાથે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 4 ઇંચ સહિત મોસમનો કુલ વરસાદ 10 ઇંચ પર પહોંચી ગયો છે. પાટનગરમાં દરેક સેક્ટરમાં ખુલ્લા કોમન પ્લોટ અને સરકારી વસાહતોમાં ખુલ્લી જગ્યાઓમાં વરસાદી પાણી ભરાયા હતા. ગાંધીનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રસ્તા પરના પાણીની સમસ્યાના તુરંત નિરાકરણ માટે મહાપાલિકાના મજુરોની ટીમ મેદાને ઉતારાઇ હતી, જેણે ગટરના ઢાંકણા ખોલવા માંડ્યા હતા. પરંતુ વ્યાપક વરસાદ જેવી સ્થિતિના કારણે છેલ્લા થોડા દિવસ દરમિયાન જ્યાં ખોદકામ કરાયા છે, ત્યાં ભૂવા પડવાની સ્થિતિનું સર્જન થયુ હતુ.