ભારતે વેસ્ટ ઈન્ડિઝને 224 રનથી કચડ્યું

મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ પર રમાયેલી ચોથી વન ડેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતવા 378 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે કેરેબિયન ટીમ 36.2 ઓવરમાં 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ વતી કેપ્ટન જેસન હોલ્ડરે સર્વાધિક અણનમ 54 રન બનાવ્યા હતા. ભારત તરફથી ખલીલ અહમદે 13 રનમાં 3 અને કુલદીપ યાદવે 42 રનમાં 3 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમાર-જાડેજાને 1-1 સફળતા મળી હતી.