કેલિફોર્નિયામાં લાગેલી ભયંકર આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા

કેલિફોર્નિયામાં લાગેલી ભયંકર આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. ભારે જહેમત બાદ 25 ટકા જેટલી આગ પર કાબૂ મેળવાયો છે. આગ એટલી વિકરાળ છે કે તેના પર કાબૂ કઈ રીતે મેળવવો તે પણ એક સવાલ છે. આગ પર કાબૂ મેળવવા માટે 2 હજાર 200 કર્મીઓ ખડેપગે છે. 
આગમાં 42 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 200થી વધુ લોકો લાપતા બન્યા છે.  એટલું જ નહીં 6 હજાર 700 મકાનો બળીને ખાખ થયા છે. આગના પગલે 78 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વિકરાળ આગ 70 હજાર એકરમાં ફેલાઈ છે.