ગુડાના  7 ફ્લેટ ટાઇપ રહેણાંક વસાહતોમાં સીસીટીવી કેમેરા મુકવાનો નિર્ણય

પાટનગરની બહારના શહેરી વિસ્તારમાં ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બાંધવામાં આવેલી તમામ 7 ફ્લેટ ટાઇપ રહેણાંક વસાહતોમાં સીસીટીવી કેમેરા મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં રાયસણ, ચિલોડા, અડાલજ અને કુડાસણની વસાહતોનો સમાવેશ કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યું કે સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દાને ધ્યાને રાખીને આ વધારાની સુવિધા આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો લાભ અહીંના 2,000 પરિવારોને મળવાનો છે.