સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે વરસાદે તબાહી મચાવી

સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે વરસાદે તબાહી મચાવી છે. માધવપુર અને ઘેડમાં 10 ઇંચ, માંગરોળમાં આઠ, માળિયામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે તેવામાં હજુ ઉત્તર ગુજરાત અને અમદાવાદ વરસાદ માટે વલખા મારી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતારણ જોવા મળી રહ્યું છે.