ગુજરાત સહિત દેશ દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા

ગુજરાતમાંથી વિદાય લઈ ચૂકેલું ચોમાસું એક વાર ફરી પાછું આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાલ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાત સહિત દેશ દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા છે. દરિયામાં ખતરનાક ડિપ્રેશનને લઈને દરિયો ન ખેડવા માછીમારોને સૂચના પણ આપવામાં આવી છે.