સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધને હટાવી દીધો

કેરળના સબરીમાલા મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસીક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધને હટાવી દીધો છે. હવે મહિલાઓ પણ સબરીમાલા મંદિરમાં પ્રવેશ મેળવી શકશે.ફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે, દરેક ભક્તને પૂજા કરવાનો અધિકાર છે. લિંગના આધારે ભેદભાવ ન કરી શકાય.