ઈન્ડોનેશિયામાં 188 યાત્રીઓને લઈ જતું પ્લેન દરિયામાં ક્રેશ

ઈન્ડોનેશિયાના જકાર્તાથી પાંકલ પિનાંગ શહેર જઈ રહેલું સ્થાનિક વિમાન સોમવારે સવારે ઉડાન ભર્યાના 13 મિનિટમાં જ દરિયામાં ક્રેશ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 188 લોકો હતાં. ઈન્ડોનેશિયા સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સીના પ્રવક્તા યુસૂફ લતીફે પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી આપી છે. જોકે પ્લેન ક્રેશ થવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ક્રેશ થયેલુ વિમાન બોઈંગ-737 મેક્સ 8 હતું.