એમેઝોન પ્રથમ વાર વિશ્વની સૌથી મોટી કંપની બની

માઈક્રોસોફટને પાછળ પાડીને એમેઝોન પ્રથમ વાર વિશ્વની સૌથી વધુ વેલ્યુએશનવાળી કંપની બની છે. સોમવારે અમેરિકાનું શેરબજાર બંધ થવા પર અમેઝોનની માર્કેટ કેપ 56 લાખ કરોડ રૂપિયા(796.8 અબજ ડોલર) રહી છે. જયારે માઈક્રોસોફટનું વેલ્યુએશન 54.81 લાખ કરોડ રૂપિયા (783.4 અબજ ડોલર) રહ્યું છે. ત્રીજા નંબર પર આલ્ફાબેટ અને ચોથા નંબર પર એપ્પલછે.