વડાપ્રધાન મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત 2019 માં એક વિશિષ્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું....

આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત 2019 સાવ નવી ભાતે જ આયોજિત થાય એ માટે વડાપ્રધાન મોદીએ એક વિશિષ્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. ભારતમાં પ્રથમ વખત 18મીના રોજ વાઈબ્રન્ટ ગુજરાતમાં મોદીના અધ્યક્ષ સ્થાને વિશ્વની 10 ટ્રિલિયન ડોલરથી વધુનું ટર્ન ઓવર ધરાવતી 27 કંપનીઓના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરશે. વિશ્વના મોટા મુડીપતીઓની નજર ગુજરાત તરફ થાય એ માટે આ સૂચક કોન્ફરન્સ હશે.18 જાન્યુઆરીના રોજ બપોરે 3:30 થી 6:30 વચ્ચે દેશમાં પ્રથમ વખત વૈશ્વિક સ્તરની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં અમેરિકા, કેનેડા, દુબઈ અને ફિલિપાઇન્સ સહિતના દેશોની ૨૭ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં મોદી સાથે બપોરે 3.30થી 5 વાગ્યા વચ્ચે ભારતના 5 ટોચના ઉદ્યોગપતિ અને બેન્કર્સ હાજર રહેશે. આ સાથે બપોરે 5.30થી 6.30 વચ્ચે નાણામંત્રી જેટલી અને RBIના ગવર્નર કાંત પણ હાજર રહેશે. મોદી આ કોન્ફરન્સ બાદ વન-ટુ-વન મિટિંગ પણ કરશે.